હવે સમજાયું….. – અશોક ચાવડા ‘બેદિલ’
[‘કવિતા’ સામાયિક (2000)માંથી સાભાર.]
રાધાએ સાડીને કપબર્ડમાં મૂકી
……. ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે
……. એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
……. એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં
……. ને ઉપર લગાવે છે સેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
રાધા કહે શ્યામ તમે માખણનાં બદલામાં
……. ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ
……. તમે લઈ આવો મારુતિકાર
રે’વાને ફલેટ મારે જોશે ઓ શ્યામ
……. મને ફાવે નહીં તારો આ ટેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં
……. તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઈમ્પ્રેસ કરવાને
……. તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ
……. શ્યામની કરે છે કોમેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
Print This Article
·
Save this article As PDF
બહુ મજા આવી ગઇ – કોઇને અશોક ચાવડાના આ પુસ્તકની માહિતી હોય તો જણાવવા વિનંતી.
અશોક ચાવડાનો જાણીતો ગઝલસંગ્રહ પગલાં તળાવમાં છે અને તખલ્લુસ બેદિલ. આ કવિ ગીત, ગઝલ, અને વિવેચન ક્ષેત્રે જાણીતા છે.
Thank you so much for the info – now I can get this.
ખુબ સુંદર…..
ક્યારેક ઉલટું પણ હોય છે…… !!!!!
શ્યામને ગમે ના સીધી રાધા,
જોઇએ અશ્વ્રર્યા રાય,
હવે રાધા ક્યાં જાય?????
🙂
Good one 🙂
ખરેખર સમજાયું કે વ્હાય શ્યામ વેન્ટ.. આધુનિકતાનો પાશ પૌરાણિક પાત્રોને ય લાગે તો આજના યુવાન / યુવતીઓનું શું ??!! મજાનું મર્માળુ ગીત…….
મસ્ત કવિતા…
ખુબ સરસ કવિતા. રાધા અને શ્યામના અદ્દલ આજના જમાનાના પ્રેમી-યુગલની મનોદશા.
સરસ ગીત્ .
સાડીમાં શ્યામને લાગે ગામડિયણ રાધા
કપડા પહેરવા માંડ આધા તુ રાધા.
સિક્સર મારી તમે તો
મજાનું નવલું ગીત.
અત્યારના શ્યામ તો …..
રમેશ પટેલ(આકાશદીપ)
very well written…:-) very much new era poem…yeah, this works both ways…
મને એક સવાલ કાયમ થાય છે..કે ગઝલ ના રચયિતા કે કવિશ્રી ઑ એમના મુળ નામની પાછળ કેમ આવા દુઃખી/પૉએટીક નામ રાખતા હશે? શું આ ટ્રેડીશન છે..જેમ કે “શુન્ય” પાલનપુરી? મરીઝ સાહેબ., કલાપી સાહેબ વિ.
હાર્દિકભાઈ, માણસ જ્યારે કોઈ સંજોગો કે લાગણી થી પર થઇ જાય છે ત્યારે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી દેતો હોય એવું લાગે છે. ન્યુટ્રલ લેવલમાં આવી જાય છે. સુખોની યાદ ના રહે..ને દુખોની ફરિયાદ ના રહે… આવી અવસ્થા કાંઈ બધાને મળતી નથી…એ માટે લાગણીઓના ઊંડાણમાં ઊતરવું પડે છે પછી જ એના થી પર આવી શકાય.
બહુ ફિલોસોફીકલ વાત થઇ ગઈ ને…?!?! શું કરીએ બોસ!…તમારો સવાલ પણ એવોજ છે.
મુર્તઝાભાઈ, આભાર. આપની વાતે ૧૦૦% સહમત. જૉ દુઃખ ના હૉય તો ગઝલ ના લખાય.
સેલ્યુલૉઈડ ની દુનિયા માં જેમ “લૉકસ ઑફ આઈડેન્ટીટી” બહાર હૉય છે તેમ મારા મત મુજબ ગઝલ રચયિતા(જે પણ પહેલાં હશે) તેમનું “લૉકસ ઑફ આઈડેન્ટીટી ઇન પેઈન” પણ બહાર હૉવું જૉઈએ(i am assuming who knows the truth), અને પછી તે તખલ્લુસ રાખવા ની પ્રથા બની ગયી હશે. આપની વાત સાથે ૧૦૦% સહમત એ તૉ જેનાં પર વિતતી હૉય તે જાણે, પરંતુ અમુક ગઝલ રચયિતા જેમ કે અંકિત ત્રિવેદી એવું તખલ્લુસ નથી વાપરતાં
અમુક ગઝલ રચયિતા જેમ કે અંકિત ત્રિવેદી એવું તખલ્લુસ નથી વાપરતાં એવું નથી એનું તખલ્લુસ સંજોગ છે, પણ સંજોગોવશાત એ એને ફળ્યું નથી.
રાધા કહે છે શામ તારા એસ.એમ.એસમાં
મને જોઈએ છે અમેરિકન એસેન્ટ …
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
સરસ મજાની રચના, વાચકોની કોમેન્ટ પણ મજાની.
નયન
સરસ. મજોપડી.
વ્રજ દવે
nice one!!!!!!!!
વાહ, અશોક ચાવડા બેદિલ જેટલા ગઝલમાં ખીલે છે એટલા જ ગીતમાં. એમનો જાણીતો ગઝલસંગ્રહ પગલાં તળાવમાં એકવાર વાંચવો જ પડે. એક ઉ.દા. રૂપે અશોક ચાવડા બેદિલ નો શેર…
કાંઠાઓ રોઈરોઈને જળને પૂછી રહ્યા,
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં.
ખરેખર મજા પડી ગઈ…
Bravo to all the comments…
વાહ મજા આવિ ગઇ..