ગાંધીડો મારો – દુલા ભાયા કાગ

[ આજે ગાંધી જયંતી તેમજ ‘વિશ્વ અહિંસા દિવસ’ના પવિત્ર દિવસે મહાત્મા ગાંધીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક વંદન કરીને શ્રી દુલા ભાયા કાગ રચિત પ્રસ્તુત કાવ્ય દ્વારા ગાંધીજીને સ્મરીએ. ‘ગાંધી ગંગા’ પુસ્તકમાંથી સાભાર.]

સો સો વાતુંનો જાણનારો
…… મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.
ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારોઃ
…….. એ….. ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
…………….. (ઈ તો) ઢાળમાં નવ ધ્રોડનારો…..

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરૂમાં આથડનારો;
ઈ…… કૂણો માખણ જેવો સાદો ને સાયલો,
………………… કાળને નોતરનારો……

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
……. સૂરજ આંટા ફરે એવડો ડુંગરો,
………………….. (ઈ) ડુંગરાને ડોલાવનારો.

ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
…… એ મારા ખોળાનો ખૂંદનારો;
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા
…………………. ઘડપણનો પાળનારો

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માતૃસ્તવનો – સંકલિત
કેટલાક કાવ્યો – સંકલિત Next »   

6 પ્રતિભાવો : ગાંધીડો મારો – દુલા ભાયા કાગ

 1. Ankit says:

  સુન્દર રચના.
  આજે ગાંધી જયંતી તેમજ ‘વિશ્વ અહિંસા દિવસ’ના નિમિતે આપણે સાચા ગાંધીજન બનિયે, નહિકે ગાંધીવાદિ.

  બાપુ આપને અમારા કોટી કોટી પ્રણામ…..

 2. Yagnesh says:

  ||નમન ગાંધીને નમન|| || ભારત માતાને ||

 3. Naresh Machhi says:

  કવિ દુલા ભાયા કાગ હોય અને એમની કવિતા હોય અને એ પણ ગાન્ધિજી વિશે..બહુ જ સરસ્.

 4. Nilesh chaudhari says:

  Vah…!!!! Very nice

 5. Anila Amin says:

  વાહ ગાન્ધી તેતો કમાલ કરી તારા ચિલે ચાલનારા ઘણા મળ્યા પણ ગાન્ધી કોઈ ના થઈ શક્યા તેનો બહુ અફસોસ

  થાયછે ખૂબ જ સર સ કાવ્ય.

 6. Jagruti Vaghela USA says:

  દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ
  સાબરમતીકે સંત તુને કર દીયા કમાલ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.