જરાકમાં – રવીન્દ્ર પારેખ

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

જીવન તો ભેદ રાખશે રાજા કે રાંકમાં,
પણ, મોત ભેદ ના કરે બંનેની ખાકમાં.

આકાર ક્યાં છે માટીમાં કે ચાકમાં કશે,
એ હોય છે તો બેઉની વચ્ચે કશાકમાં.

દેખાઉં ના ને હું જ મને જોઈ પણ શકું,
ઊભો રહી ગયો છું હું મારા વળાંકમાં.

જ્યાં લગ શરૂ થયું ન’તું ત્યાં લગ વધ્યો વિલંબ,
જીવન શરૂ થયું કે હું જીવ્યો જરાકમાં.

સમજાય કે આ પળની પ્રતીક્ષા શું ચીજ છે ?
આવું છું એમ કહીને હું આવ્યો કલાકમાં.

એવું કરીને હું જ મને ચાળું ચાળણે,
જમતી વખત ન કાંકરી આવે કશાકમાં.

ટીપે ટીપે મરણનું સરોવર ભરે છતાં,
આવ્યું નથી સ્મરણ હજી ક્યારેય વાંકમાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો – સંપાદિત
પ્રીતિશતકમ્ – અરુણકુમાર મહેતા ‘અનુરાગ’ Next »   

6 પ્રતિભાવો : જરાકમાં – રવીન્દ્ર પારેખ

 1. જગત દવે says:

  મને આ પંક્તિઓ ચોટદાર લાગી…….

  આકાર ક્યાં છે માટીમાં કે ચાકમાં કશે,
  એ હોય છે તો બેઉની વચ્ચે કશાકમાં.

 2. maitri vayeda says:

  સરસ કવિતા…

 3. Rajni Gohil says:

  જીવનનું કટુ સત્ય સરસ રીતે વર્ણવ્યું છે.

 4. Maithily says:

  ખૂબ જ સરસ રચના કરી છે આપે . અભિનંદન !

 5. nayan panchal says:

  સુંદર રચના. જીવન શરૂ થયું કે હું જીવ્યો જરાકમાં.

  પળવારમાં જીવન પૂર્ણ થઈ જશે. મૃત્યુ, સમય, સ્વ વગેરે પરની સરસ રચના.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.