બાપાય ગયા હોત તો…! – નવનીત ઠક્કર

[‘અખંડ આનંદ’ ઓગસ્ટ-2010 માંથી સાભાર.]

‘કેમ છો સોમભાઈ ? શું ચાલે છે ?’ પશાભાઈએ પડોસમાં રહેતા સોમભાઈને આદત પ્રમાણે સ્નેહભાવે પૂછ્યું.
‘પશાભાઈ, આપણે તો બીજું શું ચાલવાનું હોય ? રોજેરોજની એ જ ઘરેડ. મિલમાં મજૂરી અને ઘેર આવીને ઘરવાળાંને ટેકો.’
‘ચલો, મંદિરે જતા આવીએ અને શાક-બાક લેતા આવીએ.’
‘હા, ચાલો.’

પશાભાઈ અને સોમભાઈ આઠ-દસ વર્ષથી શહેર બહારના પરા વિસ્તારની એક જૂની ચાલીમાં રહે. બંનેનાં મન મળી ગયેલાં. એટલે નવરાશના સમયે વાતોચીતો કર્યા કરે. એકબીજાના કામમાંય આવે. પશાભાઈ સરકારી ખાતામાં નોકરી કરે. એક દિવસ પશાભાઈએ સોમભાઈને કહ્યું :
‘સોમભાઈ, આ સામેની ખુલ્લી જમીનમાં સસ્તા ભાવે ટેનામેન્ટની સ્કીમ મુકાઈ છે. હું બધી તપાસ કરી આવ્યો છું. આપણને પોસાય એમ છે. મેં તો એક ટેનામેન્ટ નક્કી કરી દીધું છે અને પડખેવાળું તમારા માટેય રાખવાનું કહ્યું છે.’
‘પશાભાઈ, તમને તો ખબર છે કે મારી આવક ટૂંકી, એમાંય મિલો એક પછી એક બંધ પડતી જાય છે. અમારી મિલે ય ક્યારે બંધ પડી જાય એ કહેવાય નહીં. પછી ?’
‘બધું થઈ પડશે. ચાલો જોઈ આવીએ અને કંકુના કરતા આવીએ.’

સ્નેહભાવે કરાયેલા પશાભાઈના આગ્રહને વશ થઈ સોમભાઈયે મેમ્બર બન્યા. થોડા વખત પછી બંને એમાં રહેવાય જતા રહ્યા. પણ સોમભાઈની મિલ ખરેખર બંધ થઈ ગઈ. હવે ? સોમભાઈ છૂટક મજૂરી કરી પરિવારના છેડા માંડ પૂરા કરતા. આ તરફ પશાભાઈ સરકારી નોકરી કરતાં-કરતાં ઘરે સાડીઓ અને બીજા કાપડનો ધંધો કરતા. એમના દીકરા મોટા થયા અને પશાભાઈ નિવૃત્ત. એમણે નજીકમાં દુકાન લીધી અને પોતાના જૂના ધંધાને આગળ વધાર્યા. છોકરાઓય ખંતીલા. દુકાન જામી પડી. પણ, સોમભાઈની સ્થિતિ દિવસે-દિવસે કથળવા લાગી. એમનેય બે દીકરા અને ત્રણ દીકરીઓ. મોટાં થયાં. માંડ-માંડ બધાંને પરણાવી દીધાં. એમના દીકરાઓ ઝાઝું ભણ્યા નહીં અને આળસુના પીર. ખાસ કંઈ કામધંધો કરે નહીં. પશાભાઈએ એમને ડાળ્યે વળગાડવાના પ્રયાસ કર્યા પણ ઉપરથી એમને જ નુકશાની વેઠવી પડી. તોય સોમભાઈ પ્રત્યેનો એમનો સ્નેહભાવ અકબંધ રહ્યો.

રોજ સાંજે મંદિરે લઈ જવાનું એ કદી ચૂકે નહીં. પહેલા પગે ચાલતા જતા. હવે પશાભાઈ સ્કૂટર લાવેલા એટલે સ્કૂટર પાછળ બેસાડીને લઈ જાય. પશાભાઈ એમને આ રીતે સધિયારો આપે. દારિદ્ર એક વખત ઘર કરી જાય પછી એ બહુ જલ્દીથી બહાર નીકળવાનું નામ ના લે. એમાંય આળસને એની સાથે બહુ સારો સંબંધ. બિચ્ચારા સોમભાઈ ! એકલા હાથે વ્યક્તિ કેટલું ઝઝૂમી શકે ? હરામ હાડકાંના છોકરાઓનો વસ્તારેય વધવા માંડ્યો. સોમભાઈનું શરીર ઘસાતું ચાલ્યું. કેટલું વેઠી શકે ? એક-બે મોટી માંદગીએ એમને સાવ પીંખી નાખ્યા….

અને…
એક દિવસ સાંજે….
નિત્યક્રમ પ્રમાણે પશાભાઈએ સોમભાઈને સાદ દીધો : ‘ચાલો સોમભાઈ, મંદિરે જતા આવીએ અને શાક-પાંદડું લેતા આવીએ….’ સોમભાઈ આંગણાના તૂટેલા ખાટલામાં ટૂંટિયું વાળીને પડ્યા હતા.
‘પશાભાઈ..! આજે કંઈ ઠીક નથી લાગતું…. તમતમારે જતા આવો.’
‘અરે ભઈ ચાલોને….. એ બહાને જરા મન હળવું થશે….’
‘પશાભાઈ, તમારી વાત હાચી છે. તમારી જોડે આવું છું ત્યારે મન થોડું હળવું થાય છે. તમે તો યાર ભગવાનના માણસ છો. બાકી આ જમાનામાં મારા જેવા જોડે કોણ સંબંધ જાળવી રાખે ? પંડ્યનાં ય હવે મને ખાડું ઢોર સમજી મારા મોતની રાહ જોઈને બેઠાં છે. હળાહળ કળિયુગ આવ્યો છે.’
‘સોમભાઈ, મનમાં ઓછું ના લાવશો. આનું નામ જ સંસાર. સમય સમયનું કામ કરે છે. આપણે તો એના હાથનાં રમકડાં. ચાલો, કંઈ વાંધો નહીં. પાછો આવીને તમને મળું છું…..’ એમ કહી પશાભાઈએ સ્કૂટર હાંકી મૂક્યું. અડધા કલાક પછી હો-હા મચી ગઈ. લોકો હાંફળા-ફાંફળા થઈ દોડાદોડ કરતા બોલતા’તા, ‘શહેરમાં બૉંબ ધડાકા થયા છે. બહુ માણસો મરી ગયા….’ થોડીવારમાં સમાચાર આવ્યા કે પશાભાઈ પણ જે લારી આગળ શાક લેવા ઊભા હતા ત્યાં બૉંબ ફૂટ્યો અને આખી સોસાયટીમાં હાહાકાર મચી ગયો. સોમભાઈને ખબર પડી તો એ મોંફાટ રડવા માંડ્યા, ‘અરેરે…. આ શું થઈ ગયું !’

બે-ત્રણ દિવસ પછી સરકાર તરફથી જાહેરાત થઈ કે બૉંબ ધડાકામાં માર્યા ગયેલાના કુટુંબના સભ્યોને સરકાર તરફથી સાડાનવ લાખની સહાયતા મળશે. સોમભાઈનેય આ વાતની ખબર પડી. બપોરે જમીને સોમભાઈ આંગણામાં ખાટલા ઉપર આડે પડખે થયેલા. પુત્રવધૂઓએ એમ માન્યું કે બાપા સૂઈ ગયા છે પણ એ પડખું ફેરવી આંસુ વહાવતા હતા. ત્યાં જ પુત્રવધૂઓ ધીમા સ્વરે વાતો કરતી’તી જે સોમભાઈના કાને પડી.
‘બાપાય પશાકાકા જોડે રોજની જેમ શાક લેવા ગયા હોત તો…..! આપણનેય…….!’
‘હાસ્તો, પશાકાકા બચારા બોલાવાય આયા’તા તોય કહ્યું કે મને ઠીક નથી અને પડ્યા રહ્યા….’
‘શા ઝટકા પડ્યા’તા એમને ? બપોરે તો રૂપાળી ચાર રોટલીને દાળભાત ઝાપટ્યાં’તાં. રોજના કરતાં એક રોટલી વધારે માગી તે આપવી પડી, મારા ભાગની !’
‘શું કરીએ ? આપણાં ભાગ્ય જ ફૂટેલાં. બચારા પશાકાકા મરતાં મરતાંય બધાને ન્યાલ કરતા ગ્યા ! સા..ડા….ન….વ….લા…….ખ !’

સોમભાઈએ આખો વાર્તાલાપ સાંભળ્યો. હૈયું હચમચી ગયું. આંસુનું પૂર વહેવા માંડ્યું. એકલા-એકલા બબડવા માંડ્યા, ‘હે ભગવાન ! તું આટલો બધો નઠોર કેવી રીતે બની શકે ? વહુઓ હાચું જ કહે છે. હવે આ શરીરમાં બળ્યું છેય શું. મને બાળવાનાં લાકડાનાં ખરચેય બચત અને મરતાં-મરતાં કુટુંબનું કલ્યાણ થાત….’ પણ એમનાં આંસુ કોણ લૂછે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતી બ્લૉગ અને વેબસાઈટનું જગત – મૃગેશ શાહ
ભાવિ પુત્રવધૂને પત્ર – જયવતી કાજી Next »   

27 પ્રતિભાવો : બાપાય ગયા હોત તો…! – નવનીત ઠક્કર

 1. raj says:

  I can’t belive that some one has this type of kids.
  realy everybody wants money without work
  very sad.
  good story any way
  raj

 2. જય પટેલ says:

  અર્વાચીન ગુર્જર ભુમિ પર ઘેર ઘેર ભજવાતું સામાન્ય દ્રષ્ય.

  ગુજરાતના લેંડ સ્કેપ પર અનિયંત્રિત વિકસી રહેલા આધુનિક ઘરડાંઘરો તેની ચાડી ખાય છે.
  સોમભાઈના દિકરા – વહુઓ પાસે નાણાં કોથળી સક્ષમ હોત તો સોમભાઈનો પણ ક્યારનોય વહીવટ કરી નાખ્યો હોત..!!

  સંસ્કારનું સિંચન થયેલું છે કે નહિ તેની ખરી કસોટી આપત્તિમાં જ થાય છે.
  પશાભાઈએ સોમભાઈના આકરા કાળમાં પણ સાથ ના છોડ્યો પણ કાળ તેમને ભરખી ગયો…કુદરતની લીલા.

  પ્રત્યેક માણસ પરત્વે સમતાનું સિંચન કરતી પ્રેરણાત્મક લઘુ વાર્તા.
  આભાર.

 3. savan says:

  આ જ હકિકત છે ….
  આ સમય મા …

 4. payal says:

  sachi vat che sanskar nu sinchan thayelu che k nay ae aaptti na samaye j khabar pade…

 5. Janakbhai says:

  Told the reality wonderfully.

 6. જગત દવે says:

  ભારતમાં આળસને કારણે સ્વીકારી લીધેલી ગરીબી વધારે જોવા મળે છે. (કૌન બનેગા કરોડપતિ?…..) કામ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ ઊપરથી નીચે વહે છે અને જ્યારે તે ગરીબો સુધી પહોંચે છે ત્યારે ત્યાં તેની સૌથી માઠી અસર દેખાડે છે. આ ઊપરાંત ગરીબીની સમસ્યા સામાજીક કરતાં પણ રાજકીય વધારે છે.

  ઉપરની વાર્તામાં પણ કાંઈક આવું જ બન્યું છે.

  • Jigar Shah says:

   Jagatbhai,
   I respect your opinion, but..its not only india…kaun banega karodpati was adopted from the original show called who wants to be a millionaire..(just in case, u didn’t know)…
   I live out of india too..and even in new zealand, there are soooooooo many people who don’t wana work so they get govt money on weekly bases..bigger the family..more they get..so please don’t blame india for that…કાગડા બધેજ કાળા છે….
   regards,

   Jigar.

   • જગત દવે says:

    જીગરભાઈ,

    અન્ય દેશ માટે માતૃભૂમિ જેવો લગાવ થોડો હોય? અને આમેય હજુ સુધી મેં તો ભારતની ગરીબી વિષે જ વાચ્યું, જોયું, અનુભવ્યું છે.

    તમારી વાત પણ સાચી જ હશે. તમે લખો છો કે…..ન્યુઝીલેન્ડમાં ધણાં બધાં લોકો ને કામ નથી કરવું કેમ કે તેમને સરકારી ભથ્થા પર જીવવું છે પણ….. આ સરકારી ભથ્થું મળ્યા પછી તેમને ભારતનાં ગરીબ જોડે સરખાવી શકાય ખરા? એટલે જ ભારતની આ સમસ્યા સામાજીક કરતાં પણ રાજકીય વધારે છે.

 7. કલ્પેશ says:

  આવુ હકીકતમા બનતુ પણ હોઇ શકે.

  મારો ઇરાદો સ્ત્રી વાચકોને ભડકાવવાનો નથી.
  પણ, જ્યારે આવી કોઇ વાર્તા વાંચુ છુ ત્યારે વિચાર એમ જ થાય છે કે વહુઓ (કે સ્ત્રીઓ) જ કેમ આવુ વિચારતી હશે?

  શું આ પૂર્વગ્રહ છે કે એમા તથ્ય છે?અને તથ્ય હોય તો સ્ત્રીના આવા વિચાર પાછળ કાર શું?

  • Shwetal says:

   હુ માનુ છુ કે જો સાસરીમા વહુને હ્રદયથી સ્વિકારી લેવામા આવી હોય તો આવો વિચાર આવવો અસ્થાને છે. પણ આવુ બહુ ઓછા ઘરોમા જોવા મળે છે. અને કદાચ એ પરાયાપણુ જ આર્થિક ભીસમા આવા વિચારો લાવી દે છે.

   સંસ્કારનું સિંચન થયેલું છે કે નહિ તેની ખરી કસોટી આપત્તિમાં જ થાય છે. બન્ને તરફ (દીકરો – વહુ) અહિ એનો અભાવ છે.

   • Jigna Bhavasr says:

    એક સ્ત્રિ ના નાતે એટલું તો કહી શકું કે કોઈ પણ કારણ એટ્લું મોટું ના હોય કે કારણ ને સામૅ ધરી માનવતા ને ઉંચે મુકી દેવાય. અને આ કીસ્સા માં તો જે વ્યકતિ ને આ વાત કહેવામાં આવી તેની જ કમાણી થી કહેવાવાળી વ્યક્તી ખાતી હતી..

 8. gopal says:

  આધુનિક કડવી વાસ્તવિકતા

 9. સારી વાર્તા. આવા દીકરા અને વહુઓ પણ દુનિયામાં હોય છે.

 10. અશોક જાની 'આનંદ' says:

  કડવી વાસ્તવિકતાનું નિરૂપણ્ કરતી સુંદર વાર્તા, ક્યારેક લાગે કે બધી સગાઇ પૈસાની જ છે. પૈસાના મહત્વનું રૂપ દિન્-પ્રતિદિન વરવું થતું જાય છે એ ય એટલું જ સાચું છે.

 11. હ્રદય-સ્પર્શી વાર્તા…
  બિચારા સોમભાઇ…
  એમના આંસું લુછવા માટે વહુઓ તો શું પોતાના દિકરાઓ પણ ન હતા…
  ઘણાં કુટુંબમાં આવા પ્રોબ્લેમ હોય છે…એમાંય જ્યારે જીવનસાથી ના હોય ત્યારે તો ……….

 12. Hetal says:

  ava vichar strima j kem ave che? ghano saro prashna che pan purush ne kya koi biji strina ma-baap ne potana manvana hoy che ke emni jivanbhar seva karvani hoy che?? ee to rivaj pramane stirne mate che etle ene vichar ave – kadach jo purush ne bijana parents ne potana manvan hoy to ene to ethi pan agal vichar avat ke kai rite kato kadhvo ne kayam no chutkaro melvu eva vichar avat- vahuni gupus per comment lakhavanu man tahy che pan atla hard working manas na aalsu dikra mate kai lakhvanu na sujyu ke emna lidhe ja avi situaltion avi che ke eni wife selfish banine ena potana baap na death ni wish kare che-

  • trupti says:

   હેતલ બહેન તમારા પ્રતિભાવો સરસ હોય છે પણ અંગ્રેજી લિપી મા ગુજરાતી વાંચવા ને ઘણી વાર લાગે છે. તમે જો તમારો પ્રતિભાવ કાં તો ગુજરાતી લિપી મા ગુજરાતી મા આપો કાં તો અંગ્રેજી લિપી મા અંગ્રજી મા આપો તો વાચક ભાઈ-બહેનો ને વાંચવા મા અને સમજવા મા સુવિધા રહે.
   આ મારો અંગત મત છે, મ્રુગેષભાઈ ને વાધાજનક લાગે તો રદ કરવા ની છુટ છે.

 13. Vaishali Maheshwari says:

  Very sad story. Humanity has completely lost. I wonder, how people do not fear from God too. He is watching everything and will punish very badly to all those who think and do evil.

  Author has correctly mentioned, ” દારિદ્ર એક વખત ઘર કરી જાય પછી એ બહુ જલ્દીથી બહાર નીકળવાનું નામ ના લે. એમાંય આળસને એની સાથે બહુ સારો સંબંધ.”

  Thank you Mr. Navneet Thakkar for writing this story and sharing it with us.

 14. Kartikey says:

  Good Story , heart touching !!
  Truth unvil!

 15. nayan panchal says:

  માનવીય સંબંધોની કાળી અને ઉજળી બંને બાજૂ દર્શાવતી એક સરસ, સંવેદનશીલ વાર્તા.

  આભાર,
  નયન

 16. Jagruti Vaghela USA says:

  હે ભગવાન! શું લખવુ ખબર નથી પડતી. But it’s a very sad story.

 17. trupti says:

  આજ ના મોંઘવારી ના જમાના મા ગરિબી અને તેની પણ નીચે ની રેખા મા રહેતા માનવી ના વિચારો ને સ્વભાવ નો ચિતાર આપતી સુંદર અને ભાવનાત્મક કથા.

 18. maitri vayeda says:

  સરસ વાર્તા… “પીપલી લાઈવ” ની યાદ આવી ગઈ…

 19. ખુબ્ જ સરસ લેખ ચ્હે

 20. dipendra says:

  વત નાનિ પન સાર ઉદ્સ આપિ જજય ચે

 21. dhiraj says:

  સોમાભાઈ બિચારા નથી આજ લાગ ના છે.
  જયારે બાળકો નાના હાય છે ત્યારે આપણે તેમને સમય નથી આપતા.
  સંસ્કાર નથી આપતા. તેમની સાથે નથી રમતા. તેમને વાર્તા નથી કહેતા.
  બસ વિષયો ભોગવવા, પૈસા કમાવવા, અને ટીવી જોવા માંથી ઊંચા નથી આવતા
  પછી છોકરાઓ આવા જ પાકે ને.
  ઉ.દા. ચંબલ નો ડાકુ સોમનસિંહ
  ક્યારેક પાંચ દસ વર્ષ ના બાળક ને પુછજો
  ૧. રામ ને કેટલા ભાઈ હતા ?
  ૨. નચિકેતા કોણ હતો ?
  ૩. શ્રવણ કોણ હતો ?

  કદાચ તેમના માં બાપ ને પણ નહિ આવડે. (અનુભવ કરીને પછીજ લખું છું)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.