પડઘો – સંકેત વર્મા

[ ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા:2010’માં તૃતિય ક્રમાંકે પુરસ્કૃત થયેલી વાર્તા ‘પડઘો’ના સર્જક શ્રી સંકેતભાઈ (ભાવનગર) હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.ફાર્મ કરી રહ્યા છે. આ વાર્તા તેમની પ્રથમ કૃતિ છે. રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે varmasanket1987@yahoo.co.in અથવા આ નંબર પર +91 98985 68213 સંપર્ક કરી શકો છો.]

‘ઓહો ! આવો આવો.’ આલીશાન મકાનના ડ્રોઈંગરૂમનો દરવાજો ખોલતાં રશ્મિબહેન બોલી ઉઠ્યાં. દરવાજા સામે ઉભેલ નવા પરણેલ દંપતીના ચહેરા પર અનોખું સ્મિત હતું.
‘તમારા ઘરે તો આવવું જ પડે ને, આન્ટી !’ રશ્મિબહેનના ચરણસ્પર્શ કરતાં રાહુલે કહ્યું. રાહુલને આમ કરતાં જોઈને બીજી જ સેકન્ડે શ્રેયા પણ પગે લાગવા ઝૂકી ગઈ.
‘ઓહોહો…. સુખી રહો બંને અને ખૂબ લાંબું જીવો….’ રશ્મિબહેને વડીલના સૂરમાં કહ્યું.
‘પધારો……’ ડ્રોઈંગરૂમના સોફા સુધી હજુ ત્રણેય પહોંચે એ પહેલા જ અંદરથી વિક્રમભાઈનો અવાજ આવ્યો. ચારેયના ચિત્ત અને ચહેરા પર ચારુતા ચિતરાયેલી હતી. રાહુલ અને શ્રેયા હજુ હમણાં બે મહિના પહેલાં જ પરણ્યાં હતાં. બંને એક જ કોલેજના પ્રેમીપંખીડા હતાં. રાહુલ વિક્રમભાઈના એકના એક પુત્ર રોશનનો ખાસ મિત્ર હતો. રોશન અત્યારે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એમ.બી.એ. કરી રહ્યો હતો. વિક્રમભાઈ પોતે મુંબઈના એક સદ્ધર ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ. મુંબઈના હીરાઉદ્યોગ મશીનરી બજારના તેઓ ધીરુભાઈ અંબાણી ગણાતાં હતાં. રશ્મિબહેને પણ આ ધીરુભાઈની આગેકૂચમાં હંમેશા એમનો સાથ આપ્યો હતો. બંનેએ એક આદર્શ લગ્ન જીવન જીવ્યું હતું. ફક્ત ત્રણ જણાનો સુખી પરિવાર. વિક્રમભાઈને કંઈ જ ફરિયાદ નહોતી. રોશનને પગભર કરવાની પણ ખાસ ચિંતા નહોતી. હા, રોશન હજુ કુંવારો હતો. બસ, એ એક કામ હજુ બાકી હતું.

અત્યારે તો બંને મહેમાનગતિમાં લાગી ગયા હતા. પાણી, શરબત, નાસ્તો અને વાતો…… વિક્રમભાઈ અને રશ્મિબહેનની મહેમાનગતિ માણીને રાહુલે ઊભા થતાં કહ્યું :
‘ચાલો અંકલ-આન્ટી, અમે હવે નીકળીએ.’
‘બસ બેટા નીકળવું જ છે ?’ વિક્રમભાઈએ કહ્યું.
‘હા હવે જઈશું ને…. હજુ ઘણાં ઘર પતાવવાના બાકી છે. અહીંયા જો વાતોમાં બેસીશું તો આખો દિવસ નીકળી જશે.’ રાહુલે હસતાં હસતાં કહ્યું અને ત્રણેય દરવાજા તરફ વળ્યાં.
‘ઓકે…. આવજો બેટા… હેપ્પી મેરીડ લાઈફ…’
‘…અને હવે આવો ત્યારે બે ના બદલે ત્રણ આવજો…’ રશ્મિબહેને વિક્રમભાઈના વાક્યને અધૂરું સમજી પૂરું કરી દીધું.

દીવાનખંડનો દરવાજો બંધ થયો.
‘કેવું સરસ કપલ છે. હે ને વિક્રમ ?’
‘હા એ તો છે જ. હમ ભી વૈસે કુછ કમ નહીં હૈ, શ્રીમતીજી !’
‘હા એ પણ છે જ શ્રીમાનજી.’
‘બાય ધ વે, નામ શું છે રાહુલની વાઈફનું ?’ વિક્રમભાઈએ પૂછ્યું.
‘શ્રેયા…’ રશ્મિબહેને રસોડા તરફ જતાં જવાબ આપ્યો.
‘શ્રેયા… અચ્છા… હમ્મ્મ….’
નામ સાંભળીને વિશાળ બંગલાની સફેદ દિવાલો જાણે શાંત થઈ ગઈ. રશ્મિબહેન રસોઈ બનાવવામાં પરોવાઈ ગયાં અને સોફાની મુલાયમ ગાદીમાં બેઠાં બેઠાં વિક્રમભાઈ બંધ આંખે પોતાનામાં ઊંડા ઊતરી ગયાં હતાં. કાનમાં કોઈક સંવાદો, જેમ પડઘા ખાલીખમ ઓરડામાં ગુંજે એમ ગુંજવા લાગ્યાં હતાં. ફક્ત અવાજ અને પડઘા વચ્ચેનો સમયગાળો થોડો વધારે હતો… લગભગ…વીસ વર્ષ. સુમસામ સ્ટેશને વ્હીસલ મારતી ટ્રેન દોડી આવે એમ કેટલાક દશ્યો તેમના માનસપટ પર ધસી આવ્યાં. મનના પ્લેટફોર્મ પર ચહલપહલ અને કોલાહલ થવા લાગ્યો. વિક્રમ શાહના સુખચેનનું એ કોલાહલે કત્લ કરી નાખ્યું.
****

અમદાવાદના લૉ-ગાર્ડનમાં એકવીસ-બાવીસ વર્ષનો એક ફૂટડો યુવાન અને એ જ ઉંમરની યુવતી બેઠાં હતાં. બાગમાં ક્યાંક ખીલેલા રાતરાણીનાં પુષ્પો જેમ રાત્રે મઘમઘી ઉઠે એમ તેઓ બંને સ્નેહની સુગંધથી મઘમઘતા હતાં.
‘શ્રેયા, લગ્ન પછી આપણો ઝઘડો થશે તો શું કરીશું?’
‘કરવાનું છે શું ? સિમ્પલ… માની જઈશું બેમાંથી એક અને મનાવી લઈશું બીજાને… બીજું શું ?’
‘લ્યો, આવો ઠંડો જવાબ ? મને એમ કે તું કંઈક રોમેન્ટિક જવાબ આપીશ.’
‘તો લે ચાલ હું નહિ માનું બસ ! તું જ મને મનાવજે. કે પછી હું તને મનાવું ?’
વિક્રમ શ્રેયા સામે તાકી રહ્યો.
‘હવે તને એમાંય વાંધો હોય તો હવે ત્રીજા પ્રકારનો જવાબ ક્યાંથી લાવું હું વિકીડા ?’ બંને ખડી પડ્યા.

વીસ વર્ષ પહેલાંના આ સંવાદોમાં વિક્રમભાઈ ખોવાયેલા હતાં. એનું નામ પણ શ્રેયા હતું. તે પણ કોઈકને ચાહતી હતી. તે હતો વિકી. એ વખતે શ્રેયા પ્રેમથી વિક્રમને ‘વિકી’ કહેતી. વીસ વર્ષ પહેલાં વિક્રમ શાહ શ્રેયા પર ફિદા હતાં. શ્રેયાની બાળક જેવી નિર્દોષતા પર તે આફરીન હતાં. શ્રેયા ફૂલોની ખૂશ્બૂ અને વહેતા ઝરણાં જેવી ચંચળ અને સરળ હતી. તે દરેક પળે ખીલેલી, વહેતી, પોતાનામાં મસ્ત, મજાક-મસ્તી કરતી, હર કોઈ સાથે ભળી જતી. લાગણીઓને એ શબ્દાળુ બનાવી શકતી નહોતી. વિક્રમ એના પ્રેમને આંખના આકારો અને મનના મરોડો પરથી જ અનુભવતો. શ્રેયાની આ જ વાત સૌથી વધુ પ્રિય હતી. જો કે વિક્રમ ધીર ગંભીર પ્રકૃતિનો અને ઓછાબોલો હતો. તે શ્રેયાની જેમ બધા સાથે જલ્દી ભળી ન શકતો. શ્રેયા એટલે જ ઘણીવાર એને ‘મૂંગેરીલાલ’ કહેતી. આ રીતે વિક્રમ-શ્રેયા ત્રણ વર્ષથી એકબીજાની પ્રણય હુંફમાં જીવતા હતાં.
‘એય મૂંગેરીલાલ ! લગ્ન પછી તું કંઈ બોલીશ તો આપણી વચ્ચે ઝઘડો થશે ને ? ઝઘડો જ નહીં થાય તો મનાવશે તો ક્યાંથી ? મોઢામાં તો મગ ભર્યા હશે ! જો નહિ બોલે તો હું બીજા લગ્ન કરી લઈશ. ધ્યાન રાખજો મિ. મૂંગેરીલાલ !!’ શ્રેયાનો આવો મજાકીયો સ્વભાવ ક્યારેક વિક્રમના ગંભીર મનને ઓર ગંભીર બનાવી દેતો.
‘….અને હા કાલે સાંજે નિખીલની બર્થ-ડે પાર્ટી છે. એણે મને તને સાથે લાવવા ખાસ કહ્યું છે. તારે મને લેવા મારી હોસ્ટેલ આવવાનું છે. એ ફાઇનલ છે…’

વિક્રમનો પરિવાર સુખી હતો. તે મોટા ભાગની જરૂરિયાતો પૂરી કરી શકે તેમ હતો. પરંતુ શ્રેયા અનાથ હતી. એને મા-બાપનો પ્રેમ મળ્યો નહોતો. કદાચ એટલે જ એ પોતાની આસપાસ મિત્રોની હૂંફ શોધ્યા કરતી. તે વધુ ને વધુ લોકોની નજીક રહેવા પ્રયત્ન કરતી. શ્રેયા જેટલા મિત્રો કોલેજમાં કોઈને પણ નહોતા. આ બધામાં ક્યારેક એ વિક્રમને ભૂલી જતી હોય એવું વિક્રમને લાગ્યા કરતું.
‘જો વિકી, જીવન ક્યારેય કોઈના ન હોવાથી થંભી જતું નથી. એ બસ, ચાલ્યા જ કરે છે.’ શ્રેયા કાયમ કહેતી. વિક્રમને શ્રેયાની આવી જ વાતો સતાવ્યા કરતી. એની ફિલસૂફી વિક્રમના હૃદયને હચમચાવી દેતી. એનું મન હંમેશા એ વિચારે વ્યથિત રહેતું કે શ્રેયા મને છોડીને ચાલી તો નહિ જાય ને ?
‘ચાલ શ્રેયા, આવી ગઈ તારી હોસ્ટેલ.’
‘ઓહ ! યાર…. મારે દિવ્યાંગને એકાઉન્ટ્સની નોટ્સ આપવાની હતી. તું આપી દઈશ ? એ અઠવાડીયાથી માંગે છે.’
‘ઓકે. લાવ આપી દઈશ.’ વિક્રમે કહ્યું.
‘….અને હા એને મારા તરફથી ‘I Love You’ કહી દેજે.’ શ્રેયા વિક્રમને ચીડવતી, ‘અરે મૂંગેરીલાલ, ગુસ્સે ના થાઓ…. હું તો મજાક કરું છું. વી આર જસ્ટ ફ્રેન્ડ્ઝ…’
શ્રેયાની આવી વાતો જ વિક્રમને ન ગમતી. એને એ વાતો ડંખતી. જગતના દરેક પ્રેમીઓની જેમ આ બંને પણ ભવિષ્યનું આયોજન કરતાં :
‘લગ્ન પછી આપણે આપણા દીકરાનું નામ શું રાખીશું ?’ શ્રેયા પૂછતી.
‘દીકરો જ થાય એવું જરૂરી છે ?’ વિક્રમનું દિમાગ તર્ક લગાવી દેતું… ‘દીકરી થાય તો……..’
******

‘અરે વિક્રમ, શું કરો છો ? ફોન તો ઉઠાવો ! ક્યારની રીંગ વાગે છે…’ રશ્મિબહેનની બૂમથી વિક્રમભાઈની આંખો ખૂલી. કાનમાં પડઘાતા વીસ વર્ષ પહેલાનાં સંવાદોને બદલે હવે ફોનની રીંગ ગૂંજી રહી હતી. તેમની આંખો હવે વર્તમાનને ઝીલતી હતી. રશ્મીબહેને બહાર આવીને ફોન ઉઠાવ્યો. વિક્રમભાઈ મૂંગા મોઢે જોતાં રહ્યાં. ફોનમાં શું વાત ચાલે છે એના પર એમનું ઝાઝું ધ્યાન ન ગયું. રશ્મીબહેને ફોન મુક્યો પણ વિક્રમભાઈએ કંઈ પૂછ્યું નહીં. રશ્મીબહેને સામેથી જ કહ્યું :
‘વડોદરાથી જયાબહેનનો ફોન હતો. રોશન માટે પેલી છોકરી જોઈ રાખી છે એમણે.. એ બાબતે…’
‘હં… શું કહ્યું એમણે ?’
‘કહેતા હતા કે આપણે જઈને જોઈ આવીએ અને જવાબ આપીએ. કારણકે બેય પક્ષે ઘણી વાતો તો થઈ ગઈ છે. રિયા નામ છે એનું. જયાબહેન તો નહિ આવી શકે કારણ કે માસીના ગુજરી ગયાને હજુ પાંચ-છ દિવસ જ થયા છે. તો…’
‘હા, રોશન પણ અઠવાડિયા પછી આવવાનો છે. તો પછી એ આવે એટલે બીજા એક-બે ઠેકાણાં પણ જોઈ લઈએ. હું એની સાથે વાત કરીશ તો એ થોડા દિવસ વધુ રોકાઈ જશે.’ વિક્રમભાઈના ચહેરા પર અડધા કલાક પહેલાં જે તાજગી હતી એ હવે તમસમાં ફેરવાઈ ગઈ હોય એવું લાગતું હતું. વીસ વર્ષ પહેલાનાં વિકીએ આજના આ વિક્રમ શાહને ઠંડા પાડી દીધા હતાં. વીસ વર્ષ પહેલા વિકી સાથે શ્રેયા હતી. પરંતુ આજે તેમની સાથે રશ્મી છે. એ વખતે વિક્રમના મા-બાપે એમને એક અનાથ છોકરી સાથે લગ્ન કરવાની મંજૂરી નહોતી આપી અને માતા-પિતાની વિરુદ્ધ જઈને એમનું મન અને માન ભાંગવાની હિંમત વિક્રમમાં નહોતી. પ્રેમના વૈકલ્પિક પ્રશ્નમાં વિક્રમે જવાબ તરીકે પરાણે મા-બાપનાં પ્રેમ પર મહોર લગાવી દીધી હતી. શ્રેયાની એ જ પ્રેમાળ નિર્દોષતાને પરાણે નાદાની ગણાવી એ એને ભૂલી ગયો હતો. પરંતુ શું શ્રેયા ભૂલી શકી હશે ? વીસ વર્ષ પછી વળી પાછી શ્રેયા મનોમન વિકી સાથે વાત કરી રહી હતી અને વિક્રમ શાહ પોતાની જાત સાથે વાત કરી રહ્યાં હતાં.
‘જીવન ક્યારેય કોઈ એક વ્યક્તિના ન હોવાથી થંભી જતુ નથી.’ વિક્રમને શ્રેયાની ફિલસૂફી યાદ આવી રહી હતી. વિક્રમે વિચાર્યું કે ‘શ્રેયા તો આમેય ખુશ જ રહેવાની હતી. એ અનાથ હતી છતાંય ખુશ હતી. હું તો ફક્ત ત્રણ વર્ષથી એની સાથે હતો. એણે જ કહેલું ને કે જીવન ક્યારેય કોઈ એક વ્યક્તિના ન હોવાથી થંભી જતું નથી…’ વીસ વર્ષ પહેલાંની જેમ આજે પણ વિક્રમભાઈએ શ્રેયાની યાદ ભૂલાવવા મનને મનાવી લીધું.
****

‘મુકેશ એ. પરીખ.’ – બે માળના મકાનના દરવાજાની બહાર સ્ટીલની પટ્ટી પર કાળા અક્ષરે લખાયેલું નામ સ્પષ્ટ વંચાતું હતું. રશ્મિબહેને દરવાજાની બાજુની ડૉરબેલ દબાવી. મકાનની અંદર સંગીત ગૂંજ્યું. દરવાજો ખૂલ્યો ત્યારે સામે આધેડ ઉંમરની એક સ્ત્રી ઊભી હતી.
‘કામિનીબહેન ?’ રશ્મિબહેને સસ્મિત પૂછ્યું.
નામ સાંભળતાં જ કામિનીબેન પણ મલક્યાં : ‘તમે જયાબેનને ત્યાંથી ? અને આ વિક્રમભાઈ..?’ એમણે પૂછ્યું.
‘હા.’
‘આવો… આવો…. અમે તમારી જ રાહ જોતા હતા.’ કામિનીબેનનું મકાન વિક્રમભાઈના ઘર જેવું આલીશાન નહોતું. એક મધ્યમવર્ગીય કુટુંબનું સામાન્ય ઘર હતું. અંદર આવીને તેઓ ખુરશી પર બેઠાં.
‘આ મારા પતિ છે… મુકેશ અને મુકેશ આ….’
‘હા… હા… ઓળખી ગયો. આ વિક્રમભાઈ, રશ્મિબહેન અને એમનો દીકરો રોશન….’ ત્રણેય સામે ઇશારો કરતાં મુકેશભાઈએ કહ્યું અને બધાં હસી પડ્યાં.
‘તમે લોકો વાતો કરો હું નાસ્તો લઈ આવું છું…..’ કહી કામિનીબહેન રસોડા તરફ ગયા.

આ તરફ મુકેશભાઈ, વિક્રમભાઈ, રશ્મિબહેન અને રોશન વાતોએ વળગ્યા. આ પ્રસંગે જેવી ઔપચારિક વાતો થાય એવી બધી જ અહીંયા પણ થઈ. રોશન મુકેશભાઈને ગમવા લાગ્યો હતો. દેખાવમાં તે સારો હતો અને વાતચીતમાં પણ હોશિયાર હતો. બંને પરિવારો પોતપોતાની રીતે એકબીજાના કુટુંબો વિશે જાણી જ ચૂક્યા હતાં એટલે એ બાબતે કોઈ પ્રશ્ન નહોતો. અંદરખાને બધી તૈયારી હતી. બસ, હવે છોકરો-છોકરી અને બંનેના પરિવારના સભ્યો એકબીજાને પસંદ કરે છે કે નહિ એ જ જોવાનું હતું. એ થાય તો ગાંઠ બંધાય.
‘હું જરા કામિનીબેનને મદદ કરાવું.’ થોડીવાર પછી રશ્મિબહેન રસોડામાં જવા ઊભા થયાં. મુકેશભાઈએ ન જવાનો આગ્રહ તો કર્યો પરંતુ એમને લાગ્યું કે કદાચ કંઈક વાત કરવી હોય એટલે એમણે રશ્મિબેનને વધુ ન રોક્યાં.
‘શું મદદ કરું ?’ અવાજ સાંભળતાં જ રિયા અને કામિનીબહેને રસોડામાં આવેલા રશ્મિબહેન તરફ જોયું.
‘અરે ! તમે શા માટે….? હું કરી લઈશ બધું…’ કામિનીબહેને કહ્યું. રિયા કંઈ બોલ્યા વગર મંદ મંદ હસતી અને શરમાતી બંને તરફ જોઈ રહી હતી.
‘એવું કંઈ ના હોય કામિનીબહેન. હું તમને મદદ તો કરીશ જ હોં. કામ કરતાં સાથે સાથે આપણે વાતો પણ થઈ જશે.’
‘ભલે, પણ તમે નાસ્તો તો કરી લો !’
‘નાસ્તો આપણે બંને સાથે કરીશું.’ બંનેના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.
‘રિયા બેટા, તું નાસ્તો લઈને બહાર જા. અમે આવીએ છીએ.’ કામિનીબહેને રિયાને કહ્યું.
‘હા, મમ્મી.’ રિયાએ મૃદુ અવાજમાં હકાર કર્યો અને બહાર ગઈ.
‘રિયા મારી દીકરી જેવી જ છે, રશ્મિબહેન. તમને વાત તો કરી જ હશે જયાબહેને ?’ કામિનીબહેને કઈ વાત કરવાની છે એ પારખી લીધું હતું.
‘હા, વાત તો કરેલી એમણે.’
‘ચાલો બહાર, બધા સાથે બેસીને જ વાત કરીએ ને !’ કામિનીબહેનના અવાજમાંથી વિનંતી ડોકાતી હતી.

બંને નાસ્તાની બાકી પ્લેટો લઈને બહાર આવ્યા. વિક્રમભાઈ અને મુકેશભાઈ ખડખડાટ હસતાં કંઈક વાતો કરી રહ્યા હતાં. મુકેશભાઈનો રમુજી સ્વભાવ પોતાનો રંગ ફેલાવી રહ્યો હતો. રોશન પણ એમને સાથ આપી રહ્યો હતો. બહાર આવીને બધાએ સાથે મળીને થોડી વાતો કરી.
‘હવે મુકેશભાઈ, આપને જો વાંધો ન હોય તો રોશન અને રિયા…..’ રશ્મીબહેને અનુમતિ માંગી.
‘હા.. હા…. મને શો વાંધો હોય ? જાઓ બેટા રિયા, તું અને રોશન બંને ઉપર જાઓ…’
‘બંનેને બૅસ્ટલક…’ રશ્મીબહેને હસીને કહ્યું.
‘થેન્ક યૂ આન્ટી…’ રોશનને પહેલીવાર રિયાનો રણકાર સંભળાયો. બંને દાદરો ચઢ્યા.

‘હા… એ અમારી સગી દીકરી નથી. પરંતુ અમારે મન એ સગી દીકરી કરતાંય વધારે છે.’ કામિનીબહેને અધૂરી વાત આગળ વધારતાં કહ્યું, ‘એ દસ વર્ષની હતી ત્યારે જ એના મમ્મી દુનિયા છોડીને ચાલ્યા ગયાં. એ પછી ત્યારથી અમે જ એને ઉછેરી છે અને આજે સગપણ કરવા જેવડી થઈ ગઈ છે.’ કામિનીબહેનની આંખો ભીંજાઈ ગઈ. ક્ષણેક અટકીને એમણે ઉમેર્યું, ‘હું અને એના મમ્મી ખાસ મિત્રો હતાં. અમે નાનપણથી જ સાથે રહ્યાં. અમે બંને અનાથ હતા. એક બંને એક જ સાથે મોટા થયાં. એ પછી એ અમદાવાદમાં કોલેજ કરવા લાગી અને હું અહીંયા વડોદરામાં.’ કામિનીબહેને ફૂંક મારીને જૂની યાદો પર બાઝેલી ધૂળ ઉડાડી રહ્યાં હતાં.
‘અને રિયાના પિતાજી ?’ ધીમા અવાજે રશ્મીબહેને પૂછ્યું.
‘એ નથી કારણ કે રિયાની મમ્મીએ લગ્ન જ નહોતાં કર્યાં…’ કામિનીબહેને ચોખવટ કરી.
‘તો…. ??’ ઘડીક આશ્ચર્ય છવાઈ ગયું.
‘એમણે ફક્ત રિયાને દત્તક લીધેલી…’ રશ્મિબહેન પૂછે તે પહેલાં જ કામિનીબહેને કહ્યું, ‘એની મમ્મીના નસીબમાં કદાચ આ સૃષ્ટિ પર કોઈનો પ્રેમ પામવાનું લખ્યું નહીં હોય. એને લગ્ન કરવાં જ નહોતાં. કોલેજ પૂરી થયા પછી એ મને મળેલી. એણે મને રિયા વિશે જણાવ્યું. એ ફક્ત રિયાને માતા તરીકેનો પ્રેમ આપવા ઈચ્છતી હતી એમ તે હંમેશા કહેતી…’ કામિનીબહેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

‘અમારે બીજું કોઈ સંતાન નથી. રિયાની મમ્મીના અવસાન બાદ અમે રિયાને સગી દીકરીની જેમ જ સાચવી છે. કોઈ વાતની ઉણપ કે કમી કદી આવવા દીધી નથી. એમ કહો કે એ અમારી સગી દીકરી જ છે.’ મુકેશભાઈએ કામિનીબહેન સામે જોતાં કહ્યું.
‘બરાબર. મેં પણ અમદાવાદથી જ બી.કોમ. કર્યું છે. રિયાના મમ્મી કઈ કૉલેજમાં હતાં ?’ વિક્રમભાઈના ચહેરા પર અધીરાઈ દેખાતી હતી.
‘કામિની, શ્રેયા સેન્ટ ઝેવિયર્સમાં હતી ને ?’ મુકેશભાઈએ કામિનીબેન સામે જોઈને પૂછ્યું. કામિનીબહેને હકારમાં માથું હલાવ્યું. ‘શ્રેયા’ નામ કાને પડતાં જ વિક્રમભાઈના શાંત સરોવરમાં પથ્થર પડ્યો અને વમળો સર્જાયા. તેઓ અવાક થઈ ગયા. એમનો આત્મા ફરીથી ચીસો પાડવા લાગ્યો. રશ્મિબહેને કહ્યું પણ ખરું કે વિક્રમ ત્યાં જ ભણ્યાં છે પરંતુ હવે વિક્રમભાઈનું કશામાં ધ્યાન નહોતું.
‘દીકરો જ થાય એવું જરૂરી છે ? દીકરી થાય તો ?’ ફરીથી એ પડઘા ગૂંજવા લાગ્યા.
‘દીકરી થાય તો એનું નામ ‘રિયા’ રાખીશું.’ શ્રેયાએ જવાબમાં જે કહ્યું હતું એ વિક્રમભાઈને યાદ આવ્યું.

‘કોઈ એક વ્યક્તિના ન હોવાથી જીવન ક્યારેય થંભી જતું નથી.’ પોતે જ કહેલી વાત શ્રેયા ખુદ નિભાવી શકી નહોતી. પરંતુ વિક્રમે એ ફિલસૂફીને સાચી પાડી બતાવી હતી. વિક્રમભાઈ વિચારી રહ્યા હતા એટલામાં ઉપરથી રિયા અને રોશન આવી પહોંચ્યા. બંનેના ચહેરા સ્મિત અને શરમથી રંગાયેલા હતા. રિયા, રોશન, રશ્મિબહેન અને બાકી સૌની મનોમન ‘હા’ હતી. હવે જવાબ માત્ર વિક્રમભાઈએ આપવાનો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાચો સમય – કીર્તિદા પરીખ
કથાસરિતા – હરિશ્ચંદ્ર Next »   

47 પ્રતિભાવો : પડઘો – સંકેત વર્મા

 1. hardik says:

  i just wonder why this story dint get the first prize..In my view true winner for the first prize..

 2. harshad brahmbhatt says:

  સુંદર વાર્તા.

 3. Vipul Panchal says:

  સરસ આને ખુબજ લાગણૈસભર વાર્તા.

 4. Viren Shah says:

  વાર્તા સરસ છે. (જો કે આવું વાર્તામાં હોય એવું ક્યારેય વાસ્તવિકતામાં મને જોવા મળ્યું નથી).
  હવે આ જ વાર્તા જો શરદ ઠાકરે લખી હોત (રણ માં ખીલ્યું ગુલાબમાં) તો એમની વર્ણન શૈલી આ વાર્તાને બખૂબી જીવંત બનાવી દેત.
  (કદાચ આવા જ વિષયની વાર્તા આપણે વાંચી જ છે)

  વાર્તામાં એક ખામી રહી ગઈ લાગે છે. અનાથ છોકરીઓના લગ્નની વાત એક કઠીન સામાજિક વિષય છે. એ વિષયને મુખ્ય રહેવા દેવાને બદલે અહી વિક્રમભાઈના મનોમંથનને વધારે મહત્વ આપી દીધું છે. છતાયે વાર્તાના વિષયને લઈને વાર્તા બનાવી સરસ છે. અર્થ એ કે આ કથા પોતે જ એક કઠીન કથા છે જેને નાવાલીકામાં બખૂબી ફીટ કરી છે.

  પછી વિક્રમભાઈએ શું નિર્ણય કર્યો એ બતાવ્યું નથી. વાર્તાનો અંત એ નિર્ણય સાથે બતાવ્યો હોત તો મજા રહેત કારણ કે વિક્રમભાઈ વેપારી છે અને ભરોસા કરવા લાયક નથી જે એમને શ્રેયા સાથે લગ્ન ના કરીને સાબિત કરી બતાવ્યું છે. વિક્રમભાઈ જેવા સ્વાર્થી લોકો પ્રેમમાં પડતી વખતે એક ક્ષણ પણ વિચારતા નથી. ત્યારે હ્રીદયને બરાબર સંભાળે છે પણ લગ્ન વખતે સો વિચાર કરે છે, એમને એ વખતે કુટુંબ, સમાજ યાદ આવે છે. પછી આત્માની ચીસો સાંભળવાનો શું અર્થ? મુકેશભાઈ અને કામીનીબેન ખરા અભીનાનાદનના હકદાર છે.

  વીરેન શાહ, TX

 5. zeel says:

  amuk loko khub swarthi hoy che prem to karile che pan jyare saath aapvano vaaro aave che toh pachad hati jaay che. aavu karvu j hoy toh sha maate prem kare che ane koik nu dil dukhave che. ane jene real love karyu hoy ene toh puri life love ne na bhuli sake.

 6. Sunil says:

  જો આ વાર્તાને ત્રીજું ઇનામ મળ્યું હોય તો બાકીની વાર્તાઓ કેવી હશે ? ખુબ જ ચવાયેલો વિષય અને સામાન્ય શૈલી.

 7. અશોક જાની 'આનંદ' says:

  ખૂબ સરસ વાર્તા, જો કે તેના વળાંકો પહેલેથી ધારી શકાય તેવાં રહ્યાં……..

 8. nayan panchal says:

  વાર્તાના અંત વિશે ખ્યાલ તો આવી જ જાય એમ હતુ. સંકેતભાઈને અભિનંદન.

  ખૂબ આભાર,
  નયન

 9. કુણાલ says:

  Really nice story WITHOUT useless metaphors and idiotic conversations like some wellknown writer mentioned in previous comment by Virenbhai.

  Streamlined Gujarati literature is in great need of writers like you Sanketbhai.
  Keep writing.
  All the very best for your endeavour in Gujarati.

 10. parth parikh says:

  sanket…… jabardast che…. to all the readers…. let me share with u smethin… sanket was my room mate for 3 years…. he is a awesme author. due to diligent reading of gujarat samachar n divyabhaskar and excessive n extensive reading has instilled those skills of a writer… he is also a good poet and he has good command over english too….. at just 22 years age its a commendable job buddy….way to go and all d best for future…..

  • rohit dobaria says:

   dear parth,

   writing is an inborn skill…… it doesn’t come just by reading a couple of newspapers.

   think twice before giving any opinion.

   i request sanketbhai not to pay head to the opinions of such readers.

   thanks,
   rohit.

 11. વાર્તા સારી છે .
  મૃગેશભાઈ યોગ્ય લાગે તો દરેક વાર્તા ક્રમ બધ્ધ આપો તો વાચક વાર્તાને કેવી રીતે મૂલવે છે એપણ જાણકારી મળે.
  માત્ર સૂચન કરું છું..
  કીર્તિદા

 12. raj says:

  good story,
  in very rare case nowa days things happen like this,.allmost impossible.
  anyway good story.
  Mrugeshbhai,
  If possible please present some intresting stories from this competition
  thanks to Mrugeshbhai for such good stories
  raj

 13. Viral Upadhyaya says:

  સારુ લખી શકો છો. keep it up.

 14. Jigar Shah says:

  very much predictable story…પણ મન ને મનાવી લીધું કે, કઈક વાંચવા તો મળે છે…

 15. Nare says:

  Nice writing style, fluent and gives jerk in between, naturally! Bravo.
  It is good that you have not given end..no need, expectedly can be guessed if reader has enough power.
  And, giving due importance to the Vikram’s turmoil is proper too.

 16. વાર્તા સારી છે પણ આવી પરિસ્થિતિ ઉભી થવી ખરેખર શક્ય છે? વાર્તાનો પ્લોટ આજકાલની હિન્દી સીરીયલો જેવો છે.

 17. Dipti Trivedi says:

  લેખનજગતમાં પદાર્પણ માટે અભિનંદન.
  એક તબક્કે અંતનુ અનુમાન સહજ થઈ જાય પણ પડઘો એક પગથિયું આગળ જઈને વાચકને અથડાય છે અને અંતમાં વિક્રમભાઈનો જવાબ બિનજાહેર રાખીને એક અલગ મુકામ પર વાર્તા પૂરી કરીને વાચકને અંત વિશે વિચારતો રાખીને સાંકળી લીધો છે.

 18. Sanni Jain says:

  બહુ સરસ વાર્તા.

 19. Jagruti Vaghela USA says:

  વાર્તા સારી છે અને સરસ રીતે લખી પણ છે.
  અભિનંદન સંકેતભાઈ

 20. KANUBHAI PATEL says:

  I KNOW THE END

 21. Parita Patel says:

  ખૂબ સરસ વાર્તા,
  સંકેતભાઈ અભિનંદન….!!!

 22. Rohit Dobaria says:

  ખૂબ સરસ વાર્તા,

  લગે રહો મેરે યાર ……

 23. Soham Raval says:

  સરસ વાર્તા સંકેતભાઇ…
  મજા આવી વાંચવાની….પહેલો પણ સારો પ્રયાસ છે.

 24. Satish says:

  I like the story. Very good for first attempt. alaooking forward for more…..

 25. Hetal says:

  Very nice story and excellent comment by Mr. Viren Shah. I also agree with Hardik( 1st comment)- it should get 2nd prize at least – better than Ratna’s story-

 26. hiral says:

  અભિનંદન સંકેતભાઇ, સરસ વાર્તા.
  અને હા, જેમ જેમ જીંદગીને વધારે નજીકથી જોવાનું બનશે તેમ તેમ તમે વધુ સરસ લખી જ શકશો.

 27. Mital Parmara says:

  good story…

 28. Raj says:

  good story . all the best for the future.

 29. prit says:

  WOW! This story is brilliant my whole family loved it and the title fits the story. Very good Sanket! Keep it up. My mum said keep writing great storys and we’ll be ready to keep on reading. My dad said best of luck for the future. Meera said I’ll give you number.1
  CONGRATULATIONS!

 30. brijesh kabariya says:

  વાહ યાર, પહેલિ વાર આતલુ લામ્બુ ગુજરતિ વાચ્યુ ઘના વર્સે…..અને મને ગમ્યુ પન ખરુ….ખુબ ખુબ અભિનન્દન્…કોલેજ ના મિત્રો બહુ યાદ આવે ચ્હે….

 31. Nilesh says:

  કેટલાક સોનેરી વાક્યોઃ

  -ચારેયના ચિત્ત અને ચહેરા પર ચારુતા ચિતરાયેલી હતી.
  -રાહુલને આમ કરતાં જોઈને બીજી જ સેકન્ડે શ્રેયા પણ પગે લાગવા ઝૂકી ગઈ.
  -ફક્ત અવાજ અને પડઘા વચ્ચેનો સમયગાળો થોડો વધારે હતો… લગભગ…વીસ વર્ષ (જોકે ૨૨-૨૩ વર્ષ હોવા જોઇએ.)
  -પ્રેમના વૈકલ્પિક પ્રશ્નમાં વિક્રમે જવાબ તરીકે પરાણે મા-બાપનાં પ્રેમ પર મહોર લગાવી દીધી હતી.
  -હું તો ફક્ત ત્રણ વર્ષથી એની સાથે હતો.
  -પોતે જ કહેલી વાત શ્રેયા ખુદ નિભાવી શકી નહોતી. પરંતુ વિક્રમે એ ફિલસૂફીને સાચી પાડી બતાવી હતી.
  -હવે જવાબ માત્ર વિક્રમભાઈએ આપવાનો હતો.

  • sanket says:

   નિલેશભાઈ,
   તમે આ વાક્યો અનુભવ્યા અને ટાક્યા એ ગમ્યુ.
   વાર્તા લખતી વખતે લેખક તરીકે આવા વક્યો પર મે ખાસ કામ કર્યુ હતુ.
   પણ મનમા એ વસ્તવિકતા પણ હતી જ કે વાચક વાર્તા વાચતી વખતે કદાચ એના પર એટલું ધ્યાન નહિ આપે. પણ તમારા અવલોકનથી આનંદ થયો….

   અમુક જગ્યા એ આવા વક્યો થોડા એડિટ પણ થયા છે…. જે મ્રુગેશભાઈને લાગ્યુ ત્યા એમને ફેરફાર કર્યો છે….
   પણ અમુક વક્યોની અસરકારકતા મારા મતે એમા થોડી ઓછી થઈ ગઈ…

   જેમ કે, મે લખ્યુ હતુ કે “વિશાળ બંગલાની સફેદ દિવાલો શાન્તિનુ પ્રતિક બની ગઈ.”
   પણ એડિટીંગમા એ “વિશાળ બંગલાની સફેદ દિવાલો જાણે શાંત થઈ ગઈ” થઈ ગયું.

   બિજુ ઉદા….

   મે લખ્યુ હતુ “બન્નેના ચહેરા સ્મિત અને શરમના ભેગથી રંગાયેલા હતા.”
   જે “બંનેના ચહેરા સ્મિત અને શરમથી રંગાયેલા હતા.” થઈ ગયું.

   હુ મ્રુગેશભાઈને ક્રિટિસાઈઝ નથી કરતો…..એમના માટે મને ખુબ આદર છે….. માત્ર મારો અભિપ્રાય આપુ છું.

   એમનો આશય વાર્તાને સારી રીતે મુક્વાનો જ હોય… અને એમણે આવા અમુક વિરામ ચિહ્નોને લગતા ફેરફારો ખુબ સારા કર્યા…

 32. Sohil says:

  wow! what a story! simply astonishing well done and all the best for the future! Im prits freind and Asmita auntie is my mums freind.We are very impressed after reading he story!
  Sohil

 33. Ashish Dave, Sunnyvale, California says:

  Very well written… bit predictable… keep writing and congratulations for winning.

 34. riddhi says:

  ખુબ જ સરસ ………………..

 35. Vaishali Maheshwari says:

  Wonderful attempt Mr. Sanket. Keep writing…

 36. binjal says:

  Congrates Sanket. keep it up.Dear.

 37. payal says:

  varta vachi ne man ma ej vat ramti hati j upar… 6 no. ma zeel e kidhi hati…. koi ni lagni ne thesh pochadta pela vichar karvo jove nay to pachad thi pastavano varo ave che……

 38. payal says:

  varta sari lagi..

 39. Gunjan says:

  its a great story… thanx for giving us sucha great story…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.