પેનડ્રાઈવ – ઠાકર આનંદકુમાર દિ.

[ ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુની ‘પોસ્ટઑફિસ’ વાર્તા વિશે સૌ કોઈ જાણે છે. તેનું પાત્ર ‘અલી ડોસો’ કાલાતીત છે. તે દરેક પેઢીમાં જીવે છે. એકના એક સંતાનો જ્યારે વૃદ્ધાવસ્થામાં પરદેશ જતા રહ્યા હોય ત્યારે વડીલો આ સમયમાં થોડુંક ‘અલી’પણું અનુભવતા હોય છે. આ મુદ્દાને વણીને ‘પોસ્ટઑફિસ’ વાર્તાને આધુનિક વિજ્ઞાનયુગમાં ઉતારવાનો પ્રયાસ શ્રીઆનંદકુમારે કર્યો છે. તેઓ આ વાર્તાને નવી પેઢીના વાચકો તરફથી ધૂમકેતુને અર્પણ કરે છે. તેમની આ કૃતિ તાજેતરના નવનીત સમર્પણ (ઑક્ટોબર-2010)માં સ્થાન પામી છે. શ્રીઆનંદકુમાર (ઊના) હાલમાં એમ.એ.માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી છે. આપ તેમનો આ નંબર પર +91 9979657360 સંપર્ક કરી શકો છો. તેઓ સર્જન ક્ષેત્રે આગળ વધે તેવી રીડગુજરાતી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.]

પાછલી રાત્રીનું ભૂરું આકાશ, માનવ-જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાના-મોટા તારાઓથી ચમકી રહ્યું હતું, ઠંડા પવનના સુસવાટાથી અલીડોસા રક્ષણ મેળવવા કંબલ ઓઢી ત્રીજા માળના ફલેટ નંબર 34માંથી ગેલેરીમાં આવ્યા હતા. દરરોજ અલીને સાંજ જેટલી વસમી થઈ પડતી હતી, તેટલી જ વસમી હતી સવાર. અલીનું આ એપાર્ટમેન્ટ શહેરની મધ્યમાં હતું. ચારે તરફ નજર કરી તો સવારની શાળા-કૉલેજમાં જનાર વિદ્યાર્થીઓ કાનમાં હેડસેટ્સ નાખી વગાડતા જતા હતા. તેને યાદ આવ્યું કે : મરિયમને તે તૈયાર કરીને શાળાએ મોકલતો અને તેને હાથમાં લેપટોપ પહેલવહેલું કોલેજમાં આપેલું. તેણે પોતાએ તો ઘરે ડેસ્કટોપ જ રાખેલું.

ત્યાં નીચે રોબો વર્કર ડસ્ટબિન અને રસ્તા પર પડેલા કચરાને તેની પાછળ લદાયેલી કોકપીટમાં નાખતા હતા. અલીને ઘડીભર થયું કે રોબોને ઠંડી નહીં લાગતી હોય ? પણ, પછી તેને યાદ આવ્યું કે એ તો યંત્ર છે. તેને સંવેદના કે લાગણી જેવું ક્યાં કશું હોય છે ! અલી નિસાસા સાથે અંદર ગયો. ફરી પથારીમાં પડ્યો અને બબડ્યો : ‘બેગમ પણ જન્નતનશીન થઈ ગઈ નહીં તો આ છેલ્લા દિવસો તેની સાથે ગાળી શકાત, મરિયમ પણ સાસરે ગઈ પછી ગયા મહિનેથી તો જાણે ભૂલી જ ગઈ.’ થોડી વાર પછી….
‘અરે ! ના. મારી લાડકી મને ભૂલે કે ? પરંતુ, મારું જ કોમ્પ્યુટર બગડ્યું છે તે. તેણે તો બિચારીએ ઘણા ઈ-મેઈલ મોકલ્યા હશે કે… સારું, હવે ઊઠીનેય શું કરવું ? થોડી વારે સૂઈને પેલા કોમ્પ્યુટર ટેક્નિશિયનને બોલાવી જોઉં આજે આવે તો……’

અગિયારેક વાગ્યે અલીએ ટેક્નિશિયનને ફોન લગાવ્યો.
‘હલો, સર અલી બોલું છું.’
‘હાં, હાં, બોલો…..’
‘હાં, સર, મારું કોમ્પ્યુટર શરૂ નથી થતું, વેલકમ સ્ક્રીન પછી અટકી પડે છે, પ્લીઝ સર આવી જાઓને…’
‘હાં, હાં આજે સાંજે આવું છું.’
અલીએ નિરાંતનો શ્વાસ લીધો. પ્લાનિંગ કરતો રહ્યો : સાંજે કોમ્પ્યુટર સમુ કરવા આવશે, રાત્રે નિરાંતે બેસી ઈ-મેઈલ કરીશ, મરિયમ જો ઓન-લાઈન આવશે તો વાતોય થાશે. તેને બાળક આવે તેમ છે. આ કોમ્પ્યુટરેય એ તાકડે જ બગડી ગયું. તો પણ આજે રાતે તો નિરાંતે વાત કરીશ.’ ત્યાં અલીને હૃદયમાં કંઈક ખૂંચ્યું હોય તેવો દુઃખાવો થવા લાગ્યો. એટલે તેને દવા લેવાનું યાદ આવ્યું. તરત તેણે દવા લીધી. ‘ગુડ ફૂડ’ સ્ટોલમાં ફોન જોડી તેણે નાસ્તો ઓર્ડર કર્યો. તે નાસ્તાની હોમ ડિલિવરી આવવાની પ્રતીક્ષા કરતો રહ્યો.

અલી પોલીસ સબ ઈન્સ્પેકટર હતો, તેની ધાક બોલતી તે સમયે, તેણે કેટલાય મોટા ગણાતા ગુંડાઓને પકડીને લમધાર્યા હતા. કાયદા વિરુદ્ધ કશું ચલાવી ન લે. થર્ડ ડિગ્રી સુધીની આકરી સજા કરીને પણ રીઢામાં રીઢા ગુનેગારોને જેલમાં સડતા કર્યા. પી.એસ.આઈ.નું કામ એટલું મનથી નિભાવતો કે ઘરમાં ઓછું ધ્યાન આપી શકતો. પરંતુ, એક વાર અચાનક જ તેની બીબીને સવારમાં ઊલટી થઈ અને મગજની નસ ફાટી ગઈ. બીબી મૃત્યુ પામી. પછી ભોળી-નાની-મરિયમ માટે તેણે પોતાની નવી જિંદગી ચાલુ કરી. જે કાંઈ હતું તે બધું સમેટી લીધું. રાજીનામું આપી દીધું. તેની પાસે વ્યાયામકળા જબરજસ્ત હતી. એટલે મરિયમની શાળામાં જ તે વ્યાયામ શિક્ષક તરીકે રહ્યો. બન્ને બાપ-દીકરી સાથે જાય, સાથે આવે. દીકરી મોટી થઈ ત્યારે તેણે તેની જ બિરાદરીના લિસ્બનસ્થિત છોકરા સાથે તેનાં લગ્ન કરી દીધાં. બસ, તે દી’થી અલી બધું છોડી સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયો. પણ, એને એ ખબર ન પડી કે આ નિવૃત્તિ અને રિક્તતા તેને વાઈરસની જેમ ડિસ્કાર્ડ કરી રહી હતી.

સાંજે વોક પર નીકળવું, ત્રીજી-ચોથી તારીખની અંદર બેન્કમાં જવું અને જો કોમ્પ્યુટરમાં કોઈ ખામી સર્જાય તો સીપીયુ લઈ તેના ટેક્નિશિયન પાસે જવું. બસ, આટલું જ કામ તેને હવે કરવાનું હતું. ક્યારેક મરિયમ કાં તો ઈ-મેઈલ કરે અને એ જો મરિયમ હાજર હોય તો વિડિયો કોન્ફરન્સ પર લાઈવ વાત કરતો ને મન હળવું કરી લેતો. પણ, કેટલો સમય ? આ ઈન્ટરનેટ તેના માટે પેઈનકિલર જેવું હતું, જ્યાં સુધી ઈન્ટરનેટ પર બેસતો ત્યાં સુધી થોડો આનંદમાં રહેતો, પછી તેને જાણે જીવલેણ ઉદાસી ઘેરી વળતી. એનું પરિણામ એ આવ્યું કે અલીને અચાનક હાર્ટ-એટેક આવી ગયો. તેમાંથી બહાર તો આવી શક્યો, પરંતુ હવે તે હવા ઉપર હતો. એમાં એક રાતે ઊંઘ જ ન આવે. ઘણી વાર ઈન્ટરનેટ પર સર્ચિંગ કર્યું, મરિયમ જોડે વાત કરી છતાં ઊંઘ ન આવે. પછી તેણે ઊંઘની દવા લીધી પણ હૃદયનો દર્દી તે દવા થોડી વસમી પડી અને અલીનું હૃદય વધારે નબળું પડી ગયું. એટલે, હવે, જમવાનું, નાસ્તો બધું જ બહારથી મગાવી લેતો. તેને માફક આવે તેવું ખાણું આવતું.

હમણાં, થોડા દિવસ પહેલાં કોમ્પ્યુટર શરૂ કર્યું તો બધી રીતે શરૂ થઈ જાય પણ XPની વેલકમ સ્ક્રીન આવે ત્યાંથી અટકી જાય. તેણે ટેક્નિશિયનને જાણ કરી. તેનું કોમ્પ્યુટર રિપેર કરવા માટે હંમેશાં તેનો નિશ્ચિત ટેક્નિશિયન જ આવતો. તેને છેલ્લા બે-ત્રણ દિવસથી ફોન કરી અને આ વાત અલી કરતો. ટેક્નિશિયન પણ સવાર, બપોર, સાંજ જેવા વાયદા કરતો. બીજા દિવસે અલીએ ફરી ફોન જોડ્યો :
‘સર, અલી બોલું છું.’
‘હાં, બોલો….’
‘આપણા કોમ્પ્યુટરમાં વેલકમ સ્ક્રીન આવે છે ને ચોંટી જાય છે જરા….’
‘અરે હા. હું આવી જઈશ ભૈ મને ખબર જ છે…..’
‘પણ, સર મારી દીકરી સાથે વાત….’
‘અરે, પણ મેં કહ્યુંને આવી જઈશ ? તમારું એકનું જ કામ થોડું છે ? ગામના બીજાનાં ઘણાં કામ બાકી હોય. તમારું એક તો ઓલ્ડમોડલ છે, મારે બરાબર સમય લઈને આવવું પડે.’ ટેક્નિશિયને મોબાઈલ મૂકી દીધો. અલીને થોડી ગ્લાનિ થઈ. મરિયમના કશા સમાચાર ન હોય તેવો આજે બીજો દિવસ હતો. અલીએ વિચાર્યું, ‘ડિલિવરી તો વ્યવસ્થિત થઈ ગઈ હશેને ? બન્નેની તબિયત તો સારી હશેને….? છેલ્લા ઈ-મેઈલમાં હતું કે હોસ્પિટલમાં જવું પડશે….’ અલીના મગજમાં અનેક તર્કો ટ્રોજોન-હોર્સ વાઈરસની અસરની જેમ ઘૂસી ગયા હતા. અલીનો ચહેરો પેલી સ્ક્રીનની જેમ ચોંટી ગયો હતો. અલીએ મરિયમને મોબાઈલ ટ્રાય કર્યો, પરંતુ મોબાઈલ નેટવર્ક મળતું ન હતું ! માણસ માથે આપત્તિ આવે છે ત્યારે બધી બાજુથી આવે છે. અલીએ તેની ડાયરી લખવા કાઢી. તેણે લખવા માંડ્યું.

આ બાજુ પેલો ટેક્નિશિયન : ‘ચાલ, ભૈ હું પેલા અલીડોસાના જૂનાપૂરાણા ડબલાને જોઈ આવું. કેટલા દિવસથી લપ લઈને બેઠો છે. અમથાય તેના પૈસા તે ક્યાં વાપરશે…’ આમ બોલ્યો ને તેનો આસિસ્ટન્ટ ને તે બન્ને ખડખડાટ હસી પડ્યા. ટેક્નિશિયન અલીના ફલેટ પર આવ્યો, તેણે એક વાર બેલ વગાડી, બીજી વાર, ત્રીજી વાર બેલ વગાડી છતાં કંઈ જવાબ વળ્યો નહીં એટલે તેણે ‘સિનિયર સિટિઝન કેર સેન્ટર’ને તરત ફોન કર્યો. તરત ડૉક્ટર અને બે ઑફિસર સાથે વાન આવી. તેણે બારણું ખોલ્યું અને જોયું તો….. અલીનું મોઢું ડાયરી પર ઢળી પડ્યું હતું. ટેક્નિશિયને પણ જોયું. બન્ને ઓફિસરે અલીને સોફા પર સૂવડાવ્યો. ટેક્નિશિયને તેની ડાયરી જોઈ તેમાં લખેલા શબ્દો હતા : ‘મરિયમ, બેટા ! તને અને તારા સંતાનને જોવા તરસતો રહ્યો. હવે જ્યારે કોમ્પ્યુટર સારું થશે ત્યારે…. પણ કદાચ…..’ આટલું લખતાંમાં જ અલી ઢળી પડ્યો હશે. ડૉક્ટરે ચેક કર્યું અને ‘હૃદય બંધ થઈ જવાથી મૃત્યુ’ થયાનું જાહેર કર્યું.

ટેક્નિશિયન તો નીકળી ગયો તેના અહીં આવવાનું કારણ બતાવીને. પણ, આખા રસ્તે અલીના ડાયરીના અને તેના મોબાઈલ પરના સંવાદના શબ્દો પડઘાયા કર્યા. તે ઑફિસમાં જઈ અને બેઠો પણ તેને ક્યાંય ચેન ન પડ્યું. તેણે આસિસ્ટન્ટને પૂછ્યું : ‘માણસ ખરેખર યંત્ર વચ્ચે રહીનેય લાચાર રહ્યો. વિજ્ઞાન કર્ણ જેમ શાપિત છે. ખરેટાણે કામ ન લાગે તેવું.’
આસિસ્ટન્ટે હસીને કહ્યું : ‘સાહેબ, તમેય શું ગાંડા જેવો બબડાટ કરો છો.’
ટેક્નિશિયન કશા અવધાન વગર બહાર નીકળી ‘સિનિયર સિટિઝન કેર સેન્ટર’ ગયો, તેઓની પાસે અલીના ઘેર જઈ તેના ઈ-મેઈલ એડ્રેસ-પાસવર્ડ શોધવાની પરવાનગી માગી. બધું ડાયરીમાં જ હતું. તેણે ઑફિસે આવી અને તરત અલીનું ઈ-મેઈલ એકાઉન્ટ ખોલ્યું. તે બસ વાંચતો જ રહ્યો મરિયમને લખેલા અને મરિયમે લખેલા લાગણીથી લબાલબ ઈ-મેઈલ. તેની આંખમાં આંસુ જોઈ આસિસ્ટન્ટ બોલ્યો :
‘વોટ હેપન સર ?’
પેલાએ કશો જવાબ ન આપ્યો. આસિસ્ટન્ટે કશુંક રિપેર કરતાં કરતાં જ પૂછ્યું : ‘સાહેબ, નવા સોફટવેરનું ઈન્સ્ટોલેશન જુઓ છો ? કે થઈ ગયું ?’
‘હા, કોઈ નવો જ સોફટવેર હાથ લાગ્યો ને તરત ઈન્સ્ટોલેય થઈ ગયો, ખબર ન પડે તેમ. પણ કોમ્પ્યુટરમાં નહીં મારામાં.’ પેલો આસિસ્ટન્ટ ફક્ત હસ્યો, પછી કામમાં પરોવાઈ ગયો.

ટેક્નિશિયને છેલ્લા ઈ-મેઈલ જોયા તો મરિયમે ફોટા મોકલ્યા હતા : તેના અને તેના સંતાનના. લખ્યું હતું ! ‘પાપા, મારે ત્યાં આજે સવારે બીજી મરિયમ જન્મી પણ, તમારી મરિયમ જેવી નથી. પણ, તે તો અદલ તમારા જેવી લાગે છે. તમારા બે દિવસથી સમાચાર નથી તો મેઈલ કરજો, ફોન લાગે તેમ નથી માટે મેઈલ કરું છું. તબિયત સાચવજો.’ ટેક્નિશિયને તરત નવી નક્કોર પેનડ્રાઈવ કનેક્ટ કરી તે ફોટા તેમાં લીધા, બધા મેઈલ લીધા અને તે સીધો અલીની કબર વિશે ‘સિનિયર સિટિઝન કેર સેન્ટર’ને પૂછી તરત ત્યાં ગયો. ત્યાં જઈ તેની આંખો ભીની થઈ ગઈ. આંસુ સાથે અલીની કબર પર પેનડ્રાઈવ મૂકીને તે નીકળી ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કલમ અને કૅન્વાસ – નટુભાઈ મિસ્ત્રી
વિચારબિંદુઓ – મૃગેશ શાહ Next »   

41 પ્રતિભાવો : પેનડ્રાઈવ – ઠાકર આનંદકુમાર દિ.

 1. Margesh says:

  Wonderfull!! Excellent Story..Keep writing Anand Bhai..

 2. Vipul Panchal says:

  Such a nice story..

 3. DInesh says:

  બહુ જ સરસ વાર્તા..

 4. Jigar Bhatt says:

  આત્મા એજ…. શરીર નવુ…….

  ખુબ જ સરસ…..

 5. Janakbhai says:

  As a teacher, I have taught ‘Post-office’ in English as well as in Gujarati. It seems that you have understood the heart of the story. Congratulation. Carry on. Success will be at your hand.
  Dr Janak Shah

 6. Chhaya says:

  Very good story. Keep writing

 7. Namrata says:

  amazing… આજ ના જમાના સાથે એક્દમ સુસંગત

 8. maurvi pandya says:

  the story that directly pinching the heart.!!!
  I return on readgujarati after a long time,, but truly said…this story has bring tears in my eyes…

  I feel somewhere, sometimes aren’t we behave like that technician? It may not be intentional but out of our consciousness we all show such attitude…

 9. dhiraj says:

  અદભૂત
  લેખ ની શરૂઆત માં મ્તૃગેશ ભાઈ ની પ્રસ્થાવના વાંચી થોડું દુખ થયું હતું કે “જેમ નવી “ડોન” જૂની “ડોન” કરતા ઉતરતી કક્ષાની બનાવી હતી . તેમ અહી પણ જૂની પોસ્ટ ઓફીસ ની નવી પોસ્ટ ઓફીસ બનાવી હશે પણ વાંચીને સંતોષ થયો કે ભલે પત્ર ની જગ્યાએ પેન ડ્રાઈવ આવી પણ અલી ડોસા ની લાગણી તો તેમ ની તેમ જ રાખી છે વાર્તા નો આત્મા એજ છે

  આભાર આનંદભાઈ

 10. ખુબ જ સુંદર ભાવ વાહી વાર્તા…..

  સાધનો વધતા જાય છે પણ કોઇ ને કોઇ કારણોસર દૂર થઇ ગયેલા સંતાનો વગરના મા-બાપ ની વ્યથા તો હજીએ અલી ડોસા જેવી છે. કોમ્યુટર બગડી જાય છે કે પછી ક્યારેક સ્મરણની હાર્ડડિસ્ક ક્રેશ થઇ જાય છે.

 11. maitri vayeda says:

  ઓહ, ખુબ જ સરસ વાર્તા…

 12. અશોક જાની 'આનંદ' says:

  અલીડોસાનું આબેહુબ આધુનિકીકરણ…!!!! નવા જમાનાના પરિવેશમાં ખૂબ સંવેદનશીલ નીરુપણ્, ટેકનૉલોજી ગમે તેટલી આગળ વધે અલીડૉસાના ભાગે તો એકાકીપણુ જ આવે એ કેવી કરૂણતા…!!!?

 13. nayan panchal says:

  ધૂમકેતુ વાર્તાનુ સત્વ કેટલુ શક્તિશાળી છે કે આટલા વર્ષો પછી પણ તે હ્રદયને એટલી જ સ્પર્શે છે. વળી હવે ન્યુક્લિયર ફેમિલીના સમયમાં આ વાર્તા વધુ ને વધુ પ્રાસંગિક બની જશે.

  લેખકશ્રીને અભિનંદન,
  નયન

 14. આધુનિક ‘પૉસ્ટઑફિસ’ વાંચવાની મજા આવી. લેખક દ્વારા ખુબ સારો પ્રયાસ છે. પણ વાર્તાનું નામ ‘પેનડ્રાઈવ’ કેમ છે તે સમજાયું નહિ.

 15. Mane e nathi samjatu ke aavartanu na pendrive kem che?bara bar nathi samjtu

  • Mihir Shah says:

   કારણ અકે આધુનિક જમાનામાં “ધૂમકેતુ”ના કાગળની જગ્યા “પેન ડ્રાઇવ”એ એટેલે કે ફ્લૅશ ડ્રાઇવએ લીધી છે.

 16. chaitali patel says:

  બહુ જ સરસ, દિલ ને સ્પ્ર્રર્સે તેવુ

 17. Veena Dave. USA says:

  લાગણીસભર સરસ વારતા.

 18. Dipti Trivedi says:

  સરાહનીય રુપાંતરણ.અલી ડોસા જેવી જ મરિયમની દીકરી , એક ગયા બીજે સ્વરુપે આવી, અલી ડોસાને તો ફોટાની પેન ડ્રાઈવ મળી પણ મરિયમનું શું?
  યંત્રયુગ આવી ગયો ને એટલે પેલી હ્રદય વલોવાય એવી વેદના જાણે નથી અનુભવાતી..!!!

  • n c prajapati says:

   મને આ વાર્તા ગમિ એક વાત સચિ કે નવ જ્માના મા બધુ સહન ક્ર્ર્વાનુ કાર ન કોમ્પુતરાવદતુ નથિ

 19. Anila Amin says:

  ” પોસ્ટોફિસ” વાર્તાનુ આધુનિકરણ ખુબજ ગમ્યુ. વર્ષો સુધી “પોસ્ટઓફિસ “વાર્તા હાયર સેકન્ડ્રીના વર્ગમા ભણાવીછે એટલે

  વાર્તાના લક્ષણોથી એટ્લી પરિચિત થઈગઈ છુ કે શ્રિ ધૂમકેતુની વાર્તા જેટ્લી હ્રુદયસ્પર્શિ આ વાર્તા ન લાગી, કદાચ

  અત્યારના સમય સાથે મન પણ થોડુ બદલાયુ હોય એપણ કારણ હોઈ શકે. બાકી અત્યારના વિદ્યાર્થીઓને વાર્તા શુ કહેવાય

  અને વાર્તા કેવી હોય? એ સમજાવવા આપની વાર્તા ઊત્તમ કહી શકાય.મારી વાત સાચી છે કે ખોટી શક્ય હોય તો

  પત્યુત્તર આપશો તો ગમશે . આભાર.

 20. Jagruti Vaghela USA says:

  ખૂબજ સંવેદનશીલ વાર્તા. આંખમા આંસુ આવી ગયા. સાચે જ પરદેશમાં રહેતા સંતાનોના વૃધ્ધ માતાપિતા કાંઇક આવીજ સ્થિતિ અનુભવતા હોય છે.

 21. Vaishali Maheshwari says:

  Heart-touching story. Science and Technology has done wonders, but still there are some limitations 🙁
  Thank you Mr. Anandkumar for this beautiful, heart-touchy story!!!

 22. જય પટેલ says:

  અમર ટૂંકી વાર્તા પૉસ્ટ ઑફિસ વાર્તા સૌપ્રથમ વાર વાંચી અને મન ગ્લાનીથી ભરાઈ ગયું.

  અલી ડોસા ગુજરાતી સાહિત્યમાં અમર થઈ ગયા.
  કોઈની લાગણીઓ પ્રત્યે ઠઠ્ઠા મશ્કરી કરવી તે ૨૧મી સદીમાં અસભ્યતા લેખાશે ?
  પત્ર વ્યવહારનું સ્થાન હવે તો ટેક્સ મેસેજે લીધું છે અને પત્ર લેખન કળા લુપ્ત થવા માંડી છે.
  ઈ-પત્રમાં લાગણીઓ વ્યક્ત કરી શકો પણ સ્વજનના સ્વહસ્તે વ્યકત થયેલી લાગણીઓ હદયના તાર
  ઝંકૃત કરી શકે છે અને પત્ર વારંવાર વાંચવા મજબૂર કરી શકે છે.

  પત્ર આવવાની પિપાસા તરસ્યા જન જેવી જ હોય છે.
  અત્રે માનવતા અને સૌની લાગણીઓની કદર કરતો એક પૉસ્ટમેન યાદ આવે છે.
  શ્રી કિશોરકુમારના સ્વરમાં અને રાજેશ ખન્ના અભિનીત પૉસ્ટમેન ગાય છે…
  ડાકિયા ડાક લાયા ડાક લાયા ડાકિયા ડાક લાયા…

  પેન ડ્રાઈવ વાર્તાને સુસંગત નથી.
  આભાર.

 23. Pravin V. Patel [USA] says:

  શ્રી ધૂમકેતુની ”પોસ્ટઓફિસ” આશરે ચાર પેઢી પહેલાં પ્રગટ થયેલી., લોક હૃદયમાં સ્થાન પામેલી વાર્તા છે. અલી ડોસા અમર છે. પત્રની તાલાવેલીનો એમનો ઝુરાપો ભલભલાની આંખમાં અશ્રુ લાવી દે છે. આજે સમાચારની રીત બદલાઈ છે, પણ અલીડોસા(વૃધ્ધો)ની ઝંખના એની એજ છે.
  ભાઈશ્રી આનંદભાઈની વાર્તાના અંતની સહુને ખબર છે, એટલે સહેજે સરખામણી થઈ જાય છે.
  પરંતું આનંદભાઈએ આધુનિક રુપ આપીને પોતાની કલમનો પ્રભાવ પાડ્યો છે.
  આનંદભાઈ, આપની કલમની ધારા વહેતી રહે એવી હાર્દિક શુભેચ્છાઓ.
  હાર્દિક અભિનંદન.

 24. m.v.thaker says:

  Anand is a good writer his stories Often publishes in gujarati prestigious megegies. his one of best story is ladva published in navnit Or Akhand anand . his fiture is bright .i think

 25. આનંદભાઈ, વાર્તા વર્ણન સારું બનાવ્યું છે. પેન ડ્રાઈવનો કોન્સેપ્ટ પણ સારો છે.

  પણ ભાઈ તમે એ જમાનો (આધુનિક?!!) બતાવ્યો છે જેમાં રોબોટ રસ્તો સાફ કરતા હોય. ત્યારે શક્ય છે કે ડેસ્કટોપ કોમ્પ્યુટર કરતા મોબાઈલ સ્માર્ટફોન કે આઈ-પેડ જેવા અત્યાધુનિક સાધનો વધારે ઉપયોગી હોઈ શકે. કેમ કે ઈ-ફોન, બ્લેક-બેરીના આ જમાનામાં મેઈલ ચેક કરવુ ઘણું આસાન થઇ ગયું છે. કોઈ એક સાધન ખોટકાઈ જાય તો બીજાનો ઓલ્ટરનેટ ઉપાય લાવીને કામ ચાલુ રાખી શકાય છે. આજે કુટુંબમાં લગભગ લોકો પાસે ઈન્ટરનેટ એનેબલ મોબાઈલ ફોન વપરાઈ રહ્યાં છે. તો શક્ય છે કે દીકરી અને પિતા એક બીજાની સાથે સેકંડથી પણ જોડાયેલા હોઈ શકે ને. વાર્તા થોડી હજુ મોડીફાય થઇ શકે.

  શું કહો છો?

  • anand says:

   આ જના આ જમા ના મા પન સુ વુધો તેકનોલોજિ આપન્ના જેવિ વા૫અરે ચ્હે ? આ સમજાસ્સે તો વાત બનસે.

 26. Kishor kotecha says:

  એકદમ સરસ!

 27. Shamadar Yasinsha H. says:

  your story is excellence I really very impress to you keep it up Annad bhai . Your friend Yasin Shah.

 28. Abhijeet H. Thaker says:

  Really Really nice story…I am waiting for your other stories…All the best!!!

 29. Akshay says:

  Amazing story…keep writing!

 30. Viral says:

  ખરેખ૨ ખુબ સરસ

 31. Jagdish Buch says:

  SIMPLY SUPERB AND eXCELLENT

 32. Anil Vyas says:

  અલીદાદા પેન ડ્રાઈવ ઓપન કરવા શુ કરશે? કબરમા કોંમ્પયુટર તો મળશે નહિ.
  બસ આ વિચારે ડુમો ઓગળતો નથી..

 33. Alpesh Kala says:

  Pendrive is a good story but it is not an artistic work. In my opinion, It is not also a modern story because There is no modernity in it. Writer has to know that what is modernity. if the readers want to know about modern story, They have to read the stories of suresh joshi, madhu ray, radheshyam sharma, Ghanshyam desai, jyotish jani etc… But, yes, This story is a readable story.

 34. Dr. Yasin shah says:

  A prtibhav Maro Nathi A prtibhavni sampurn Javabdari Mara mitr Maheshbhai Makawanani rahbari Hethal Hu lakhi rahyo chhu, Iska vastavik Jivan se koi sambandh nahi hai Agar Asa hua to ise sayog mana jayega!

  Su Gujarati sahitya Atlu Kangala thai gayu 6e, ke Ane pan Hindi Filmoni Remakeni Jem vartaoni remakeni Jarur pade!

 35. શામદાર હૈદરશા says:

  મારા કોમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડા યેલી વાર્તા વાચી ખુબ આનંદ થયો. અને શીખ પણ મળી કે ક્યારેક અમુક સંજોગો મનમા વસવસો મૂકી જતા હોયછે.

 36. શામદાર હૈદરશા says:

  યાસીનભાઈ તમારા મિત્રના અભિપ્રાયમા સાહિત્ય વિશે રોષ જોવા મળે છે. તેમને કહેજો કે સાહિત્ય એક હયાની વાતો રજૂ કરવાનુઁ સ્થાન છે. તે પછી તે આપને ગમે કે ના ગમે તેનાથી સાહિત્યને કોઈ ફરક પડતો નથી. પણ તમારા વ્યક્તિત્વ ઉપર તેની અસર જરૂર પડે છે. અને તમારૂ વ્યક્તિત્વ તમારા અભિપ્રાયમા જોવા મળે છે.

 37. Khushi says:

  Excellent really nice story which says that technologies are really ahead but whenever you want they dont work over and above though we are surrounded by the hi-fi technologies but we still need a person to share our emotions, feelings, love ets. This story also has a nice moral as, working with machines people also become a machine & they don’t realize the value of the real feelings and by the time we realise it, it’s too late 🙂 isn’t it? Such a good story

 38. aniruddhsinh says:

  yes anand, you recreat it. in feature i shall wish you creat your own ideas and plots.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.