અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ

છોકરાં રે, સાંભળજો વાત,
આવી છે અજવાળી રાત.

………… રાતે તારા ટમકે છે,
………… વચમાં ચાંદો ચમકે છે !

ચાંદો ઊગ્યો ચોકમાં,
રાણી બેઠી ગોખમાં

………… ગોખે તો સોનાનાં બોર,
………… માથે બેઠા બોલે મોર !

મોર કરે છે લીલા લ્હેર,
ટહુકા કરતો ચારે મેર.

………… મે’ર કરી ત્યાં મેવલે,
………… પાણી આવ્યાં નેવલે !

નેવે બોલે કા કા કાગ,
કાકા લાવ્યા મીઠો ભાગ.

………… કાજુ, બદામ ને રેવડી,
………… છોકરાંને બહુ મજા પડી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભેટનું મૂલ્ય… – જયવતી કાજી
તમે – માધવ રામાનુજ Next »   

3 પ્રતિભાવો : અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ

 1. જગત દવે says:

  અમને બહુ મજા પડી !

  વાંચકો ને કવિ શ્રી ત્રિભુવન વ્યાસની “ઝબુક વીજળી ઝબુક” પણ યાદ જ હશે. આખી કવિતા એક સમયે મોઢે હતી પણ…… જો કોઇ ને યાદ હોય તો મને ઈ-મેઈલ કરશો. ધણાં સમયથી શોધી રહ્યો છું.

  ઇ-મેઈલઃ ja_bha@yahoo.co.in

 2. dhruti says:

  એક લાઈન વાંચતા જ બધી લાઈન આપોઆપ જ યાદ આવી ગઈ…

 3. Dipti Trivedi says:

  નિશાળે જતાં થયા તેનીયે પહેલાંથી જે બાળકાવ્યો અને જોડકણાં ગાતા હતા તે બધા યાદ આવી ગયાં. આમ તો બાળ્ગીતમાં સરળ શબ્દો અને નાની લીટીઓ હોય પણ આજના બાળકને કદાચ — મે’ર કરી ત્યાં મેવલે,— સમજાવવું પડે એવું થઈ ગયું છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.