તારું ચાલી જવું – સંધ્યા ભટ્ટ

[સ્વજનોની વિદાય અસહ્ય હોય છે. એ ક્ષણોને જીરવવી ખૂબ કઠીન છે. તેમાંય ખાસ કરીને યુવાન દીકરો મૃત્યુ પામે ત્યારે એ માતાની વેદના કેવી હશે ? સંધ્યાબેન આ ઘટનામાંથી પસાર થતાં પોતાની જાતને સંભાળી લે છે. એ પછી એમના મનમાં વિચાર આવે છે કે આ રીતે આઘાત પામનારી હું એકલી નથી. બીજા અનેકો પણ આ રણમાંથી પસાર થયા હશે, થતાં હશે – બસ, આ વિચારબીજમાંથી પ્રગટે છે સંપાદન ‘તારું ચાલી જવું.’ જાણીતા સાહિત્યકારો જેવા કે રજનીકુમાર પંડ્યા, જય વસાવડા, કાજલ ઔઝા-વૈદ્ય, કાન્તિ ભટ્ટ, વર્ષા અડાલજા, હિમાંશી શેલત, રતિલાલ બોરીસાગર વગેરે એ આ વિષયને અનુલક્ષીને પોતાનો અનુભવ અથવા ચિંતન આ પુસ્તકમાં આલેખ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે સંધ્યાબેનનો (બારડોલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825337714 અથવા આ સરનામે sandhyanbhatt@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

મારા જીવનની એ સૌથી દુઃખદ ઘટના બરાબર 11 ઑગસ્ટે બપોરે પોણા-ત્રણ વાગે બની. એક રીતે જોવા જઈએ તો મારા જીવનનો એ મધ્યાહ્નકાળ અને મારી કારકિર્દીનો પણ મધ્યકાળ. તે ક્ષણ સુધી પાણીના ખળખળ વહેતાં ઝરણાની જેમ મારા દિવસો સરળતાપૂર્વક વીતી રહ્યા હતા. 15મી ઑગસ્ટ આવવાની હોઈ છેલ્લા કેટલાક દિવસોથી કૉલેજમાં દેશભક્તિનાં ગીતોની પ્રૅક્ટિસ હું કરાવી રહી હતી. 11 ઑગસ્ટે અમારાં ગીતો બરાબર તૈયાર થઈ ગયાં હતાં. હવેના ત્રણ દિવસો માત્ર તેનો મહાવરો કર્યા કરવાનો હતો. તે દિવસના મારાં વ્યાખ્યાનો પૂરાં થવાની તૈયારીમાં હતાં. પોણા-ત્રણ વાગે મારી ઘડિયાળમાં નજર ગઈ. ત્યાં તો એક પ્રોફેસર-મિત્રે મને વર્ગની બહાર આવવા કહ્યું. હું સ્વાભાવિકપણે જ ગઈ. તેમણે કહ્યું : ‘તમે ગભરાતા નહિ, પણ તમારા દીકરાને અકસ્માત થયો છે.’ રોહનના મિત્રો પણ સાથે જ હતા. તેઓએ કહ્યું કે, ‘ટ્યૂશન જતાં રોહનને વાહન પરથી પડી જતાં ગંભીર ઈજા થઈ છે અને તેને સુરત લઈ જવો પડશે.’

મારા પતિ જયકર પંડ્યા કે જે મારી જ કૉલેજમાં અધ્યાપક છે, તે બીજા માળે પિરિયડ લેતા હતા, તેમની સાથે અમે સરદાર હૉસ્પિટલમાં પહોંચ્યાં. ત્યાં તેના સહપાઠીઓ અને ટ્યૂશનના સર દોડાદોડી કરી રહ્યા હતા. અમારા પહોંચતાં જ ડૉક્ટરે કહ્યું કે, case ખૂબ ગંભીર છે, તેના માથામાં ગંભીર ઈજા થઈ છે અને બધી જ રીતે તેના જીવનને જોખમ છે. મારામાંથી સતત કશુંક ઓછું થઈ રહ્યું હતું. એવી જ સ્થિતિમાં મેં અમારા મિત્ર અને તબીબદંપતિ ડૉ. રાણેને ફોન કર્યો અને મારી મિત્ર અમીને પૈસા લઈને આવવાનું કહ્યું. અમીનો દીકરો વ્યોમ તુરત જ આવી પહોંચ્યો અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં લાગી ગયો. અમારા સ્ટાફ-પરિવાર સહિત બારડોલીના સૌ સ્નેહી મિત્રોને કોણ જાણે કેવી રીતે ખબર પડી, પણ સૌ અમારી પડખે હતાં. મારા હાથમાંથી મારો દીકરો સરી રહ્યો હતો, જે હું ક્ષણેક્ષણ અનુભવતી હતી. ડૉક્ટરો તેની પાટાપિંડી કરી રહ્યા હતા, ત્યારે અંદરથી એટલી તીવ્ર ઈચ્છા થતી હતી કે રોહન તેની બંધ આંખો ખોલે તો કેવું સારું ! તેના હાથ, પગ, પાની, તેના લાંબા આંગળા, તેનો ભોળો ભોળો ચહેરો હું આંખથી સ્પર્શ્યા કરતી હતી, પણ જાણે કે તે રિસાઈ ગયો હતો.

થોડી જ વારમાં એક્સો આઠ આવી. ડૉ. રાણે અને બીજા મિત્રો તેની પાસે બેઠા અને જયકર તથા હું ડ્રાઈવર પાસે બેઠા. એકસો આઠનું સાયરન શરૂ થયું અને સાથે જ મારા હૃદયના ધબકારાની તીવ્ર ગતિ પણ… રસ્તામાં કંઈ થશે તો ? મને બારડોલીથી સુરત જતો એ રસ્તો દેખાતો જ ન હતો; એક અજ્ઞાત ભયે મને જકડી રાખી હતી. જીવનમાં પહેલી જ વાર આટલા અકથ્ય ભયનો સામનો હું કરી રહી હતી. તે ક્ષણોમાં જયકર મારી સાથે હતા, તે મારું સદભાગ્ય. સુરત હેમખેમ ? (હા, હેમખેમ) આવી ગયાં. થોડીક હળવાશ અનુભવાઈ. હવે રોહનને નિષ્ણાત હાથોમાં સોંપી શકાયો હતો. ડૉક્ટરે ઑપરેશન કરવાનો અવકાશ ન હોઈ 48 કલાક નિરીક્ષણ હેઠળ રાખવાનું કહ્યું. અમે બધાં Common Corridorમાં ગોઠવાયાં. ડૉક્ટરને પ્રતીક્ષા હતી, તેના સ્વયંભૂ હલનચલનની. બીજે દિવસે સવારે તેણે હાથ હલાવ્યો અને પગ પણ સહેજ હલાવ્યો, તેથી અમે સૌ ખૂબ ખુશ થઈ ગયાં. ડૉ. રાણેને આ અંગેનો ફોન ઉપર રિપોર્ટ આપતાં હું ભાવાવેશમાં કંઈ કેટલુંય બોલી ગઈ હોઈશ, પરંતુ સાંજ સુધી ફરીથી કોઈ હલનચલન ન જણાતાં વાતે ગંભીર વળાંક લીધો.

અકસ્માત થયો, તે વખતની શરૂઆતની ક્ષણોની ધ્રુજારી ફરી પાછો ભરડો લેવા માંડી. મારી સાથે સતત રહેતી મારી બહેનો અને બહેનપણીઓને વળગીને હું નાના છોકરાની જેમ રડવા માંડી. જીવતું, જાગતું, બોલતું, ચાલતું, ભણતું, રમતું, ગુસ્સો કરતું, વહાલ કરતું, સૌને પ્રેમ કરતું, મિત્રોને અધધધ ચાહતું, પપ્પાને લાડ કરતું, નાના ભાઈ સૌરભને બકીઓ ભરતું, બાર સાયન્સમાં સારા ટકા લાવીને મિકેનિકલ એન્જિનિયરમાં જવા માગતું મારું રમકડું કોઈ મારી પાસેથી ખૂંચવી રહ્યું હતું. આઈ.સી.યુ.માં તેની પાસે બેઠી બેઠી હું તેનો હાથ પસવાર્યા કરતી કરતી તેનું આખું અંગ મન ભરીને જોયા કરતી હતી. આધ્યાત્મિક પ્રવચનો આપતાં ચિન્મય મિશનના અમારા ગુરુજી સ્વામિની સદવિદ્યાનંદજીનાં વચનો મને યાદ આવતાં હતાં. તેઓ કહેતાં કે, એક વાત ગાંઠે બાંધો કે, ‘હું દેહ નથી.’ પણ મારું મન આ દેહને તેનો આત્મા છોડવા દેવા માટે ઈન્કાર કરતું હતું. દર્દનાક દીનતાનો અનુભવ થઈ રહ્યો હતો મને. ડૉક્ટરે રોહનને ‘બ્રેઈન-ડેડ’ જાહેર કરી દીધો હતો. આ વાતને સ્વીકાર્યા વગર છૂટકો નહોતો. જયકર, અતુલભાઈ અને ભાસ્કરભાઈ – ત્રણે ભાઈઓ મનને મનાવતાં હતાં કે, ગમે તે પળે ચમત્કાર થશે.

પણ કોણ જાણે કેમ મારી સમજદારી મને કહેતી હતી કે, હવે રોહન આપણો નથી. આ કઠણ હકીકત કઈ રીતે મેં ગળે ઉતારી તે મને ખબર નથી, પરંતુ મેં મારા હૃદય પર પથ્થર મૂકી દીધો હતો. આ રૂઢિપ્રયોગ મેં ઘણી વાર વાંચ્યો હતો પણ એમ કરવાની ક્ષમતા મારામાં કેળવાઈ હતી, તે વાત સમાન રીતે સુખદ અને દુઃખદ અનુભવાતી હતી. મેં મારા પરિવારના યુવાન સભ્યોને આ હકીકતની જાણ કરી અને બારડોલીના મારા ભરાઈ ગયેલા ઘરમાં સૌને આ જાણ કરવાનું કહ્યું. ત્યાર પછી રોહનના જીવનના છેલ્લા છેલ્લા જુદી જુદી જાતના રિપોર્ટ્સ, ડૉક્ટરની સલાહ મુજબના ઈંજેકશનો, દવાઓ વગેરે અપાતું રહ્યું…. ત્રણ દિવસ પસાર થઈ ગયા હતા. 14 ઑગસ્ટ ને ગોકુળઅષ્ટમીને દિવસે બપોરે બાર વાગ્યાના સુમારે કુદરતી રીતે જ તેની નાડીના ધબકારા ઓછા થવા માંડ્યા. જયકર અને હું તેની પાસે હતાં. રોહનનું હૃદય ધીમા ધીમા ધબકારા સાથે એકદમ થંભી ગયું. કૃષ્ણજન્મના પવિત્ર તહેવારે મારો નટખટ દીકરો કનૈયા સાથે બાળક્રીડા કરવા ચાલી ગયો હતો.

ત્રણ દિવસ દરમિયાન રોહનના મિત્રોએ બારડોલી અને સુરતને એક કરી દીધું હતું. તરુણ વયના આ ચહેરાઓ ઉપર આટલી ગંભીરતા મેં પહેલી જ વાર જોઈ હતી. અકસ્માતથી શું થઈ શકે તેનો ખ્યાલ પહેલી જ વાર તેમને આવ્યો હતો અને મૃત્યુ સાથે ઓળખાણ રોહન દ્વારા તેમને થઈ હતી. એક મોટા દુઃખની સમાંતરે નાની નાની કેટલીય વેદનાજનક બાબતો ગોઠવાઈ જતી હોય છે, તે મેં પહેલી વાર અનુભવ્યું. અચાનક આવેલી આ કઠિનાઈનો સામનો હું કેવી રીતે કરીશ તેની ચિંતા કરતાં મારા સમભાવી અધ્યાપક હિમાંશીબહેન, એસ.એમ.એસ. દ્વારા હૂંફ આપતાં શરીફાબહેન, ડૉ.ઊર્વીબહેન, સુરતમાં વસી ગયેલી મારી વિદ્યાર્થીનીઓ લક્ષ્મી, ખ્યાતિ, ચારુ, વર્ષો સુધી સુરતમાં રહી હોવાને કારણે મને રૂંવેરૂંવે જાણતા અને ચાહતા મારાં સ્નેહીઓ આબાલવૃદ્ધ સૌ, અમને સૌને ટિફિન, નાસ્તો, ચા-કૉફી પહોંચાડવાની ખેવના રાખનારા હેમા, ભાવિન-જિજ્ઞા, રેખા, અરુધંતી અને રાત-દિવસ અમારી સાથે રહેનારાં ભાઈ-બહેનોનું ઋણ ક્યારેય ભરપાઈ ન થઈ શકે. અમારા બારડોલીના ઘરે રોહનને લવાયો, ત્યારે મારું ઘર ધ્રુસકે ધ્રુસકે રડતું હતું. સતત શાંત રહેતો અમારો વિસ્તાર આંસુથી છલકાઈ ગયો હતો. છેવટે તેની નનામી નાકા પરથી ઍમ્બુલન્સમાં ચઢાવાઈ, ત્યારે મારા હૃદયના બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યાં. આ એ જગા હતી, જ્યાંથી તે હોર્ન વગાડતો પ્રવેશતો અને મને કાયમ કહેતો કે, ‘મમ્મી, હું આવું ત્યારે બધાને ખબર પડવી જોઈએ કે, રોહન આવ્યો.’ આજે સૌની વચ્ચેથી એ ચાલી ગયો હતો.

રોહનનું ઘરમાં હરવું-ફરવું, બનેલી બીનાઓનું વિગતવાર બયાન કરવું, પોતાના ગમા-અણગમાને નિખાલસ રીતે પ્રગટ કરવું, સૌને ધોધમાર વહાલ કરવું, તેની આંખોનું ચશ્માં પાછળથી ચળકવું, મુક્તપણે હસવું, જમતાં જમતાં રેડિયો-મીર્ચી સાંભળવું, નવાં, હૃદયસ્પર્શી ગીતોને મને સંભળાવવું – આવી કંઈ કેટલીય ક્રિયાઓ વિના હવે મારું ઘર અધૂરું થઈ ગયું છે. શાંત, ડાહ્યો, ઠરેલ જેવા વિશેષણો તેને માટે નહોતાં. રોહન એટલે કંઈ ને કંઈ કરવાની ગડમથલમાં જ હોય. સતત ક્રિયાશીલતા અને નવીન પ્રવૃત્તિની શોધમાં રહેવાનું તેની પ્રકૃતિમાં હતું. મિત્રોના સાહચર્યમાં તે એકદમ ખુશ રહેતો અને પોતાને કે કોઈ મિત્રને અન્યાય થાય તો સાંખી શકતો નહિ. ભણવામાં તેજસ્વી ન હોય તો ચાલે, પણ દિલના સ્વચ્છ સમવયસ્કો સાથે મૈત્રી રાખવાનું તેને ગમતું. મળતાવડો, પ્રેમાળ, ચપળ, તરત પ્રતિચાર આપનારો અને હોંશિયાર હોવાને કારણે તેના શિક્ષકોનો તે પ્રિય વિદ્યાર્થી બની રહ્યો હતો. ભણવાની સાથે સાથે ક્રિકેટ, સંગીત અને ફિલ્મોનો શોખીન હતો. આજના મોટા ભાગના તરુણોની જેમ તેને પ્રિય હિરો શાહીદ કપૂર અને શાહીદની ‘કમીને’ રિલીઝ થવાની તે રીતસર રાહ જોતો હતો. કમભાગ્યે ‘કમીને’ 14 ઑગસ્ટે રિલીઝ થઈ અને તે એ જ દિવસે આ દુનિયા છોડીને જતો રહ્યો. ઘરમાંથી બહાર જતી વખતે ‘Have a good time’ની શુભેચ્છા કાયમ આપવાની ટેવવાળો આ છોકરો જાણે આ શબ્દો વક્રોક્તિરૂપે મૂકી ગયો.

પૂરાં સોળ વર્ષ અને સાત મહિના એકએક પળ જીવી જનાર આટલા જીવંત છોકરાને મૃત્યુ કેવી રીતે સ્પર્શી પણ શકે ? આ વાત હજી પણ મારે માટે આશ્ચર્ય જ છે. એટલું મોટું આશ્ચર્ય કે દુઃખ પણ તેની આગળ નાનું લાગે છે. થયા કરે છે કે, કોઈ ને કોઈ સ્વરૂપે એ મારી પાસે આવશે. આવશે ને ??

[કુલ પાન : 180. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રીતિશતકમ્ – અરુણકુમાર મહેતા ‘અનુરાગ’
પોઝિટિવ થિકિંગ – ઉત્તમ ગડા Next »   

53 પ્રતિભાવો : તારું ચાલી જવું – સંધ્યા ભટ્ટ

 1. Viren shah says:

  જયારે તમે આ પરસ્થિતિમાંથી પસાર થાવ ત્યારે વર્ણનના તમામ શબ્દો ઓછા પડે.હ્રિદય બળતું હોય ને અંતરાત્મા ચીસો પડતો હોય. સહુથી પીડાજનક બાબત એ છે કે મન વારંવાર આવીને એ જ વાત પર અટકે જે ફરીથી પીડા આપનારી વાત હોય અને હ્રિદય ફરીથી બળતું રડી પડે…

 2. hardik says:

  સંધ્યામાસી,

  આંખ માં આંસુ આવી ગયા. નથી ઑળખાણ પણ રીડગુજરાતી ના માધ્યમ થી બંધાયેલ આત્મિયતા ધ્વારા,આપને હંમેશા શકિત મળી રહે તેવી પ્રભુપ્રાર્થના.

  આપની આ વાર્તા થી એક માનાં હ્રદય ની જાણેલી બાજુ ને કેટલું ઈગ્નોર કરું છું તેનો સાક્ષાત્કાર કર્યૉ.

  આભાર.
  હાર્દિક

  • Mital says:

   સાચી વાત છે, હાર્દિક

   પહેલી વાર આજે શબ્દો નથી મળી રહ્યા.
   પ્રભુ પાસે સદગત ની આત્મા ને શાંતિ મળે એટલી જ અભ્યર્થના.

   -મીતલ

 3. આ વિષય પર હુ કશુ કહી શકુ તેમ નથી મને

 4. Hiral says:

  ભગવાન, આવું દુઃખ કોઇ દુશ્મનને પણ ના આપજે.

  દેશના સિપાહીઓ, ચંબલના ડાકુઓનો અત્યાચાર, કાશ્મીરમાં આતંકવાદ, ઠેર ઠેર અકસ્માત, રોગચાળો, બોમ્બ વિસ્ફોટ જેવી કેટલીએ દુર્ઘટનામાં જુવાન સંતાનોનાં મોત એટલે હાથમાં આવેલો કોળિયો છીનવાઇ જવો.

  સાંભળીને પણ કંપારી છુટી જાય તો જેને સહન કરવાનું આવે એની વેદના…

  સંધ્યામાસી , બીજું કાંઇ કહેવા માટે શબ્દો નથી પણ એટલું જરુર કહી શકું કે તમે એટલા નસીબદાર છો કે કોલેજમાં જોબ કરો છો અને તમારા ઘણાં વિધ્યાર્થીઓમાં તમે દિકરાને જોઇ શકશો.

  • Dipti Trivedi says:

   મેં પણ એવું વિચાર્યું પણ એનાથી જ એમને દીકરાની સતત યાદઆવ્યા કરે એમ પણ થાય!

 5. Viral Vyas says:

  Dear Sandhyaben,

  I went through your book ‘Taarun Chaali Jawun’ but it is too poignant. I could not read without my eyes blurring. May God give the dear departed peace. I can’t write any more.

 6. nayan panchal says:

  આવા લેખના અભિપ્રાયમાં લખવા માટે શબ્દો ક્યાંથી લાવવા? લેખ વાંચતી વખતે અનુભવાતી આંખની ભીનાશ જ સાચો અભિપ્રાય છે.

  ૨ મિનિટનો એક ફોન કોલ આવે કે કોઈ માત્ર બે વાક્યમાં દુઃખદ સમાચાર આપે અને આપણી આખી દુનિયા, આખુ જીવન જ બદલાઈ જાય. પ્રભુ, શક્ય હોય તો આવા આઘાત આપવાનુ ટાળજે અને શક્ય ન હોય તો તેમને સહન કરવાની શક્તિ આપજે.

  નયન

  • rutvi says:

   નયનભાઈ
   ખરેખર આંખની ભીનાશ જ લેખને અભિપ્રાય આપી જાય છે બીજુ કંઇ લખવાની જરુર જ નથી
   રુત્વી

 7. Kinjal says:

  Dear Sandhyaben,

  I dont have words of condolence after reading this and I dont have guts to read your full book. I want to share so many things with you but right now i just want to cry a lot. so sorry

 8. kalpana desai says:

  અતિ સમ્વેદનશિલ લેખો………સ્વજનના મ્રુત્યુ બાદ જાતને સમ્ભાળતા શિખવતુ પુસ્તક.
  સૌ લેખકોને સલામ.

 9. અવાચક થઈ જવાય એવી વાત છે…..”તારું ચાલી જવું”…
  હરિ ઇચ્છા બળવાન…
  આવા કપરા વિષયને સંપાદકિય દ્રષ્ટિથી જોવું એય એક વિરલ ઘટના જ લેખાય
  સંપાદન બદલ આકાશભરીને શુભેચ્છાઓ….

 10. dhiraj says:

  “હું આત્મા છું, દેહ નથી”
  આ વાત ટાણે યાદ આવવી અને અનુભવવી અતિશય અઘરી છે
  કોઈક વિરલા જ આવી પરિસ્થિતિ માં સ્થિરતા રાખી શકે છે

  ઉ.દા. નરસી મહેતા

 11. Hetal says:

  વાંચી ને આંખો માં પાણી આવી ગયા..ભગવાન આવો દિવસ દુશ્મન ને પણ ના દેખાડે… “ઘરમાંથી બહાર જતી વખતે ‘Have a good time’ની શુભેચ્છા કાયમ આપવાની ટેવવાળો આ છોકરો જાણે આ શબ્દો વક્રોક્તિરૂપે મૂકી ગયો…..” આવી બધી નાની નાની વાતો યાદ આવે ને દુઃખ થાય.. અતિશય સંવેદનશીલ લેખ …

 12. જગત દવે says:

  હર્દય-દ્રાવક વાત. મોટાભાગનાં વાંચકોનાં હર્દય મૃત્યુ પછીની યાતનાંઓનાં વર્ણનથી પીગળ્યા છે પણ મૃત્યુનાં કારણ તરફ કોઈની નજર કેમ નથી પડી??? ભારતીય લોકોનું ચિંતન લાગણીઓમાં વહી જતું ચિંતન છે જે ભાવનાઓ નાં પ્રવાહમાં વહી જાય છે અને પછી…….?????? એક પ્રશ્નાર્થ ચિન્હ છોડી જાય છે. મૂળ કારણ બસ ત્યાંનું ત્યાં જ રહી જાય છે. પરિસ્થિતી પલટાતી નથી કેમ કે આપણે પલટાવવા તરફ ઊદાસીન છીએ.

  ચાંદ પર પહોંચેલાં દેશનાં શહેરો અને ગામનાં રસ્તાઓ અને વાહન-વ્યવહાર આટલાં અસલામત, અવ્યવસ્થિત અને બિસ્માર કેમ છે? રસ્તાઓ બનાવવાની એવી તો કેવી ટેકનોલોજી છે જે “ક્રાયોજેનીકઈ એન્જીન” જાતે બનાવનાર આપણાં આયોજનકર્તાઓ, ઈજનેરો અને વૈજ્ઞાનિકોને આજે પણ અપ્રાપ્ય છે.

  ભારતનાં શહેરોમાં દરરોજ લગભગ હજારો ‘રોહન’ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને તેનાં સ્નેહીજનો આવી જ યાતનાઓ માંથી પસાર થાય છે. છતાં ન તો રસ્તાઓ સુધરે છે ન તો વ્યવસ્થા સુધરે છે. બધું જ જેમનું તેમ રહે છે. વર્ષોથી બિસ્માર રસ્તાઓની ધાર પર માનવ-મહેરામણ વિઘ્નહર્તાની આરતીઓ ઉતાર્યા કરે છે. વિઘ્નો જેમનાં તેમ રહે છે. આસુંઓ વહેતા રહે છે અને અભિપ્રાયો લખાતાં રહે છે. ‘રોહન’ મરતાં રહે છે કેમ કે આપણે તેમનું મૃત્યુ સ્વીકારી લઈયે છીએ.

  વિદેશી પ્રજા કેમ આગળ છે કેમ કે તેને દરેક જાનની કિંમત છે. ત્યાં શીતળાથી કોઈ મરે તો તેની દેરીઓ નથી બનતી તેની રસી શોધાય છે. આપણી શ્રધ્ધા, ત્યાગ, આધ્યાત્મ અને લાગણીઓ વાંઝણા સાબિત થયા છે. છતાં લોકો તેને વળગી રહ્યા છે.

  • Hiral says:

   જગતભાઇ,
   તમારા વિચારો દરેકને વિચારતા કરી મૂકે તેવા છે. સાચી વાત છે, વરસાદના પાણી ભરાઇ ગયા હોય એવા વખતે ખુલ્લી ગટરમાં પડી જવાથી નાના બાળકો માર્યા ગયા હોય એવું ઘણી વખત બને છે અને છતાં કોઇ ખાસ બદલાવ જોવા નથી મળતો. આ વખતે ડેન્ગ્યુના તાવમાં જુવાન મોત વધારે થયા છે અને છતાં આપણા સૌની ગંદકી થતી રોકવાની મૂળભૂત ટેવોમાં કોઇ જ ફેરફાર નથી થતો. કર્મનું નામ આપીને આપણે ભારતીઓ આશ્વાસન જરુર લઇએ છીએ, પણ જો વ્યવસ્થા સુધારવાનો કર્મયોગ કરી શકીએ તો કેટલું સારું.

  • Dipti Trivedi says:

   બધી વાત સાચી છે પણ ટીનએજર્સના વાહન અકસ્માત વિદેશમાં પણ થાય છે.

  • hardik says:

   જગતભાઈ,

   ખૉટુ ના લગાડતાં પણ તમે ખાલી ઊપદેશ આપ આપ કરૉ છૉ. તમે કેટલું કર્યું? ભારત માટે અને જૉ કર્યું હૉય તૉ તમારાં માટૅ સારું છે.
   રહી વાત ભારત અને તેની લાગણી થી ચાલતી પ્રજાની, તૉ તમે વિદેશમાં રહી ને પણ ઍટલાં લૉકૉ ને નથી ઑળખતાં જે લાગણી વાળાં હૉય? જૉ ભારત ને સુધારવું હૉય તૉ ઍટલું જ હૉય તૉ ૨૧મી સદી ના દવે ગાંધી બની ને આવે..કૉમેન્ટ લખી ને ઊપદેશ આપવૉ સહેલૉ છે.

   આપે જેમ કહ્યું કે પૉઝીટીવ થિંકિંગ ના લેખ માં, તેજ વાત “ગાંધી બનવા માટૅ વાતૉ નહી કામની જરુર છે”.. આ લેખ યૉગ્ય ન હતૉ તમારી નેતાગીરી માટે એટલે આજે ના છુટકે આ લખવું પડૅ છે.

   હું પૉતે ભારતની અમુકવાતૉ(૬૦%) નૉ કટ્ટર વિરૉધ છું પણ આજે જે કાંઈ છું એ ભારત ના ભણતર ના કારણે. આજે મારા જેવા હજારૉ માં સમ્જદારી આવી છે તે ભારતના અનુભવ ને અને વિદેશ ના અનુભવ ને લઈ ને.

   “Actions speak louder than words.. “..મારી આ કૉમેન્ટ આપને જરૂરથી દિલ દુભાવ્શે પણ તેની માફી નથી માંગવાનૉ ખાલી એક વાતની માફી જરૂરથી માંગીશ અને તે છે મેં જે રીતે આ કૉમેન્ટ લખી છે તે ભાષાની, માફ કરશૉ.

   • જગત દવે says:

    અરે ! હાર્દિકભાઈ એમાં ખોટું શું લગાડવાનું? આપની વાતો પણ સરઆંખો પર.

    આપનાં અભિપ્રાયનો હું કોઈ જ બચાવ કરીશ નહી. જેવો છે તેવો ભલે રહ્યો…….. આપનાં મનમાં મારી જે છબી છે તેને મારી દલિલોથી ઊજળી કરવાનો પ્રયત્ન વ્યર્થ જ રહેવાનો. દેશ માટે જે કરીએ તે ઓછું જ છે તેનાં ગીતો થોડા ગવાય? હદયપુર્વક વાંચશો તો આપને ખ્યાલ આવશે કે……મારી દરેક ટીકાઓમાં નફરત નથી પણ દર્દ છે અને દર્દ ક્યારે, કોને, કોના માટે થાય? એ એ તો આપના જેવા (દેશ)પ્રેમી ને થોડું સમજાવવાનું હોય?

    બસ આમ જ મારી ટીકા પણ કરતાં રહેજો. જે કામ ફક્ત દુશ્મન અથવા સાચો મિત્ર જ કરી શકે છે અને આપને મિત્ર માનવાની મારી આઝાદી હું જાળવી શકુ ને?

    • hardik says:

     આપની છબી કૉઈ ખરાબ નથી બેલેન્સ વ્યુ જ સમાજ ને મજબુત બનાવે છે. ખાલી મને આ વાત આ લેખ માટે પ્રૉપર ના લાગી.

     • જગત દવે says:

      હોઈ શકે…..મેં પણ રોહનનાં મૃત્યુનુ જ દર્દ વ્યક્ત કર્યું છે અને કોઈનો પણ ‘રોહન’ ન છીનવાય તે માટે આપણે અને (વાંચકોમાંથી કોઈ એવી પોઝીશન પર બેઠેલ હોય તો તેમના સુધી) માત્ર લાગણી જ નહી પરંતુ કાંઈક નક્કર મેસેજ પહોંચે તેવો પ્રયત્ન કર્યો છે.

      આપણે આવું જ કરીએ છીએ…… ખરાબ રસ્તાને કારણે થતી નાની ટક્કરમાં એક-બીજાને ગાળો આપીએ છીએ કે મારા-મારી પણ કરીએ છીએ પણ એ ખરાબ રસ્તાનાં ‘કારણો’ ને આપણે માફ કરી દઈએ છીએ.

      એવી જ રીતે આપણે અહીં કદાચ આવા જ કોઈ કારણોસર રોહન ને ગુમાવ્યા બાદ માત્ર આંસુ સારી રહ્યા છીએ. દરેક અકસ્માત ટાળી શકાય તેવો હોય છે…જરુર છે માત્ર તેને અલગ નજરે જોવાની. રોહનનું નસીબ નહી આપણૂં ગવર્નન્સ ખરાબ છે.

  • harikrishna patel says:

   i fully agree with jagat bhai.amne je dard thay chhe te dard ghana loko ne atyare thai rahyu chhe. for this the main reason is that we never remove root cause of problem.for an example,recently my one relatives teen ager son died because of haemorrage to brain.he was only 16 and he was doing job of fixation of dth dish.during fixation because of some earthing he fell and hamorrage took his life. my question is that in our country why people are not trained before they are kept in a job. why no basic training ? this thing would not happened if he was trained by a company who hired him ? we always hear that so many deaths are happening because of snake bite. but if people start wearing knee length shoes,most of the death can be avoided. in wesern countries this problem is very less compared to us..
   other thing i want to say is that why we instead of learning from others why we try to find their faults ? like in above post one reader has written that accident of teenager s are happening in usa also. true but the reason is some what other than our country. but one thing is sure that to get driving license in india is lot easier . we should do something on that.sorry if hurt someones feeling .because of my love to my country i am writing to just inform people.

   • trupti says:

    Harikrishna Patelbhai,

    May God bless with the courage to Sandhyaben’s family to overcome the vacuum that has been created by the death of their son Rohan.

    I fully agree with you, the basic trainning is required before employing any person to do skilled and semi skilled job. We also must try to avoid the kind of accidents which are happening in India like death due to snake bite etc. However, if you noticed in the above true story, the author has mentioned the age of her son as 16 years and 7 months. The cause of the death is -falling down from the running vehicle. The first and foremost, driving the vehicle by any child below 18 is an offence is India as the law permits one to get the license after attaining the age of 18, whereas in the USA the eligibility is 16 years. The parents also should be firm in not allowing their children to take up the illegal driving, that will also serve the purpose. Why getting the license in India is not very difficult? Because we do not stick to the law, if we stick to the law and follow the law, lots of untoward incident will reduce. The accidents are happening in all the parts of the world and no part is an exception. The cause and the reason may very. I have heard about the death of the people on the road in the USA is the maximum. The timely treatment and assistance is available as mentioned by Pragnaju but still the death takes place. Instead of always talking ill about our country we must bring the self discipline in to our selves.

 13. ખુબ જ હ્રદયસ્પર્શી સત્યઘટના છે.

 14. Jagruti Vaghela USA says:

  આ સત્યઘટના વાંચતા વાંચતા આંખમાં આંસુ આવી ગયા. ભગવાનને પૂછવાનું મન થાય કે શા માટે એ આવું કરે છે?
  જીવનમાં કોઈનીયે સાથે આવી દુર્ઘટના બને નહી તેવી ભગવાનને વિનંતિ.

 15. haresh patel says:

  sandhyaben tamne pranam
  Je paristhiti mathi pasar thai ne tame lahko choo te ,
  amara mate prerna dayk chhe.

 16. Anila Amin says:

  સ્નેહીશ્રી સન્ધ્યાબહેન,

  તમારો લેખવાચીને હુતો અનરાધાર આસુએ પૂરો લેખ વાચતા સુધી રડતી રહી. થોડી વાર સુધીતો શુ લખવુ કાઈજ ન સુઝ્યુ

  પણ લખ્યા વગર રહેવાય એમેય નથી તમારા દીકરાના જેવાજ પૂરેપૂરા યથાતથ લક્શણો ધરાવતો મારો દીકરોછે . એ ઈન્ડિયામા

  છે અને હુ ચાર વર્શથી અમેરિકા દીકરીને ત્યા આવીછુ અહીયા જરાય નથી ગમતુ પણ દીકરીયે જવા નથી દેતી.તમારો લેખ

  વાચ્યા પછીતો હવે મન ઝાલ્યુ રહેતુ નથી શન્કાકુશન્કાઓથી મન વ્યાકુળ થઈ જાયછે માનવી એ વિધિના હાથનુ એવુ પ્યાદુછે કે

  સદ્ ગુણુનુજ્ઞાન છતા એની આગળ કશુ કરી શકતુ નથી પ્રભુ તેના આત્માને શાન્તી અર્પે અને તમને આવી પડૅલા દુખને

  સહન કરવાની શક્તિ આપે એજ પ્રભુને પ્રાર્થના.

 17. Dipti Trivedi says:

  જન્મ થાય ત્યારે જીવન વિશે કંઈ જ ખબર નથી હોતી. . બસ , એક જ ખબર હોય છે , નામ છે તેનો નાશ છે, પણ સમય આવ્યે દરેક વખતે ઊમરના બાધ સિવાય માણસ આ ઘટનાને મુશ્કેલીથી જ જીરવતો હોય છે . જ્યારે આ તો હજુ જીવનની શરુઆત કહેવાય એવી કસમયની ઘટના. સંધ્યાબેનના પરિવારને મનની શાંતિ મળે તે માટે પ્રાર્થના.
  એક તબક્કે વાંચતી વખતે બ્રેઈન ડેડ આવ્યું ત્યારે થયું કે કદાચ અંગદાન જેવો નિર્ણય લેશે કે શું?

  • Dipti Trivedi says:

   ત્રણ દિવસ દરમિયાન રોહનના મિત્રોએ બારડોલી અને સુરતને એક કરી દીધું હતું. તરુણ વયના આ ચહેરાઓ ઉપર આટલી ગંભીરતા મેં પહેલી જ વાર જોઈ હતી. અકસ્માતથી શું થઈ શકે તેનો ખ્યાલ પહેલી જ વાર તેમને આવ્યો હતો અને મૃત્યુ સાથે ઓળખાણ રોહન દ્વારા તેમને થઈ હતી.—–આના પરથી તે બધાં અને આ વાંચનાર બધાં પણ પોતાના તરફથી સલામત ડ્રાઈવીંગ માટે સજાગ રહે એવું ઈચ્છીએ.

 18. Sandhya Bhatt says:

  આપ સૌની સાથે સ્વ્જન જેવો નાતો અનુભવું છું. આટલા બધાં હ્રદયસ્પર્શી પ્રતિભાવ વાંચીને કોણ કહી શકશે કે લાગણી મરી પરવારી છે?મારા કારણૅ તમને રડવું આવ્યું, તે જાણીને મને દુઃખ થાય છે. મા-પુત્ર વચ્ચેના સંબંધો વિશે સંતાનોમાં સમજણ આવે અને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાય અને વર્તમાનને જીવતા થઈએ તે અપેક્ષિત છે.

  • nayan panchal says:

   સંધ્યાબેન,

   તમારે દુઃખ લગાડવાની જરૂર નથી. તમારી આ પુસ્તક લખવાની ભાવના બીજાને દુઃખી કરવાની નહીં પરંતુ તેમનુ દુઃખ હળવુ કરવાની છે. આવુ જ્યારે થાય ત્યારે પ્રથમ વિચાર એમ જ આવે કે “મારી સાથે જ કેમ?”. પરંતુ આપણે એકલા નથી. મૃત્યુ ગમે ત્યારે ગમે તે પરિવાર પર ત્રાટકી શકે છે.

   આ લેખ વાંચતી વખતે અમારી આ હાલત થઈ છે તો તમારી આ લખતી વખતે શી સ્થિતી હશે તેનુ અનુમાન પણ થઈ શકે એમ નથી.

   તમારો આભાર.
   નયન

 19. Hetal says:

  can’t find words for comment- It reminded me – when my cousin passed away 6 months ago- leaving her 13 year daughter and 3 year old son behind- He still thinks that mom has gone to the hospital as she is sick and she will be back once she is OK. They did his Barbary ( mundan) last month and while getting ready he asked his dad- Can mom recognize me – if i wont have any hair? What can he say? I can’t imagine the pain when loved ones leave us.

 20. DEEPA says:

  પ્રિય સન્ધ્યાબેન્,
  તમારા લેખમા મારી સતર વરષ પહેલાની પીડાનુ પ્રતિબિબ છે.ભગવાન તમને શક્તી આપે અને ઍના આત્માને શાન્તી.
  આગળ લખવાની શક્તી નથી.

 21. Vaishali Maheshwari says:

  Really, no words for comments on reading this. May Rohan’s soul rest in peace and May God give you enough courage to accept this bitter truth in your life Mrs. Sandhya.

 22. જય પટેલ says:

  રીડ ગુજરાતી પરિવારના સભ્યના જીવનમાં ઝંઝાવાત ફૂંકાય ત્યારે આંખો ભીની થયા વગર રહે ?

  આજે અભિપ્રાય માટે શબ્દો પણ સાથ આપતા નથી..!!
  શોલે ફિલ્મનો એક સંવાદ..
  એ.કે.હંગલઃ માલૂમ હૈ દૂનિયા કા સબ સે બડા બોજ ક્યા હૈ ?
  બાપ કે કંધો પર બેટે કા જનાજા…દૂનિયાનું સૌથી મોટું દુઃખ.

  દૂનિયાના સૌથી મોટા આ આઘાતને કોઈ શબ્દો પણ ઓછા કરી શકતા નથી અને તેથી જ આજે ફક્ત પ્રાર્થના જ.
  સંધ્યાબેન…આપને જ્યારે રોહનની યાદ આવે ત્યારે ઈશ્વર આપને દુઃખ હળવું કરવાની શક્તિ આપે એવી પ્રભુઅરજ.

 23. Sapan Shah says:

  સંધ્યા માસી,

  આપને કોટિ કોટિ વંદન.

 24. Riti says:

  ગઈકાલે લેખ વાચ્યો પણ લખવાની હિંમંત નહોતી. અમારી લાગણી તમારી સાથે છે જ હંમેશા.

  રીતિ.

 25. pragnaju says:

  ઉપરોક્ત અકસ્માત અમારાથી પણ ભૂલાતો નથી .પ્રો સંધ્યાબેને આ ઘટનાના વિચારબીજમાંથી ‘તારું ચાલી જવું.’ વિષયને અનુલક્ષીને પોતાનું ચિંતન આ પુસ્તકમાં આલેખ્યું તે બદલ ધન્યવાદ.આ આલેખનથી આવા અનુભવમાંથી પસાર થતાને સાંત્વન મળશે.અમારી સમક્ષ આવી ઘટનાઓ યાદ આવે છે.
  અમારા કુટૂંબમા અકસ્માતની નવાઈ નથી.ચિ યામિનીને આણંદ ચોકડીએ થયેલ અકસ્માતમા બચી અમદાવાદમા નૃત્ય નાટિકા કરી ત્યાંરે આવી ઘટના કલ્યાણકારી લાગી .છેલ્લે ચિ યામિનીને સૂરતમા થયેલ અકસ્માતમા તો
  चिपक रहां है बदन पर लहुं से पैराहन
  हमारी जेब को अब हाजत-ए-रफ़ू क्या है? અને એ લોહીથી લખાયું ગઝલનુ પુસ્તક-ફૂલ પર ઝાંકળના પત્રો અને નાટકો…
  પણ આ જીવલેણ અકસ્માત આટલા વર્ષે પણ ભૂલાતો નથી.’ બીસ્મીલને બીસ્મીલકો થામ લીયા’
  બરોબર સોળ વર્ષો પહેલા સપટેંબર ૧૯૯૪ના એ ગોઝારા દિવસે અમારી વ્હાલી પૌત્રી નેહાને જીવલેણ અકસ્માત થયો.તેનું માથું છુટું પડી સામેની બસની લાઈટની જગ્યામા ભરાઈ ગયું અને ધડ રસ્તા પર તડફડતું શાંત થઈ ગયું.અમારી દિકરી છાયાને દીલ્હિની હોસ્પીટાલમાં સારવાર અપાઈ અને તે સારી થઈ.એ દિવસોમાં અમે તેની સાથે રહ્યાં.સુરતમાં પ્લેગ ફાટી નીકળ્યાની વાત આવી ગમગીન વાતાવરણમા આ કવિતા લખાઈ
  Lift her Oh! With tender care,
  For she a bud of Jasmine is ;
  Oh! Take her not to the funeral pyre,
  Long did she pine for God�s decree.
  Nay; cover not with flowers her softness sweet
  Lest She w�d get hurt with pressure and reed,
  Shed not the bitter tears of selfish greed,
  For sweeter than honey her sweet heart is.
  On the parting procession sing prayers she sang.
  Be laden with virtues, leave deep bereavement,
  From there let her part on her self-select path,
  For God is waiting her kind kindled heart.
  Her love so amazing, her soul realized,
  Sweet Neha be one with her love divine.
  બીસ્મીલને બીસ્મીલકો થામ લીયા…
  વિચાર આવે કે…
  લાખો જાનવરો દબાઇ, ખડકો વચ્ચે બન્યાં ઇંધણો.
  ચાલે ચક્ર બધાંય વાહન અને ઉદ્યોગના તે થકી.
  ક્યા સુધી ટકશે બધાંય ઝરણાં શક્તી તણાં આ અરે!
  સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં.
  આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
  વ્હાલા સુરજ દેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે.
  અને અહીં અમેરિકામા થયેલ અકસ્માત
  એક અકસ્માત – અમેરીકામાં
  મારી પુત્રી રોમાં, મિહીર, અને હું મૅરીલૅન્ડ,એલીકટસીટીથી આગળ હાઈવે ઉપરથી કલાકના ૬૫ માઇલની ઝડપે પુરપાટ પસાર થઈ રહ્યા હતા. સાંજનો સાત વાગ્યાનો સમય હતો; અને અમારે હજુ ત્રણ કલાકનું ડ્રાઇવીંગ કરીને ન્યુજર્સી છેક નૈઋત્ય છેડે પહોંચવાનું હતું. અમારી આગળ બીજી ચાર કારો પણ, રસ્તા ઉપર પાણીના રેલાની જેમ દોડી રહી હતી. અમારી ગાડીના ટેપ રેકોર્ડરમાંથી આબેદાનું સુફી ઇશ્કે કક્કીકીનું મધુરું ગીત રેલાઈ રહ્યું હતું. અમે આ ગીતોને માણતાં, આનંદથી મુસાફરી કરી રહ્યા હતા.
  ત્યાં જ રોમાએ લાલ સીગ્નલ પર ગાડીને બ્રેક મારી..પાછળની ગાડી અમારી ગાડી સાથે અથડાઇ. અમારી કારનો પાછળનો ભાગ ગોબાયો. આમ કેમ બન્યું, તેની મને કાંઇ જ ખબર પડી નહીં. હૃદયના ધડકારા થોડાક શાંત પડ્યા.
  આથી અમે કાર બંધ કરી બેસી રહ્યા.બહાર નીકળ્યા. અમારી કારનો આગળનો ભાગ ખાસ્સો દબાઈ ગયો હતો . ત્રણેક સેકંડમાં આ ઘટના બની ગઈ અને અમે રસ્તા પરના એક અકસ્માતના ભાગીદાર બની ગયા.
  અમારામાંથી કોઈકે સેલફોનમાંથી ૯ ૧ ૧ નંબર લગાવી પોલીસને ફોન કર્યો હશે; એટલે ત્રણેક મીનીટ પણ નહીં થઈ હોય; અને રંગબેરંગી લાઈટોના ઝબકારા મારતી બે પોલીસકારો પુરઝડપે આવી પહોંચી અને અમારી કારની પાછળ આવીને ઉભી રહી ગઈ. તેમાંની એકમાંથી એક પોલીસમેન બહાર આવ્યો. તેણે સૌથી પહેલાં અમને પુછ્યું કે, અમે સલામત છીએ કે નહીં? ત્યાર બાદ એક પછી એક બધી કારના માણસોને તે પુછી વળ્યો કે, કોઇને કાંઈ ઈજા થઇ છે ખરી?
  પાછળની ગાડીની બાઇને તેણે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ચીંતા ન કરે.
  આ દરમ્યાન તેની સાથેના બીજા પોલીસમેને ટ્રાફીક કન્ટ્રોલ કરવાનાં પગલાં લઈ લીધાં હતાં. નારંગી અને સફેદ રંગના પટાવાળા ડઝન જેટલા શંકુ આકારના સાઈન બોર્ડો લગાવી, તેણે અમારી લેન ઘણી આગળથી બંધ કરી દીધી હતી. બેય જણાએ કોઈ ખોટા ઉશ્કેરાટ વગર પોતપોતાનું કામ પતાવી દીધું હતું.
  આટલી વાત પાચેક મીનીટ માંડ ચાલી હશે, ત્યાં તો પુરઝડપે ઝબકારા મારતી બે એમ્બ્યુલન્સ વાનો આવી પહોંચી. સાથે એક લ્હાયબંબો પણ હતો. પોલીસની બીજી ત્રણ કારો પણ હતી. એકની ઉપર ‘શેરીફ’ નું નામ ચીતરેલું હતું. તેમાં કોઈ મોટો અમલદાર બેઠેલો હતો..અમારી કારની પાછળ આ બધું હાઉસન જાઉસન ખડું થઈ ગયું.
  પહેલી એમ્બ્યુલન્સમાંથી પ્રાથમીક સારવારના નીષ્ણાત જણાતા, ત્રણ માણસો પેલી બાઈની પાસે તરત પહોંચી ગયા અને તેને પ્રાથમીક સારવાર આપવાની શરુઆત કરી દીધી.
  હવે પેલા પોલીસ ઓફીસરે આ બનાવ શી રીતે બન્યો તેની વીગતવાર તપાસ કરવાની શરુઆત કરી. બધાને શાંતીથી સવાલો પુછવા માંડ્યા અને કાગળોમાં લખવા માંડ્યું.
  આટલાંમાં તો ઉપર એક હેલીકોપ્ટર આવી પહોંચ્યું. અમે ઉભા હતા તેની આજુબાજુ આકાશમાં ચકરાવા લેવા માંડ્યું. તેમાંથી અત્યંત તીવ્ર ઉજાસ વાળી સર્ચલાઈટ વડે તેણે અમારા આખા વીસ્તાર પર જાણે કે, મધરાતે સુરજ ઉગ્યો હોય તેવો પ્રકાશ પાથરી દીધો. પણ નીચેની પેલી એમ્બ્યુલન્સમાંથી કોઈએ તેને ખબર આપી હશે કે, ઘવાયેલી વ્યક્તીની હાલત ખાસ ગંભીર નથી; એટલે તે હેલીકોપ્ટર પાછું જતું રહ્યું.
  પેલી બાઈને સ્ટ્રેચર ઉપર સુવાડી; તેને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તેવી, ઓક્સીજનના બાટલા અને નાળચાની વ્યવસ્થા કરી; તેને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. તેની સાથેના માણસોને પણ સાથે બેસાડી દીધા. તરત જ પુરઝડપે તે એમ્બ્યુલન્સ હોસ્પીટલ જવા ઉપડી ગઈ.
  થોડીક વારમાં તો નુકશાન પામેલી કારોને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ત્રણેક ટો કરવાની ટ્રકો પણ આવી પહોંચી. ત્યાર બાદ બીજી બધી કાયદાકીય વીધી પતાવતાં કલાકેક થયો હશે. અમને બધાંને વીમા માટેના જરુરી કાગળો અપાઇ ગયા. અમને કહેવામાં આવ્યું કે, જેમની કારો ચાલી શકે તેમ નથી; તેમને આપેલા કાગળો બતાવતાં, કાર રેન્ટલ એજંસીમાંથી વીના મુલ્યે, અને કોઈ તકલીફ વગર અવેજીની કારો મળી જશે. .
  * * * * * * *
  સૌને થશે કે સમૃદ્ધ દેશમાં આવું બધું તો હોય – તેમાં શી નવાઈ?
  પણ આખી ટોળીની શીસ્તબદ્ધતા, અને કોઇ જાતના ગભરાટ કે ઉશ્કેરાટ વગરનું તેમના કામોનું આયોજન દાદ માગી લે તેવું હતું. અને પેલા સૌથી પહેલાં આવેલા પોલીસમેને બીજું કશું જાણવાની પંચાત કર્યા વગર, અમે સલામત તો છીએ કે નહીં – તે જ્યારે પુછ્યું ત્યારે અમને એ દેવદુત જેવો લાગ્યો હતો.

 26. Ashish Dave, Sunnyvale, California says:

  We will remember Rohan in our prayers…

  Ashish Dave

 27. Smita Parekh Surat. says:

  પ્રિય સન્ધ્યાબેન્,
  શુ લખુ? આંખ ભીની થૈ ગઇ છે.રોહનને કદી જોયો નથી,પણઆંખ સામે તમારા લેખ દ્વારા ઊભો છે.
  બસ આ પુસ્તક માટે ખુબ ખુબ શુભેચ્છા.

 28. Dhiren Shah says:

  No words enuf to describe how well this emotional article is!
  Almost brought tears in my eyes…

  May God bless with courage to you and all who faces such situation…

 29. સુપર્બ…. કોઇ પણ ઑળખાણ વગર રડાવે તેવિ સત્યઘટ્નાઓના સન્ગ્રહ માટૅ સન્ધ્યાબેન અભિનન્દનના અધિકારિ છે.

 30. Rajesh J natapur says:

  ખુબ જ દુ:ખદાયક ઘટના..
  રોહનના આત્માને પ્રભુ શાંતિ આપેં..

 31. kamini says:

  ભગવન આવુ દુખ કોઇ ને ન આપે આવા સમય અએમ થાય કે ધરતિ સમાવિ લે આપ્ને એક મા ને મન તો આ આધાત અસહ્ય
  થઇ પદે

 32. Dipak says:

  ભગવાન તેના આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના. બીજા શબ્દો શુ લખવા ? ઔમ શાન્તિ શન્તિ.

 33. bhaumik Trivedi says:

  પહેલી વાર આજે શબ્દો નથી મળી રહ્યા.. may god bless his soul and give you strength

 34. માસી,
  આમ જુઓ તો મારી પણ એવિ જ હાલત છે. ફર્ક માત્ર એટલો જ છે કે તમે તમારો દીકરો ખોયો છે અને મે મારો આખો પરીવાર…….
  હુ આપની હાલત સમજી શકુ છુ. હુ મારી હાલત બિજા ને કહિ શકુ એવુ મારી પાસે કોઇ માધયમ નથી….

 35. karanbhatt says:

  કોઇ શબ્દ નથી..
  ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાતપૂર્ણમુદચ્યતે,
  પૂર્ણસ્ય પૂર્ણમાદય પૂર્ણમેવા વશિષ્યતે.

 36. Oh Dear,No words will be enough! I salute your inner strength…That is all I can say!May God give you strength,& May Rohan’s soul rest in peace.Amen.

 37. Sandhya Bhatt says:

  આપ સૌના પ્રતિભાવ માટે આભારી છું. આપસૌની જેમ મારી પાસે પણ શબ્દો નથી.

 38. Patel Dharmendra N. says:

  ભગવાન તેના આત્માને શાન્તિ આપે તેવી પ્રાર્થના. બીજા શબ્દો શુ લખવા ? ઔમ શાન્તિ શન્તિ.

 39. paresh ratyhod says:

  જિવન મા સ્વજન નુ આમ અચાનક ચાલ્યા જવુઆપ્ન કોઇ સ્વજન નિ યદ તજિ કરિ દે ,કે આપના સ્વજ્નનિ મહ્તતા આપણ ને સમજાવે ,ભિનસ ભરિ આન્ખો ઘનુ કહિ જય

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.