સંવેદન – ચંદ્રકાન્ત નિર્મલ

[માનવજીવનની આસપાસ અનુભવાયેલ હૃદય સ્પર્શી બાબતોને શબ્દોમાં ઊતારવાના પ્રયાસ રૂપે રચાયેલ ‘સંવેદન’ એ કવિનો ‘સ્પંદન’ પછીનો બીજો કાવ્યસંગ્રહ છે. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ મોકલવા માટે ચંદ્રકાન્તભાઈનો (લિંબડી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879547591 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] સાચી સમજણ

આગળ પાછળ ઉપર નીચે, કોઈ ખટખટમાં નવ પડવું,
આ ખરા કે ખોટા છે, તે તરખટમાં નવ પડવું.
………………………… કોઈ તરખટમાં નવ પડવું…….

જાતને જાણી આગળ વધવું, દિલ ધારે તે કરવું,
કાર્ય કરતાં દિલ ડંખે જ્યારે, વાત ત્યાં જ મૂકી અટકવું,
………………………… કોઈ તરખટમાં નવ પડવું…….

કર્મયોગ સમજવા કરતાં, યોગ્ય જે કર્મ જ કરવું,
ધર્મ ધ્યાન એ સ્હેજે સમજી, ધ્યાન માનવધર્મનું ધરવું,
………………………… કોઈ તરખટમાં નવ પડવું……….

બધા ધર્મની વાત છે સાચી, સો ટચનું બધું સોનું,
સમજણની આંટીઘૂંટી આ, અણસમજનું રોણું,
………………………… કોઈ તરખટમાં નવ પડવું……….

[2] આંગણિયે ભાત

ગગો ગયો અમારો શે’રે, પેટિયું રળવા કાજ,
અમારે અટાણે એકલા એકલા, ભરવા કોળિયા આજ.

હું ’ને મારો કંથ એક ’દિ, અમેય રળવા જાતા,
બહુ મજૂરી કરી અમેયે, ટાઢો રોટલો ખાતા.

કેડી કાંઠે અમે રે’તાતા, નાની ઝૂંપડી ખોડી,
જુઓ કર્યું આ ખોરડું નાનું, કહળુ કટંબ જોડી.

તાંહળીમાં હતું ખાધું પ્રેમે, હૈયે ધરવા ધરાય,
જીવતરમાં જે ભાત પડી તે, આંગણિયે વરતાય.

[3] જળ – મૃગજળ

દૂર દૂર દેખાતાં જળ એ, મૃગજળ શાને ભાસે ?
જુઓ પંખીઓ પણ એ દિશાથી, ઊડતા જાય ને આવે,
લીલીછમ વનરાજી જુઓ, કળાય છે ત્યાં ચોગમ,
તેમ છતાં શાને ત્યાં મનને મૃગજળ ભાસે ?

પૂછું ત્યાં એ દિશથી આવતા, ગોવાળ ગોપાલકને,
સાથે આવે ગોધન ડોલતું, ઘંટડીના રણકારે,
પાછળ પેલી ગ્રામકન્યા અરે ! બેડું પાણીનું માથે,
વાતો કરતી સખી સહિયર સંગ, હસતી કેવી આવે ?

દેખાય સામે તોયે શાને, દશ્યો લાગે મૃગજળ શા ?
વિશ્વાસ શાને ના’વે હજુએ ! હશે ત્યાં નીર મધુરાં,
લાગે છે કે જળ મૃગજળ થઈ, મન મહીં છે બેઠું,
નહિતર જોયું કદીએ, જળ મૃગજળનું સંધ્યા ટાણે ?

આજલગ જોયું જે કાંઈ, હતું એ જળ ઝાંઝવાનું,
જેમ ચાલુ તેમ આગળ ચાલે, નથી ભાગ્ય પામવાનું.

[કુલ પાન : 78. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : નવસર્જન પબ્લિકેશન. 202, પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-380009. ફોન : +91 79 26580365.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચંદરવો – દિનેશ પાંચાલ
ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદિત Next »   

13 પ્રતિભાવો : સંવેદન – ચંદ્રકાન્ત નિર્મલ

 1. સુંદર કાવ્યો.

  “કર્મયોગ સમજવા કરતાં, યોગ્ય જે કર્મ જ કરવું,”

  • લાગે છે હીરલ બેન તમે સવારે ઉઠી ને સીધા રીડ ગુજારાતી જ વાયો છો કારણ કે તમારી કોમેન્ટ હમેંશા પહેલી હોય છે સારી વાત કહેવાય કે તમે બધા લેખો ની કોમેન્ટ આપો છો .મને કોમેન્ટ આપવા ની મરજી હોવા છતા ટાઇમ ના અભાવે આપી શકતો નથીં.ok keep it up

 2. આગળ પાછળ ઉપર નીયે કોઈ ખટખટમા નવ પડવું આખરા કે ખોટા છે તે તરખટ મા નવુ પડવુ ખુબજ સરસ ખરેખરે ખરેખરે ખર સાચી વાત છે જીવન મા આવો અભિગમ હોય તો જીવન ધ્યન થઇ જાય.

 3. Ramesh Patel says:

  ગ્રામ્ય વાતાવરણ અને હૃદયને ઝણઝણાવતા આ કાવ્યોને પોતિકાપણું છે.
  સરસ રચનાઓ માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  યશનામી…..રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 4. Janakbhai says:

  Dear Chandrakantbhai,
  Hearty Congratulation my dear friend. I feel that now you are growing to be a great man of literature. The words you choose, come from your heart and there is a tremendous touch of reality. This touches the heart of a reader.Salute to you for that. Well wishes for next publication. I pray to God that Chandrakant can give as many as creation living Limbdi. I just suggest there is a beautiful collection of Limbdi’s photograph with Ishwarbhai. Try your skill observing the photographs and give Limbdi a beautiful collection of Poems based on those photograph. May God bless you for that!
  Dr. Janak Shah

 5. Janakbhai says:

  Dear Chandrakantbhai,
  Hearty Congratulation my dear friend. I feel that now you are growing to be a great man of literature. The words you choose, come from your heart and there is a tremendous touch of reality. This touches the heart of a reader.Salute to you for that. Well wishes for next publication. I pray to God that Chandrakant can give as many as creation living in Limbdi. I just suggest there is a beautiful collection of Limbdi’s photograph with Ishwarbhai. Try your skill observing the photographs and give Limbdi a beautiful collection of Poems based on those photograph. May God bless you for that!
  Dr. Janak Shah

 6. maitri vayeda says:

  સરસ કાવ્યો… પહેલી કવિતા બહુ જ ગમી….

 7. અશોક જાની 'આનંદ' says:

  કવિશ્રી ચન્દ્રકાન્તભાઇને બીજા પુસ્તકના પ્રકાશન માટે અભિનંદન….

  કવિશ્રીની શબ્દાભિવ્યક્તિ સુંદર છે, કલ્પનો પણ ગમી જાય તેવાં છે, પણ ગીત પ્રકારની આ કવિતામાં લયબદ્ધતા કેટલીક જગ્યાએ ખોડંગાય છે તેથી ગેયતાને હાનિ પહોંચે છે.

 8. jagat says:

  ખુબ જ સુન્દર રચનાઓ….

 9. pradip shah says:

  ખુબ જ સરસ ! બધા કાવ્યો અફ્લાતુન !

 10. naresh champaneri says:

  dear chandrakantbhai
  congratulation

 11. bimal valera says:

  RESPECTED CHANDRAKANT KAKA

  TAMARI KRUTIO KHUBAJ GAMI.

 12. ચંદ્રકાન્ત નિર્મલ says:

  સરસ પ્રતિભાવ અને માર્ગદર્શન માટે ખુબ ખુબ આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.