કેટલાક કાવ્યો – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર]

[1] આજે – ફિલિપ કલાર્ક

જ્યારે
બોલી શકતો ન હતો
ત્યારે મૂંઝાતો હતો,
જ્યારે બોલવું’તું
ત્યારે તક ના મળી;
જ્યારે બોલ્યો
ત્યારે કોઈ સાંભળનાર ન હતું.
આજે હું જ બોલું છું
ને હું જ સાંભળું છું !

[2] તથાસ્તુ ! – દક્ષા વ્યાસ

ભલા ભગવાન !
વેદના ના ઊંડા ઊંડા
ચાસ પાડી
ખેડે છે તું મનની ધરતીને
તેને
ફળદ્રુપ બનાવવા કાજે જ
ખરું ?
તો
પછી
તથાસ્તુ !

[3] સંજોગનો પુલ – મિલિન્દ ગઢવી ‘ગ.મિ’

ટ્રાફિક સિગ્નલ પાસે
ફૂટપાથ પર
ફૂલના ગજરા વેચતી છોકરી
આજે
ખૂબ ઉદાસ હતી.
આજે
મહાનગરપાલિકાએ
ફલાય-ઑવરને
મંજૂરી આપી દીધી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધીડો મારો – દુલા ભાયા કાગ
ત્રણ કાવ્યો – શરદ કે. ત્રિવેદી Next »   

3 પ્રતિભાવો : કેટલાક કાવ્યો – સંકલિત

 1. Sandhya Bhatt says:

  વ્યવહારિક તેમ જ આંતરજગતને સ્પર્શતાં સુંદર, લઘુક કાવ્યો.

 2. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  ખરેખર, ભગવાન મનની ધરતીને ફળદ્રુપ બનાવે છે પીડાના ચાસ પાડીને અને તેના પર જ્ઞાનનો પાક ઊગે છે. દક્ષાબેનને અભિનંદન.

  ફિલીપભાઈ, તમારા જેવો મૂંઝારો ઘણાને થતો હશે.
  મિલિન્દભાઈ, તમારી રચના વાંચીને ફિલ્મ ટ્રાફિક સિગ્નલની યાદ આવી ગઈ. એક જ વિશ્વમાં કેટલા બધા નાના નાના વિશ્વો.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.