ત્રણ કાવ્યો – શરદ કે. ત્રિવેદી

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

[1]
લાગણી એટલે
માળામાં રહેલા
ચકલીનાં બચ્ચાંની ચાંચમાં
રહેલી
ચકલીની ચાંચ !!!

[2]
ચાલ,
વરસતા વરસાદમાં
શહેરની સડક પર
જઈ પલળીએ,
શક્ય છે
કોઈ ‘માણસ’ મળી જાય.

[3]
મારા ઘરની બારી પર બેસીને
‘કા….કા….’ કરતા કાગડાને જોઈ
મને થયું:
‘ચોક્કસ આજે મહેમાન આવશે.’
હું ફટાફટ ઘર બંધ કરી
પ્હોંચી ગયો
શહેરની બીજી સોસાયટીમાં
રહેતા મારા પરિચિતને
ત્યાં
મહેમાન થઈને !?!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેટલાક કાવ્યો – સંકલિત
બે દષ્ટાંતકથા – રઘુવીર ચૌધરી Next »   

7 પ્રતિભાવો : ત્રણ કાવ્યો – શરદ કે. ત્રિવેદી

 1. ત્રણે ત્રણ સુંદર રચનાઓ ,
  લાગણીની સિધી અને સરળ વ્યાખ્યા તો ગજબ !

  કવિશ્રી મારા અંગત મિત્ર છે જેમનો મો.૯૯૦૪૨૩૧૯૦૦ છે .

 2. pradipsinh says:

  અરે યાર મજા પડી ગઈ

 3. maitri vayeda says:

  એક્દમ સુંદર …

 4. nayan panchal says:

  ખૂબ જ સુંદર. બહુ થોડા શબ્દોમાં મોટી વાતો કહી દીધી. ત્રીજી રચનાતો સત્યની એકદમ નજીક.

  કવિશ્રીને અભિનંદન.
  નયન

 5. ખુબ સરસ, દીલ બાગ બાગ થઈ ગયું, વરસાદમાં પલળવાનો આનંદ અનેરો હોય છે, શક્ય છે મારા જેવો કોઈ મોજીલો માણસ મળી જાય જે દરેક ઋતુને મન મુકીને માણે છે . . .

 6. dulari says:

  lagani etle…e rachna adbhut…

 7. ગઝલનો માણસ સારી કવિતા લખી જાણે છે.
  અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.