વિચારબિંદુઓ – મૃગેશ શાહ
[ એમ કહેવાય છે કે પશ્ચિમના દેશો પાસેથી સાધન મેળવવું અને પૂર્વના દેશો તરફથી વિચાર મેળવવો જોઈએ. આજના સમયમાં એવું એક સાધન છે ‘ફેસબુક’. તેનો સદઉપયોગ કરવાના ઉદ્દેશથી રોજ એક સારો વિચાર તેમાં લખવાનું શરૂ કર્યું અને એ રીતે આસપાસ જોતાં જે કંઈ સહજ સ્ફૂર્યું તે તેમાં લખાતું ગયું અને સંગ્રહિત થતું રહ્યું. આજે એ સંગ્રહિત થયેલા વિચારબિંદુઓને અહીં પ્રકાશિત કરવામાં આવે છે.]
[1] અગાઉ વાંચન અને કેળવણીથી માણસો બદલાતાં, ઘર-પોળ-શેરી-સોસાયટી જેમનાં તેમ રહેતાં. આજે ફ્રીજ, ટીવી, મોબાઈલ, ઘર, શહેર તથા દુનિયા સતત બદલાતી રહે છે, જ્યારે માણસ વાંચન અને પોતાના આંતરિક વિકાસના અભાવે એવો ને એવો દેખાય છે ! આને વિકાસ કહી શકાય ખરો ?
[2] એ.ટી.એમ કે બેન્કની બહાર સિક્યોરીટી હોય એ તો સમજી શકાય, પરંતુ બોર્ડની પરીક્ષા વખતે પોલીસ મૂકવી પડે એ તો કેવું હાસ્યાસ્પદ દ્રશ્ય છે ! એવી કેવી કેળવણી આપી કે પોતાના જ વિદ્યાર્થીઓ પર વિશ્વાસ નહીં ? પોલીસ અને સુપરવાઈઝરને રાખવા પડે એ શિક્ષણજગતની ઉઘાડી નિષ્ફળતા નહીં તો બીજું શું છે ?
[3] દુનિયા ગજબ છે ! બાળપણમાં ઘડીકમાં બધુ ભૂલી જવાય છે તો દુનિયા કહે છે કે યાદ રાખતા શીખો. ઘડપણમાં બધું યાદ આવ્યા કરે છે ત્યારે લોકો કહે છે કે ભૂલતા શીખો તો સુખી થશો ! ખરું કહેવાય !!
[4] ‘कुछ बात हैं की हस्ती मिटती नहीं हमारी’ આ વાક્ય સાંભળી જમનાલાલ બજાજે વિનોબાજીને પૂછ્યું કે ‘આ “કુછ બાત હૈ” એટલે એવી કઈ વાત છે જે ભારતની તાકાત છે ?’
‘એ છે ભારતની શબ્દ અને સાહિત્ય શક્તિ’ વિનોબાજીએ કહ્યું. ભારતની ઓળખ સ્કાયવોક, ફલાયઑવર, મૉલ કે મલ્ટીપ્લેસ નથી. ભારતની ઓળખ છે છેવાડાના માણસનું ‘આજે અમારે ત્યાં રોકાઈ જાઓ ને…….’ એમ કહેતું લાગણીભીનું હૈયું. ભારતને સમજવું હોય તો આમ આદમીના હૃદય સુધી યાત્રા કરવી પડે.
[5] વીમા કંપનીઓ આપણને સતત યાદ દેવડાવે છે કે આપણું અસ્તિત્વ જોખમમાં છે કારણ કે જો તેઓ એમ ન કરે તો એમનું અસ્તિત્વ જોખમમાં આવી જાય તેમ છે ! કોઈકે સાચુ જ કહ્યું છે કે હેતુ વગર આ દુનિયામાં કોઈ હેત કરતું નથી.
[6] કેટલાક પુસ્તકો ખરા અર્થમાં ‘પુસ્તકો’ હોતાં જ નથી, એ તો ‘પ્રોડક્ટ’ હોય છે. તે હૃદયના શાંત ઉપવનમાં નહીં પરંતુ મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે. સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે. સાહિત્યની શોભા તો એ છે કે તે પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને. જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે, એ જ સાચા પુસ્તકો છે.
[7] મનોરંજન માટે ગમે તેટલા અદ્યતન ઉપકરણો શોધાય, પરંતુ માણસને માણસની જરૂરત રહેવાની જ. ઓટલા પર આસપાસના બાળકો રમતા હોય, પડોશીઓ સૌ સાથે બેસીને તુવેરશીંગ ફોલતા હોય અને વડીલોના ખોળામાં ત્રીજી પેઢી હીંચકતી હોય – આવો આનંદ દુનિયાનું કોઈ સાધન આપી શકે નહીં. ઘડપણમાં વડીલોને ‘વેબકૅમ’ની નહીં પરંતુ વ્હાલભર્યા સ્પર્શની જરૂરત હોય છે, એટલું જો સમજીએ તો વિકાસના નામે થતી ઘણી ભાગદોડ ઓછી થઈ જાય !
[8] મામાને ત્યાં વેકેશન માણી પરત ફરેલા બાળકને પિતાએ કહ્યું: ‘જો સોસાયટીમાં સિમેન્ટના રસ્તા બની ગયા છે અને દરવાજો પણ મુકાઈ ગયો છે. હવે તમે આરામથી અહીં રમી શકશો.’ આ વાત સાંભળી બાળકે વેધક પ્રશ્નો પૂછ્યાં :
‘પપ્પા, હવે પાણી નહીં ભરાય તો હું કાગળની હોડી ક્યાં મુકીશ ?…. શું પેલી બકુડી ગાય હવે ઘાસ ખાવા નહીં આવે ?….. કહો ને પપ્પા, પેલા કરીમચાચા શાકભાજી લઈને મને ટામેટું આપવા નહીં આવે ? અને માટીની ભીની ભીની સુગંધનું શું, પપ્પા ?’
[9] 60 વર્ષ સુધી સૌ એમ કહે છે ‘સમય મળતો નથી !’ અને 60 પછી સૌ એમ કહેતા સંભળાય છે કે ‘સમય જતો નથી !’ સરવાળે સરેરાશ માનવીનું જીવન જન્મથી મૃત્યુ સુધી ‘ઈન્ડસ્ટ્રિયલ બૅલ્ટ’ પરથી જેમ વસ્તુઓ પસાર થતી હોય છે, એમ વીતી જાય છે. ભાગ્યે જ કોઈક ‘મનુષ્ય’ બનવાની દિશામાં પ્રયાસ કરે છે. સૌથી અઘરું કામ પોતાની ઓળખ મેળવવાનું છે ને !
[10] પૃથ્વીનો ગુણ ગંધ કહેવાય છે તેમ આકાશનો ગુણ શબ્દ કહેવાયો છે. એ તો વિજ્ઞાન સિદ્ધ વાત છે કે આકાશ વગર બોલાયેલા શબ્દો ગતિ કરતા નથી અને સાંભળી શકાતા નથી. પરંતુ અહીં આકાશનો એક અર્થ ‘અવકાશ’ એમ કરવાનું મન થાય છે. અવકાશ એટલે મોકળાશ. જ્યારે આપણે નવરાશની પળોમાં એકલાં બેઠાં હોઈએ ત્યારે શબ્દો અને વિચારો સ્ફૂરે છે. જેટલો અવકાશ વધારે એટલા નવા વિચારોનું સ્ફૂરણ વધારે. નવરાશની પળો એ આપણી મોંઘેરી મૂડી છે.
[11] અત્યંત કાળી મજૂરી કરનાર મજૂર જેમ થાક ઉતારવા માટે વ્યસનનો સહારો લે છે તેમ ક્યારેક અત્યંત બૌદ્ધિક શ્રમ કરનાર શિક્ષિત વર્ગને મનોરંજનની જરૂર પડતી હોય છે. મનોરંજનના સાધનોની સૌથી વધુ જરૂર એને પડે છે જેને પોતાનું કામ નથી ગમતું અથવા તો જે પોતાની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ ચાલે છે. જેટલો મગજનો થાક વધુ એટલું મનોરંજનનું સ્તર નીચું. બિભત્સ દ્રશ્યો, અશ્લીલ સંવાદો પર હસતો સમાજ માનસિક રીતે થાકેલો કે અસ્વસ્થ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
[12] એક સત્સંગી પરિવારમાંના પતિ અને પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું પરંતુ એમનાં પત્ની બચી ગયાં. એ બેન સારવાર લઈ રહ્યા હતા ત્યારે કોઈકે તેમને પૂછ્યું : ‘તમે આટલો સત્સંગ કર્યો તોય તમારું દુઃખ દૂર કેમ ન થયું ? આવું દુઃખ પડે તો પછી સત્સંગનો શો અર્થ ?’
બેને સુંદર જવાબ આપ્યો : ‘સત્સંગનો અર્થ દુઃખને ભગાડવાનો નથી પરંતુ તેને સમજવાનો છે. સત્સંગથી દુઃખ દુર નથી થતાં પરંતુ તેને સહન કરવાની કે સમજવાની બુદ્ધિ કેળવાય છે. નરસિંહ મહેતા જેવા અનેકોને પાર વિનાના દુઃખ પડ્યા છે જ ને !’
[13] કોઈ અનુભવીએ સાચું જ કહ્યું છે કે, ‘જો તમારા સંતાનો મૂરખ હોય તો એને માટે તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર નથી કારણ કે તેઓ તમારી સંપત્તિનો દુર્વ્યય જ કરશે. જો તમારા સંતાનો બુદ્ધિશાળી હોય તો તો તમારે સંપત્તિ ભેગી કરવાની જરૂર જ નથી કારણ કે તેઓ પોતાની બુદ્ધિથી પોતાના નસીબનું કમાઈ જ લેવાના છે.’ ક્યારેક કમાવવાનો મોહ આપણે બીજાના નામે ચઢાવી દેતા હોઈએ છીએ !
[14] માણસની મૂળ પ્રકૃતિ એવી છે કે એની પાસે જે કંઈ હોય તે અન્યને બતાવ્યા વગર રહી શકતો નથી. તે ઈચ્છે છે કે દુનિયા તેની નાનામાં નાની વાતની નોંધ લે. દુનિયા તેને સાંભળે, તેને જુએ. આ વૃત્તિ કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થતી રહે છે, એ પછી ઘરનો ઓટલો હોય કે ફેસબુક !
[15] જો ઈશ્વર આપણને જીવનભર કંઈ જ દુઃખ ન આપે તો મનુષ્ય તરીકેની આપણી સહનશક્તિનું એ સૌથી મોટું અપમાન છે.
[16] ઘણીવાર માહિતીને જ્ઞાન તરીકે ખપાવવામાં આવે છે અને આપણે બિનજરૂરી માહિતીથી મગજને ભરતા હોઈએ છીએ. પેસિફિક મહાસાગરના પેટાળમાં ફલાણી ફલાણી માછલી ક્યા પ્રકારની છે એ જાણીને આપણે શું કામ ? આપણને આપણા ઘરના માળિયામાં શું પડ્યું છે એનોય ખ્યાલ હોતો નથી ! જ્ઞાન એ છે જે આપણને યોગ્ય સમજણ આપે અને આપણા ઉપયોગમાં આવી શકે.
[17] જેણે જીવનમાં કંઈક કરવું છે તેણે પૈસા કમાવવાની બાબતમાં પેટ્રોલ ભરાવવા જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. ‘રિઝર્વ’માં આવે ત્યારે પેટ્રોલપંપ પર જવું ! એ રીતે જરૂર પૂરતું કમાઈને બાકીના સમયે પોતાના મુખ્ય કાર્યમાં લાગી જવું. આ રીત અપનાવાય તો જ કંઈક જીવનકાર્ય કરી શકાય. બાકી તો દુનિયા આપણા ગળે વ્યર્થ કામો લગાડવાની એક પણ તક જતી નહીં કરે ! નિરંતર જાગૃતિ એ જ માત્ર એક ઉપાય.
[18] માતાપિતા જ્યારે બાળકને એમ કહે કે ‘સોસાયટીમાં તું અમુક મિત્ર જોડે ન રમીશ કારણ કે એ તો ગુજરાતી મિડિયમમાં છે’, તો એવા માતાપિતાને શું કહેવું ? અભણોની અસ્પૃશ્યતા કરતા ભણેલાઓની અસ્પૃશ્યતા વધારે ભયંકર હોય છે કારણ કે તેમને સમજાવવું પણ શક્ય નથી હોતું. આપણને એમ લાગે કે અમુક દુર્ગુણો સમાજમાંથી જતાં રહ્યાં પરંતુ એ તો નવું રૂપ ધારણ કરીને આ રીતે ઊભા જ હોય છે !
[19] ’સહન’ અને ‘શોષણ’ એ બે શબ્દ વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે. એકમાં સ્વેચ્છાએ સહજ સ્વીકાર છે જ્યારે બીજામાં ખુલ્લું દમન છે. માતા બાળક માટે કે પરિવાર માટે પોતાનું કંઈક જતું કરીને સહી લે છે, તો એ ‘શોષણ’ ન કહેવાય. સહન શક્તિ માણસને ગૌરવ બક્ષે છે. આ બંને શબ્દો વચ્ચેનો તફાવત સમજ્યા વગર જ કેટલાક નારીવાદી સંગઠનો સમાજસેવા માટે તૂટી પડતા હોય છે !
[20] વિવિધ પ્રકારની ઉપજાતિઓમાં એક પ્રકાર છે ‘વિચરતી જાતિ’. તેઓ પોતાના રોજગાર અર્થે અલગ અલગ ગામ-શહેરમાં વિચરણ કરતાં રહે છે. આજની વ્યસ્ત દુનિયામાં ક્યારેક શિક્ષિતવર્ગની હાલત પણ આ ‘વિચરતી જાતિ’ જેવી થઈ જતી જોવા મળે છે ! વધુમાં વધુ પગાર માટે ક્યાંક તો નોકરી બદલતા રહેવું પડે છે અથવા નોકરીમાં બદલી થતી રહે છે. પરિણામે તેઓએ છતાં ઘરે, બેઘર બનીને માત્ર ‘ઈનવેસ્ટમેન્ટ’ કરીને સંતોષ માનવો પડે છે. પરંતુ દુનિયા આને જ વિકાસ કહે છે !
[21] ખંભાતી તાળું નહીં, નીતિ જ માણસની રક્ષા કરે છે. નીતિવાન મનુષ્યના દરવાજે ‘વોચમેન’ની જરૂર પડતી નથી. શાકભાજીનો જે વેપારી તોલમાં ઓછું જોખીને ગ્રાહકને છેતરે છે, હરતીફરતી ગાય એને ત્યાંથી બે કોબીજના દડા મોંમા મૂકીને બધુ સરભર કરી દે છે ! દુનિયામાં કશું એમનેમ બનતું નથી. મોબાઈલ ખોવાઈ જાય, ચીજવસ્તુઓ ચોરાઈ જાય, કિંમતી વસ્તુઓ જતી રહે ત્યારે માણસે પોતાની નીતિ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.
[22] જે વસ્તુ જીવનમાંથી વિદાય લે છે તે ‘મહાન’ લાગવા માંડે છે. સૌથી પહેલાં બાળપણ પૂરું થાય છે, તેથી મોટા થયા બાદ લાગે છે કે બાળપણમાં શું મજા હતી ! એ પછી માતાપિતા વિદાય લે છે ત્યારે તેમની મહાનતાનો ખ્યાલ આવે છે. ત્યારબાદ ક્રમશઃ મિત્રો, પોતાનું પ્રિય સ્વજન વગેરે સૌ ધીમે ધીમે વિદાય લે છે. ત્યારે એ સૌનો આપણા જીવન સાથેનો સંબંધ ખ્યાલ આવે છે. છેલ્લે જીવન વિદાય લે છે ત્યારે ભાન થાય છે કે ઓહ! આ મનુષ્ય જીવન તો કેટલું અદ્દભુત હતું !
[23] સવાલ જીવનમાં આનંદ અને પ્રસન્નતા મેળવવાનો છે. મોંઘીદાટ ચીજવસ્તુઓથી ઘર ભરવા છતાં જો અજંપો રહેતો હોય તો માણસે એ યાદ કરી લેવું જોઈએ કે બાળપણમાં લાકડાની ગાડી, શીશીઓના ઢાંકણા અને તૂટેલી પેનો સાથે કેટલો બધો આનંદ આવતો હતો ! બીજું બધું ઠીક, જીવનમાં પ્રસન્નતાનો પારો નીચે જાય એ ન પોસાય.
[24] વિચારો નહીં, સ્વભાવ મેળવીને લગ્ન કરવાં જોઈએ. કારણ કે વિચારો પરિવર્તનશીલ છે. સ્વભાવ એ ઘણા સમય બાદ જામેલું દહીં છે. સ્વભાવ એ ઘૂંટાયેલા વિચારોનું સૂક્ષ્મ સ્વરૂપ છે. સ્વભાવ બદલવો મુશ્કેલ છે. આથી, જેને સ્વભાવ ઓળખતાં આવડી જાય એ દુનિયાના કોઈ પણ સંબંધોને યથાયોગ્ય રીતે નિભાવી શકે.
[25] જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ સરસ કહે છે કે ‘તાંબાનો લોટો પચાસ વર્ષ પછી વેચો તો પણ એક સ્ટીલથી થાળી જેટલી કિંમત તો મળી જ જાય. પરંતુ પાંચ-દસ વર્ષ જૂનું કોમ્પ્યુટર વેચવાથી એની પા ભાગની કિંમત મળે કે કેમ તે શંકા છે !’
[26] આ બહારનું જે પ્રગટ વિશ્વ છે એનાં કરતાં અનેકગણું વિશાળ આપણી અંદરનું જગત છે. વાચન દ્વારા બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા પાછળનો ઉદ્દેશ એ જ છે કે તેઓ પોતાની અંદરના જગતને ઓળખી શકે. એ જો વ્યવસ્થિત રીતે કેળવાય તો બહારના જગતની કોઈ પણ સમસ્યા મનુષ્યને હતાશ કરી શકે નહિ. દિવસ દરમ્યાન થોડોક સમય એ અંદરના જગત સાથે ગાળવાની જેણે ટેવ પાડી હોય તે કદી એકલો નથી પડતો.
Print This Article
·
Save this article As PDF
વાહ મજા આવી ગઈ. # ૧૮ અને ૧૯ ચોટદાર છે.
[18] માતાપિતા જ્યારે બાળકને એમ કહે કે ‘સોસાયટીમાં તું અમુક મિત્ર જોડે ન રમીશ કારણ કે એ તો ગુજરાતી મિડિયમમાં છે’, તો એવા માતાપિતાને શું કહેવું ? અભણોની અસ્પૃશ્યતા કરતા ભણેલાઓની અસ્પૃશ્યતા વધારે ભયંકર હોય છે કારણ કે તેમને સમજાવવું પણ શક્ય નથી હોતું. આપણને એમ લાગે કે અમુક દુર્ગુણો સમાજમાંથી જતાં રહ્યાં પરંતુ એ તો નવું રૂપ ધારણ કરીને આ રીતે ઊભા જ હોય છે !
[19] ’સહન’ અને ‘શોષણ’ એ બે શબ્દ વચ્ચેનો તફાવત બરાબર સમજવા જેવો છે. એકમાં સ્વેચ્છાએ સહજ સ્વીકાર છે જ્યારે બીજામાં ખુલ્લું દમન છે. માતા બાળક માટે કે પરિવાર માટે પોતાનું કંઈક જતું કરીને સહી લે છે, તો એ ‘શોષણ’ ન કહેવાય. સહન શક્તિ માણસને ગૌરવ બક્ષે છે. આ બંને શબ્દો વચ્ચેનો તફાવત સમજ્યા વગર જ કેટલાક નારીવાદી સંગઠનો સમાજસેવા માટે તૂટી પડતા હોય છે !
મનનિય લાગેી વિચારે ની હારમાલા સુન્દર લાગેી
ખુબ સુંદર વિચાર બિંદુઓ
થોડા વધુ મારા તરફ થી
૧. કોઈ મને ગાળ દે, મારે, અને મને ખોટું લાગે તો વાંક કોનો ?
મારો
કેમ કે મીરાં, નરસી મહેતા, તુકારામ ને ખોટું નથી લાગ્યું
૨. રામ નો સંબંધ નથી તેથી હનુમાનજી એ નવ લાખ નો હાર ફેકી દીધો પણ રામાયણ ની કથા સંભાળનાર બીડી તમાકુ નથી મૂકી શકતો
૩. શું આપણે છાતી ઠોકી ને કહી શકીએ કે “હે ભગવાન, જોઈ લે મારું જીવન …”?
૪. જયારે કોઈ સારા માણસ ને યાદ કરીએ છીએ ત્યારે એવું યાદ નથી આવતું કે તેની જોડે કેટલા રૂપિયા હતા, કેવા વાળ હતા કે કેવો મોબાઈલ હતો
૫. જીભડી ના સ્વાદ માટે લાખો પશુઓની હત્યા થાય તો એ પાપ છે
૬. પરિસ્થિતિ કેવી હશે તે આપણા હાથ માં નથી પણ પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે આપણા હાથ માં જ છે
બધી જ કણિકાઓ જોરદાર…
૨. રામ નો સંબંધ નથી તેથી હનુમાનજી એ નવ લાખ નો હાર ફેકી દીધો પણ રામાયણ ની કથા સંભાળનાર બીડી તમાકુ નથી મૂકી શકતો
૩. શું આપણે છાતી ઠોકી ને કહી શકીએ કે “હે ભગવાન, જોઈ લે મારું જીવન …”?
અને
૬. પરિસ્થિતિ કેવી હશે તે આપણા હાથ માં નથી પણ પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે આપણા હાથ માં જ છે
અએકદમ સાચુ
૨. રામ નો સંબંધ નથી તેથી હનુમાનજી એ નવ લાખ નો હાર ફેકી દીધો પણ રામાયણ ની કથા સંભાળનાર બીડી તમાકુ નથી મૂકી શકતો
——-એ ભલે બીડી પીવે કે તમાકુ ખાય પણ માત્ર લાંચ (હરામનું) ન ખાય અને નિર્દોષનું લોહી ન પીવે તો રાષ્ટ્રનું ઘણું ભલું થઈ જાય. 🙂
૧. કોઈ મને ગાળ દે, મારે, અને મને ખોટું લાગે તો વાંક કોનો ?
મારો કેમ કે મીરાં, નરસી મહેતા, તુકારામ ને ખોટું નથી લાગ્યું
——–એમને ખોટું તો બહું લાગ્યું છે અને……તેમણે બદલો પણ લીધો છે……તેમની જાતને એટલી મહાન બનાવી કે તેમનાં વિરોધીઓ કે દુશ્મનો નું નામ પણ આજે કોઈ નથી જાણતુ.
ધિરજભાઈ……..સંદેશ ખરેખર તો એ છે કે…….એવું ખોટું લગાડો કે દુશ્મનો લજાઈ મરે.
જે બીડી તમાકુ ને કારણે કેન્સર થાય છે અને દર વરસે ૧૦ લાખ થી વધુ ભારતીય ભાઈ બહેનો મરી જાય છે, કેટલીયે બહેનો જવાનીમા જ વિધવા થઇ છે કેટલાય બાળકો નાનપણ માં જ અનાથ થાય છે તે વસ્તુ પીવાની કે ખાવાની છૂટ મારાથી કેમ કરીને અપાય કે “ભલે બીડી પીવે કે તમાકુ ખાય”
લાંચ લેવાનો પણ જબરદસ્ત વિરોધ તો છે જ પણ અત્યારે વાત ચાલે છે બીડી તમાકુની.
(એક બીજી આડ વાત, તમાકુ ના સેવન થી કેન્સર તયેલા દર્દી પાછળ કેટલા કરોડ રૂપિયા ની દવા કે અન્ય તબીબી ખર્ચ દેશ ના માથે ઝીંકાતો હશે ?)
વાહ , અદભુત , જેીવન ના આ મુલ્યો ખરેખર સમ્જવા જરુરેી જ ચે .
ખુબ સુંદર વિચારો.
૮ સૌથી સરસ….વ્યવસ્થા વધતી જાય છે તેની સાથે નિર્દોશતા પાછળ રહી જાય છે.
Hello Mrugeshbhai,
i am trying from last few days to access gujarati calender but it is not showing after 05/10/10. is there any problem in calender or in my PC?
Thank you.
ખૂબ સુંદર અને સચોટ વિચારો………
ખુબ સરસ મ્રુગેશ ભઈ,
કિન્તુ મનવિ અનિ જિન્દગિ મા પોતને જ ઓદ્ખવા મા ગોથા ખાય ચ્હે,
This is my thinking that if the human finds the reason behind birth, there will be the solution of all the problems.
ભારત દેશની કમનસીબી એ છે કે, અહીં બધાને ઉપદેશ આપવાની આદત પડી ગઈ છે. બસ વાતો કરવી છે, સલાહ અને સૂચનો આપવા છે. આપણે ઘણા આર્ટિકલ્સ વાંચ્યા હશે કે,’જીવનમાં સંતોષ રાખવો, ભગવાન આપે એમાં ખુશ રહેવું વગેરે વગેરે.. પણ શું ખરેખર એમ નથી લાગતું કે, ફક્ત્ આપણે આપણી નિશ્ફળતા ઢાંકવા આવા શબ્દોનો સહારો લઈયે છીયે. મોટી મોટી વાતો કરવી, એકબીજાની અદેખાઈ કરવી, નાહકનો showoff કરવો..અરે એ જ તો આપણી ઓળખાણ છે.
વાત એમ છે કે જો આપણૅ ખરેખર આપણા દેશ અને સમાજને પ્રેમ કરત, તો પરદેશમાં જઈને ના રહેત્ (એમાં પણ ગુજ્જુઓ આગળ 😉 )
ભલે પછી આપણે પશ્ચિમના દેશોની કેટલી પણ બુરાઈ કેમ ના કરીયે. મને તો એ ખબર નથી પડતી કે, શા માટે આપણે આપણી કમજોરીઓ ઢાંકવા, પશ્ચિમની સ્ંસ્કુતિનો સહારો લઈયે છીયે.
સારઃ બેઠા બેઠાં વાતો કરવી સહેલી છે પણ એનો અમલ કરવો એટલો જ અઘરો છે.
અર્પિતાબેન,
આપણે “સુખ-દ્રોહી” પ્રજા છીએ……કોઈની નવી ગાડી પર ઘસરકા પાડવા, ચોખ્ખી ટાઈલ્સ, દાદર, રોડ પર થુંકવું, પાડોશીની પંચાતો કરવી કે ઈર્ષ્યા કરવી, ટાંટિયાખેંચ પ્રવૃતિ કરવી, જાતિ-ધર્મ-સંપ્રદાયોમાં વિખાઈ જવું અને પછી એક બીજાનો સતત દ્વેષ કરવો અને આ બધા જ સાથે કથાઓ, પ્રવચનોમાં પશ્ચિમને કે પરદેશને ભાંડતા રહેવું એ શું દેખાડે છે?
Arpita,
Rightly said. Completely agree with hypocrisy. And that’s the reason we have more preachers than any other culture in the world. SALAH to MAFAT maan aapvani che ne,
ખુબ જ સુંદર અને વિચારપ્રેરક વાતો છે. હું રોજેરોજ આ વાતો ફેસબુક પર વાંચુ છું અને દરેક વખતે એક નવી વાત જાણવા મળે છે.
[4] ‘कुछ बात हैं की हस्ती मिटती नहीं हमारी’
—આ ઘટના અને શેર ઘણીવાર સાંભળવા-વાંચવા મળે છે……પણ અહિં “હસ્તી” ન મિટવી એટલે શું? …….અસ્તિત્વ ટકાવી રાખવું? પણ માત્ર અસ્તિત્વ ટકાવી રાખવું એ ગર્વ લેવા જેવી બાબત ન કહેવાય. એવું તો ગઘેડાઓ પણ એકબીજાને મળી ને કહી શકે અને હરખાઈ શકે. જંગલમાં હરણાં પણ એવું કહી ને સંતોષ માની શકે કે ‘कुछ बात हैं की हस्ती मिटती नहीं हमारी’ પણ જે ખરેખર સિંહ છે તેણે આવું ગાવુ નથી પડતું…… તેની હસ્તીની નોંધ તો આપોઆપ જ લેવાય છે.
મને આ પંકતિઓ એક અપમાનિત થયેલ….હારી ગયેલ વ્યક્તિ કે પ્રજાનાં દિલ ને બહેલાવવા….તસલ્લી દેવા માટે લખાઈ હોય તેવું લાગે છે.
સુંદર સંકલન મૃગેશભાઈ. આજે ફરીવાર આ બધી વાતો વાંચીને સારુ લાગ્યુ.
આભાર,
નયન
વિચારબિંદુ નં. ૬….૧૧….૨૨….૨૩….૨૬ ટપક્યાં અને વમળો જગાડી ગયા.
[18] માતાપિતા જ્યારે બાળકને એમ કહે કે ‘સોસાયટીમાં તું અમુક મિત્ર જોડે ન રમીશ કારણ કે એ તો ગુજરાતી મિડિયમમાં છે’, તો એવા માતાપિતાને શું કહેવું ? અભણોની અસ્પૃશ્યતા કરતા ભણેલાઓની અસ્પૃશ્યતા વધારે ભયંકર હોય છે કારણ કે તેમને સમજાવવું પણ શક્ય નથી હોતું. આપણને એમ લાગે કે અમુક દુર્ગુણો સમાજમાંથી જતાં રહ્યાં પરંતુ એ તો નવું રૂપ ધારણ કરીને આ રીતે ઊભા જ હોય છે !
>>આવું તો મેં ઘણીવાર ગુજરાતી માધ્યમમાં પણ જોયેલું છે.
જેમ કે, એક છોકરી મારી બેનના ક્લાસમાં હંમેશા પ્રથમ નંબર લાવતી., એટલે એના માતા-પિતા એને બીજી ઓછા માર્ક્સ વાળી છોકરીઓ સાથે હળવા મળવાની ના પાડતા. (ખાલી ૧,૨,૩ નંબર વાળાઓ સાથે જ મૈત્રી કરવાની)
મારી બેન સાથે રોલ-નંબર પ્રમાણે એ લોકો આગળ- પાછળ બેસતા અને એ ઘણી વખત મારી બેનનું અપમાન કરતી. (૧ થી ૩માં નંબર ના આવવાને કારણે) અમારું રહેવાનું નજીકમાં હતું. પણ એકવખત મારી બેન માંદી પડી તો, નોટસ આપવાની ઘસીને ના પાડી દીધી. . અને અપમાન કર્યું. એની નોટસના લીધે એનો પ્રથમ નંબર જતો રહે તો?
મારી મમ્મીએ આ બાબતે શાળામાં અને એનાં માતાપિતાને ફરિયાદ કરી તો એના માતા-પિતાએ પણ અપમાન જ કરેલું. ભણવાની હોંશિયારી બાબતે (ગોખણપટ્ટીની હોંશિયારી)
સાયન્સમાં એડમીશન લીધા પછી, કોમર્સવાળી બહેનપણીઓ સાથે મળવાનું, બોલવાનું બંધ. જો કે એ છોકરીના ધો. દસ, અને બારમાં બોર્ડમાં નંબર હતો (કદાચ દસમો). દસમા ધોરણની પાર્ટીમાં ખાલી સાયન્સ લીધેલી બહેનપણીઓને જ ઇન્વીટેશન.
અત્યારે એમ.બી.બી.એસ થી આગળ ભણી શકી નથી. .(વધારે ગોખવાનું અઘરું પડતું હશે કદાચ) . બાકી આવા સ્વભાવ વાળી છોકરીઓ, ઘરમાં પણ હળી-મળીને (સાસરીમાં) કે દર્દીઓ સાથે કે સ્ટાફ સાથે કેવી રીતે હળી-મળીને રહી શકશે? (સંજોગો એને સાચી રીતભાત શીખવે એવી પ્રભુને પ્રાર્થના)
પણ કશો વાંધો નહિં, એમના સંતાનોને અહિં બતાવેલું અંગ્રેજી મિડીયમની અસ્પૃશ્યતા તો જરુર વારસામાં આપી શકશે. ડૉ. છે. જેવી તેવી વાત થોડી છે? મેડીકલની ફેક્ટરી માટે બાળકોને તૈયાર તો જરુરથી કરી શકશે આ અસ્પૃશ્યતાના વરદાનથી!
આવા લોકો માટે ગુજરાતીમાં એક ખાસ કહેવત છે. “ભૂંડાથી ભૂત નાસે”. સામાજિક રીતે આવા લોકો ઘણું-ખરું સાવ નિષ્ફળ જતા હોય છે અને પછી પાછલી જીંદગીમાં એકલા પડી જતા હોય છે. કારણકે આવા લોકો કંકાસ, દેખાદેખી , ઇર્ષા, વેર-ગેર માટે વધારે જાણીતા હોય છે. એ તો “ગરજે ગધેડાને બાપ” કહેવો પડે એટલે લોલમ-લોલ ચાલ્યા કરે શરુઆતના વરસોમાં. અને “ગધ્ધો-ગધ્ધાના મનમાં મસ્તાન” એ ન્યાયે આવા લોકો કારકિર્દીના શરુઆતના વરસોમાં કે મારા છોકરા બહુ હોંશિયાર એમ માની મલકાયા કરે. પણ પાછલી જીંદગીમાં ભૂવા, બાવા, જ્યોતિષ, ભાગ્ય – નસીબ બધાને માનતા થઇ જાય. સ્વભાવગત નબળાઇ અને એકલતા આવા લોકોને ક્યાં લઇ જાય એ કહેવું ઘણું મુશ્કેલ છે. “ખાડો ખોદે તે પડે” બીજું શું?
સ્વ-સ્થ વિચારો કે જે સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે.
સરસ વિચારબિંદુઓ આપ્યા છે.
ખુબ સુંદર વિચાર બિંદુઓ
ખુબ સરસ વિચર બિંદુઓ.
બધાં વિચારો બિંદુમાં સિંધુ સમાન પણ ૧, ૬, ૧૩, ૧૪ ,૧૬ વધુ ગમ્યા.
thought- provoking thoughts can make one introspect on life and outside world so they make our life meaningful!
You have collected priceless gems and hearty congrats to share them…….
Gajanan Raval
Greenville-SC, U S A
૬ઠ્ઠી ઓક્ટોબરે ૨૬ વિચારોના બિંદુઓ અને ૧૮ પ્રતિભાવો વાંચીને રાત્રે ૧૧-૩૦ વાગ્યે મને થયેલો આનંદ વ્યક્ત કરતાં મારી જાતને ન રોકી શક્યો, એટલે ઈ-મેઈલ આઈ.ડી. બદલીને પણ પ્રતિભાવ આપી જ દીધો.
ક્યારેક આ વિચારો શું છે તેના પર વિચાર કરશું, અત્યારે તો શાહબુદ્દિન રાઠોડનો શ્રી બાળકદાસ બાપુ ના પાત્ર દ્વારા રજૂ કરાયેલો વિચાર વ્યક્ત કરીને વિરમીશ.
બાળકદાસ બાપુને પુછ્યું કે સુખી થવાનો સહેલામાં સહેલો રસ્તો ક્યો?
બાળક્દાસ બાપુ કહેઃ “ઉંઘ આવે ત્યારે સુઈ જવુ, અને ભુખ લાગે ત્યારે ખાઈ લેવું” આ બે બાબત જે કરી શકે તે સુખી માં સુખી કહેવાય, લ્યો ત્યારે હવે ઉંઘ આવે છે એટલે સુઈ જાવ છું.
અને ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું એટલે સહુને “શુભ રાત્રી”
ગમતું મલે તો અલ્યા ગુંજે ના ભરીયે
ગમતાનો કરીએ ગુલાલ.
વિચારબિંદુઓનો ગુલાલ કરવા બદલ આભાર.
ભણેલાઓની અસ્પૃશ્યતા આઘાતજનક અને સમાજમાં પ્રર્વતતી હકીકત છે.
જે મા પોતાના બાળકના કુમળા મનમાં ઘૃણાના બીજ વાવે છે તે મા નથી….બાળકની અજાત શત્રુ છે.
૬૦ પછી સમય જતો નથી…કારણ કે નિવૃતિનો ઉત્સવ માણતા નથી આવડતું..!!
બાવાઓ ચરણે અને શરણે…મંદિરોમાં ટોકરા ખખડાવવા સિવાય પણ ઘણી પ્રવૃતિઓ છે જે દ્રષ્ટિ કેળવવાથી
નિવૃતિમાં પ્રવૃતિ કરી શકાય…અને પ્રફુલ્લિત પણ રહી શકાય.
વિચારબિંદુઓના ગુલાલ પર ૧૯ પ્રતિભાવો દયનીય છે….આપણી વૈચારીક શક્તિ લકવો મારી ગઈ છે ?
મનન અને મંથનનો પણ ગુલાલ થવો જોઈએ..!!
મ્રુગેશભાઈ,
મને પણ આપની જેમ સારા વાક્યો અને વિચારો સન્ગ્રુહિત કરવાનો ખૂબ શોખ છે. આપન બધા વિચાર બિન્દુઓનો મુખ્ય સુર, જિવનમા જોવા મળતા- વિચારો,પ્ર્સન્ગો, અનુભવ વગેરેમા રહેલો વિરોધાભાસ તેમજ જિવનની સુસન્ગતાઓ..ચે છતાય તેમા એટલીજ વાસ્તવિકતા પણ છે.
આના માટે ઘણુ બધુ લખાય પણ મહાન વિચારકોના વિચારો વિષે લખવુ અયોગ્ય કહેવાય એટલે આટલુ બસ.
નમસ્તે અનિલાબેન,
આ કોઈ મહાપુરુષોના વાક્યો નથી કે આ સુવાક્યોનું સંકલન પણ નથી. આસપાસના જગતમાં જે કંઈ જોવાયું, અનુભવાયું તેને વિચારબિંદુઓ રૂપે શબ્દમાં ઢાળવાની કોશિશ કરી છે, જે આપની જાણ ખાતર.
આભાર.
લિ.
મૃગેશ શાહ
મૃગેશભાઈ, જો તમે આ સુવાક્યોનુ સર્જન જાતે જ કર્યુ હોય, તો તમે પણ ખરેખર એક મહાન વિચારક છો.
ધન્ય છે તમોને!!
Thank you for sharing these wonderful thoughts all together once again with all of us Mrugeshbhai. Very thought provoking. I will definitely try to implement as many as I can…
ઘડપણમાં વડીલોને ‘વેબકૅમ’ની નહીં પરંતુ વ્હાલભર્યા સ્પર્શની જરૂરત હોય છે, એટલું જો સમજીએ તો વિકાસના નામે થતી ઘણી ભાગદોડ ઓછી થઈ જાય !
– વેબકેમ એક સાધન છે જે કોઇ જરુરિયાત પૂરી પાડે છે. જુના સમયમા વેબકેમ ન હતા, આજે છે તો એનુ સુખ કેમ નથી?
આપણને શુ જોઇએ છે એ આપણને ખબર નથી.
જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ સરસ કહે છે કે ‘તાંબાનો લોટો…..
તાંબાના લોટામા શોધખોળ થઇ નથી.નવી ટેક્નોલોજી આવવાથી જૂની ટેક્નોલોજી ભંગાર થઇ જાય છે.
આજે આ લેખ પણ કોમ્પ્યુટરની મદદથી વાંચી રહ્યા છીએ, તાંબાના લોટાથી નહી
એટલે આ વાક્ય “સરસ” કહીને જોવા પાછળ શુ અર્થ હોય એ મારા મગજની બહાર છે
“ઘરે, બેઘર બનીને માત્ર ‘ઈનવેસ્ટમેન્ટ’ કરીને સંતોષ માનવો પડે છે. પરંતુ દુનિયા આને જ વિકાસ કહે છે !”
જે ગાંધીને આપણે માનીએ છીએ એ થોડા દાયકા આફ્રિકામા રહ્યા અને કામ પણ કર્યુ. ગાંધીને પણ નાતબહાર કરવામા આવ્યા હતા.
આ વાક્ય વાંચીને એમ લાગે છે કે લોકોએ બહાર નિકળવુ જ નહી?
મારા મતે, દેડકાએ દરીયો જોવો હોય તો કુવામાથી બહાર આવવુ પડે.
નીતિવાન મનુષ્યના દરવાજે ‘વોચમેન’ની જરૂર પડતી નથી.
આનો અર્થ શુ કાઢવો? જેના ઘરે વોચમેન છે એ નીતિવાન નથી?
શાકભાજીનો જે વેપારી તોલમાં ઓછું જોખીને ગ્રાહકને છેતરે છે, હરતીફરતી ગાય એને ત્યાંથી બે કોબીજના દડા…
આમા શુ કનેકશન છે? જે વેપારી તોલમાપમા ગ્રાહકને છેતરતો નથી એને ત્યા ગાય બે કોબીજના દડા ખાઇ લે તો શુ સમજ્વુ?
બધી ઘટના ડબલ એન્ટ્રી (અકાઉન્ટીંગ પ્રમાણે) નથી હોતી.
અને જો હોય તો પણ આપણે કહી રીતે કહી શકીએ કે આ જમાની (આવ્યા) સામે આ ઉધાર (ગયા) છે?
બધી ઘટના ડબલ એન્ટ્રી (અકાઉન્ટીંગ પ્રમાણે) નથી હોતી.
અને જો હોય તો પણ આપણે કહી રીતે કહી શકીએ કે આ જમાની (આવ્યા) સામે આ ઉધાર (ગયા) છે?
એકાઉન્ટિંગમાં જમા ની સામે ઉધાર થવું જ જોઈએ તો જ બેલેન્સ શીટ મળે. પણ તેનો અર્થ તેમ નથી કે તેમાં ઘણાં એકાઉન્ટ ન હોય. વળી માત્ર સરવૈયું જોવાથી સ્પષ્ટ ચિતાર ન મળે. આવરો પણ જોવો જોઈએ. આવરો શબ્દ ખાસ તો જુના જમાનાના અસલ વેપારીઓ વાપરે છે. તેઓ એમ કહે કે અમે રોજમેળ બગલમાં દબાવીએ એટલે તેમાં બધું જ આવી જવું જોઈએ. બેલેન્સ શીટમાં એવું બને કે મારા કે તમારા ખાતે કશીએ સીલક ન બચતી હોય પણ વર્ષ દરમ્યાન આપણે કરોડોનું ટર્નઓવર કર્યું હોય.
ભારતમાં તો મોટા ભાગના ચોપડાઓ એમ ને એમ સમજૂતીથી ઓડીટ થઈ જાય છે. પણ પછી જ્યારે દરોડા પડે ત્યારે એકે એક હિસાબની ચકાસણી થાય. અને ઘણી વાર વેપારીને અને ક્યારેક ઓડીટરને પણ જેલમાં જવાનો વારો આવે. મોટા ભાગે ઓડીટર વેપારી ઉપર જેલર જેવો રોફ છાંટતા હોય તો પણ.
મૃગેશભાઇ,
તમારો ઉત્તર મારે જાણવો છે, કારણ લેખક તમે છો 🙂
મને મારા પર્સનલ ઇમેઇલ પર જવાબ આપશો?
Respacted Mrugeshbhai,
Excellent,
try to give some more.ignore those who don’t understand
very good
raj
ma balak mate badhu sahan karvani shakti rakhe che
women ek pote j shakti che ee dhare to shu nathi kari shakti
pan aaj no samaj ene em karavani manzuri nathi aap to
etle j to e badhu chup chap sahan karye jay ache.
aa diniya ma hetu vagar koi het kartu nathi ee vat bilkul sachi che
maa bap chokarav mota kare che karnke chokarav mota thashe to aapne gharda
thaishu tyare ee apne kamai ne khavadshe
ane ej balak aapne ghar ma thi bahar kathi muke che
tyre vank kono kahevo
વિચારો નહીં, સ્વભાવ મેળવીને લગ્ન કરવાં જોઈએ. કારણ કે વિચારો પરિવર્તનશીલ છે. સ્વભાવ એ ઘણા સમય બાદ જામેલું દહીં છે. સ્વભાવ એ ઘૂંટાયેલા વિચારોનું સૂક્ષ્મ સ્વરૂપ છે. સ્વભાવ બદલવો મુશ્કેલ છે. આથી, જેને સ્વભાવ ઓળખતાં આવડી જાય એ દુનિયાના કોઈ પણ સંબંધોને યથાયોગ્ય રીતે નિભાવી શકે.
aa lekh mane vahu saru lagyo .aasha karu chhu ke aavu lekh tame avu aagan pan lakhasho
સરસ વાતો મ્રુગેશભાઇ,
બધી જ વાતો ગમી અને બધી જ વાતો સમજવા જેવી છે.વાતો ઉદાહરણ સાથે કરી એ સરસ કર્યું.તરત જ સમજી શકાય…
ક્યારેક ધ્યાન આપ્યુ છે ખરુ – ઊત્સવો ઉજ્વાનિ જ્ગ્યાએ પતાવાય –
Thanks for sharing…
ગુજરાતને ગમી આપનિ કૃતઓ
મ્અને ગમે આપની રચનાઓ
સમાજ જો વિચારે પુરુ
દુ;ખ ન રર્હે થોડુ
ખુબ જ સુંદર વિચાર મુક્તક આપ્યા છે .
ધન્યવાદ
વિચારવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા અને માણવા જેવા સુંદર વિચારો……
–સમસ્યાઓ નુ નિરાકરણ એ જ વિચારધોરણ થી લાવી શકાય નહી જે વિચાર ધોરણે સમસ્યા ઉદભવી છે
દરેક મુશ્કેલી મા એક તક રહેલી હોય છે . – આલ્બર્ટ આઈંસ્ટાઈન
–નીચે પડવુ એ કાઇ હાર નથી ..હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો..
વિકાસ, કેળવણિ, નિરન્તરજાગ્રુતિ, સમાજ, આપણી અન્દરન જગત ની વાસ્તવિકત ની સુન્દર રીતે સમજાવી