ગરીબ, પણ છૈયે કેટલાં બધાં ! – ઈલા ર. ભટ્ટ

[ વિશ્વપ્રસિદ્ધ ‘સેવા’ (સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસિયેશન) સંસ્થાના સ્થાપક ઈલાબેન વિશે આપણે અગાઉ એક મુલાકાત વાંચી હતી. તેમના સ્વાનુભવના આલેખ રૂપ આ પુસ્તક ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં !’ તૈયાર થયું છે જે મુખ્યત્વે અંગ્રેજીમાં ‘We Are Poor But So Many’ નામથી પ્રચલિત છે. તેમના આ પુસ્તકનું પ્રકાશન ‘ઑક્સફોર્ડ યુનિવર્સિટી’ પ્રેસે કર્યું છે. આ પુસ્તકમાં તેમની ‘સેવા’ સંસ્થાના ઉદ્દભવ અને કાર્ય પાછળ રહેલી દષ્ટિ અને એના વિકાસનો ચિતાર મળે છે. ઈલાબેન વાચકને સ્વાશ્રયી મહિલાઓની દુનિયામાં લઈ જાય છે અને એમના કાર્યક્ષેત્રનો પરિચય કરાવે છે. આ પુસ્તકમાંનું પ્રથમ પ્રકરણ ‘ગરીબ, સ્વાશ્રયી સ્ત્રીઓ’ અહીં ટૂંકાવીને લેવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

1986માં બંગાળના બાંકુરા જિલ્લાના એક નાનકડા ગામની મુલાકાતે જવાનું થયું. ત્યાં એક દુર્બળ, કંતાઈ ગયેલી સ્ત્રીએ મને કહ્યું : ‘કાજ નાહી, કાજ કોરી મોરું.’ (કામ નથી, (તોયે) કામ કરતી મરું છું.) આ શબ્દોથી હું વીંધાઈ ગઈ. ભારતના સમસ્ત ગરીબ સ્ત્રી-પુરુષોના જીવનની એ અભિવ્યક્તિ હતી. મરણતોલ પરિશ્રમ છતાં મળતર એટલું નગણ્ય, કે ગરીબીનો છેડો ક્યાંયે દેખાય નહીં. ગરીબ કુટુંબોમાં દરેક સ્ત્રી કામ કરે છે. સવારથી સાંજ લગી વૈતરું કરે, તો પણ એને એમ જ લાગે કે એની પાસે કામ નથી, અને એ સતત કામની શોધમાં છે. આખુંયે જીવતર એ પેલા દુર્લભ કામની વાટ જોયા કરે છે, જેમાંથી એને સ્થિર આવક મળે, કુટુંબને પોષી શકાય, ગરીબીમાંથી મુક્ત થવાય, અને સુરક્ષિત જીવન મળે.

ગરીબ હોવું એટલે આક્રમણો અને સંકટોનો પ્રતિકાર થઈ ન શકે એવી લાચારીનો ભોગ બનવું. ગરીબી, સ્ત્રીજાતિમાં જન્મ અને સ્વરોજગારીની મથામણ – તમામ સ્થિતિ અલગ હોવા છતાં, પેલી લાચારી સાથે વણાયેલી છે, ગરીબીને કારણે જેના પર આપણું કોઈ નિયંત્રણ નથી એવાં પરિબળોનો ભોગ બનવાની સતત તૈયારી રાખવાની. પ્રત્યેક કમનસીબ ઘટનાને પગલે પ્રશ્નો બેવડાતા જાય, અને વ્યક્તિ પોતાની નિર્બળતાનો વધુ ને વધુ અનુભવ કરે, એમ કરતાં કરતાં એ દારિદ્રયની ઊંડી ખીણમાં સરકતી જાય. આમાં જો કોઈ ઉગારી શકે તો એ કામ, આવકનો સ્થિર પ્રવાહ, અને મૂડી-મિલકત.

ગરીબ શ્રમજીવીઓ માટે મોટા ભાગનું કામ ઋતુ આધારિત છે. અને અનિયમિત પણ. વાવણી અને કાપણી દરમિયાન ખેતી કરનારાં સવારથી સાંજ રોકાયેલાં રહે, પણ વર્ષના બાકીના ભાગમાં એમની પાસે કામ નથી હોતું. જૂના જમાનામાં તો હસ્તઉદ્યોગ દ્વારા ખેતીની આવકને થોડોઘણો ટેકો મળતો હતો, પણ જેમ જેમ માટી અને વાંસની ચીજોનું સ્થાન પ્લાસ્ટિકે લેવા માંડ્યું તેમ તેમ પરિસ્થિતિ બદલાતી ગઈ. ફેકટરી ઉત્પાદિત કૃત્રિમ કાપડે સ્થાનિક હાથવણાટના વસ્ત્રને ખસેડી મૂક્યું છે, ઘરઆંગણે બનતાં, મોચીએ સીવેલાં પગરખાંનું સ્થાન રબરે લઈ લીધું છે. હુન્નર ઉદ્યોગોનાં કામો ઓછાં થતાં ગયાં છે. ગામડાંઓમાં નાણાંની લેવડદેવડની જગ્યાએ ચીજવસ્તુની આપ-લેનું ચલણ હતું. આજે તો ગરીબોને માથે નાણાં-નિર્ભર અર્થવ્યવસ્થા આવી પડી છે. ગ્રામ વિસ્તારોમાં રોકડ નાણું સહેલાઈથી હાથ નથી આવતું, અને છતાં ટકી રહેવા માટે ગરીબ પરિવારોને એના વિના ચાલે એમ નથી.

અનિયમિત કામ અને અપૂરતી આવકને લીધે શ્રમજીવીઓને ઉધાર પૈસા લેવાની જરૂર પડતી રહે છે. તંગીના સમયમાં ટકવા માટે આવી અંગત ઉધારી ગરીબો માટે આર્થિક સહાયનો એકમાત્ર સ્ત્રોત છે. ધિરાણની આ પદ્ધતિ પ્રમાણભૂત ન હોવાથી આમ તો ગેરકાયદેસર ગણાય. વળી વ્યાજ પર પૈસા ઉધાર આપવાનો આ ધીકતો ધંધો ગરીબને વધારે ગરીબ બનાવે. પોતાની પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી શ્રમજીવીઓ ધીરધારનો ધંધો કરનારને કમરતોડ વ્યાજ આપવાનું કબૂલી પૈસા ઉધાર લે. દેશની બૅન્ક-વ્યવસ્થાનું માળખું એમની પહોંચ બહારનું છે. દેવાદાર બનવું એ પણ જાણે ગરીબોનો જ એક અંગભૂત હિસ્સો છે. દેવાનો બોજ સ્થિતિને સુધારવાની કોઈ તક આપતો જ નથી, ખાસ તો યુવાપેઢીને એમનાં મા-બાપના દેવાનો ભાર માથે લેવો પડે, ત્યારે સ્થિતિ વણસે છે. કમાણીની એકે એક પાઈ પહેલાં તો ખોરાક અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતો પાછળ ખર્ચાય, અને પછી આવે દેવાની ચુકવણી. આવકમાંથી કશું જ બચે નહીં એટલે ગરીબ સમુદાય પાસે મૂડી-મિલકત તો હોય જ ક્યાંથી ? જેટલી વાર ઉધાર લેવા સ્થાનિક ધીરધાર પાસે જવાનું થાય ત્યારે પોતાની પાસે જે કંઈ મૂડી હોય તેનો થોડો ભાગ ગુમાવવાનું થાય. સામાન્ય રીતે જમીન ખોવાનો વખત પહેલે તબક્કે જ આવે. ધીમે ધીમે પછી ઘર, ઢોર અને ચાંદીનાં ઘરેણાં ગિરવે મૂકવાનો વારો આવે, અને ગરીબો એમનાં હળ કે પાવડા જેવાં ઓજારોનો પણ સોદો કરે છે. અતિશય કપરા સમયમાં તો વળી સરકારી રેશનકાર્ડ કે લાઈસન્સ જેવા દસ્તાવેજ પણ રોકડ રકમ સામે ગિરવે રખાય. ગામડાઓમાં મૂડી-મિલકતને શાહુકાર કે જમીનદાર પાસે જતાં વાર નથી લાગતી.

ગરીબો પાસે પછી જે મૂડી બચે તે એમનાં શરીર. જ્યાં સુધી શરીરશ્રમ થઈ શકે ત્યાં સુધી તો એ ખોદે, વ્હેરે, કાપે, વૈતરું કરે. શ્રમનાં આવાં કામો મજબૂત અને તંદુરસ્ત શરીરની અપેક્ષા રાખે, પણ અમર્યાદ શ્રમને લીધે, અપૂરતા ખોરાક અને પોષણના અભાવને કારણે, એમનાં શરીર તો મોટે ભાગે નબળાં જ હોવાનાં. જ્યારે કામ થઈ શકે ત્યારે તો એ થોડુંઘણું રળી લે, માંદા પડે ત્યારેય જાત પર જુલમ કરીને કામ કરે, છતાં એમાં ઉત્પાદકતા ઘટે, અને છેવટે એમની કમાણી ખૂબ ઓછી થઈ જાય. એટલે માંદગી જેવા સમયે, જ્યારે પોષક આહારની સહુથી વધારે જરૂર હોય ત્યારે, પરિવારને અડધા ભૂખ્યા રહેવાનો સમય આવે. શરીરશ્રમ કરનારાંને વધારે કેલેરીની જરૂર પડે પણ અહીં તો પેટ પૂરતો ખોરાક જ ન મળતો હોય. જાડા ધાન્યની રોટલી કે ભાત એમનો મુખ્ય આહાર. ક્યારેક મીઠા-મરચાં સાથે એ ખાવાનો. દાળ અને લીલાં શાકભાજી એમનાં ભાણાંમાં ત્યારે જ દેખાય જ્યારે એમની કમાણીનું સ્તર ઊંચું જાય.

પાણી સહુ માટે મહત્વની આવશ્યકતા, પરંતુ દેશના કેટલાક ભાગોમાં તો એ એક દુર્લભ ચીજ. સ્વચ્છ અને પીવાલાયક પાણી મોટા ભાગના ગરીબોને સરળતાથી મળતું નથી. જે પ્રદેશોમાં પાણીની અછત હોય અને પીવા માટે યોગ્ય પાણી મળતું ન હોય, ત્યાં પાણીજન્ય રોગો જેટલા સામાન્ય છે એટલી જ સામાન્ય છે શરીરમાંથી પાણી ઘટી જવાની સ્થિતિ. કુપોષણ, ઝાડા કે શરીરનું પાણી શોષાઈ જવાની માંદગી ગરીબોમાં વારંવાર જોવા મળે છે. શરીરમાં શક્તિ સંચિત થઈ જ ન હોય અને માંદગી ઊથલો મારે કે લાંબી ચાલે ત્યારે વ્યક્તિ શિથિલ અને નબળી બને એ દેખીતું છે. જ્યાં મળી શકે તેમ હોય ત્યાં ગરીબ વર્ગ જાહેર આરોગ્ય સેવાઓનો લાભ લે છે, કારણ કે એ પોસાય એવી હોય છે. આમ છતાં રાજ્યની આરોગ્ય સેવાઓ અપૂરતી છે. સ્વાસ્થ્ય અંગેની પાયાની સગવડો પણ સામાન્ય પ્રજા સુધી પહોંચતી નથી. ગ્રામવિસ્તારોમાં આરોગ્યકેન્દ્રો દૂર હોય, આરોગ્ય કર્મચારીઓને કસ્બામાંથી ત્યાં આવ-જા કરવાની હોય એ સંભાવનાને કારણે કર્મચારીઓની ગેરહાજરી સામાન્ય છે. દવાખાનાનાં સાધનો બગડી ગયાં હોય, કે વળી દવાની અછત હોય, એમ પણ બને છે. ખાનગી તબીબો અને હૉસ્પિટલ ખર્ચાળ હોવા છતાં એમાં કેટલાક લાભ છે. એક તો એ સ્થાનિક હોય, અને બીજું ત્યાંના કર્મચારીઓ કટોકટીને પહોંચી વળવા સક્ષમ હોય, તેથી ગરીબો તબીબી સારવાર માટે ઘણી વાર મોટો ખર્ચ કરે છે. તબીબી વ્યવસાય અપનાવનારી વ્યક્તિઓ મુખ્યત્વે શહેરમાં વસનારી અને મધ્યમ વર્ગની હોવાથી ગરીબોની જીવનશૈલી તથા સાંસ્કૃતિક-સામાજિક પરંપરાઓથી અજાણ હોય છે. ગંદા અને અબુધ દેખાતા ગરીબો માટે એમને પૂર્વગ્રહ પણ હોઈ શકે. આ પરિસ્થિતિમાં ગરીબોને જે પ્રકારની કાળજી અને માવજત મળે છે, તેમાં આ બધાં પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે, ક્ષય કે એચ.આઈ.વી/એઈડ્ઝ જેવા રોગો સામે લડત આપવાની સ્થિતિને બાદ કરતાં, રોગોના પ્રતિકારની કે સામાન્ય સ્વાસ્થ્યની જાણકારી આ સમુદાયમાં નહીંવત છે. હજી આજે પણ જો કોઈ પરંપરાગત સ્વાસ્થ્ય કર્મચારી ગ્રામપ્રદેશમાં સ્વીકાર્ય હોય તો તે છે દાયણ. પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાને એનું સ્થાન નિરર્થક બનાવી દીધું છે.

સામાન્યતઃ ગરીબોનાં રહેઠાણો ગામને છેવાડે હોય છે. વંચિતો પણ વર્ગ, જ્ઞાતિ અને ધર્મ પ્રમાણે અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલાં હોય છે. બધાં પોતપોતાનાં રીતરિવાજને અનુસરે છતાં રોજબરોજના જીવનમાં પરસ્પર આધાર રાખે એટલે બધાં વચ્ચે મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય. ગામને છેવાડે આવેલાં ગરીબોનાં રહેઠાણ પડતર અને ખરાબાની જમીન ઉપર હોય. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આ જગ્યા સાવ મામૂલી ગણાય. ગુજરાતમાં આ પ્રકારનાં ઘરોની બાંધણી સાદી હોય છે. ઈંટ-માટીની દીવાલ, પતરાં-પરાળનાં છાપરાં અને લીંપેલી ફર્શ. એમાં ઢોરઢાંખર, બકરી અને મરઘાં માટેય જગ્યા હોય અને ધંધાનાં સાધનો પણ હોય. ઉદ્યોગ માટેની સૂતર કે ઉન જેવી કાચી સામગ્રીયે હોય, અને ખેતીની પેદાશનો જથ્થો સુદ્ધાં હોય. દીકરો પરણે એટલે ઘર જરા મોટું થાય. ભલે કાચાં અને કામચલાઉ, પણ ગામડાંમાં ગરીબોને પોતાનાં ઘર હોય છે. આવાં મકાનોને ઘસારો ખૂબ લાગે છે. એને સાચવવા માટે સમયસર અને નિયમિત સમારકામની જરૂર પડે છે અને એને માટે આખા કુટુંબે કમર કસવી પડે છે. કુદરતી આપત્તિ સામે ટક્કર ઝીલવાનું આ રહેઠાણો માટે મુશ્કેલ હોવાથી અતિવૃષ્ટિ, વાવાઝોડું કે રેલ એને ભારે નુકશાન પહોંચાડે છે. પરાળનાં છાપરાંમાં આગનું જોખમ તો ખરું જ, વધારામાં વંટોળમાં છાપરાં ઊડી જવાનાં. ઘર હોવા અને ઘર ન હોવા વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. ખેતપેદાશનું સંઘરેલું અનાજ અતિવૃષ્ટિ કે રેલમાં તણાઈ જાય, ઢોર અને બાળકો માંદાં પડે અને પરિવારે તણખલાં એકઠાં કરી ફરી માળો બનાવવો પડે. આગળ વધવાની વાત તો દૂર રહી, ખપ પૂરતું મેળવવામાંય ભારે જહેમત કરવાની.

આવી અસ્થિર જીવનપદ્ધતિમાં ચોવીસ કલાક પાણી, વીજળી કે શૌચાલયની સગવડ મુશ્કેલ. ગામડાંનાં મોટા ભાગના રહેવાસીઓ જાહેર કૂવામાંથી કે તળાવમાંથી પાણી મેળવે. વર્ગભેદને કારણે દલિતો અને અછૂતોને કેટલાક સમાજમાં જાહેર કૂવાના ઉપયોગમાંથી બાકાત રાખવામાં આવે એટલે એમને કાં તો પીવાલાયક પાણી વગર ચલાવી લેવું પડે અથવા તો પીવાનું પાણી મેળવવા ક્યાંક બીજે દૂર જવું પડે. ગામડાંનાં તળાવોનું પાણી ક્યારેક એટલું ખારું હોય છે કે એ માણસ અને પશુ માટે પીવાલાયક જ ન હોય. પાણી લાવવું એ ગામડાનાં જીવનમાં સમય અને શક્તિ માંગી લેતી પ્રવૃત્તિ છે.

ગરીબ ઘરોમાં વીજળી તો ભાગ્યે જ હોય. ગુજરાતનાં તમામ ગામડાંઓને વીજળી અને રસ્તા આપવાની સરકારે ખાતરી આપી છે. પણ રસ્તા પર લાઈટ મૂકવાથી વધારે અને પાણીના પંપ ગોઠવી આપવાથી આગળ પંચાયતને બીજી કોઈ રીતે વીજળી પરવડતી નથી. વ્યક્તિગત ધોરણે ગરીબ ઘરોને વીજળી પહોંચાડી તો શકાય, પણ એ મેળવવાનું સહેલું નથી. આને લીધે પરિવારની ઉત્પાદકતા ઘટે છે. દિવસના અજવાળાનો ઉપયોગ કામધંધા માટે કરવાનો હોવાથી કામના કલાકો ઘટે છે. કામને પહોંચી વળવા બાળકોની મદદ લેવી પડે છે, તેથી એમને ભણવા માટે ઓછો સમય મળે છે. મોટેરાંઓને કામ માટે ઓછા કલાકો મળવાથી વધારાની આવકની તકો જતી કરવી પડે છે. આ બધું હોવા છતાં શહેરની ઝૂંપડપટ્ટીઓની સરખામણીમાં ગામડાંઓનું જીવનધોરણ વધારે આરોગ્યપ્રદ છે.

[કુલ પાન : 235. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનામૃત – સંકલિત
શ્રી અરવિંદ : રાષ્ટ્રનેતા અને મહાયોગી – જયેશભાઈ દેસાઈ Next »   

22 પ્રતિભાવો : ગરીબ, પણ છૈયે કેટલાં બધાં ! – ઈલા ર. ભટ્ટ

 1. nayan panchal says:

  India Shining ના સમયમાં પણ જો (મોટાભાગના) ગામડાઓની આવી જ સ્થિતી હોય તો તે સારી વાત ન કહેવાય. ગુજરાતમાં કદાચ સ્થિતી સારી હશે પણ બિહાર-બંગાળની ગરીબોની હાલત તો ખૂબ જ બદતર છે.

  પીપલી લાઈવના હોરી મોહતો અને પ્રેમચંદના હોરી મોહતોની સ્થિતીમાં લેશમાત્ર ફરક નથી પડ્યો.

 2. nayan panchal says:

  અત્યારે જ times of Indiaની સાઈટ પર સરસ આર્ટિકલ વાંચ્યો જેમા હિલેરી ક્લિન્ટને SEWAના ખૂબ વખાણ કર્યા છે.

  http://timesofindia.indiatimes.com/city/lucknow/SEWA-transforming-womens-lives-in-India-Hillary-Clinton/articleshow/6703743.cms

  નયન

 3. Tamanna shah says:

  garibi jovi ane anubhavavi ama ghano tafavat hoy 6e..

 4. Garibi ek matra sabdthi maru raday dravi uthuyu apni pase jaruri badhij vastu ane sukh sagavad che jayare uper na lekh vachi em thay che garibi ma jivu ketlu mushil che to pachi apde badha kem dukhi chiye matalab ke kem sapati ni pachal gada bani gaya.

 5. Hiral says:

  “સંપ ત્યાં જંપ”, ઇલાબેન અને “સેવા” સંસ્થામાં કાર્યરત દરેક મહિલાને શત શત પ્રણામ. સમયદાન જેવી પ્રવૃતિઓથી થોડા પ્રશ્નોના ઉકેલ લાવી શકીએ અને ગરીબ લોકોને મદદ મળી રહે એવી પ્રભુને પ્રાર્થના.

 6. જગત દવે says:

  તાજેતરમાં અત્યંત આશ્ચર્યજનક રીતે વધેલી મોંધવારી પછી ભારતમાં પૈસા કમાવા બાબતે રઘવાટ ફેલાયેલો જોવા મળે છે અને પૈસા માટે મૂલ્યોનું પતન પ્રજા માટે વધારે સહજ અને સ્વીકાર્ય બનતું જાય છે. (જો કે ‘દબંગ’ ત્યાર બાદ પ્રદર્શિત થઈ અને ‘કૌન બનેગા…” માં ૧ કરોડની જગ્યા એ ૫ કરોડની ઘોષણા પણ)

  ૧. પ્રજાકીય ઘડતરમાં ધર્મનો પ્રભાવ ખતમ થતો જાય છે. (ધર્મ ખુદ વિખરાયેલી અવસ્થામાં છે)
  ૨. અનીતિનાં ટુંકા રસ્તે ચાલીને પ્રભાવશાળી બનેલાં લોકોને જોઈને પ્રજામાં મૂલ્યો પ્રત્યે ઊદાસીનતા વ્યાપી ગઈ છે.
  ૩. આના કારણે દંભનો ફેલાવો થઈ રહ્યો છે. “મુખમેં રામ બગલમે છુરી” નો પંથ ફેલાઈ રહ્યો છે.
  ૪. ગરીબ હોવું એ મજબુરી નહી પણ ગુનો થઈ ગયો છે. તેને કારણે ગરીબી પ્રત્યે કરુણા ઓછી અને ધૃણા વધતી જાય છે.
  ૫. રાજકીય ક્ષીતિજમાં પણ કોઈ સુર્યનો ઊદય નજીકનાં ભવિષ્યમાં દેખાતો નથી.
  ૬. આવનારી પેઢી માટે ખુબ આશાઓ છે પણ બુઢાઓનાં બખડજંતર દરેક ક્ષેત્રમાં જામી ગયેલા છે. (other than I. T.)
  ૭. આપણી સંસદ જોઈને એમ જ લાગે છે કે આપણે ૧૭-૧૮મી સદીની પંચાયત જોઈ રહ્યા છીએ.

  શું આ પરિવર્તનો અને પરીસ્થિતી ક્રાંતિ તરફ લઈ જશે?

  ગરીબી ઊપરાંત ગરીબો ને પજવતાં કારણો છેલ્લાં ફકરાઓમાં આપ્યા છે. જે જળોની જેમ આપણા સમાજને ચોટી ગયા છે.

  • parag says:

   ખુબ જ સરસ શબ્દન્કન , પન જગત ને બદલવુ મુસ્કેલ ચે . અને જે બદલિ શકે ચે એને બધા ભગવન કહે ચે.

 7. harikrishna patel says:

  very true writing of conditions of poor people. i know that some people in surat are doing business of finance to vegetable vendors. in this system they give 1000 rs in morning to vendor and collect 1100 rs at night. now if you count this rate of interest, it is around 3600 percent per year. now how can the vendor comes good in financial position in his life ever ?we people can get loan at 12 percent per year rate and still we feel interest takes away our savings. so what is the situation of poor vendors. and i know lot of well to do family men are financing in this way.really there should be alternate way for the poor people for easy finance specially people who live on road and they are hard working.

  • Kavin Shah says:

   ૩૬૦૦ % વ્યાજનો દર. આવું જો કોઇ બેન્કમાં કામ કરતો વ્યક્તિ સાભળશેને તો તમને સુરતી સ્ટાઈલમાં સમજાવશે.

  • કલ્પેશ says:

   I agree that the interest rate is huge.
   On the other hand, is the vegetable vendor being forced to take money?

   Why is it that people who write that “xyz kind of things should be done to help poor” don’t do anything?
   I am not asking an answer from you. It is easy to say “do xyz things to help poor etc” but that advice is for others and not for the person who advises 🙂

 8. Patel Kalpesh says:

  પહેલિ વાર મારો આભિપ્ર્ય લખુ ચુ ભુલ્ચુક માફ કરજો ગરિબ ને ત્યા ઘર નુ કોય સદસ્ય બિમાર થાય ત્યારે તે લોકો કેવિ રિતે બાધો એક્ષ્પેન્સ ઉથાવતા હસે. આમુક વખતે આવા વિચારો થિ મન દુખિ થાય છે. અને જો કોય મોટિ બિમારિ હોય તો તેમને કોનિ પાસે હાથ લાબો કરવાનો.

 9. kantibhai says:

  situation is well described. institute also doing its best. but if poor are many and rich are less then to me it seems that all the daily using things from a to z made not by machine but made by workers are used in India and maschine made things be exported then partly problem can be solved. i do not know how practical it is but to me it seems it is worth of trying and one should try.

 10. Hetal says:

  very sad but true- I don’t know who and what to blame for this inequality in life for basic needs to survive?! Is it almighty or us humans?

 11. Anila Amin says:

  ‘ગરીબી હતવો’ સરકારની નીતિમા સરકાર પાછળ પડીછે એતો નિર્વિવાદ છે કારણકે મોટા મોટા કૌભાન્ડો કરી નેતાઓ પ્રજાનુ નાણુ

  પોતાના નામે સલામત સ્થળે ખસેડી દેશને વધારે ગરીબ બનાવી રહ્યાછે.પણ સરકાર એટલુ તો કરિ શકે કે જ્યારે ગરીબ ખેડૂતોનો

  વાવણીકે રોપણીનો સમય આવે ત્યારે કામચલાઊ બેન્ક કે સન્સ્થા ખોલી ઓછા વ્યાજે નાણા આપી મદ્દ કરે તો ગરીબ પોતાના ઘર

  કે જમીન શહુકારોને ત્યા ગીરો ન મૂકવા પડે અને સરકારી નાણાનોસદુપયોગ આરીતે થઈ શકે તેમજ જ્યારે લોકો પસે કામ ન હોય

  ત્યારે પણ કૂવા તળાવ જેવા જળાશયો સર્કાર દ્વારાજ હાથ ધરવામા આવેતો લોકોને કામ પણ મળે અનેથોડાઘણા પૈસાપણ મળી શકે.

  મોટા નહીતો નાના નાના કામોતો સરકાર પોતાના વફાદાર અને નીતિમત્તા વાળા માણસોના સહકારથી કરાવી શકે. કામ કરનારતો

  ઘણા હોયછેપણ સચા માણસોની ઓળખ કરવી અને લાલ્ચુ તેમજ પોતાના અન્ગત માણસોનેજ કામ આપવુ એ નીતિને

  તિલાન્જલી આપવી જોઈએ.

 12. Dipti Trivedi says:

  આ લેખ વાંચીને એમ થઈ ગયું કે આપણે જે અભ્યાસ, જરુરી દવા, નિયમિત ખોરાક વગેરે સાથે ભાડાના કે પોતાના પાકા મકાનમાં રહીએ છીએ તે તો વૈભવ જ કહેવાય . અમે અમારા બાળકોને અવારનવાર શિક્ષણ અને તેના થકી મળતી બીજી સગવડો વચ્ચે જીવવા મળવાની બાબતે સદભાગી છીએ અને નાની મોટી તકલીફ કે અડચણો વિશે ફરિયાદ ન જ હોવી ઘટે એમ કહીએ છીએ.
  વળી આ વાંચતા એમ પણ થઈ ગયું કે જો હું નાણા ધીરતી હોઊં તો આવા જરુરિયાતમંદ લોકોને વ્યાજ વગર આપું. આમેય શ્રમજીવીઓની મજબૂરી હોય છે, રકમ ઓળવી જવાની દાનત ભાગ્યે જ હોય. એક બાજુ ટીવી પર વિવિધ શો માં લાખોના ઈનામ હોય અને બીજી બાજુ જીવન જરુરી વસ્તુના ફાંફાં હોય તે વિષમતા નાબૂદ થવી જોઈએ. અગાઉ અહીં જ આ બાબતનો લેખ પણ હતો.
  આપણે ત્યાં ઘણી સેવા અને તેના જેવી સંસ્થાઓ કાર્યરત હોય છે તેમાં નાણાકીય જોગવાઈ ન હોય તો શક્ય હોય ત્યાં માનવ કલાકો પ્રદાન કરવા જોઈએ. વિદેશની સારી બાબતોમાં આ એક અનુકરણીય બાબત છે જેમાં લોકો જાતે હાઈસ્કૂલ અને ત્યાર પછીના સમય ગાળામાં વૉલન્ટીયર વર્ક માટે જોડાય છે.

  • Hiral says:

   દિપ્તીબેન,
   તમારી વાત સાચી છે. વળી વગર વ્યાજે લોન આપતી બાંગ્લાદેશની ગ્રામીણ બેંકનું ઉદાહરણ ખૂબ જાણીતું છે.
   આપણે ત્યાં પણ સહકારી મંડળી વગેરેમાં આવી બધી છૂટી-છવાઇ સવલતો છે. પણ ક્યાંક ભ્રષ્ટાચાર નડે છે અથવા ક્યાંક માહિતીનો અભાવ.

 13. નિરવ ભીંડે says:

  ૧. ગરીબી એ કોઇ શ્રાપ નથી. મારા વિચારો પ્રમાણે જો કોઇ ગરીબ તેના મોટા ભાગના નવરા સમય મા કોઇ પણ રમત મા ધ્યાન આપે તો એ રાશ્ત્રીય કક્શા નો પ્લેયર બનિ શકે.

  ૨. ભારત જેવા દેશ ની લાયબ્રેરિઓ પુસ્તકો થી ભરેલી છે. તેમનો ઉપ્યોગ પણ થય શકે.

  ૩. ઉદાહરણ તરિકે, કોઇ ગરીબ ચોકિદાર તેના નવરાશ ની પળો મા તેના જ વસ્તી ના બાળકો ને ભણાવિ શકે.

  ૪. કોઇ ગરીબ, બાળક ભારત દેશ ભ્રમણ કરિ ને પોતાની રોજીરોટી મેળવી શકે . . .

  ૫. ગુજરાત ન ઘરે-ઘરે જઈને વાલિઓને ગુજરાતી મીડીયમ નિ અગત્યતા સમ્જવી શકે . . .

  – નિરવ ભીંડે (Telecom – Gurgaon)

 14. Rachana says:

  ઈલાબહેન ના કાર્યમાંથી થોડી પણ પ્રેરણા લઈ જો સમાજ ફક્ત પોતની આસપાસના ગરીબોનુ શોષણ કરવાનુ બંધ કરે તો પણ ઘણો બદલાવ આવી શકે .

  • કલ્પેશ says:

   સમાજ કોણ છે? અને સમાજ કયા પ્રકારનુ શોષણ કરે છે એ સમજાવશો?
   તમે એ સમાજના ભાગ છો કે કોઇ બીજા?

   હું તમને કોઇ અંગત સવાલ નથી પૂછી રહ્યો. જવાબ આપણે પોતાને જ આપવાના છે.
   સમાજ કઇ કરે કે ન કરે, હું શું કરુ છુ?

  • જગત દવે says:

   આ બાબતે ખાસ કરીને હિંદુ સમાજે શિખ, પારસી અને ક્રિશ્ચ્યન સમાજ પાસેથી પ્રેરણા લેવા જેવી છે. આ જાતિઓમાં બહું જ જવલ્લે જ અથવા નહિવત એવા ભિખારીઓ કે ગરીબ જોવા મળે છે.

   ઊંચ, નીચ અને જાતિ, સંપ્રદાય આધારીત ધૃણાઓ ને કારણે પહેલાં સામુહિક ધર્માન્તર થયું….પછી રાષ્ટ્રાન્તર થયું (પાકિસ્તાન અને બાંગ્લાદેશની રચના, કાશ્મીરનો વિવાદ વિ.) અને તે ભારતની પ્રજા માટે કાયમી પીડા અને અશાંતિ થઈ ગઈ.

   જો આપણે આપણાં જાતિભાઈઓની ધૃણા અને શોષણ ન કર્યું હોત તો ઈતિહાસ કાંઇક જુદો જ હોત અને વર્તમાન પણ….

   હજું પણ આપણે જાગવાનું નામ લેતાં નથી. ધર્મ અને જાતિ નિરપેક્ષ સમાજ રચવાનાં ભારતનાં બંધારણીય સંકલ્પની આજનાં રાજનેતાઓ જાહેરમાં હાંસી ઊડાવી રહ્યા છે. જાતિ આધારીત અનામતો, મતોનું રાજકારણ ભારતને ફરી ભરખી જવા તૈયાર છે.

 15. angel says:

  Dear All,

  We find that in our society only 1 member earing among family of 5-6 people, & in this generation every thing is so costly that it become difficult to fulfill all requirement of family & still there are many villages & cities where a lady don’t allowed to go outside for education & work. & in home due to household work she don’t get time to do anyother activity to earn. Just before few days in KBC one contestor from a small village of Gujarat came & say that on the very 2nd day his salary withdraw after credit in his a/c, so we can imagine the requirement of money & this is a situation of all middle class family. But all of you observe that one another lady say that for me its more important to meet Amitabh then money,& many others are like her in our society who are excited to meet Amitabh instead of money.But she think that if I don’t have requirement for me then I should use this money for any cherity or elsewhere. Amitabh asked each contestor that tell wht u do if you win 1 cror. or etc. but anyone try to ask him that wht he do for a rupees he get for each episode more then 1 cror. He ever donate any association? A celebraty came in KBC & whatever amt they win they say we donate in xyz trust or association but why only this? you earn lot from your 1 episode & it cost is might be others life income, so why they don’t do nything for the people who really required to come ahed but due to financial probs.they are suffering lot. Like by starting a institute like ‘SEWA’ or any other way like for education & etc…

  Moreover we see that now a days middle class & upper middle class people satisfied in one or two child but poor people rukne ka nam hi nahi lete, they have 3/4 child & think that they can help them to earn(v see arround us like ballon vendor & etc.) They don’t know important of education & etc & therefore from their childhoold they do labour work & be satified wht they get.(But they cann’t understand that it cost the same as income or more then it & in this way the ratio of poverty never decrease but it increase continously.)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.