મન થયું ને નીકળી પડ્યા ! – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

ચોમાસામાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય ત્યારે લીલીછમ ધરતી, ડુંગરા, ઝરણાં અને જંગલોની વચ્ચે ધોધરૂપે પડતી નદીઓ આપણને દૂરથી સાદ પાડીને બોલાવી રહી હોય એમ લાગે. આપણા ગુજરાતમાં આવું નૈસર્ગિક સૌંદર્ય અનેક જગ્યાએ વેરાયેલું પડ્યું છે. આ જગ્યાઓએ ભમવાની મજા તો કંઈ ઔર જ છે ! ચાલો, આવા એક યાદગાર પ્રવાસની તમને વાત કહું.

પ્રકૃતિની ખોળો ખૂંદવા માટે અમે બે દિવસનો એક કાર્યક્રમ ગોઠવી કાઢ્યો. અમારા આ કાર્યક્રમમાં સોનગઢની નજીક આવેલું ગૌમુખ, ગિરિમાલા ધોધ, શબરીધામ, પંપા સરોવર, ગિરાનો ધોધ અને ઉનાઈના ગરમ પાણીના કુંડનો સમાવેશ હતો હતો. અમે કુલ આઠ જણા ભરૂચથી એક ભીની ભીની સવારે ગાડીઓ લઈને નીકળી પડ્યાં. ત્યાંથી સુરત અને વ્યારા થઈને અમે સોનગઢ પહોંચ્યા. સૂરતથી સોનગઢ 66 કિ.મી. દૂર છે. ચોમાસાની આહલાદક ઠંડકમાં અમે ચા સાથે ગરમ ગરમ ભજીયાંનો સ્વાદ માણ્યો.

અમારો ખરો પ્રવાસ સોનગઢથી શરૂ થતો હતો. જંગલોનું સૌન્દર્ય માણવાની કલ્પના મનમાં અનેરો આનંદ જગાવી રહી હતી. સોનગઢથી 14 કિ.મીનું અંતર કાપ્યા બાદ અમે સૌપ્રથમ ગૌમુખ પહોંચ્યા. ત્યાં જંગલોની મધ્યમાં, એક ગાયના મુખમાંથી પાણી નીકળે છે, જેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ તો એક ધોધ છે. ગૌમુખથી વૃક્ષોની ઘટાઓમાં પસાર થઈને 125 પગથિયાં નીચે ઊતરતાં આ ધોધ પાસે પહોંચી શકાય છે. ધોધ સુધી પહોંચવું આસાન છે એમ જાણ્યા પછી મન ઝાલ્યું રહે ખરું ? અમે સૌ સડસડાટ ધોધ સુધી પહોંચી ગયા. ધોધનું પાણી પથ્થર પર થઈને વહેતું હોવાથી સૌએ બે કલાક સુધી નહાવાનો આનંદ માણ્યો. ધોધ નીચે ઊભા રહેતાં પાણી એટલા જોરથી વરસે છે કે બરડા પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે ! આ રોમાંચક અનુભવને માણીને અમે પગથિયાં ચઢીને ઉપર આવ્યા. અહીં આસપાસમાં બે-ચાર દૂકાનો આવેલી છે જ્યાં ચા-નાસ્તો મળી રહે છે. એક દુકાનદારને થોડી માહિતી પૂછતાં એમણે આજુબાજુના ગામનો હાથે દોરેલો એક નકશો અમને બતાવ્યો. અમે એ ડાયરીમાં નોંધી લીધો. આગળના સ્થળોની મુલાકાત લેવા માટે આ નકશો અમને ખૂબ કામ લાગ્યો.

હવે અમારો પ્રવાસ આગળ વધ્યો. ગૌમુખથી 38 કિ.મીનું અંતર કાપીને ખપાટિયા થઈને અમે શીંગણા પહોંચ્યા. શીંગણાથી 14 કિ.મીના અંતરે ગિરિમાલાનો પ્રખ્યાત ધોધ આવેલો છે. અહીં છેલ્લા 4 કિ.મીનો રસ્તો ખૂબ ખરાબ છે જેથી ગાડી સાચવીને ચલાવવી પડે છે. રસ્તામાં આવતી નદીઓ પર ચેકડેમ બાંધેલા જોઈ શકાય છે. વરસાદની મોસમ હોવાથી બધા જ ચેકડેમો છલકાતાં જોવા મળ્યા. જંગલ વિસ્તારમાં આ દશ્ય મનોહર લાગતું હતું. એ પછી એક રેસ્ટોરન્ટ આવી, જેનું નામ હતું ‘યુ ટર્ન રેસ્ટોરન્ટ’. અફાટ જંગલની વચ્ચે આ એક માત્ર મકાન જણાતું હતું. અહીં અમે જમવાનો ઑર્ડર નોંધાવીને ગિરિમાલા ધોધ પહોંચ્યા. આ ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ધોધ છે. તેની ઉંચાઈ 300 ફૂટ છે. (અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનો સૌથી ઊંચો ધોધ જોગનો ધોધ કહેવાય છે. તેની ઉંચાઈ 2600 ફૂટની છે.) અહીં બે મોટી ધારાઓ નીચે મોટું તળાવ રચે છે અને એ પછી પાણી આગળ વહે છે. ગિરિમાલાના ધોધમાં કે ત્યાંથી આગળ વહેતા પાણીમાં ઉતરી શકાય એમ નથી. આસપાસના કિનારાઓ પર રેલિંગ બાંધેલી જોવા મળે છે. જો કે ધોધના સૌન્દર્યને નિહાળવા માટે અહીં આરામદાયક ‘પોઈન્ટ’ બનાવવામાં આવ્યા છે. કિનારેથી 109 પગથિયાં ઉતરીને ધોધ નજીકથી જોઈ શકાય છે. શહેરી વસવાટથી દૂર આ ગાઢ અંતરિયાળ જંગલમાં આ ધોધને જોઈને થાય છે કે આ કેવી નૈસર્ગિક જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ ! શું ખરેખર આપણે ગુજરાતમાં જ છીએ ? – ધોધને મન ભરી નિહાળી અમે એ જ રસ્તે 4 કિ.મી પેલી રેસ્ટોરન્ટ તરફ પરત ફર્યા. બધાને જોરદાર ભૂખ લાગી જ હતી તેથી વરસાદી મોસમમાં અમે રોટલા, ખિચડી, કઢી અને રીંગણના શાકની મહેફિલ જમાવી.

ભોજન બાદ શીંગણા ગામ સુધી પાછા ફરી, સુબિર થઈને અમે ‘શબરીધામ’ પહોંચ્યા. શીંગણાથી શબરીધામ 8 કિ.મી.નું અંતર છે. અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, શબરીની પ્રતિમા અને શીલાનાં દર્શન થાય છે. દર્શન કરતાં જ જાણે બધો થાક ઊતરી જાય છે. મંદિરના શિખરેથી આસપાસનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે. અમે પહોંચ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. તેથી શબરીધામથી ત્રણેક કિ.મી દૂર ‘શબરી રિસોર્ટ’ નામની રહેવા માટેની એક સરસ જગ્યા અમે શોધી કાઢી. જંગલની વચ્ચે માત્ર એકલો અટૂલો આ સગવડભર્યો આવાસ છે. ચા, ગરમાગરમ નાસ્તો અને જમવાની સગવડ મળી રહે છે. અમે રાત અહીં રોકાઈ ગયાં. સૌ થાકેલા હતાં તેથી પરવારીને પથારીમાં પડતાં જ જાણે સવાર પડી ગઈ !

સવારે સૌ તાજામાજા હતાં. બહાર વરસાદ વરસી રહ્યો હતો. રિસોર્ટની પરસાળમાં બેસીને અમે ચા-નાસ્તો લીધો. આસપાસના મનોરમ્ય ફોટોગ્રાફ્સ લીધા. મન તો એમ થતું હતું કે બે દિવસ આ રિસોર્ટમાં જ રોકાઈ જઈએ પરંતુ અમારે તો હજી આગળ વધવાનું હતું. તેથી અમે તો ચાલ્યા પંપા સરોવર તરફ. શબરી રિસોર્ટથી 10 કિ.મી. દૂર પંપા સરોવર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. અહીં ચેકડેમમાંથી ઓવરફલો થતું પાણી આસપાસના પથ્થરોમાં વહીને સરોવરમાં આવે છે. પથ્થરોમાંથી વહેતા પાણીનો નાદ કાનને સાંભળવો ગમે છે. પાણીમાં સાચવીને ઊતરી શકાય એમ છે. પરંતુ ઑવરફલો થતા ડેમની નજીક જવામાં જોખમ છે. કિનારે બેસીને સ્નાનનો આનંદ માણી શકાય છે. જો કે અહીં રહેતા ગ્રામ્ય વિસ્તારના બાળકો ઊંડા પાણીમાં ભૂસકો મારીને આરામથી તરી શકે છે. તેઓ માટે આ સમાન્ય છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ વધતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. અહીં એક મોટા પથ્થર પર હનુમાનજી મૂર્તિરૂપે બિરાજમાન છે.

પંપા સરોવરથી અમે ચાલ્યા આહવા તરફ. અમે ડાંગ જિલ્લામાં પ્રવેશી રહ્યા હતાં. ચારે તરફ જંગલો વચ્ચે ઊંચા નીચા રસ્તાઓ અને એક તરફ ડુંગરા અને બીજી બાજુ ખીણો. એકંદરે રસ્તા સારા છે તેથી જોખમ નથી. 27 કિ.મીનું અંતર કાપીને અમે આહવા પહોંચ્યા. આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યાંથી અમે 32 કિ.મી પસાર કરીને વધઈ પહોંચ્યા. વધઈમાં બોટાનીકલ ગાર્ડન અને વાંસદા નેશનલ પાર્ક આવેલ છે. વધઈથી સાપુતારાને રસ્તે 4 કિ.મી જેટલું આગળ વધ્યા બાદ ‘ગિરા ધોધ’ તરફ જવાનો રસ્તો પડે છે. આ રસ્તે ફક્ત 2 કિ.મીના અંતરે ‘ગિરા ધોધ’ આવેલો છે. ગિરા ધોધનું દૂરથી દેખાતું દ્રશ્ય ખૂબ જ સુંદર છે. વિશાળ પટ ધરાવતી નદી ધોધરૂપે નીચે પડતી હોય ત્યારે એ કેવી સુંદર લાગે, એ તો કલ્પના જ કરવી રહી ! જ્યારે નદી આખી છલોછલ ન હોય ત્યારે આ ધોધ અલગ અલગ ઘણા નાના-મોટા ધોધમાં વહેંચાઈને પડતો હોય છે. અમે વરસતા વરસાદમાં ખડકાળ પથ્થરો વચ્ચે ચાલીને ધોધની નજીક જઈને ઊભા રહ્યા અને ધોધને ક્યાંય સુધી નિહાળ્યા કર્યો. કુદરતની અપાર લીલા જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. ઈશ્વરે માનવીને આનંદ આપવા માટે કેવી અજબગજબની રચનાઓ પૃથ્વી પર કરી છે ! પણ માનવીને આનંદ લેતા આવડે તો ને ! પાણી ખૂબ ઊંડું હોવાથી અહીં સ્નાન કરી શકાય તેમ નથી. નદી-કિનારે ચા-નાસ્તો, મકાઈ વગેરે મળી રહે છે.

ગિરા ધોધનો આનંદ માણીને અમે પાછાં ગાડીમાં ગોઠવાયાં અને ચાલ્યા વાંસદા તરફ. આમ તો વધઈથી સાપુતારા માત્ર 48 કિ.મી. જ દૂર છે પરંતુ બે દિવસના અમારા ટૂંકા પ્રવાસમાં તેનો સમાવેશ કરવો શક્ય નહોતું. વાંસદા પસાર કરીને અમે ઉનાઈ પહોંચ્યા. વધઈથી ઉનાઈ કુલ 35 કિ.મી. છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ આવેલાં છે. અહીં જમીનમાંથી આવતું ગરમ પાણી એક હોજમાં ભેગું થાય છે અને એક પ્રવાહ રૂપે બહાર વહે છે. આ પ્રવાહને કિનારે બેસીને સ્નાન કરી શકાય છે પરંતુ પાણી ઘણું ગરમ હોય છે. એમ કહેવાય છે કે પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોવાથી, સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. ઉનાઈ નજીક પદમડુંગરી નામના સ્થળે સરકારી ગેસ્ટહાઉસમાં રહેવાની સુવિધા છે જો કે અમને તેની જરૂર નહોતી પડી. વધઈ પાસે કિલાડ તથા સુબિરની નજીક મહલમાં પણ રહેવાની આ પ્રકારની વ્યવસ્થા છે.

હવે અમારો પ્રવાસ સમાપ્ત થવા આવ્યો હતો. ઉનાઈથી વ્યારા થઈને અમે સીધા જ ભરૂચ પરત ફર્યાં. વરસાદી ઋતુમાં નદીનાળાં, ધોધ અને જંગલો ખૂંદવાનો કાર્યક્રમ અમે મન ભરીને માણ્યો. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં આ પ્રકારના અનેક સ્થળો છે જે લોકોની જાણ બહાર છે. શહેરોથી દૂર એવાં આ નાનાં નાનાં ગામડામાં આવેલા પર્યટન સ્થળો આપણા ગુજરાતને ખરા અર્થમાં સ્વર્ણિમ બનાવે છે. પ્રવાસમાં જોયેલી આ અદ્દભુત જગ્યાઓ કાયમ યાદ રહેશે અને એ યાદો મનમાં હંમેશા રોમાંચ જગાવતી રહેશે.

[નોંધ : આ પ્રવાસમાં વર્ણવેલા સ્થળો વિશે વધુ માહિતી મેળવવા કે જે તે રિસોર્ટના ફોન નંબર મેળવવા માટે લેખકશ્રીનો ઉપરોક્ત ઈ-મેઈલ સરનામે સંપર્ક કરવો.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કથાસરિતા – હરિશ્ચંદ્ર
શિક્ષક-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ Next »   

30 પ્રતિભાવો : મન થયું ને નીકળી પડ્યા ! – પ્રવીણ શાહ

 1. પ્રવીણભાઈ, ખુબ રોચક પ્રવાસ વર્ણન. વાંચીને અમને પણ આ સ્થળોની મુલાકાત લેવાનું મન થઇ ગયું.
  શબરી ધામ અને પંપા સરોવર ગુજરાતમાં છે તેની તો જાણ જ નહોતી. એક પ્રશ્ન પણ થયો. શબરીજી એ શ્રી રામને પંપા સરોવર થઈને કિષ્કિંધા પ્રદેશમાં સુગ્રીવને મળવા જવાનું કહ્યું હતું. મને એવો ખ્યાલ હતો કે કિષ્કિંધા એ હાલના આંધ્રપ્રદેશ અને કર્નાટક વાળો પ્રદેશ છે. આ વિષે કોઈ જાણકાર માહિતી આપી શકે ?

  • Shreedeviben Bhatt says:

   શ્રિ ઉદય ત્રિવેદિ ના પ્રશ્ન .ના જવબ્ મા જણાવવા નુ કે રામયણ્ મા આવતુ પમપા સરોવર દક્શિણ્ ભાર્રત મા કર્નાતક મા આવેલુ ચ્હે. શ્રિરામ ર્સિતા નિ શોધ મા પન્ચ્વટિ -ગોદવરિ – ચિત્રકુત્- થિ લન્કા તરફ જતા જટાયુ ના કહેવા પ્રમાણે જતા પમ્પા સરોવર્ ર્પાસે શબ્રરિ ને મલ્યા હતા.

   ગુજ્ર્રાત મા આવેલુ પમ્પા સરોવર આદિવાસિઓ એ પાડેલ નામ ચ્હે.

   એતિહસિક જગ્યા માટે હમેશા બે મત હોયચ્હે. પણ રામાયણ પ્રમાણે પમ્પા સરોવર કર્નાટ્ક મા હામ્પિ -પાસે આવેલુ
   ચ્હે.

   ભારત મા પાચ સરોવર ઃ

   ૧. બિન્દુ સરોવર – સિધપુર્ -ગુજરાત્

   ૨. નારાયણ સરોવર -કચ્ચ્હ -ગુજરાત્

   ૩.. પમ્પા સરોવર – દક્શિન ભારત્

   ૪. પુશ્કર સરોવર -અજમેર પાસે

   ૫. માન સરોવર – હિમાલય મા કૈલાસ ના રસ્તે.

   – શ્રિદેવિબેન ભટ્ટ્

 2. navnit patel says:

  thx Pravinbhai,,, really very nice tour we have also enjoy with you,, it remeber me my tour we enjoyed it earlier 1 year ago… keep continue , and give us more tour article,,,

 3. ખુબ જ સુંદર…..

  ભીના ભીના મોસમ માં…એક યાદગાર પ્રવાસ કર્યાની મઝા મલી ગઇ

 4. trupti says:

  પ્રવિણભાઈ,

  મારા પપ્પા નુ મુળવતન વ્યારા અને ઉનાઈમાતા તેમના કુળદેવી, પણ તમે જણાવેલા સ્થાનકો ના નામ આજ તમારા મારફત જાણવા મળ્યા. સોનગઢ થઈ ને ઉકાઈ સુધી ગયા હતા. સાપુતારા પણ જઈ આવ્યા છે. વધઈ,વાંસદા ગામ ના નામ સાભળ્યા હતા, વાંસદાથી મુંબઈથી વ્યારા જતા રસ્તા માર્ગે પસાર પણ થયા છિએ પણ વ્યારા ની આજુ બાજુ આટલુ સુંદર પ્રવાસ સ્થળ છે તે તમારા મારફત જાણ્યુ. તમારો જેટલો આભાર માનુ તેટલો ઓછો. હવે તો નક્કી કરી લીધુ કે જ્યારે વ્યારા જવાનુ થાય ત્યારે તમે દર્શાવેલા સ્થાનકો ની વિઝિટ જરૂરથી લઈશું.
  તમારો ફરી એકવાર આભાર.

 5. Vipul Panchal says:

  મજા નો પ્રાવાસ, એક વાર જરુર મુલકાત કરીશુ.

 6. Viren shah says:

  ઘણો જ સુંદર લેખ. આટલો ઉંચો ધોધ ગુજરાતમાં છે એની કલ્પના પણ ના હતી. આપણા ઘરના આંગણે આવા સુંદર પ્રવાસના સ્થળો છે અને આપણને ખબર જ નથી. ખુશ્બુ ગુજરાત કી.!

 7. hiral says:

  સરસ પ્રવાસ વર્ણન. સરસ ફોટોગ્રાફ્સ.

  ઉનાઇ અને સાપુતારા અમે સ્કૂલના પ્રવાસમાંથી ગયેલા પણ બીજી અહિં વર્ણવેલી જગ્યાઓનો પરિચય કરાવવા માટે પ્રવિણભાઇ અને મૃગેશભાઇનો આભાર.

  આવી સરસ જગ્યા ગુજરાતમાં આટલી નજીક છે એવો ખ્યાલ નહોતો એ વાત આ પ્રવાસવર્ણન પરથી જાણી ત્યારે એક કહેવત યાદ આવી ગઇ . “કાંખમાં છોકરું ને ગામમાં શોધાશોધ”. પ્રવાસ પર જવાનો વિચાર કરીએ તો દૂર દૂરના પ્રવાસોની વિગતો આપણે એક્ઠી કરીએ પણ આપણા ગુજરાતમાં એવી જ સરસ જગ્યાઓ વિશે આપણને ખબર નથી હોતી. ઃ(

 8. dr. biren joshi says:

  thanks lot for gujarat economic tour

 9. heeral raythattha says:

  બહુજ સુન્દેર્ જવનુ મન થૈ ગયુ.give more tour article.

 10. Umesh joshi says:

  પ્રવાસ માં જવાનું મન થય ગયું .

 11. Veena Dave. USA says:

  સરસ માહિતી.
  ફોટા જોઈને તો આ સ્થળો જોવાનુ મન થઈ ગયુ.
  પંપા સરોવર નામ વાંચતા જ રામાયણ અને રામ વનવાસની વાતો યાદ આવિ ગઈ.

 12. Milan Shah says:

  ખૂબ સરસ વર્ણન. વાંચવાની મજા આવી ગઈ. ક્યારેક થાય છે કે ભારત ની બહાર આવ્યા એ પહેલા આવું બધું જોઈ લેવા જેવું હતું. અત્યારે નાયગ્રાનો ધોધ જોઈ નાખ્યા પછી પણ એવું થાય છે કે ગુજરાત માં આપણા જ પ્રદેશ માં આવેલા સ્થળો જોવાનું બાકી રહી ગયું છે.

 13. Vimal says:

  પ્રવિણભાઈ તમારી ફોટોગ્રાફી એકદમ સરસ લાગી…..જે શબ્દોમા તમે વર્ણન કર્યુ છે એ વાચીને તો મને પણ આ સ્થળોની મુલાકાત લેવાનુ મન થઈ ગયુ……આવી સરસ જગ્યા ગુજરાતમાં આટલી નજીક છે એવો ખ્યાલ નહોતો

 14. RAJESH TRIVEDI says:

  ઘણી મઝા આવી.

 15. RAJESH TRIVEDI says:

  પ્રવાસ વર્ણન સારુ છે.

 16. Manish Shah says:

  Very nice presentation and informative!! Normally these type of minor details with map, we do not get from any sources, even not from internet. These meticulous details and photographs can instinct any person to visit those places. It looks like that we are in Utranchal area. The area looks like the “Area of Falls”. We can regenerate ourselves by visiting such nearby places in one or two days time. Thanks for such information.

 17. Ghata says:

  ખુબ જ સુન્દર વણૅન કર્યુ છૅ.

 18. I have experienced that though this places are really nice –but situated at very remote places –there are no transport medical and food facilities –and on top of that water is also polluted –in fact govt of india is very against these places and only advertises for goa and kerala –as if gujarat is a foreign state and all ppl are enemies !!!!!!really shocking but u can check with tourisam od india depttt right now if you do not believe this !!!!thank you for checking !!!!! –if developed properly these backward area can really come up and prosper !!!!

 19. shilpa shah says:

  masa bauj saras che kharekhre and thank u so much.phota pan saras che….

 20. maitri vayeda says:

  અરે વાહ … પ્રવિણભાઇની સાથે જાણે હું પણ વરસાદ્ માં ફરી આવી…

 21. shantibhai says:

  ખુબ જ સરસ પ્રવાસ વરસાદિ ખુશ્બુ ભરેલા દ્રશ્યો વાહ ભૈ
  શાતિભઇ નિમાવત્

 22. Nihal Shah says:

  Dear Uncle, Such a nice informations with Map.

 23. Ashish Dave, Sunnyvale, California says:

  Map, pictures, and description…. cannot ask for more. Thanks for sharing.

 24. Bharat Desai says:

  Dear Mr Pravinbhai,
  The iteneary is wonderful & I enjoyed too. Being a Navsarian I visited almost all places. The rainy period is best time,it is being saying KASHMIR of GUJRAT . One more place is there it is KILLAD. It is located on the bank of river AMBICA & it is 3 kms away from VAGHAI towrads VANSADA .
  Thanks

 25. Kash says:

  Very nice n wonderful description,thnx for good information-regards

 26. Vishwesh vyas says:

  Thanks Pravinbhai. I visited this places. Vansada national park is other exotic place for echo tourism where you staying & get wild life expireance.

 27. We have visited Tavli , Girmaal fall , Mahal ..Bhenskatri..in sept 2010 …
  Monsoon is really the best season for visiting Daang & entire area..
  May some difficulty for facilities ,,.that is OK to enjoy within available resources..
  , I have uploaded the beauty of the place U Turn restorant on youtube clip with given address bellow..

 28. PRAVINBHAI ANE MRUGESHBHAINO AABHAAR!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.