પ્રીતિશતકમ્ – અરુણકુમાર મહેતા ‘અનુરાગ’

[ ‘પ્રીતિશતકમ્’ એ એક કાવ્યગ્રંથ છે જેના સંસ્કૃત શ્લોકોનું સર્જન શ્રી અરુણકુમાર મહેતાએ (હિંમતનગર) કર્યું છે. શ્લોકો સાથે ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ પણ પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવ્યો છે. શ્રી અરુણભાઈ અભ્યાસે એમ.એ. (સંસ્કૃત) કરેલ છે અને તેમણે આજીવન સંસ્કૃત પ્રાધ્યાપક તેમજ સંસ્કૃતના સ્નાતક અને અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું છે. હાલમાં તેઓ નિવૃત્તિમાં પણ વિદ્યાકીય પ્રવૃત્તિમાં સક્રિય રહે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2772 234921 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત પદ્યરચનાઓને અંતે આપવામાં આવી છે.]

[1]
इच्छसि हृदयं दातुम, ईदृशं देहि मे प्रभो ।
अवसादक्षणं यच्च, आनन्दे यापयेध्ध्रुवम ।।

હે પ્રભો, તું મને હૃદય આપવા ઈચ્છતો હોય તો એવું હૃદય આપ કે, જેથી વિષાદની ક્ષણને પણ આનંદમાં વીતાવીએ !

Oh ! Lord, If you wish to give me a heart, please give me such a heart that the moment of sorrow, can also be spent in delight !

[2]
प्रत्येकस्य नु कार्यस्य, सारल्यमतिदुष्करम ।
एवमेव जनस्यास्ति, भवितुं मानवं सदा ।।

દુનિયામાં દરેક કાર્યનું સરળ હોવું – એ બાબત ખૂબ મુશ્કેલ છે. એવી જ રીતે દરેક માણસનું માનવ બનવું એ પણ ખૂબ મુશ્કેલ હોય છે !

It is very difficult that every work can be very easy in this world. Similarly it is also very difficult that every man can become a human being !

[3]
अलंकुर्वन्ति नास्त्रैः ये, लोचने ननु मानवाः ।
कदापि ते न जानन्ति, निष्ठुरां लोकयंत्रणाम ।।

જે માણસો પોતાની આંખોને આંસુઓથી સુશોભિત કરતા નથી તે લોકો જગતની નિષ્ઠુર યંત્રણાને કદી જાણી શકતા નથી !

The persons who do not decorate their eyes with tears, can never know about the harsh tortures of the world !

[4]
कुसुमैः सदृशाः सन्ति, दिवसाः सुखसंभृताः ।
विकसन्ति विलंबेन, म्लानतां यान्ति सत्वरम् ।।

સુખથી ભરેલા દિવસો એ ફૂલો જેવા હોય છે : ખૂબ લાંબાગાળે ખીલે છે પણ ખૂબ જલ્દીથી કરમાઈ જાય છે !

The days full of happiness are just like flowers : They blossom after a very long time but they wither away very soon !

[5]
प्रातःकामः समायाति, सायंसन्धया तथैव च ।
एवमेव मनुष्याणाम, अन्तमाप्नोति जीवनम ।।

સવાર આવે છે એવી જ રીતે સંધ્યા આવે છે. એમ કરતાં કરતાં મનુષ્યોનું જીવન પણ અંત પામે છે !

Morning comes, similarly evening also comes. In this way, the life of human being also comes to an end !

[6]
शाटिका प्रान्तभागेन, पालवेन च शोभते ।
जीवनं कलया चैव, साहित्येन तु राजते ।।

સાડી પોતાની કિનારીથી અને પાલવથી શોભે છે. જીવન પણ કલા અને સાહિત્યથી શોભે છે.

A sari looks beautiful by its border and the design of its front part. Life looks beautiful by art and literature.

[7]
उद्भिन्नं किल हारित्यम्, भीत्यां द्वारे तथैव च ।
द्रारिद्रयेषु वयं मग्नाः, वासन्ती गृहमागता ।।

મારા ઘરની ભીંત ઉપર અને દરવાજામાં લીલોતરી ઉગી ગઈ છે. અમે તો ગરીબાઈમાં ડૂબી ગયા હતા પણ હવે વસંત આવી !

Greenery has grown on the walls and doors of my house. We had been plunged into poverty but it is now that, the Spring has come !

[8]
अतीवास्मि प्रसन्नोडहम्, स्मरामीशं विपतिषु ।
चंडानिल तरीं मे त्वम्, संक्षोभय निरंतरम् ।।

હું ખૂબ ખુશ છું કે, મુસીબતોમાં ઈશ્વરને યાદ કરું છું. હે તોફાની પવન, તું મારી હોડીને સદાય હાલક-ડોલક કર્યા જ કર !

I am pleased very much, because I remember God in the difficulties. Oh ! Storm, Please shake my boat every now and then !

[9]
ईश्वरेण यदा सृष्टम, हृदयं प्रेमसंभृतम् ।
ततस्तेन विभक्तं तद्, द्विधा कौशल्यपूर्वकम् ।
एकस्मिंल्लिखितं राधा, अपरे कृष्ण एव च ।।

ઈશ્વરે જ્યારે પ્રેમથી ભરેલા હૃદયનું સર્જન કર્યું ત્યારે તેણે કુશળતાપૂર્વક તેના બે ભાગ કર્યા : એક ટુકડા ઉપર લખ્યું ‘રાધા’ અને બીજા ટુકડા ઉપર લખ્યું ‘કૃષ્ણ’.

When God created heart full of love, he cleverly cut it in two pieces : On one piece he wrote ‘Radha’ and wrote ‘Krishna’ on the other one.

[10]
प्राप्यते स्नेहभावो न, विना स्वार्थेन भूतले ।
मनुष्यहृदयेडत्रापि, मस्तिष्कं हा प्रवर्तते ।।

આ દુનિયામાં સ્વાર્થ વિનાનો સ્નેહભાવ પ્રાપ્ત થતો નથી. અહીં મનુષ્યના હૃદયમાં પણ મગજ હોય છે !

The feeling of love without selfishness cannot be attained in this world. Here a brain exists even in the heart of human beings !

[કુલ પાન : 174. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ધર્મેશ મહેતા. 9, શાંતિકુંજ સોસાયટી, ગોકુલનગર, હિંમતનગર-383001. ફોન : +91 2772 234921.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જરાકમાં – રવીન્દ્ર પારેખ
તારું ચાલી જવું – સંધ્યા ભટ્ટ Next »   

4 પ્રતિભાવો : પ્રીતિશતકમ્ – અરુણકુમાર મહેતા ‘અનુરાગ’

 1. જગત દવે says:

  સુંદર રચનાઓ. રચયિતા ને અભિનંદન.

  સંસ્કૃતનું સ્થાન લોક-ભાષાનું ક્યારેય ન રહ્યું હોવાથી તેને જાણનાર લોકો પણ ઓછા જ રહ્યા છે. જોકે સંસ્કૃત પ્રત્યે ભારતીય લોકોનો અહોભાવ વ્યવસાયિક બ્રાહ્મણો એ સફળતા અને ચાલાકી પૂર્વક ટકાવી રાખ્યો છે. સામાન્યજન માટે અગમ-નિગમ જેવી અનેક વિધિઓમાં પોપટની જેમ શ્લોક બોલનાર પર લોકો બુધ્ધિ અને પૈસા બંને ઓવારી જતાં હોય છે.

  આ લાલિત્યસભર ભાષા એક લાલાયિત સમુદાય-વિશેષની સરમુખત્યારગીરી ને કારણે આજે વિલુપ્ત થવાને આરે બેઠેલી છે. આ જ રીતે ઉત્તમ સંસ્કૃત સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું કામ આ ભાષાનાં પંડિતોએ ઉપાડી લેવા જેવું છે.

 2. साधु । धन्यवादः

 3. nayan panchal says:

  સૌ પ્રથમ તો લેખકશ્રીને આવુ સાહસ ખેડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. દેવભાષા સંસ્કૃતને ટકાવી રાખવી આપણી સાંસ્કૃતિક ફરજ છે. દરેકે દરેક શ્લોક ખૂબ જ અર્થસભર.

  આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.