સાચું શું અને ખોટું શું ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[દુનિયામાં વહેમો અને માન્યતાઓનો પાર નથી. (એ જેટલા નવા બનાવવા હોય એટલા બનાવી શકાય. જેમ કે આ વેબસાઈટ પાંચ વખત ‘રિફ્રેશ’ કરવાથી ઝડપથી ખૂલે છે !!) આ પ્રકારના અર્થ વિનાના વહેમ અને માન્યતાઓનું પોસ્ટમોર્ટમ કરી તેની પાછળનો સાંપ્રત દષ્ટિકોણ સમજાવતા ડૉ. આઈ. કે. વીજળીવાળાના પુસ્તક ‘સાચું શું અને ખોટું શું ?’માંથી કેટલાક વહેમોની વાતો અહીં સાભાર લેવામાં આવી છે. વિશેષરૂપે આ પુસ્તક તેમણે ‘સ્ત્રી કેળવણી મંડળ’ માટે તૈયાર કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. સાહેબનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બાળકના જન્મ પછી માતાએ કાને બાંધી રાખવું જોઈએ, નહીંતર પવન ઘૂસી જાય

આ સાવ વાહિયાત વાત છે. આ તો પગમાં પથ્થર વાગે અને કાનનો પડદો તૂટી જાય એવો ઘાટ થયો કહેવાય. પ્રસૂતિ કે બાળજન્મની પ્રક્રિયામાં ક્યાંય પણ માતાના કાનની રચનામાં જરાપણ ફેરફાર થતો નથી. અને મધ્યકર્ણમાં તો આમેય હવા હોય જ છે, એટલે બહારની હવા ઘૂસી જવાની વાત જ સાવ ફાલતુ છે. પરંતુ આ માન્યતાના કારણે ધોમધખતા ઉનાળામાં કે અસહ્ય ગરમી તેમજ બફારાભર્યાં વાતાવરણમાં પણ પ્રસૂતાઓને સાસુમાઓ પરાણે કાન પર બંધાવતી હોય છે. પરદેશમાં આટલી ઠંડી પડે છે તો પણ ડિલિવરી પછી કાન પર કપડું બાંધવાની પ્રથા ત્યાં નથી. (કદાચ સાસુમાઓ નહીં હોય એટલે ?!) એટલે, આ રીતે કપડું બાંધવાથી કોઈ જ ફાયદો થતો નથી. હા, નુકશાન જરૂર થઈ શકે. એના લીધે માતાને ગરમીને કારણે થતાં ચામડીના રોગોનું પ્રમાણ કે અળાઈઓ આનાથી જરૂર વધી શકે !

[2] નાના બાળકને ગ્રાઈપવોટર આપવું જ જોઈએ

ગ્રાઈપવોટર અંગેની જાહેરખબરોનો મારો ટીવી પર એટલો ચાલે છે કે લગભગ દરેક માતાપિતાને એ આપવાની ઈચ્છા થઈ જ આવે. પરંતુ છેલ્લા વરસોથી આપણાં સમાજમાં વપરાતા 70 ટકાથી પણ વધારે ગ્રાઈપવોટર બ્રાન્ડ્સની સફળતાનું રહસ્ય છે એમાં રહેલો દારૂ (આલ્કોહૉલ) ! 27 બ્રાન્ડના ગ્રાઈપવોટરમાંથી 18 બ્રાન્ડની બાટલી પર લખેલું આવે છે કે દારૂનું પ્રમાણ 5 ટકા ! હવે આ પ્રમાણ અને બીયરમાં રહેલા દારૂનું પ્રમાણ સરખું જ છે. બીયરમાં પણ દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા ! હવે નીચેનું વિશ્લેષણ વાંચો :

બીયર (દારૂયુક્ત પીણું) તેમજ ગ્રાઈપવોટરમાં દારૂનું પ્રમાણ હોય છે 5 ટકા. ચાર કિલો સુધીનું વજન ધરાવતા બાળકનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 280 થી 300 મિલિલીટર. પુખ્ત વયના પ્રમાણનાં શરીરમાં લોહીનું પ્રમાણ હોય છે 5000 મિલિ લીટર (5 લીટર). બેથી ત્રણ ચમચી ગ્રાઈપવોટર આટલા વજનના બાળકને અપાય તો એના લોહીમાં દારૂનું પ્રમાણ થઈ જાય લગભગ 2 ટકા. હવે આટલું જ દારૂનું પ્રમાણ કરવા માટે પુખ્તવયના માણસે 250 મિલી લીટર બીયર પીવો પડે. એટલે એનો અર્થ એવો જ થાય કે રોજ બે કે ત્રણ ચમચી ગ્રાઈપવોટર પીતું બાળક અડધો બાટલો બીયર જેટલો દારૂ પી જાય છે !! હવે આટલો બધો દારૂ રોજ પી જતું બાળક રડવાનું ભૂલીને રમવા ન માંડે તો બીજું શું કરે ? (આટલો બીયર પીને તો મોટા લોકો પણ રમવા માંડે છે !) અને માબાપ પણ આટલા ખુશખુશાલ થઈ જતા બાળકને જોઈને પેઢી દર પેઢી આ ઉપાય અજમાવે જ ને ? પરંતુ આટલો દારૂ નુકશાનકર્તા તો છે જ. એટલે ગ્રાઈપવોટર ન આપવું જોઈએ. હા, દારૂ વગરનાં ગ્રાઈપવોટર કે સુવાના પાણીને સલામત જરૂર ગણી શકાય, પરંતુ આવી બધી ઘરગથ્થુ પ્રથાઓને તિલાંજલિ આપવી એ જ બાળકના હિતમાં હોય એવું નથી લાગતું ?

[3] શરદીવાળા બાળકને કેળાં ન અપાય !

કેમ ભાઈ ! શરદી વખતે કેળાં કેમ ન આપી શકાય ? આપી જ શકાય વળી, એનાથી શરદી વધવાની જરાય શક્યતા નથી. માંદા બાળક માટે કેળા જેવું સુપાચ્ય અને શક્તિથી ભરપૂર ફળ બીજું એકેય નથી. આપણે અહીં સફરજન ઉગતા હોવાને કારણે આપણને સફરજનનો વધારે મોહ રહે છે અને કેળા આંગણાનું ફળ હોવાથી એની કંઈ કિંમત નથી. હકીકતમાં કેળા વધારે સારું ફળ છે ! કંઈ પણ ન ખાતાં બાળકને કેળા આપવાથી એને જોઈતી શક્તિ મળી રહે છે અને એ જલદી સારું થાય છે.

[4] બે જણનાં માથા ભટકાય તો તરત જ થૂંકી નાખવું, નહીંતર મા મરી જાય !

બે જણનાં માથા ભટકાય એમાં એમના ઘરે બેઠેલી માતા શું કામ મરી જાય, એ ગળે ઊતરવું અઘરું છે ! પરંતુ આજના દિવસે પણ લગભગ દરેક વિદ્યાર્થીને આ માન્યતા ખબર હશે અને એ લોકો એનું બરાબર પાલન કરતા જ હશે ! હવે આવો વહેમ કેમ ઉદ્દભવ્યો હશે એ જોઈએ. બે જણના માથા જોરથી ભટકાય તો ઘણા લોકોને નાકના અંદરના ભાગમાં કે મગજની નીચે રહેલા હાડકાઓમાં ઈજા પહોંચી શકે. આ વખતે થોડોક રક્તસ્ત્રાવ ગળામાં થઈ શકે. જો નાકમાંથી લોહી નીકળે તો બહાર દેખાવાનું જ છે, પરંતુ ગળામાં થતો રક્તસ્ત્રાવ જો વ્યક્તિ બહાર થૂંકે તો જ ખબર પડે ! આ સામાન્ય તર્કનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હશે. જો વ્યક્તિ માથું ભટકાયા પછી થૂંકે અને લોહી દેખાય તો જલદી સારવાર થઈ શકે !

[5] પુરુષની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ફરકે તો લાભ થાય

કોઈપણ અંગ ફરકવું એ એના સ્નાયુમાં થતાં વારંવારના ઝડપી સંકોચન-વિકોચનના કારણે હોય છે. આંખનું પણ એવું જ. આંખ થાકી હોય, ઊંઘનો અભાવ હોય કે પછી બીજા એકાદ બે મગજનાં કારણો હોય તો આંખના સ્નાયુઓ આવો ફેરફાર અનુભવે છે. એને લાભ કે હાનિ સાથે જોડી દેવાનો કોઈનો તુક્કો ચાલી ગયો છે. બાકી, હકીકતમાં એવું કંઈ હોતું નથી ! (ઘણી વખત ચેતાકેન્દ્રોમાંથી આવતા વધુ પડતા ઈલેક્ટ્રીક કરંટના કારણે તેમજ ચેતા કેન્દ્રોના રોગોના કારણે પણ આવું થઈ શકે છે.)

[6] મુસાફરીએ કે સારા કામે જનાર વ્યક્તિ જો ઘરમાંથી નીકળતા જ પડી જાય કે એનું સંતુલન જાય તો એ દિવસે બહાર જવાનું મુલતવી રાખવું. (એ અપશુકન થયેલા ગણવાં)

આપણા વડવાઓની બુદ્ધિ માટે ખરેખર માન થઈ આવે એવો આ વહેમ છે. પહેલાના જમાનામાં મુસાફરીએ જતા લોકો દિવસોના દિવસો જંગલમાંથી કે અંતરિયાળ રસ્તા પરથી પસાર થતા. જો રસ્તામાં ક્યાંય તબિયત બગડે તો માઈલોના માઈલો સુધી સારવાર પણ ન મળે તેવું બનતું. એટલે ઘરથી બહાર નીકળતી વ્યક્તિ જો પડી જાય તો એને એકાદ દિવસ ખમી જવાનું કહેવાતું. એટલે એને કંઈક શારીરિક તકલીફ હોય તો ઘરે જ સારવાર થઈ શકે. અને આમેય જેમાં સંતુલન ખોરવાઈ જાય એવો રોગ એકાદ દિવસમાં તો પોત પ્રકાશે જ ! એટલે કદાચ આવો વહેમ અસ્તિત્વમાં આવ્યો હશે.

[7] આપણે આપણાં મગજનો આઠથી દસ ટકા ભાગ જ વાપરીએ છીએ !

આવું હજું પણ સબકોન્શ્યસ મગજ વિશે ભણાવતા લોકોનાં ભાષણોમાં આવે જ છે. ઘણા મત-મતાંતર ધરાવતો આ વહેમ ખૂબ ઊંડા મૂળ ધરાવે છે. બાકી, હાલમાં જ બ્રિટીશ મેડિકલ જર્નલના આર્ટિકલમાં વિવિધ સંશોધનોથી સાબિત કરાયેલ એક તારણ આવ્યું હતું. જે મુજબ મગજનો એક પણ ભાગ સાવ સુષુપ્ત હોય તેવું જણાયું નથી. અને મગજના કોઈપણ ભાગને થયેલું નુકશાન કંઈક તો ખોડ છોડતું જ જાય છે. (જે તે ભાગનો કાર્યવિક્ષેપ દેખાય જ છે.)

[8] ઝાંખા પ્રકાશમાં વાંચવાથી આંખને નુકશાન થાય છે !

આ પણ એક વહેમ જ છે. ઝાંખા પ્રકાશમાં બેસીને વાંચવાથી આંખને થોડોક પરિશ્રમ કદાચ વધારે પડે. પરંતુ કોઈપણ જાતનું નુકશાન તો નથી જ થતું. એટલે જ તો સદીઓ સુધી આપણાં માણસો રાત્રિના ઝાંખા પ્રકાશમાં ખેતરના કામ કરી શકતા. યોગ્ય પ્રકાશમાં બેસીને વાંચવાથી અક્ષરો ઊકેલવાની માથાકૂટ ન રહે અને ઝડપથી વાંચી શકાય, પરંતુ ઝાંખા પ્રકાશમાં જો ફરજિયાતપણે વાંચવાનો વારો આવે તો મૂંઝાવાની જરૂર નથી, એનાથી કોઈ જ નુકશાન થતું નથી ! (બ્રિટીશ મેડિકલ જર્નલના એક આર્ટિકલ પરથી)

[9] છીંક ખાતી વખતે ‘ભગવાન ભલું કરે’ એમ બોલવું જોઈએ !

દુનિયામાં લગભગ દરેકે દરેક ભાગમાં છીંક ખાતી વ્યક્તિએ અથવા એની બાજુમાં ઊભેલા વ્યક્તિએ આવા મતલબના વાક્યો બોલવા જોઈએ એવો વહેમ છે. આવું આખી દુનિયામાં કેમ હશે ? કારણ ખૂબ જ રસપ્રદ છે. શરીરનાં દરેક સામાન્ય કાર્યમાં એક છીંક જ એવી છે જે ખાતી વખતે એકાદ ક્ષણ માટે હૃદય પણ ધબકતું અટકી જાય છે. એનો અર્થ એવો જ કે જો એ પાછું શરૂ ન થયું તો ? અને એવું ન થાય માટે છીંક ખાતી વ્યક્તિને આશીર્વાદ આપવાની પ્રથા લગભગ દરેક પ્રજામાં પ્રચલિત બની હશે.

[10] માસિક દરમિયાન દીકરી કે સ્ત્રી જો અથાણાંની બરણીને અડકે તો અથાણું બગડી જાય !

આ વહેમ આજે પણ ગામડાઓમાં જેમનો તેમ જ હયાત છે. ભલા શરદીવાળી વ્યક્તિ અડકે તો અથાણું ન બગડે ને માસિકવાળી દીકરી અડકે તો બગડી જાય ! કોઈએ ક્યારેય લોજિક વાપર્યું જ નહીં હોય ? પણ, ઓછાયો એક એવો વિચિત્ર અને બિહામણો (છતાં અસ્પષ્ટ) શબ્દ છે કે એને કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે કે તરત જ લોકો ડરવા માંડે છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હશે. હવે તો શહેરોમાં વિભક્ત કુટુંબોમાં એક જ સ્ત્રી માતા, પત્ની, ઘરની માલકણ બધું જ હોય ત્યાં બીજું કોણ અથાણાં વગેરે ફેરવવાનું કામ કરી આપે ? તો પણ અથાણાં નથી જ બગડતા ! જે અથાણાની બરણીને કોઈ સ્ત્રી ક્યારેય ન અડકી હોય એ પણ બરાબર ન સચવાય તો બગડી જઈ શકે છે ! માટે આવા વહેમોમાં ન માનવું.

[11] કંઈ પણ સારું વિચારીએ કે બોલીએ કે તરત જ લાકડાને અડકી લેવું જોઈએ (Touch wood !)

આ વહેમ પરદેશથી પધાર્યો હોય એવું લાગે છે. આપણા કૉલેજીયન યુવક-યુવતીઓમાં (અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ભણેલાઓમાં) આ વહેમ વધારે પ્રચલિત છે. પહેલાના જમાનામાં યુરોપમાં એવું મનાતું કે લાકડામાં ખૂબ જ સારા આત્માઓનો વાસ હોય છે. એટલે જ્યારે આપણે કંઈ સારું બોલીએ કે વિચારીએ ત્યારે તરત જ લાકડાને ઠપકારવું જોઈએ, જેથી એમાં વસેલા સારા આત્માઓ આપણાં સારા વિચારોનું રક્ષણ કરે અને આપણને કમભાગ્યથી બચાવે ! આ વહેમ કોઈ જગ્યાએ નુકશાનકારક નથી લાગતો. પરંતુ આવા વહેમનું વળગણ આપણને ક્યારેક પાગલ જેવા બનાવી દે છે. એક કોલેજિયન યુવતીને આવી ટેવ હતી. એક વખત બસમાં એણે કંઈક સારી વાત કરી, પછી માંડી લાકડું શોધવા. ક્યાંય લાકડું દેખાયું નહોતું એટલે મૂંઝાઈ. બેચાર સ્ટેશન પસાર થયાં ત્યાં સુધીમાં તો એ રડવા માંડી. કારણ કે બસ બધી જગ્યાએ થોડીવાર માટે જ ઊભી રહેતી હતી. ગીર્દી પણ ખૂબ હતી. એટલે એ કોઈ સ્ટેશન પર નીચે ઉતરીને પણ લાકડાને અડકવા જઈ શકતી નહોતી. બધા એને છાની રાખવા પ્રયાસ કરવા લાગ્યા ! બસમાં વાત ફેલાઈ ગઈ એમ એ યુવતી હાસ્યાસ્પદ વ્યક્તિ બનતી ગઈ. છેવટે એક દાદા લાકડી લઈને ચડ્યા ત્યારે એની લાકડીને અડકીને એને શાંતિ થઈ ! (આ સત્યઘટના છે !) આવું ગાંડપણ આવા સામાન્ય દેખાતા વહેમનું લાગી શકે છે. એટલે આ બધાથી દૂર રહેવું જ સારું !

[12] પરદેશના કેટલાક વહેમો !!

વહેમો અને અંધશ્રદ્ધા એ માત્ર આપણો જ ઈજારો નથી ! આખી દુનિયા કોઈને કોઈ સ્વરૂપમાં એનો શિકાર રહી જ છે. યુરોપ તેમજ અમેરિકામાં ચાલી રહેલા ઢગલાબંધ આવા વહેમોમાંથી અહીં થોડાક વહેમોની વાતો કરીએ. આ વહેમો શું કામ બન્યા હશે તેનું આગળના પ્રકરણોની માફક વિશ્લેષણ નહીં કરીએ. (અને એ સંસ્કૃતિ વિશે અજાણ હોવાથી મારી હેસિયત પણ નથી !) એટલે સાચું શું અને ખોટું શું એ બાજુ પર રાખીને ફક્ત જાણવા માટે અને કંઈક અંશે હળવાશ માટે આપણે થોડાક વહેમો જોઈએ !

(ક) પાથરેલું ગાદલું રવિવારે ન વાળવું, નહીંતર ખરાબ સપનાં આવે.
(ખ) ભોજનના ટેબલ પર કોઈ ગીતો ગાય તો જીવનસાથી પાગલ મળે !
(ગ) ઘરમાં જે દ્વારથી અંદર જતા હો એમાંથી જ બહાર નીકળવાનો રસ્તો પણ હોવો જોઈએ. નહીંતર ઘરની સમૃદ્ધિ જતી રહે !
(ઘ) નવા વરસની રાત્રે જો બારીમાં સિક્કાઓ મૂકી દો તો આખું વરસ પૈસાની તંગી ન રહે !
(ચ) લગ્નની રાત્રે પતિ-પત્નીમાંથી જે વહેલું સૂઈ જાય તે બીજા કરતા વહેલા મૃત્યુ પામે !
(છ) કોઈ ઘર બદલે ત્યારે જો વરસાદ પડે તો નવી જગ્યાએ એ માણસને ખૂબ જ પૈસા મળે !
(જ) જમણા કાનમાં ખંજવાળ આવે તો કોઈ આપણા વિશે સારું બોલતું હોય અને ડાબામાં આવે તો કોઈ આપણી ટીકા કરતું હોય !

[કુલ પાન : 84. કિંમત રૂ. 16. પ્રાપ્તિસ્થાન : શ્રીમતી આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ. 883, ડાયમંડ ચોક, ભાવનગર.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે દષ્ટાંતકથા – રઘુવીર ચૌધરી
કલમ અને કૅન્વાસ – નટુભાઈ મિસ્ત્રી Next »   

32 પ્રતિભાવો : સાચું શું અને ખોટું શું ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. Vipul Panchal says:

  Nice one.

 2. pamaka says:

  શ્રિ,
  છિક ખાતિ વખતે ભગવાન નુ નામ લેવથિ દાત વચે જિભ આવ્વાનિ સક્વ્યતા રહેતિ નથિ. આ પણ એક કારન હઓઇ સકે.

 3. nayan panchal says:

  અમુક વ્હેમો વાંચીને હસવુ કે રળવુ તે સમજ ન પડી. આપણા સમાજની ઘણી રૂઢિઓ પાછળના તાર્કિક કારણને આવા લેખો વડે સમજી શકાય.

  હમણા થોડા દિવસો પહેલા જ મારી મારા માતાશ્રી સાથે સ્ત્રીઓએ માસિક સમયે પાળવી પડતી સંચારબંધીઓને લઇને મોટી દલીલો થઈ ગઈ. મને એવુ લાગે છે કે અગાઊના સમયમાં સંચારબંધી જરૂરી હતી જેનુ મુખ્ય કારણ સ્વચ્છતા અને સ્ત્રીઓને મળવો જોઈતો આરામ હોઈ શકે. અને અમુક નિયમોને ધર્મ સાથે સાંકળી લેવાથી તેનુ પાલન આસાન થઈ જાય છે. મમ્મી કહે આવી સંચારબંધી પાળવામાં થયેલી ભૂલના પશ્ચાતાપ રૂપે સામાપાંચમનુ વ્રત કરવુ જોઈએ. મને લાગે છે કે તે પણ સારી વાત છે, એક દિવસ ઉપવાસ થઈ જાય અને મનમાં જો કોઈ અપરાધભાવની લાગણી હોય તો તે પણ દૂર થઈ જાય.

  આપણા ઋષિમુનિઓ બહુ સમજુ હતા, તેમણે કંઈક સમજી વિચારીને જ આવા નિયમો અને સમાજની અન્ય પ્રવૃતિઓની (જેમ કે મેળાઓ) તે સમયના સામાજિક વાતાવરણ મુજબ રચના કરી હોવી જોઈએ.

  વીજળીવાળા સાહેબનો સરસ લેખ્,
  નયન

 4. અશોક જાની 'આનંદ' says:

  ખૂબ માહિતિપ્રદ અને આંખ ઉઘાડ્નારું સંપાદન્.. જો કે આજના સમયમાં ઘણા લોકો આ બધા વ્હેમમાંથી બહાર નીકળી ગયાં છે.

 5. ખુબ જ સરસ માહિતીસભર લેખ હતો. મજા આવી.

 6. ગ્રાઇપ વોતર નિ જરા પન જરુર નથિ

 7. haresh patel says:

  ડૉ. આઈ. કે. વીજળીવાળા ના દરેક લેખ હુ વાચુ,
  ખુબ જ સરસ માહિતીસભર લેખ

 8. Dipti Trivedi says:

  આ લેખ આપ્યો તે સારુ કર્યું. આમાંથી ઘણા બધામાં હું માનતી નથી પણ આગે સે ચલી આતી હૈ એટલે ગ્રાઈપ વૉટર આપતી હતી , ૫ %નુ લેબલ તો વાંચ્યું જ નહતુ. આ બધા જૂના વહેમ અને પ્રથાઓ છે પણ નવી પ્રથામાં ઇ-મેઈલમાં પણ લોકો ભગવાન ભલુ કરે અને ફૉરવર્ડ ના કરો તો નુકસાન થાયએવું ફૉરવર્ડ કરે રાખે છે ( આવી ઈ મેઈલ દેખાય એટલે હું પૂરી વાંચ્યા વગર પહેલાં જ ડિલીટ કરી દઉં ) તે આ લેખ વાંચીને બંધ થાય તો લેખ સાર્થક થશે.

 9. maitri vayeda says:

  અરે વાહ … ખુબ જ સરસ…

 10. Anila Amin says:

  ડો. સાહેબ,

  આપ ડોક્ટ્રરછો એટ્લે દરેક વહેમ તેમજ માન્યતાને ખૂબજ સરસ રીતે વૈજ્ઞાનિક દ્રટિકોણથી સમજવ્યુ. આપણા

  ધાર્મિક નીતિ નિયમો પાળવાની પ્રથા પાછળ પણ આજ ઉદ્દેશ રહેલો છે પણ એનો કોઇ સ્વિકાર કરતુ નથી

 11. Vikas Patel says:

  કહેવાય છે કે, દિવેલનું પુંમડું બગલમાં રાખવાથી ઘરમાં કંકાસ થતો અટકે છે અને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.

 12. Chintan says:

  ખુબ જ સરસ લેખ.
  આભાર.

 13. Rajni Gohil says:

  વહેમ વિશેની આ માહિતિપ્રદ સાચી સમજણથી ઘણાનો આત્મવિશ્વાસ વધશે અને અને ખોટી ચિંતામાંથી મુક્તિ પણ અપાવશે એમાં શંકાને સ્થાન નથી. ભાઇ શ્રી વિજળીવાળાને ધન્યવાદ.

  હું પણ email મોકલવાથી luck વધે એવી email કોઇને મોકલતો જ નથી.

 14. જય પટેલ says:

  અંધશ્રધ્ધાનું ઓસડ નહિ…..સમાજમાં જાગૃતિ માટેના પ્રયાસ બિરદાવવા જોઈએ.

  પશ્ચિમમાં બહુમાળી બિલ્ડીંગમાં ૧૩ મો માળ રાખતા નહિ. છીંક આવે ત્યારે ગૉડ બ્લેસ યુ ફતવાને લીધે
  વિશ્વમાં પ્રચલીત થયું. પ્લેગ…કોગળીયું ફાટી નીકળવાને કારણે સેંકડો માણસો પશ્ચિમમાં કાળનો ભોગ થયા
  ત્યારે પોપે ફતવો બહાર પાડ્યો કે છીંક આવે ત્યારે ગૉડ બ્લેસ યુ બોલવું.
  ટચ વુડ મુંબઈગરા વાતવાતમાં બોલતા સાંભ્ળ્યા છે.

  શિક્ષણનો વ્યાપ વધતાં હવે તો માન્યતાઓનું બાષ્પીભવન થવા માંડયું છે.
  આભાર.

 15. Anila Amin says:

  ડો.સાહેબ આપ ડોક્ટ્ર્ર છો એટલે આપે ખૂબજ સરસ રીતે અને વૈજ્ઞાનિક રીતે વહેમ વિશેની માન્યતાઓને

  સમજાવી જેથી લોકોના ગળે ઉતરી જાય વૈજ્ઞાનિક યુગ મા પણ લોકો આવી સાચીવાતો સ્વિકારતા નથી

  જે ઘણુજ હાસ્યાસ્પદ લાગે છે લોકોની અજ્ઞાનતા અને અન્ધશ્ર દ્ધા ઉપર દયા આવેછે.

 16. Payal says:

  ખુબ જ સરસ લેખ.

  જોગાનુજોગ, મેં જ્યારે ઘર બદલ્યુ અને મારા પોતાના ઘરમાં રહેવા ગઇ તે દિવસે બહુ જ વરસાદ હતો. એવુ માનું કે અહીં લખેલી વિદેશી માન્યતા સાચી પડે!!!!!!!!

 17. Ashutosh says:

  જે અથાણાની બરણીને કોઈ સ્ત્રી ક્યારેય ન અડકી હોય એ પણ બરાબર ન સચવાય તો બગડી જઈ શકે છે . ha ha ha ha awesome

 18. Maurvi Pandya says:

  Good Eyeopner….
  I just wanna to talk about the same myth about Menstrual periods.
  I am not doctor..but was a science student….i have a thought (with few reading)
  In early era, Rishi-muni and Gurus used to perform YAGNAs and deep meditation….all the Ashramvasis were performing the same twice in a day including all the female memebers. They use to speel out ‘OM’ and othe chants from bottom of their stomach with deep breath……and that time the body muscles get contracted. At the time of Menstrual periods, such contraction is harmful…..

  This could be one of the reason that it was said by our great grand parents that female should not do extra work,,, or should not perfomr Pooja….etc …But now a days the daily tasks have become much more easier and smooth…but eventhough i have seen i many houses the girls rather all the female members are treated with lots of differences..they are not allowed to touch households….is it good?

  • Vaishali Maheshwari says:

   I agree with you Ms. Maurvi. Their needs lot of awareness in the society regarding this matter. I too do not know any valid or logical reasons for treating females during this period with so many differences in today’s generation.

 19. dhiraj says:

  બીજા કેટલીક માન્યતાઓ

  ૧. બિલાડી રસ્તો કાપે તો આગળ ના વધવું
  ૨. શનિવારે વાળ ના કપાવવા (હું શનિવારે જ વાળ કપાવું છું, ભીડ ઓછી હોય છે )
  ૩. પાંપણ નો વાળ ખરે તો હાથ માં લઇ કઈ વિશ કરી ફૂંક મારવી
  ૪. ખરતો તારો (ઉલ્કા) જોઈ વિશ કરાવી

  …………..વગેરે વગેરે

 20. Veena Dave. USA says:

  મારા સાહિત્યપ્રેમી સાસુમા તરફથી વિજળીવાળા સાહેબના બે પુસ્તકો મારા સંતાનોને ભેટ મળ્યા.

 21. Vaishali Maheshwari says:

  Good analysis on the prevailing superstitions. I thank you Dr. I. K. Vijdivada for this article. It’s an eye-opener for sure!

  Ms. Deepti has raised a good point in her comment about forwarded emails that we receive these days stating that if you send this email to certain number of people, then you will get good luck or else something evil will happen. This is simply crazy. I also get such kind of emails occasionally. According to my observation, I receive these kinds of emails from people in my contact list who usually never forward any emails, but if they get this kind of email, they will forward it for sure. I guess by doing so, they want to be on a safer side (avoiding evil) 🙂

  I never delete these emails without reading. I read it for sure, but when the later part comes, I just ignore it. If I like the email, I edit it by deleting the end part and forward it to my friends and relatives who like to read good stuff. This way, email is also circulated and it has nothing mentioned in it about good or bad.

  Thank you Ms. Deepti for raising this point, as it is completely in line with this article on ‘Superstitions’.

 22. chetan says:

  bahu sari vaat kahi 6e. aajna loko vahem ma bahu rahe 6e

  tamaro abhar

 23. vijay doshi says:

  આપનો પ્ર્યાસ ખુબ જ સરસ ચે

 24. ખુબજ સરસ રીતે વહેમો નું નિરાકરણ.

  આભાર

 25. neeta jadeja says:

  ખુબજ સરસ લેખ.. આ

 26. Vraj Dave says:

  સમજીએ તો સારું છે.

 27. pratima says:

  zankha prakash ma vachvathi real ma eyes bagadti hoy che
  jethi aa koi manyata che evu mane lagtu nathi baki ni badhij manyataoj che
  evu hu manu chu
  tamro lekh saras lagyo.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.