બપોરની ઊંઘ વિશે – રતિલાલ બોરીસાગર
[‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
આજે મારે ઊંઘ વિશે એક દિવ્ય સંદેશ આપવાનો છે. આજ સુધી આપણા ચિંતકોએ જે સંદેશાઓ જગતને આપ્યા છે તે સઘળા જાગવા વિશેના જ છે. ઊંઘવા માટે વિશે સંદેશ આપવા જેટલી જાગૃતિ આપણા ચિંતકોએ બતાવી નથી. આ જવાબદારી આજે હું ઉપાડી રહ્યો છું.
‘આપણી જિંદગીનો ત્રીજો ભાગ ઊંઘવામાં વેડફાઈ જાય છે.’ આવા હિસાબો રજૂ કરીને ચિંતકો આપણને ઢંઢોળે છે, ઊંઘવા અંગે હતોત્સાહ કરે છે અને જાગવા માટે ઉશ્કેરે છે. પણ આજે હું આ હકીકત અંગે એક નવો દષ્ટિકોણ આપવા માગું છું. આપણે ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘીએ છીએ. એટલે આપણી જિંદગીનો ત્રીજો ભાગ ઊંઘવામાં જાય છે એ ખરી વાત છે, પણ ‘આપણી જિંદગીનો ત્રીજો ભાગ ઊંઘવામાં વેડફાઈ જાય છે’ એવું કેવી રીતે કહેવાય ? આઠ કલાકની ઊંઘ એ પરમકૃપાળુ પરમાત્માનું આયોજન છે. આ આયોજનનું આવું ખોટું અર્થઘટન કરવું ઉચિત નથી. આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે ઈશ્વરની વધુ નજીક હોઈએ છીએ. ઊંઘતા તમામ મનુષ્યો સજ્જન હોય છે – એટલા સમયગાળા પૂરતા તો સજ્જન હોય જ છે. જાગતાં બધાં મનુષ્યો વિશે આવું કહી શકાશે ? એટલે ખરેખર તો જિંદગીનો જે 1/3 ભાગ ઊંઘવામાં જાય છે એ જ જિંદગીનો સાર્થક ભાગ છે. જિંદગીનો જે 2/3 ભાગ જાગવામાં જાય છે એ જ ભાગ ખરેખર તો વેડફાતો હોય છે. તેથી હું રાત્રે જ નહિ બપોરે પણ ઊંઘવાની હિમાયત કરું છું.
હું માનું છું કે દરેક જાગ્રત મનુષ્યે બપોરના સમયે ઊંઘવું જોઈએ. હું જાણું છું કે બાળકો અને વૃદ્ધો સિવાય બપોરે ઊંઘવાનું કોઈને માટે સહેલું નથી. નોકરી કરનારાંઓને બપોરે સૂવા મળતું નથી. જોકે સરકારી કર્મચારીઓ આમાં અપવાદરૂપ છે. મોગલ બાદશાહ ઔરંગઝેબ ચાલુ યુદ્ધે તોપોના ધડાકાઓ વચ્ચે ઊંઘી શકતા કે સમ્રાટ નેપોલિયન ઘોડા પર બેઠાં-બેઠાં ઊંઘી શકતા. એ રીતે સરકારી કર્મચારીઓ ચાલુ ઑફિસે ખુરશીમાં બેઠાં-બેઠાં ઊંઘી શકે છે પણ ઊંઘનો આ માર્ગ સરળ નથી હોતો. ઈર્ષાળુ બૉસ ગમે ત્યારે આવી ચડે તો મૅમો પકડાવી દે. એટલે બે નંબરનાં નાણાં જેમની પાસે હોય છે તેઓ ઈન્કમટૅક્સવાળાઓથી ફફડતા હોય છે એમ આવી બે નંબરની ઊંઘ લેનારાંઓ બૉસથી ફફડે છે. એટલે ખરેખર તો કર્મચારી યુનિયનોએ મધ્યાહ્નનિદ્રાના અધિકાર માટે લડત આપવી જોઈએ.
અત્યારે અર્ધો કલાકની રિસેસ પડે છે એને બદલે દોઢ કલાકની રિસેસ પાડવી જોઈએ. અર્ધો કલાક જમવા માટે અને એક કલાક ઊંઘવા માટે. રિસેસ પડે એ સમયે ઘંટ વાગે અને રિસેસ પૂરી થાય ત્યારે ઘંટ વાગે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જોકે રિસેસ પડે ત્યારે ઘંટ વગાડવાનું ન રાખીએ તો ચાલે. કેમકે લગભગ દરેક સરકારી ઑફિસમાં રિસેસ પડવાના ખરેખરા સમયથી દસ-પંદર મિનિટ વહેલી રિસેસ શરૂ થઈ જતી હોય છે. અને એ સમય માટે કોઈને સતર્ક કરવાની જરૂર નથી પડતી, પણ રિસેસ પૂરી થાય ત્યારે ઘંટ વાગે એવી વ્યવસ્થા તો રાખવી જ પડશે. નહિતર કેટલાક કર્મચારીઓ-અધિકારીઓ ઑફિસ પૂરી થવાના સમય સુધી સૂતા રહેશે ને, સાંજે ઑફિસ બંધ કરનાર કમર્ચારીએ કોઈ સૂઈ તો નથી રહ્યું ને, એની ખાતરી કરવી પડશે. ઘંટ વગાડીને કર્મચારીઓને જગાડનારા કર્મચારીઓની નવી જગ્યાઓ મંજૂર કરાવી શકાશે અને એ રીતે બેકારીનો પ્રશ્ન આંશિક રીતે હલ કરી શકાશે, જોકે રિસેસમાં ઊંઘતાં કર્મચારીઓ-અધિકારીઓને જગાડવા માટે નિયુક્ત થયેલા કર્મચારીઓ પોતે ઊંઘી ન જાય એની તકેદારી રાખવી પડશે. (અલબત, આ કર્મચારીઓને ઊંઘવા માટે પણ કોઈ જુદો સમય ફાળવવો પડશે.) ફિલ્મ ‘અમરપ્રેમ’માં એક ગીત આવે છે, એની એક કડી નીચે મુજબ છે :
‘મજધાર મેં નૈયા ડોલે તો માંજી પાર લગાયે……
માંજી જો નાવ ડુબોયે ઉસે કૌન બચાયે ?’
એ રીતે…..
‘કર્મચારી જે સુએ, પટ્ટાવાળા એને અજ્ગાડે,
પટ્ટાવાળા જો સૂએ એને કોણ જગાડે ?’ – એવું થાય.
અમારા એક મિત્રને ખરેખર આવું થયેલું. તેઓના એક બૉસ હતા. (‘હતા’ એટલા માટે કે હવે નથી) બૉસ પોતે બપોરે સૂતા નહિ ને બીજાને સૂવા દેતા નહિ, એટલે તેઓ ઝાઝું જીવ્યા નહિ, એમ અમારા મિત્ર માને છે. આ બૉસ રિસેસ સિવાય ગમે તે સમયે સુપરવિઝનમાં નીકળતા. એટલે એમના હાથ નીચેના કર્મચારીઓ-અધિકારીઓ બપોરે ઑફિસમાં નિરાંતે સૂઈ શકતા નહિ. અમારા મિત્રે એક યુક્તિ કરી. એમની કૅબિન બરાબર બૉસની કૅબિનની સામે જ હતી. એમણે પટાઅવાળાને દરરોજ બે વાર ચા પાવાની અને અઠવાડિયે એક વાર નાસ્તો પણ કરાવવાનો એ શરતે, સાહેબ કૅબિનમાંથી નીકળતા દેખાય કે તરત જ મને જગાડી દેવાનો એવું અભૂતપૂર્વ આયોજન કરેલું. પટાવાળો એમની કૅબિનની બહાર ટેબલ પર બેઠો હોય ને અમારા મિત્ર ઊંઘતા હોય. પણ એમાં એકવાર ગોટાળો થયો. સાહેબ બહાર નીકળ્યા એ વખતે પેલો પટાવાળો પોતે જ ઊંઘી ગયો ! સાહેબ મિત્રની કૅબિન પાસે આવ્યા એ વખતે પટાવાળો નસકોરાં બોલાવતો હતો ! પટાવાળાને ઊંઘતો જોઈને અને એનાં નસકોરાં સાંભળીને સાહેબનો પિત્તો ગયો. એમણે જોરજોરથી ઘાંટા પાડ્યા. સાહેબના ઘાંટા સાંભળી મિત્ર પટાવાળાથીય પહેલાં જાગી ગયા ને આંખો ચોળતાં બહાર આવ્યા. બહારનું દશ્ય જોઈ ડઘાઈ ગયા. સાહેબે એમને જ બપોરે ચાલુ ઑફિસે ઊંઘવા માટે પટાવાળાને મૅમો આપવાનું ફરમાન કર્યું. મિત્રે દુઃખી હૃદયે એ કર્તવ્ય બજાવ્યું પણ પછી એમણે આ જોખમી આયોજન પડતું મૂક્યું.
મેં પચ્ચીસ વરસ સરકારી નોકરી કરી. આ સમયગાળામાં ઑફિસમાં હું ક્યારેય ઊંઘ્યો તો નથી જ, પણ ઝોકાંય નથી ખાધાં. આ કારણે મારી નિષ્ઠા વિશે ઊંચો અભિપ્રાય બાંધવાની જરૂર નથી. મારે કબૂલ કરવું જોઈએ કે ચાલુ ઑફિસે સૂવા માટે જે હિંમત જોઈએ અને માનસિક સ્વસ્થતા જોઈએ એનો મારામાં સદંતર અભાવ હતો. પરંતુ બપોરે સૂવાનું આકર્ષણ મારામાં વર્ષોથી પ્રબળપણે રહેલું છે. એટલે રજાના દિવસે બપોરે સર્વ ધર્માન પરિત્યજ્ય ઊંઘને શરણે જતો. અને તેથી જ નિવૃત્ત થવાનો વખત આવ્યો અને લોકો પૂછવા લાગ્યા, ‘નિવૃત્ત થઈને શું કરશો ?’ ત્યારે સૌને હું એક જ જવાબ આપતો : ‘બપોરે ઊંઘીશ.’
પરંતુ નિવૃત્ત થયા પછી ખ્યાલ આવ્યો કે બપોરે સૂવાનું સહેલું નથી. બપોરે એક વાગે સૂવું અને ત્રણ વાગ્યે ઊઠવું, આવું ટાઈમટેબલ મેં ગોઠવ્યું. પણ અઠવાડિયાના સાતમાંથી ચાર દિવસ તો આ જ સમયગાળામાં ટેલિફોનની ઘંટડી અચૂક વાગે. એમાંથી એકાદ રોંગ નંબર હોય અને એક ફોન સુરેશભાઈનો હોય. અમારો અત્યારનો ફોન નંબર છે એ પહેલાં કોઈ સુરેશભાઈનો હતો. આ સુરેશભાઈ દિવસે એકથી ત્રણના સમયગાળામાં જ ઘેર મળતા હશે એમ એમના પર આવતા ફોન પરથી લાગે છે. પહેલાં તો આ સમયગાળામાં રોજના પાંચ-છ ફોન સુરેશભાઈના આવતા. પછી આ સંખ્યા ઘટતી ગઈ પણ તોય હજુ અઠવાડિયાનો એકાદ ફોન તો આવે જ છે. હું નમ્રતાથી કહું કે આ નંબર હવે સુરેશભાઈનો નથી. તો તરત જ પ્રશ્ન આવે : ‘સુરેશભાઈનો શું નંબર છે ?’ હું કહું કે ખબર નથી. તો મોટા ભાગના ‘સારુ’ કહી ફોન મૂકી દે છે પણ કોઈ-કોઈ ગુસ્સે થઈ જાય છે. ‘સુરેશભાઈનો નંબર લઈને બેઠા છો ને પછી એનો નવો નંબર ક્યો છે તે જાણતા નથી ? કેવા માણસ છો તમે !’ સુરેશભાઈનો નંબર ન જાણવા માટે હું એમની માફી માગું છું પણ તોયે તેઓ ગુસ્સે કરીને રિસીવર પછાડીને જ મૂકે છે.
અઠવાડિયામાં એકાદ-બે દિવસ કોઈ પરિચિત (અને બપોરના મારા સૂવાના સમયથી અપરિચિત) વ્યક્તિ બેલ મારે છે. હું ઊઠીને બારણું ખોલું છું. જાણે આ સમય સૂવાને બદલે હાર્મોનિયમ વગાડવાનો હોય એવી રીતે પૂછે છે : ‘સૂતા’તા ?’ હું હા પાડું એટલે તેઓને થોડો ક્ષોભ થાય પણ આવી જ ગયા પછી શું થાય ? કેટલાક કોઈ કામસર આ સમયે બપોરની ઊંઘ પર આક્રમણ કરે છે, તો કોઈ તો ‘આ બાજુ નીકળ્યો’તો તો થયું કે હવે તો તમે ઘેર જ હો છો તો ચાલો મળીએ.’ એ રીતે આવી ચડે છે. નિર્હેતુક પ્રેમ ઊંચી ચીજ ગણાય છે, પણ મારી ઊંઘનો ભોગ લેવાયો હોય છે એટલે હું આ ઊંચી પ્રેમસગાઈની હૃદયમાં કદર કરી શકતો નથી. જોકે એમને તો એમ જ કહું છું : ‘સારું કર્યું ને !’ (એમણે બિલકુલ સારું કર્યું ન હોવા છતાં.) અઠવાડિયામાં બે-ત્રણ વાર એવું પણ બને છે કે બેલ વાગે છે, હું આંખો ચોળતો બારણું ખોલું છું. સામે કોઈ તદ્દન અપરિચિત વ્યક્તિ ઊભી હોય છે. કોઈ વાર પૂછે છે : ‘ભાઈલાલભાઈ અહીં રહે છે ?’ કોઈ વાર ‘આ રાજુભાઈનું ઘર છે ?’ એમ પૂછે છે તો કોઈ વાર મહાસુખભાઈ કે કાંતિભાઈ વિશે પૂછે છે. હું ના કહું છું ને કહું છું કે અહીં હું રહું છું ને મારું નામ રતિભાઈ છે તો આવનાર જેનું કામ હોય તેના એટલે કે ભાઈલાલભાઈના કે રાજુભાઈના કે મહાસુખભાઈના કે કાંતિભાઈના ફલૅટનો નંબર ક્યો એવો પૂરક પ્રશ્ન કરે છે. મને મારા ફલૅટનો નંબર પણ જલદી યાદ આવતો નથી, તો પડોશીના ફલૅટનો નંબર યાદ હોવાનો તો પ્રશ્ન જ નથી. એટલે હું એ અજનબી સાથે ઉપર કે નીચે જઈ મારા જે-તે પડોશીનો ફલૅટ બતાવું છું. આવું મારે જ બને છે કે મારા બીજા પડોશીઓને પણ બને છે એ વિશે મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે, અજાણી વ્યક્તિઓ કેવળ મારું બારણું જ ખખડાવે છે ! ‘અહીં કોઈ પણ વ્યક્તિને જેનું કામ હશે તેનો ફલૅટ શોધી આપવામાં આવશે’, એવું પાટિયું મારા બારણા પર માર્યું ન હોવા છતાં અજાણી વ્યક્તિઓ મારા ફલૅટનો જ બેલ કેમ વગાડે છે એ રહસ્ય હું ઉકેલી શક્યો નથી. તત્વજ્ઞાનીઓ વિધિનું નિર્માણ કે ઋણાનુબંધ કહે છે તે આ જ હશે ?
મારે ત્યાં ટપાલ વધારે પ્રમાણમાં આવે છે. સામાન્ય ટપાલો તો ટપાલ માટેના કાણામાંથી પોસ્ટમેન સરકાવી દે છે પણ મૅગેઝિનો એ કાણામાં આવે નહિ. એટલે મહિનાના પહેલા પંદર દિવસમાં પાંચ-સાત વાર સાહિત્યપ્રીતિને કારણે હું બપોરના સૂઈ શકતો નથી. દરેક વખતે મૅગેઝિનો બંધ કરવાનો વિચાર આવી જાય છે. આ વિચાર મેં અમલમાં નથી મૂક્યો પણ આપણાં મૅગેઝિનોની ગ્રાહકસંખ્યા ઘટતી જાય છે એનું કારણ આવું તો કંઈ નથી ને, એની તપાસ મૅગેઝિનોના તંત્રીઓએ કરવી જોઈએ.
જગતને મારે દિવ્ય સંદેશ આપવાનો છે : ‘બપોરે સૂઓ, નિરાંતે સૂઓ. તમારા ભાગ્યમાં બપોરે સૂવાનું ન લખ્યું હોય તોપણ બીજાંઓને તો સૂવા જ દો.’
[કુલ પાન : 200. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
Print This Article
·
Save this article As PDF
🙂
બેઠા બેઠા સુવુ અને એ પણ કોઇ ને ખબર ના પડે તેમ એ તો કેટલી મોટી કળા છે..! અને જો પકડાઇ જવાય તો ભદ્રંભદ્ર જેવો જવાબ આપવા નો “હું તો સમાધીમાં લીન છું”
વાહ મજા આવી ગઈ
લેખ વાંચવા ની મઝા આવી.
અમારી ઓફીસ મા એક જણ ઘરે થી મોટો તકિયો લવેલો, લંચ મા તે વહેલો જમી ને પછ કોમ્પ્યુટર ટેબલ ની નિચે જઈ ને સુઈ જતૉ તે કોઈ ને ખબર નહી. એક વખત બોસ ને એનુ કઈક કામ પડ્યુ તે આખી ઓફીસ મા શોધખોળ કરી તો ભાઈશ્રી ટેબલ નીચે થી મલ્યા. બોસે તરત જ તેને ટર્મીનેટ કરી દિધો.
વાહ મજા આવી ગઈ
રતિભાઈ ને વાંચતા જ્યોતીન્દ્રભાઈ યાદ આવે છે
કે પછી જ્યોતીન્દ્ર આવે છે ???!!!
આ મેસેજ ને જરા દયાન થી વાચસો જી
વાહ ખુબ જ સરસ લેખ રતિલાલ ભાઇ તમને હુ મહેશ પેથાણી નમુ વીનતી કે આવા લેખો રોજ રીડ ગુજરાતી પર મુકતા રહો આ તમારા હાસ્ય લેખો થી મન મા શાંતી જળવાય રહે છે .મે તમારા લેખો વાય્યાં બહુ મજા આવી . અને આગળ વાયવા ની ગણી ઇરછા છે. TO please તમે લેખ મોકલતા રહે જો. જય ભગવાન.
આ લેખ વાંચીને મને પણ ઉંઘ આવવા માંડી. કોલસેન્ટરમાં તો નિયમાનુસાર સૂવા માટેના ખાસ રૂમ બનાવવામાં આવે છે.
સરસ મજાનો લેખ. આ લેખ વાંચીને મને પ્રેરણા મળી કે સૂવાના કલાક ૮ થી વધારીને ૧૨ કરી દેવા જોઈએ.
રતિલાલભાઈનો ખૂબ આભાર,
નયન
બહુ મજા આવી. આ લીટી ખુબ મસ્ત છે – કર્મચારી જે સુએ, પટ્ટાવાળા એને જગાડે,પટ્ટાવાળા જો સૂએ એને કોણ જગાડે ?’
મારી સોસાયટીમાં પણ અજાણ્યા માણસો કે પાડોશીના સરનામાં પુછતા લોકો મારો બેલ જ વગાડે છે.
રતિભાઈનો નિવૃત્તિ પછી એવો કોઈ ઈરાદો નહિ, પણ એમની કુંડળીમાં કેટલાક એવા પ્રબળ ગ્રહો હશે જે એમને આમ પરાણે સમાજસેવા કરાવે.
હવે ખુરશીમાં બેસીને ઊંઘવાની આ કળા જુઓ.–અમારી કંપનીમાં એક ટાઈપીસ્ટ, પરણેલી, બે જ જણ ઘરમાં પણ બધું કામ જાતે કરે અને વહેલા ઊઠવું પડે. એવી બધી વાત વચ્ચે અમે એને પૂછ્યું કે થાકી જવાય કે નહી? ત્યારે એ કહે કે બપોરે એક ઝોકું આવી જાય. એના ટેબલ પર ટાઈપ રાઈટર અને એ ખુરશીમાં એટલે કોણી ટેબલ પર રાખી હાથ દાઢીએ ટેકવીને સૂઈ જવાનુ. મેં પૂછ્યું કે કોઈને ખબર ના પડે તો કહે કે ચશ્મા છે ને ઍટલે ના પડે. એના નંબરના ચશ્મા રંગીન કાચવાળા હતા. એ નોકરી છોડી દિધા પછી સાંભળ્યુ હતુ કે પાછળથી એને મેનેજમેન્ટ જોડે ડખા થયા હતા, કારણ ખબર નહી.
Very hilarious one! I have a fellow worker – who sleeps in his chair- with his arms on key board as if he is typing and keeps his hand straight like viewing in his screen and he opens his eye every 2 minutes.
He sleeps likes this for once a day for 20-30 minutes and we all make fun of him- we also took his picture on our camera phone and he got scared of that, so he didn’t sleep for next 2 days but then again- “jaise the”
Started his sleeping act again. LOL like Hiralben said sleeping in sitting position is an art- must learn it – it is really helpful in long flight journey.
acidity hoy to bapore besine oonghavun! khursimaan besine maathun dhaali devun….
ek sachot prayog. bija rogo par prayogo chaalu chhe.
આહા, મજા આવી ગઈ…
રતિલાલ ભાઈ ના લેખો મા રમુજ સાથે ગહન વાત ક્યા રજુ થઈ જાય છે એની ખબર જ રેહતી નથી..
“આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે ઈશ્વરની વધુ નજીક હોઈએ છીએ. ઊંઘતા તમામ મનુષ્યો સજ્જન હોય છે – એટલા સમયગાળા પૂરતા તો સજ્જન હોય જ છે. જાગતાં બધાં મનુષ્યો વિશે આવું કહી શકાશે ? એટલે ખરેખર તો જિંદગીનો જે 1/3 ભાગ ઊંઘવામાં જાય છે એ જ જિંદગીનો સાર્થક ભાગ છે. જિંદગીનો જે 2/3 ભાગ જાગવામાં જાય છે એ જ ભાગ ખરેખર તો વેડફાતો હોય છે.”
ખરેખર અમુક વાતો કદી વિચારી જ નતી……..મજા આવિ ગઈ………………………..
Good one Mr. Ratilal Borisagar.
Enjoyed reading your article.
You have inspired me to develop this habit of sleeping in the afternoons very soon.
I cannot do it during weekdays, as I do not have that skill and guts :(, but definitely will try it during weekends 🙂
Thank you for writing this humorous article.
Keep writing and we will continue having fun reading your articles.
સાવ સરળ શબ્દોમાં રમુજ ઉભી કરવાની કળા રતિલાલભાઇને હાથવગી છે.. તેમની શૈલી મર્માળુ હાસ્ય નિષ્પન્ન કરવામાં સફળ રહે છે….ખૂબ મજા આવી.
રાત નેી ૮ કલાક નેી ઉન્ઘ એ આપણેી ફરજ ચ્હે ને બપોર નેી ઉન્ઘ એ આપણો હ્ક્ક ચ્હે.
સરસ લેખ્
શ્રી રતિલાલ ભાઇને,
આભાર સહિત લખવાનુ કે ઉંઘવા માટે મારા મનમાં જે દુવિધા તથા ગુનહિત લાગણી હતી તે,
તમારો લેખ વાચવાં થી નિક્ળી ગઈ છે.રવિવારે મારો લગભગ ઉઘવાનો પ્રોગામ હોય
ત્યારે મારાં કુટુબીઓ મને ઉઠાડવાંનો કાર્ય્ક્રમ અમલમાં મુકતાં હતા અને બપોર સુધીમાં સફળ પણ થતાં હતાં
,જેથી ઘરનાં કામ પૂરાં કરી શકાય
.જો કે બપોરે જમ્યાં પછી કામ કરવાંનો મૂડ ન રહેતો હોવાંથી બીજા રવિવાર સુધી મુલતવી રેહ્તુ હતું.
હવે તેઓ તમારો લેખ વાચ્યાં પછી મને સાંજ સુધી ઉઘવા દે છૅ.
પરિણામે ઘણાં બાકી કામો પુરાં પણ થયાં છે
. ………લિ.એમ. જી.
સુન્દર અને સરસ લેખ
ખુબજ સુન્દર લેખ્
અમારે ઑફીસ માં એક કલીગ એમ કહેતૉ કે હું સુતૉ નથી “concentrate” કરું છું.
Dear sir,
Today morning i was read Tahuco.com, in which i got address of readgujart.com,
I must say that V.good site like tahuko.com,
Thanks to all orgenizers of this site,
Thanks
With best regard.
Nischal pathak.
Baroda.