તમે – માધવ રામાનુજ

અમે રે વાળેલું કોરું આંગણું
તમે કંકુ-પગલાંની ભાત,
નેજવે ટાંગેલી ટપકે ઠીબડી
ભીંજે એક ભીતરની વાત….
તમારે સગપણે અમીં મ્હોરિયા.

તમે રે ચોપાટ્યું માઝમ રાતની
અમે ઘાયલ હૈયાના ધબકાર….
ઊઘડે અંધારાં ગરવા ઓરડે
સોણલાના ઊઠે રે ઘમકાર….
તમારા સોણામાં અમીં મ્હોરિયા.

અમે રે રેવાલે છબતા ડાબલા
તમે ખરિયુંની ઊડતી ધૂળ,
આંખો અણિયાળી અમિયલ આભલું,
અમિયલ ધરતીનું કૂળ….
તમારે પડછાયે અમીં મ્હોરિયા.

શેરીના રમનારા ભેરુ સાંભર્યાં,
વરસ્યું આભ અનરાધાર;
કોણે રે આવીને વાળ્યાં વ્હેણને,
શમણાં આવ્યાં કે સવાર ?
કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજવાળી રાત – ત્રિભુવન વ્યાસ
હૃદયરેખા – રાજુ રાવલ Next »   

2 પ્રતિભાવો : તમે – માધવ રામાનુજ

 1. Kumi Pandya says:

  શેરીના રમનારા ભેરુ સાંભર્યાં,
  વરસ્યું આભ અનરાધાર;
  કોણે રે આવીને વાળ્યાં વ્હેણને,
  શમણાં આવ્યાં કે સવાર ?
  કોણ રે ઊગ્યું ને મ્હોર્યું આયખું !

  બહુ જ સરસ કવિતા….ફરીવાર વાચવાનુ મન થાય એવી કવિતા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.