…તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’

[તાજેતરમાં પ્રકાશિત થયેલ યુવાસર્જક શ્રી જિગરભાઈના (રાજકોટ) ગઝલસંગ્રહ ‘…તને મોડેથી સમજાશે’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jigarmsw@gmail.com અથવા આ નંબર પર +91 9925157475 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતમાં આપવામાં આવી છે.]

[1]
પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?

આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો.

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે ‘પ્રેમ’નો,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો ?

[2]
જિંદગી ચાલી ગઈ છે વાતમાં ને વાતમાં
ને અમે બેઠા રહ્યા છઈ હાથ રાખી હાથમાં

આપ સૌ તો સુજ્ઞ છો સમજી જશો આ શે’રને
કાવ્યના મૃત્યુ થયા છે છીછરા અનુવાદમાં

વાંઝણું આંગણ હશેને તો’ય એ ચાલી જશે
છાંયડો આપે નહીં એ ઝાડને ઊગાડ મા

કોણ જાણે પાંગરીને એ હવે કેવું થશે
લાગણીનું બીજ રોપ્યું છે અમે પથરાળમાં

એ હળાહળ સત્ય હો કે હોય અફવાનો વિષય
જે તને ગમતી નથી એ વાતને અપનાવ મા

બારમો છે ચંદ્રમાં મારે અને આ થાકને
મંઝિલોને પીઠ દેખાડી ગયો છું રાહમાં

આંખનું સન્માન રાખી, સ્મિત રાખી હોઠ પર
દર્દ જેવા દર્દને ભીડી શકું છું બાથમાં

એ પછી તો શબ્દનો મેળાવડો યોજાય છે
એ ખરું સંકોચ જેવું હોય છે શરૂઆતમાં

‘પ્રેમ’ પણ ગઝલોની માફક થઈ ગયો મૃત્યુપરંત
આંખ મીંચેલો ગણીને તું કફન ઓઢાડ મા.

[3]
સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગૈ મરી દફતરની વારતા

એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા

ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા

બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
આંખો જ વર્ણવી શકે ઝરમરની વારતા

[કુલ પાન : 68. કિંમત રૂ. 77. પ્રાપ્તિસ્થાન : જિગર જોષી ‘પ્રેમ’, C/o મધુકાન્ત જોષી. 59, ગંગોત્રી પાર્ક, યુનિ. રોડ, રાજકોટ-360005. મોબાઈલ : 9925157475.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જેટ પ્લૅનનો શોધક : વિલિયમ પોવેલ લિયર – યોગેન્દ્ર જાની
હવે સમજાયું….. – અશોક ચાવડા ‘બેદિલ’ Next »   

27 પ્રતિભાવો : …તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’

 1. સુંદર

  ૧/ “આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
  સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો”

  ૨/ “આંખનું સન્માન રાખી, સ્મિત રાખી હોઠ પર
  દર્દ જેવા દર્દને ભીડી શકું છું બાથમાં”

  ૩/ “ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
  સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા”

 2. maitri vayeda says:

  બીજી રચના બહુ ગમી…

 3. Devendra says:

  very nice poems

 4. અશોક જાની 'આનંદ' says:

  ત્રણે ય ગઝલ ખૂબ સુંદર…. મનનીય શે’ર … આમ તો બધાં જ ગમ્યા પણ આ વધારે….

  કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
  કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.

  કોણ જાણે પાંગરીને એ હવે કેવું થશે
  લાગણીનું બીજ રોપ્યું છે અમે પથરાળમાં
  બારમો છે ચંદ્રમાં મારે અને આ થાકને
  મંઝિલોને પીઠ દેખાડી ગયો છું રાહમાં

  ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
  સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

 5. mona liya. says:

  કોઈ ઉપમા આપી ન શકાય આવી લાગી છે આ ગઝલો
  જેની કોઈ જ મર્યાદાઓ નથી આવી લાગી છે આ ગઝલો
  બીજું તો હવે શું કહી શકાય ??
  “ગાગરમાં પણ સાગર” સમી લાગી મને આ ગઝલો….

 6. Sandhya Bhatt says:

  અનુભવનો નિચોડ ચોટદાર રીતે પ્રગટ્યો છે.તમારા સંગ્રહની રાહ જોવાતી જ હતી. અભિનંદન.

 7. Veena Dave. USA says:

  સરસ.

 8. જીગરભાઈની કલમમાં જાદુ અનેરો છે , તેમની તમામ રચના વાંચવી અને માણવી ગમે તેવી જ હોય છે .

 9. Jagruti Vaghela USA says:

  ગઝલો માણવાની મજા આવી.

 10. harshad brahmbhatt says:

  “આંખનું સન્માન રાખી, સ્મિત રાખી હોઠ પર
  દર્દ જેવા દર્દને ભીડી શકું છું બાથમાં”

 11. harshad brahmbhatt says:

  ગઝલો માણવાની મજા આવી.

 12. મુર્તઝા પટેલ says:

  કાવ્યનો સંયોગ કે અકસ્માત?

  પહેલા આવ્યુ કાવ્યઃ …તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’
  પછી આવ્યું: હવે સમજાયું….. – અશોક ચાવડા ‘બેદિલ

  આપણે શુ સમજવુ? 😉

 13. dipesh says:

  તમારો પ્રયાસ ઘનો જ સરાહનિય છે. તમારિ ગઝલો માથિ નવુ શિખવા મલ્યુ હજુ નવુ સર્જ ન માણવા આતુર છુ

 14. nayan panchal says:

  ત્રણેય ગઝલો ખૂબ સુંદર. ઘણી બધી પંક્તિઓ એકદમ ચોટદાર.

  આભાર,
  નયન

 15. harshad brahmbhatt says:

  અનુભવનો નિચોડ ચોટદાર રીતે પ્રગટ્યો છે.તમારા સંગ્રહની રાહ જોવાતી જ હતી.

 16. sudhir patel says:

  સુંદર ગઝલો! નવા સંગ્રહના પ્રકાશન નિમિત્તે જીગર જોષી ‘પ્રેમ’ને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન!
  સુધીર પટેલ.

 17. વાહ્! ગઝલ !! જવાબ નથ!!

 18. ઘણી સરસ રચનઓ છે, મંગાવીને બધીજ વાંચવી પડસે.
  “સાજ” મેવાડા

 19. Dipti Trivedi says:

  એ હળાહળ સત્ય હો કે હોય અફવાનો વિષય
  જે તને ગમતી નથી એ વાતને અપનાવ મા———-મનના સુખની ચાવી પણ અમલ એટલો જ મુશ્કેલ.
  વાંચવાની મજા આવી.

 20. Ashish Dave, Sunnyvale, California says:

  Simply fantastic…

 21. આપ સહુનો ફરી ફરીને આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.