Archive for October, 2010

હવાથી પણ છૂટીએ – સુધીર પટેલ

કશું ના જોઈએ ચાલો, કશાથી પણ છૂટીએ; અમસ્તું એટલું છે, એટલાથી પણ છૂટીએ ! નદી માફક વહીએ, બોજ ના કોઈ લહીએ; રહીએ ત્યાં વસીએ નહિ, જગાથી પણ છૂટીએ ! ફરીએ પંખી જેવું ડાળ ડાળે, પાંદ પાંદે; અખિલમાં એવું ભળીએ કે બધાથી પણ છૂટીએ ! રહે ના કોઈ વળગણ ને હટે સૌ એમ અડચણ, ભરીએ શ્વાસ […]

હવાના હોઠ પર – ફિલિપ કલાર્ક

બંધ બારી બારણે બેઠા હતા, કે અનોખા તારણે બેઠા હતા. ના કદી જેનું નિવારણ થૈ શક્યું, એક એવા કારણે બેઠા હતા. જોત જોતામાં થયું મોં સૂઝણું, સ્વપ્નના સંભારણે બેઠા હતાં, પથ્થરો ક્યારેક તો ગાતા થશે, એમ સમજી બારણે બેઠા હતા. કોક કોમળ કંઠથી ગઝલો સરે, રંગ ભીના ફાગણે બેઠા હતા. હૂંફ જેવું વિશ્વમાં વ્યાપી ગયું, […]

જય ભૂમિ ગુજરાત – પ્રજ્ઞા પટેલ

સૂરજ ઊગે, હૈયે સોનેલ અજવાળાં પથરાય ધન-ધાન્યે લચેલાં ખેતર અહીં લહેરાય જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત. નરસિંહ, નર્મદ, ન્હાનાલાલે તપ કીધાં ભક્તિ-સેવાના સૂર સદાયે અહીં પડઘાય જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત. ડાકોર, દ્વારિકા, અંબે, હૈયે ગુંજતાં નામ ગિરનાર ગરવો, ગગને સાદ સદા સંભળાય જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત. કલા, શૌર્ય ને સાહસ […]

અંધારું અને પ્રેમ – રમેશ આચાર્ય

હું અંધારાના પ્રેમમાં છું, આ વાતની જ્યારે મને જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કહેવો હોય તો એને પ્રથમ દષ્ટિનો પ્રેમ કહી શકાય. મારી બાએ રૂની વાટથી પાડેલી મેશનું મને પ્રથમ આંજણ કર્યું ત્યારે એની શરૂઆત થઈ. કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે મારો અંધારા સાથેનો પ્રેમ આગળ વધ્યો. બચપણમાં પાછળથી આવી મારા […]

સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-1) – મૃગેશ શાહ

[‘સંસ્કૃતસત્ર-11’નો વિસ્તૃત અહેવાલ આજે પ્રકાશિત કરવામાં આવે છે. કેટલાક કારણોસર જો કે તેમાં વિલંબ થયો છે; પરંતુ તે છતાં સંપૂર્ણ સત્રના તમામ વક્તવ્યો આવરી લેવાયા છે તેનો આનંદ છે. આ લેખ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. જે વાચકમિત્રો તેની PDF ફાઈલ (કુલ પાન : 80) ડાઉનલોડ કરીને વાંચવા ઈચ્છતા હોય, તેઓની માટે લેખના અંતે તેમજ ‘ડાઉનલોડ’ […]

સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-2) – મૃગેશ શાહ

[ ભાગ-1 થી આગળ….] કઠોપનિષદ – હરિરામ આચાર્ય સૌથી પહેલા આ કૈલાસ ગુરુકુળની ભૂમિને હું પ્રણામ કરું છું, જ્યાં મને પહેલીવાર આવવાનું સૌભાગ્ય મળ્યું. હું એટલી સ્પષ્ટતા કરી દઉં કે ન તો હું વેદજ્ઞ છું કે વેદાંતજ્ઞ છું, ન તો દાર્શનિક છું. સાહિત્યના અભ્યાસમાં રત રહું છું અને એ અભ્યાસના પુણ્યપ્રતાપે પંડિતોની વચ્ચે બેસવાનો મને […]

સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-3) – મૃગેશ શાહ

[ ભાગ-2 થી આગળ…] બૃહદારણ્યકોપનિષદ – વિજય પંડ્યા પૂ.બાપુને પ્રણામ, આપ સૌને વંદન, મારી સાથેના વક્તાઓને નમસ્કાર. એક અડાબીડ અરણ્ય છે. બૃહદ અરણ્ય છે. એમાં ક્યાંક એક જ પ્રકારના વાંસના વૃક્ષોનું ઝૂંડ ઊગી નીકળ્યું છે. બીજી તરફ વડની વડવાઈઓનું મોટું વટવૃક્ષ છે. ત્રીજી તરફ ઝાડી-જાળા, વેલીઓ પણ છે. ક્યાંક સુંદર વનરાજીવાળું ઉપવન પણ છે. આવું […]

મારું વતન પેટલાદ – શ્રદ્ધા ત્રિવેદી

[ શ્રી રોહિત શાહ દ્વારા સંપાદિત ‘વહાલું વતન’ પુસ્તકમાંથી સાભાર.] મારું જન્મસ્થળ અને વતન પેટલાદ. ખેડા જિલ્લાનું નાનકડું ગામ. મહાનગરની ઝાકઝમાળ વચ્ચે પણ એ નાનકડા ગામનો દીવો હજીયે શાંત રીતે અજવાળ્યા કરે છે. એ ગામ પણ ગમતું અને ઘર પણ. ત્યાં એક તળાવ છે. એને આજે પરમાણિયું કહે છે. એમ કહેવાય છે કે પાંડવો ત્યાંથી […]

મારો કેડો ક્યારે છોડશો ? – વિનોદિની નીલકંઠ

[ શ્રી સુકુમાર પરીખ દ્વારા સંપાદિત ‘વિનોદિની નીલકંઠના નિબંધો’માંથી સાભાર.] હશે તો સ્વપ્નું જ પણ હું જાણે જાગૃતાવસ્થામાં જ તેને જોઈ રહી છું, એવો મને ભાસ થયો. મારા ઘરના અભ્યાસખંડમાં બેઠી-બેઠી લખી રહી હતી ત્યાં તેણે પ્રવેશ કર્યો. આશ્ચર્યથી હું તેને જોઈ રહી. અગાઉ હું કદી તેને મળેલી ન હતી. હતો તો તે સાવ અજાણ્યો, […]

નો પ્રૉબ્લૅમ – રોહિત શાહ

[સમાજમાં ઘણા પ્રશ્નો અને સમસ્યાઓને મોટે ભાગે એક જ દષ્ટિથી જોવાતાં હોય છે. એમ થાય છે ત્યારે ધર્મ ક્રિયાકાંડોમાં બદ્ધ થઈ જાય છે, સ્ત્રીઓમાં રહેલી ખોટી બાબતો પ્રત્યે ટકોર કરવાને બદલે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે, સમસ્યાઓનો સામનો કરવાને બદલે અંધશ્રદ્ધામાં વધારો થાય છે. આ બધા સામે લેખક સમાજીક પ્રશ્નોના સરળ ઉકેલ માટે આ પ્રશ્નોની બીજી […]

નવ્વાણું લઘુકથાઓ – મોહનલાલ પટેલ

[‘નવ્વાણું લઘુકથાઓ’ પુસ્તકમાંથી ત્રણ લઘુકથાઓ અહીં સાભાર પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સત્યેન મહેતાનું મકાન નોકરી પર ચઢ્યા પછી પહેલો પગાર હાથમાં આવ્યો, એ દિવસે સત્યેન્દ્રભાઈ બજારમાંથી લોખંડનો એક મજબૂત ડબ્બો ખરીદી આવ્યા. એના ઢાંકણાને એમણે રેણથી બંધ કરાવી દીધું હતું અને ઉપર એક ફૂટપટ્ટી દાખલ થઈ શકે એવો […]

અનહદ અપાર સાથે – દિલીપ જોશી

તાજાં હવાને ઝોંકે માદક સવાર સાથે પમરી ગયો છું પળમાં એના વિચાર સાથે. એની કૃપા મળે તો જીવી જવાય હરપળ, પોતાની જીત સાથે પોતાની હાર સાથે. આંખો મીંચું કે પ્રગટે બ્રહ્માંડ મારી સન્મુખ, નાતો રહ્યો છે એવો અનહદ અપાર સાથે. આવેગ જ્યાં અહર્નિશ ઊર્જા રૂપે પ્રસરતો, સંધાન છે અજાયબ ઈશ્વરના દ્વાર સાથે. ઘંટારવે શિખર પર […]

બને, એમ પણ બને – પ્રફુલ્લ રાવલ

ખૂબ ખાંખાંખોળાં કર્યાં મેં મારામાં ……………. પણ ના મળ્યું તે ના જ મળ્યું હશે તો ક્યાં હશે ! ……………. મળશે કે નહીં ? કે પછી શોધ્યા જ કરવું પડશે આથમતી ક્ષણ સુધી ? ટોળામાં ખોવાયેલાં ઘેટાંને ……………. ટોળામાં જ શોધવાનું હોય ને ?! ક્યારેક ઘેટું મળે તો ટોળું ન મળે ને ટોળું મળે તો ઘેટું […]

લે, પપૂડા, કેરી ! – રમણલાલ સોની

[તાજેતરમાં પુનઃમુદ્રિત થયેલ બાળવાર્તાના પુસ્તક ‘ગલબા શિયાળનાં પરાક્રમો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ગલબો શિયાળ વાદીલો હતો. કોઈ ગાય તો એને ગાવાનું શૂર ચડે, કોઈ દોડે તો એને દોડવાની ધૂન લાગે. એ હંમેશાં એવું જ માને કે બધું મને આવડે […]

તરી તો જુઓ – જીવણ ઠાકોર

[‘નયામાર્ગ’ સામાયિકમાંથી સાભાર.] ખુરશીદાસો બજારે ફરી તો જુઓ, ખુદના હાથે ખરીદી કરી તો જુઓ. સાગર આ મોંઘવારી તણો ગાજતો, સીધા-ટૂંકા તરાપે તરી તો જુઓ. ના આપો લાલચો રોજગારી તણી, બેકારીને તમે કરગરી તો જુઓ. જીવે છે કેમના આ ગરીબો હજી ? વગડે જઈને તણખલા ચરી તો જુઓ. સમસ્યા જળની અમે તો ગળે પાળતા, ‘જીવ’ ! […]

ટાઢ – ધીરુબહેન પટેલ

[‘વાર્તાવિશ્વ’ પુસ્તકમાંથી સાભાર.] ‘કેમ’લ્યા ! ઊંઘ નથી આવતી ?’ નાથાકાકાએ બાજુની ખાટલીમાં થતી સળવળ જોઈને પૂછ્યું. હમણાંના એ જરા નરમ અવાજે બોલતા હતા. હમણાંની કેટલીયે વાતોની જેમ એ નરમાશ હીરિયાથી જીરવાતી નહોતી. નાથાકાકા પહેલાંની જેમ એને વાતે વાતે ઘરચિયું ઘાલીને ઢીબી નાખતા હોય તો બહુ સારું લાગે, પણ એ એવું કરતા નહોતા. કોઈ એવું કરતું […]

દિવાળીના દિવસમાં દોડધામ – મધુસૂદન પારેખ

[દિવાળીના ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌ ઘરોમાં સાફસફાઈ જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ આ સાફસફાઈમાં પતિદેવોને જોતરવામાં આવે તો કેવું રમખાણ થાય, તે પર આધારિત હળવો રમૂજી લેખ અત્રે અખંડ આનંદ (દીપોત્સવી અંક)માંથી સાભાર પ્રસ્તુત છે.] દિવાળીના દિવસો ડોકિયું કરવા માંડે એટલે ગૃહિણીઓને શૂર ચડે છે. સામાન્ય દિવસોમાં ચંદ્રિકા જેવી શીતળ દિવાળીનાં દર્શન […]

માણસે માગેલું વરદાન – દિનકર જોષી

[સત્ય-અસત્ય અને પાપ-પુણ્યની હૃદયસ્પર્શી વાતો પર આધારિત વિચારપ્રેરક નિબંધોના પુસ્તક ‘માણસે માગેલું વરદાન’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ] [1] પાપ પણ […]

ઉપરવાળાની મરજી – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] ‘…..કાં શેઠ, કેમ છો ?’ બપોરના દોઢ વાગે માર્કેટની દુકાનમાં ગાદી-તકિયે અઢેલીને ઝોકું ખેંચતા હડાણાના નરશી ખીમજી ઠક્કરની બાજુમાં સરકીને જ્યારે વાલકાએ એના કાનમાં ખબર-અંતર પૂછ્યા કે નરશી શેઠ ચમકીને બોલી ઊઠ્યા : ‘હેં ? હા…. હા.. કોણ વાલકો !? ક્યારે આવ્યો ?’ ‘આપણા અને વરસાદના આવવાના કોઈ દી’ ઠેકાણાં હોય […]

એક નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, અનિવાર્ય સંજોગોને કારણે (Laptop Theft) બુધવાર સુધી નવા લેખો આપી શકાશે નહિ, તેમ છતાં લેખોનું નિયમિત પ્રકાશન પુનઃ ઝડપથી શરુ થઈ શકે તેવી કોશિશ કરવામાં આવશે. અસુવિધા બદલ માફી ચાહું છું. જે વાચકમિત્રોએ ઈ-મેઈલ દ્વારા પત્રવ્યવહાર કર્યો હોય તેમણે પ્રત્યુત્તર માટે ગુરુવાર સુધી રાહ જોવા વિનંતી. વધુમાં જણાવવાનું કે સંસ્કૃતસત્રનો વિશેષ અહેવાલ આગામી […]

ઉરધબકાર – ઈન્દ્રવદન નરોત્તમદાસ દેસાઈ

[સ્વ. કવિ શ્રી ઈન્દ્રવદન નરોત્તમદાસ દેસાઈ (ડૉ. દિવ્યેન્દ્ર)ના ગુજરાતી સામાયિકોમાં પ્રકાશિત થયેલા કેટલાંક કાવ્યોનું સંપાદન કરીને તેમના સુપુત્રે ‘ઉરધબકાર’ નામે આ કાવ્યસંગ્રહ તાજેતરમાં પ્રકાશિત કર્યો છે. આ સંગ્રહ વેચાણ માટે ઉપલબ્ધ નથી, પરંતુ તેના પ્રાપ્તિસ્થાનની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ કાવ્યસંગ્રહ મોકલવા માટે મુંજાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.] [1] માનવી ! કર […]

કઠપૂતળી – વિવેક કાણે ‘સહજ’

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘કઠપૂતળી’માંથી સાભાર. આપ કવિ શ્રી વિવેક કાણેનો (વડોદરા) આ નંબર પર +91 9923588220 અથવા આ સરનામે vsahaj@gmail.com સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મકરંદભાઈ મુસળેનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલોના અંતે આપવામાં આવી છે.] [1] મારી, ને તમારી, અને હરકોઈની ઈચ્છા માણસના થતા જાય […]

દષ્ટિ કરતું નથી – યોગેશ સામાણી ‘ઉત્સવ’

શહેરમાં કોઈ સાલું સમજતું નથી, કે જીવન આજનું કાલ મળતું નથી ! આપ તો સાહ્યબીને જ વળગી રહ્યા, આપને કોઈ દિલથી વળગતું નથી ! ના ખપે, ના ખપે, એ હૃદય ના ખપે, જે કદી બુદ્ધિ જોડે ઝઘડતું નથી ! તોય દિલ, મોત સુધરી ગયાનું સમજ, લોક રડતું નથી કિન્તુ હસતું નથી ! ભર બપોરેય અંધાર […]

સૂતા રહ્યા – ઉર્વીશ વસાવડા

આ બધી ચિંતાઓ રાખી બારણે સૂતા રહ્યા ના જગાડ્યા કોઈએ ને આપણે સૂતા રહ્યા આંખમાં આવી અનર્થો એ જ તો સર્જે બધા સ્વપ્ન સૌ રોકી દઈને પાંપણે સૂતા રહ્યા હાથ બાળી કોક અજવાળું કરે, પણ આપણે જાત બાળી આખ્ખે આખી તાપણે સૂતા રહ્યા સ્હેજ ચરણોની ધૂલીથી જાગશું યુગો પછી ઝંખના એક જ હતી એ કારણે […]

મારે હાસ્યલેખ લખવો છે – ડૉ. પ્રીતિ જરીવાલા

[મુંબઈ સ્થિત ‘લેખિની’ સંસ્થાના સભ્ય એવા ડૉ. પ્રીતિબેનના મુંબઈ સમાચાર, જન્મભૂમિ વગેરે અખબારો અને મેગેઝીનોમાં પ્રકાશિત થયેલી કૃતિઓના સંકલનરૂપે પ્રકાશિત થયેલા તેમના પ્રથમ પુસ્તક ‘બીલીપત્ર’માંથી સાભાર. ‘બીલીપત્ર’ એટલે તેમની વાર્તાઓ, નિબંધ અને કાવ્યનો સમન્વય. રીડગુજરાતીને આ ‘બીલીપત્ર’ મોકલવા માટે પ્રીતિબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 22 26712250 સંપર્ક કરી શકો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.