ભાવિ પુત્રવધૂને પત્ર – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

મારી ભાવિ લાડલી પુત્રવધૂ શુચિતા,

શુચિ, હવે થોડા સમયમાં તું કુમકુમ પગલે અમારા ઘેર આવશે. અમારે માટે તો બસ, એ આનંદનો અદકેરો ઉત્સવ જ હશે. દીકરો મોટો થાય, ભણે ગણે અને કામધંધામાં સ્થિર થતો જાય એટલે માબાપનાં મનમાં એક જ વિચાર ઘોળાય. દીકરો ક્યારે પરણશે ! કેવી વહુ લાવશે ? ક્યારે ઘરમાં ગૃહલક્ષ્મીનાં પગલાં થશે ? અમારાં મનમાં પણ હરખ સમાતો નથી. ઘરનાં કામકાજ કરતાં કરતાં પણ હું ગૂંજી ઊઠું છું :

આજ લખમી આવ્યાં મારે આંગણે
લાવ્યાં સો સો કમલની સુગંધ
ઓચ્છવ આવ્યો મારે આંગણે

કોણ જાણે કેમ, તમારાં લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો જાય છે, તેમ તેમ હું નર્વસ થતી જાઉં છું ! કુરુક્ષેત્રના રણમેદાનમાં શ્રીકૃષ્ણને કહીને પોતાનો રથ અર્જુને જ્યારે બન્ને સેનાઓની વચ્ચે રખાવ્યો ત્યારે એની શી સ્થિતિ થઈ હતી ? મારી પણ એવી જ સ્થિતિ થઈ જાય છે ! મારું શરીર પ્રસ્વેદથી રેબઝેબ થઈ જાય છે. મારાં ગાત્રો કંપી ઊઠે છે. અર્ધી રાતે મારી ઊંઘ ઊડી જાય છે. હું આ સંબંધને કેવી રીતે સંભાળી શકીશ ? માતા તરીકે, સાસુ તરીકે અને પરિવારની એક મહત્વની જવાબદાર વ્યક્તિ તરીકે મારું કર્તવ્ય હું નિભાવી શકીશ ? આજે જ્યારે બધા માનવસંબંધોનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે આપણા સમાજમાં સદીઓથી વખણાયેલા અને વગોવાયેલા સાસુ-વહુના સંબંધને હું સુંદર, સ્નેહાળ અને મધુર બનાવી શકીશ ? કામ આપણા બંને માટે સહેલું નથી જ, પણ શુચિ, મને તારામાં તારા શિક્ષણ, સંસ્કાર અને મારા દીકરાની પસંદગીમાં વિશ્વાસ છે અને મને મારાં અંતરમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા છે. એ મને દોરતા રહેશે…

શુચિ ! તું મારી મૂંઝવણ સમજી શકશે. આજકાલ છાપાઓમાં-ટીવી પર કેવું કેવું આવે છે ! પત્નીપીડિત પતિઓનું મોટું ઍસોસિયેશન થયું છે ! એનું સમ્મેલન પણ થઈ ગયું અને પુત્રવધૂપીડિત સાસુઓની બેંગલોરમાં આંતરરાષ્ટ્રીય દિને મોટી રેલી નીકળી ! મારી સમવયસ્ક બહેનપણીઓ પણ મને ચેતવતાં કહે છે : ‘પહેલાં સાસુની સાસુગીરી હતી, હવે વહુની ‘વહુગીરી’ ચાલે છે. હવે સતત યાદ રાખવાનું છે કે જમાનો બદલાયો છે – વહુઓનો છે. રાજ વહુઓનું છે. મહાત્મા ગાંધીજીના પ્રિય ત્રણ વાનરોને યાદ કરતાં રહેવાનું. આપણે જે ન ગમતું હોય તે જોવું જ નહિ. એની સામે આંખમિંચામણાં કરવાનાં. આપણે વિશે વહુ ટીકા કરે, કટાક્ષ કરે કે કદાચ કંઈ એલફેલ બોલે તો તે સાંભળવાનું નહિ. તે વખતે આપણી સળવળતી જીભને તાળું મારી દેવાનું અને મનોમન જાપ કરતાં રહેવાનું ‘મૌનં શરણં ગચ્છામિ !’ અરે ભાઈ, દીકરાનો પ્રેમ જાળવવો હોય અને કુટુંબમાં સુખ-શાંતિ જોઈતાં હોય તો સાસુએ આટલું તો કરવું રહ્યું ને ? કોઈ પણ સિદ્ધિ સાધના વગર મળતી નથી.’

આ લખતી વખતે મને વર્ષો પહેલાં સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. પૂ. મોરારિબાપુએ એમની કથામાં કહ્યું હતું, ‘માતાઓ ! તમારે જો સુખી થવું હોય તો દીકરો પરણે, વહુ આવે ત્યારે યાદ રાખજો કે તમે ઘેર વહુ નથી લાવતાં, પણ તમારી સાસુ લાવો છો ! વહુ તરીકેના તમારા દિવસો સાવ ભૂલી જાવ. હવે એક દિવસ પણ તમારે સાસુનો રાખવો હોય તો નવી પરિસ્થિતિ સ્વીકારવા સજ્જ રહો.’ પૂ. મોરારિબાપુ જેવા રામાયણના ઊંડા અભ્યાસી અને સમાજચિંતક જ્યારે આવી લાલ બત્તી ધરે ત્યારે તું જ કહે, ગભરાટ તો થાય જ ને ? મેં એ પણ સાંભળ્યું છે કે જુવાન છોકરીઓને જૂના ફર્નિચર (પતિના માબાપ) સાથે રહેવું નથી હોતું ! શુચિ, આપણા સમાજમાં સાસુ-વહુ વચ્ચે ગજગ્રાહ તો સદીઓથી ચાલતો આવ્યો છે. કંઈકેટલીય સાસુઓએ કોડભરી વહુઓનાં જીવનને વિષમય બનાવ્યું છે. આપણા લોકસાહિત્યમાં વહુઓની વ્યથાનું હૃદયદ્રાવક આલેખન થયું છે. એવી ગોઝારી સાસુઓ હજી સાવ નષ્ટ થઈ નથી. શહેરોમાં મધ્યમ વર્ગમાં અને ઉપલા વર્ગમાં સાસુ-વહુના સંબંધને એક નવું પરિમાણ મળતું જાય છે એ સારી વાત છે – અમારા એક મિત્રે વર્ષો પહેલાં મને કહ્યું હતું : ‘મારી મમ્મી અને મારી પત્ની…. એની બસ વાત જ જવા દો. They are like cat and dog ! બન્ને એકબીજાની સામે ઘૂરકતાં જ હોય ! તો એવાં પણ મેં કેટલાંક સાસુ-વહુ જોયાં છે કે જેમની વચ્ચેના સંબંધમાંથી ‘In law’ (કાયદામાં) શબ્દ જ ભૂંસાઈ ગયો છે અને એમની વચ્ચે ‘In love’ નો જ સંબંધ બની ચૂક્યો છે !’ શુચિ ! દીકરા ! હું પણ એવું એક સ્વપ્ન સેવું છું જ્યારે આપણી વચ્ચે પણ બસ ‘In love’નો જ સંબંધ રહે ! એવો સંબંધ કે જેની સૌમિલને અને એના પપ્પાને પણ ઈર્ષ્યા થાય…..

સાસુ અને વહુ એટલે આપણા પારિવારિક જીવનના સુખના પાયામાં રહેલા બે મહત્વના સ્તંભો. તું મારાથી ઘણી નાની છે. તું તારા માતા-પિતા, પરિવાર, મિત્રો અને 20-25 કે 30 વર્ષના ગાઢ સંબંધો અને જીવનની રહેણીકરણી, આચારવિચાર એ બધું છોડી તું એક નવા પરિવારમાં પ્રવેશ કરશે. તને આ ઘરમાં અસલામતી કે પરાયું ન લાગે અને ધીરે ધીરે તને અમે બધા પોતીકાં લાગવા માંડીએ એ માટેના પ્રયત્નો અમારે સૌએ જ કરવાના છે, છતાં એમાં મારી જવાબદારી સવિશેષ રહેવાની એ અમારો આનંદ પણ બની રહેશે, છતાં એ કાર્ય કેટલું વિકટ છે, કેટલું પડકારરૂપ છે તે હું બરાબર જાણું છું. શુચિ ! આ ‘કૌટુંબિક પ્રોજેક્ટ’ના આપણે બન્નેએ સહભાગી થવાનું છે. આપણે બન્નેએ સાથે મળી પ્રેમપૂર્વક આ સહિયારા પ્રોજેક્ટને સફળ કરવાનો છે. માટે જ મારા મનોમંથનને, મારી લાગણીઓને હું તારી સાથે ‘share’ કરવા માગું છું. આ પત્ર એ ઉદ્દેશ્યથી જ હું તને લખી રહી છું.

અમારા પરિવારમાં, અમારી રહેણીકરણમાં તારું કેટલુંક ગમતું હશે અને કેટલુંક અણગમતું પણ હશે. તું જાણે છે કે જીવન એટલે સતત અનુકૂલન-બાંધછોડ અને સ્વીકાર. ઘરમાં અને બહાર પણ ! ઊભય પક્ષે જો ખોટા ખ્યાલો અને પૂર્વગ્રહો ન હોય, મન ખુલ્લું હોય તો પછી અનુકૂલન સહજ બની જાય છે. શુચિ ! આ પરિવારમાં તારું એક વિશિષ્ટ અને મહત્વનું સ્થાન છે. તું અમારી ગૃહલક્ષ્મી છે. છતાં એ સ્થાનમાં ગોઠવાતાં થોડોક સમય તો લાગે. નવા વાતાવરણમાં અનુકૂલનનો આ પ્રારંભિક સમય ઉભય પક્ષે મુશ્કેલ હોય છે. એ સમય જો ઉદારતાથી, ધીરજથી અને સમજણથી પસાર થઈ જાય તો પછી કશો વાંધો નથી આવતો. બહેન ! મેળ મેળવવો પડતો હોય છે. જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ, વિશ્વાસથી રહીએ તો ‘બાત બન જાયેગી !’ હું જૂના રીતરિવાજોમાં કે પરંપરાને વળગી રહેવામાં માનતી નથી. પરિવર્તનના નવા પ્રવાહ સાથે આપણે જો બદલાતાં ન રહીએ તો જીવન સ્થગિત અને વાસી થઈ જાય. નવા વિચારોમાં જીવનશૈલીમાં જે સારું છે, શુભ છે તે વિનાસંકોચે સ્વીકારવું જોઈએ. નવાની આભડછેટ ન રખાય એટલે જ કહું છું શુચિ કે તું તારી રુચિ અને ઈચ્છા પ્રમાણે ઘરની વ્યવસ્થામાં સુધારા-વધારા કરજે. તને જ્યાં જરૂર લાગે તે બદલજે. માત્ર એક જ તને હું વિનંતી કરવા માગું છું. એ બધું તું ધીમે ધીમે હળવે હાથે કરજે કે જેથી અમે એનાથી ટેવાઈ જઈએ….

શુચિ ! આજની યુવા પેઢીના બે ખૂબ જ પ્રિય શબ્દો છે ‘ફ્રીડમ’ અને ‘પ્રાઈવસી’ તે મને ખબર છે. તમારી ‘પ્રાઈવસી’નો અમે આદર કરતાં રહીશું અને તમારાં અંગત જીવનમાં અમે અમથું અમથું માથું નહિ મારીએ. આમાં માત્ર ખ્યાલ એટલો જ રાખવાનો છે કે એનો અતિરેક ન થાય ! ઘરમાં સાથે રહેવા છતાં સાવ અળગા અને અજાણ્યાં એવું તો ન જ થવું જોઈએ ને ? આપણે બંનેએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે એકબીજાના શબ્દોનો અવળો અર્થ ન કરીએ. એકબીજાના શુભ આશયને શંકાથી ન જોઈએ. તે છતાં ક્યારેક મનદુઃખ થાય, ગુસ્સો આવે ત્યારે ભલે થોડીક બોલચાલ થાય, પણ તરત એ બધું ભૂલી જવાનું-મન પરથી ખંખેરી નાખવાનું અને હસી કાઢવાનું. સામાના હૃદયમાં બેઠેલા ગુલાબને જ આપણે જોવાનું, કાંટાને નહિ. બસ ! હસતાં અને હસી કાઢતાં આવડે તો સુખ જ છે ! શુચિ, હવે તને એક મઝાની વાત કહું. એક મરાઠી વક્તાએ સાસુ-વહુના સંબંધને વર્ણવતાં કહ્યું હતું ‘સાસૂ એટલે એક સરખ્યા સૂચના અને સૂન એટલે સૂચના નકો.’ હું ક્યારે પણ તને વણમાગી સલાહ કે સૂચના ભૂલેચૂકે પણ આપું તો તું મને તરત જ કહેજે ‘મમ્મી ! યાદ છે ને….’ અને હું તને ‘સૉરી’ કહી હસી પડીશ.

માએ જે સ્થાન પરિવારમાં વર્ષોની જહેમત પછી મેળવ્યું હોય, જે અધિકાર મેળવ્યો હોય તે છોડી ‘સેકન્ડ ફ્રીડલ’ પરિવારમાં બનવું એ સહેલું નથી, છતાં પણ બેટા ! સૌથી વધુ વસમું કાર્ય મા માટે કયું હોય છે, ખબર છે તને ? પોતાનાં લોહીમાંસમાંથી જેનો પિંડ બંધાયો-જેને જન્મ આપ્યો-અનેક મુશ્કેલીઓ વેઠીને-નાનામોટા ત્યાગ કરીને જેનું લાલનપાલન કર્યું, ભણાવ્યો-ગણાવ્યો, જેનામાં સંસ્કાર સિંચન કર્યું એ તો જીવથીય વહાલો હોય જ ને ? બાળકના પહેલા પગલામાં માને થાય છે કે બ્રહ્માંડ મળ્યું. બાળકને મોંએ નીકળેલો પહેલો કાલોઘેલો શબ્દ એને માટે સૃષ્ટિનો સૌથી મીઠો શબ્દ. દીકરાને મોંએ પહેલી જ વખત મા જ્યારે ‘મા’ શબ્દ સાંભળે છે ત્યારે એ સાતમા આસમાને પહોંચી જાય છે. બહેન ! બાળક કંઈ સહેલાઈથી મોટું નથી થઈ જતું. સૌમિલના ઉછેરમાં તડકા-છાયા આવ્યા. વળાંકો પણ આવ્યા. એ બધા પછી સૌમિલ હવે એક સુશિક્ષિત, આશાસ્પદ, સક્ષમ યુવાન થયો છે. હવે માબાપ તરીકેનું અમારું કર્તવ્ય પૂરું થયું છે. જન્મથી બંધાયેલી અમારા વચ્ચેની સ્નેહની ગાંઠ ભલેને ગમે તેટલી દઢ હોય, અમારે એ ઢીલી કરવી જ જોઈએ કે જેથી તારી સાથે નવી ગાંઠ બંધાય. હવે દીકરો વહુની ‘થાપણ’ બનશે એ અમારે સ્વીકારવાનું છે. પોતાના શ્વાસ પ્રાણને-આંખના રતનને બીજી અપરિચિત યુવતીના હાથમાં સોંપી દેવો એ મા-બાપ માટે, ખાસ કરીને મા માટે ઘણું જ વિકટ છે. એને માઅટે એ ઘણો મોટો ત્યાગ અને સમર્પણ છે.

મા એટલે મમતાની મૂરત. એ તો ખરું, પણ જ્યારે મમતામાં મમત્વ અને અહં ભળે છે ત્યારે સાસુ-વહુનો સંબંધ વકરે છે. એક તરફ જન્મદાત્રી અને બીજી બાજુ જીવનસંગિની પત્ની ! એ બંને જ્યારે એના પર હક જમાવવા જાય છે ત્યારે પુરુષની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે ! અમારે તો તને-સૌમિલને અને તમને બંનેને હંમેશા હસતાં-આનંદમાં સાથે જોવાં છે. બેટા શુચિ ! માતાપિતા આર્થિક રીતે ભલે સ્વતંત્ર હોય, પણ એમને તો જિંદગીભર સંતાનોના સથવારની-સ્નેહની-દરકારની અને લાગણીભર્યા હૂંફાળા શબ્દોની જરૂર રહેવાની જ. અમારે પણ તમારી પાસે માત્ર આટલું જ જોઈએ છે. પ્રેમપૂર્વક તારું સ્વાગત કરવા માટે અમે ઉત્સુક છીએ. તને ગમે તો તારો પ્રતિભાવ જણાવજે.

લિ.
તારી ભાવિ માતૃવત્ સાસુ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાપાય ગયા હોત તો…! – નવનીત ઠક્કર
આજકાલ પાણીનો પ્રયોગ ચાલે છે – વિનોદ ભટ્ટ Next »   

78 પ્રતિભાવો : ભાવિ પુત્રવધૂને પત્ર – જયવતી કાજી

 1. Umesh joshi says:

  અમારા ગુરુજી શ્રી મનહરલાલજી મહારાજ (ગીતા વિદ્યાલય) કહેતા કે વ્હાલાના વ્હાલા પણ વ્હાલા લાગવા જોઇએ .

 2. જય પટેલ says:

  ફેમીલી પ્રોજેક્ટ સુંદર પરિકલ્પના.

  સાસુએ ભાવિ પુત્રવધુ શૂચિતાને ફેમીલી પ્રોજેક્ટ માટે માનસિક રૂપે પત્ર દ્વારા તૈયાર કરવાનો યત્ન કર્યો
  પણ ઘણી વાર આવનાર પાત્રમાં ગ્રહણ શક્તિનો અભાવ હોય તો ?

  શ્રી મોરારિદાસ હરિયાણી ગમે તેટલી વાર પોથીઓ વાંચે પણ પ્રજા બસ પર પથરા મારવા…નિયમીત સમયે
  રમખાણો કરવા ટેવાયેલી હોય તો ?

  આમ છતાં વાર્તા દ્વારા સુશ્રી જયવતિબેન કાજીનો સુંદર પ્રયાસ.
  આભાર.

 3. સુંદર પત્ર….

  ગ્રહણ શક્તિ બન્ને પક્ષે હોવી જરુરી છે…કારણકે એક જણ કહે અને સામે વાળી વ્યક્તિ એવો પ્રતિભાવ આપે કે ‘એ બધું તો પુસ્તકોમાં જ શોભે” તો એ પક્ષ શું કરી શકે??

  નવી આવેલી વ્યક્તિને સ્વીકારવાની તૌયારી હોવી જોઇએ.

 4. જગત દવે says:

  ભેગાં રહીને રમખાણો કરવા કરતાં અલગ રહીને પ્રેમ જાળવી રાખવો શું ખોટો?

  ધર્ષણ ટાળવા માટે વડીલ પેઢીએ પણ તેમનાં સ્વભાવનું વિષ્લેશણ કરવું જોઈએ કે નવી જીવનશૈલી માં તેઓ કેટલાં અનુકુળ થઈ શકે છે. જો ઘર્ષણની શક્યતા દેખાય તો સ્વમાનપૂર્વક અલગ રહેવામાં જ સૌનું હિત છે. નહીતો પેઢીઓ સુધી ચાલે તેટલા વિખવાદો ઊભા થવાની શક્યતા છે. નવી પેઢી એ પણ તેમનાં બાવડાંમાં જેટલું બળ હોય તેટલું આજમાવી ને વડીલોની નિવૃતિની મૂડી માંથી એક પણ પાઈની મદદની આશા રાખ્યા વિના તેમની દુનિયા ઊભી કરવી જોઈએ.

  જુના સમયની સંયુક્ત કુટુંબ વ્યવસ્થા માં પસંદગી કરતાં મજબુરી વધારે હતી.

 5. tilumati says:

  સરસ વાત કહી છે.નવી આવનાર પુત્રવધુને નવા ઘરમાં સેટ થવા માટે સાસુએ અને ઘરની તમામ વ્‍યકિતઓએ ધીરજ રાખવી પડે છે.

 6. Bhuj sachi vaat jo aa lekhe darek vahu ane sasu vache to jaru sabnth ma fark padi jay tamro khub abhar

 7. સુંદર લેખ છે. દરેક સાસુઓ માટે જીવનમાં ઉતારવા જેવો લેખ છે.

 8. JB OZa says:

  પ્રુથ્વેી પરનાં જટેીલ સંબંધને સુમેળ સભર બનાવવાનો સરસ પ્રયોગ…

 9. વાહ…અતિ અતિ અતિ સુંદર લેખ…દરેક સાસુ આવુ જ ઇચ્છે છે પણ એ લોકો આટલી સરસ રીતે કે નરમાશથી કહી શકતા નથી.પ્રેમ-પુર્વક બોલવાથી સામી વ્યક્તિ પર એક સારી છાપ પડે છે અને તેને પરાણે કામ કરવાનું મન થાય છે.જો આપણે કડવાશથી બોલીશુમ તો સામે છેડેથી કડવાશથી જ જવાબ આવવાનો છે.એટલે સંબંધ વિકસાવવામાં સૌથી ઉપયોગી અને મહત્વપુર્ણ વસ્તુ છે “મીઠી-બોલી”

 10. VAISHALI says:

  ખુબ જ સરસ ચે હુ પન થોદ દિવસ મ લગ્ન કરવનિ ચુ મને પન આ વન્ચિ ખુબ જ અનન્દ થયો.

 11. Anila Amin says:

  ખૂબજ ઊત્તમ્ ઉમદા અને ઉદાર વિચારો. જો દરેક સાસુ અને દરેક વહુ તમ્મારા જેવુ વિચારે અને તમારા જેવી ઉદાર

  મનોવ્રુત્તી રાખે તો દુનિયામા દરેક ઘરમા શાન્તિ, નિખાલસ વાતાવરણ પેદા થઈ શકે. ઝઘડા , છૂટાછેડા અને આત્મ્હત્યાનુ

  પ્રમાણ ઓછુ થઈ જાય કાલાન્તરે સરસ સમાજનુ નિર્માણ થઈ શકે. ખૂબજ સરસ અપનાવવા યોગ્ય વિચારો આ લેખ

  વાચ્યા પછી વાચનાર દરેક નાની મોટી બહેનો થોડુ ઘણુ પણ સમજવાનો પ્રયત્ન કરશે તોપણ આ લખવા પાછળ નો

  ઉદ્દેશ સાર્થક થયો લેખાશે. આભારા.

 12. Hetal says:

  Very nice and true up to some extend-
  vahu ne badhu chodi ne avavani che ee vaat ketli sahajtathi ek line ma kahi che -તું તારા માતા-પિતા, પરિવાર, મિત્રો અને 20-25 કે 30 વર્ષના ગાઢ સંબંધો અને જીવનની રહેણીકરણી, આચારવિચાર એ બધું છોડી તું એક નવા પરિવારમાં પ્રવેશ કરશે. pan potane mate dikaro no sneh lakhva mate ek paragraph kem joye che?!!બહેન ! બાળક કંઈ સહેલાઈથી મોટું નથી થઈ જતું. સૌમિલના ઉછેરમાં તડકા-છાયા આવ્યા. વળાંકો પણ આવ્યા. એ બધા પછી સૌમિલ હવે એક સુશિક્ષિત, આશાસ્પદ, સક્ષમ યુવાન થયો છે. હવે માબાપ તરીકેનું અમારું કર્તવ્ય પૂરું થયું છે. જન્મથી બંધાયેલી અમારા વચ્ચેની સ્નેહની ગાંઠ ભલેને ગમે તેટલી દઢ હોય, અમારે એ ઢીલી કરવી જ જોઈએ કે જેથી તારી સાથે નવી ગાંઠ બંધાય. હવે દીકરો વહુની ‘થાપણ’ બનશે એ અમારે સ્વીકારવાનું છે. પોતાના શ્વાસ પ્રાણને-આંખના રતનને બીજી અપરિચિત યુવતીના હાથમાં સોંપી દેવો એ મા-બાપ માટે, ખાસ કરીને મા માટે ઘણું જ વિકટ છે. એને માઅટે એ ઘણો મોટો ત્યાગ અને સમર્પણ છે.
  Jo dikro moto karva ma atli pida thayi hoy to dikri ne moti karta koij dukh nahi padyu hoy ena parents ne? aa farak nikli jay ne to badhaj prshna ukali jay. dikri badhu chodi ne bijane potana karva ave che pan dikarane no kaij chodavanu hotu nathi- friends- family, parents, house- nothing ane to pan te patni mate kyay bandh-chod nathi karto ke pachi ene sasu-sasrva karva nathi deta- shu aa apni sanskruti na name dikri nu soshan nathi?

  letter ma lakhela vakyo sara che pan rarely practical ma avu bane che- me pan sasu family ma joye ja eva swapna rakhela- lagna pahela- bijinu joine mane kod hata ke hu avu mara jivanma nahi thava dayu- mara sasu sathe anandthi rahish pan aje ghano pastavo thay che ke I used to think like stupid to have happy life with in-laws.

  I totally agree with Jagatbhai’s comment- very practical

  • angel says:

   hetalben,

   I agree with you, ahi ek sasu e teni vahu ne letter lakhelo che. Ahi sasu e vicharu hot k mara dikra ni sasu e jo tena jamai ne dikri ne kem rakhvi ena mate koi letter lakhyou hot ke jamai to pote accept kari sakat? ahi to vahu ne pehle thi adjust thava mate chetvani api didhi che, pote dikra ne kahyu ke apne vahu ave che to teni sathe kem rehvu & tene freedom pan apvu joi etc………jya sudhi ek lady ek lady ne nahi samje tya sudhi dikri ne j badhu sahan karvu padse.

   I agree with jagat bhai’s thought. Pela joint family ma rehva mate loko ni majboori j hati……

 13. Veena Dave. USA says:

  સરસ લેખ્.
  અલગ રહીને પ્રેમ જાળવવો અને મુશ્કેલીમાં મદદરુપ થવાનો પ્રયત્ન કરવો એવો મારો મા તરીકેનો મત છે.
  શ્રી જયભાઈ અને શ્રી જગતભાઈની કોમેન્ટ સાથે સહમત્.

 14. viranchibhai says:

  પરિવાર નિ દરેક સમસ્યા નુ સક્લન સરસ રિતે રજુ થયેલ છે.

 15. Vaishali Maheshwari says:

  Simply awesome. Very nice article. Thank you Author for writing such a beautiful letter.

 16. sneha says:

  I totally agree with Hetalben,

  All these things look good only in books. But when it comes to practical implementation one will hardly find any boys’ parents who are ready to implement this stuff. There is no way a mother-in-law is going to say “sorry” to her daughter-in-law, even if she knows that she herself was at fault.

 17. nayan panchal says:

  જયવતીજીનો ખૂબ જ સારો લેખ.

  વાચકોની કોમેન્ટસ આંચકો આપી ગઈ. જયવતીજીએ જ લખ્યુ છે તેમ, સામાના હૃદયમાં બેઠેલા ગુલાબને જ આપણે જોવાનું, કાંટાને નહિ. પણ મોટેભાગે લોકોને પોતાનામાં રહેલા ગુલાબ અને સામાવાળામાં રહેલા કાંટા જ દેખાય છે.

  મને તો એક જ વાતની ખબર છે કે પાંચેય આંગળાઓ ક્યારેય સરખા નથી હોતા. પ્રથમથી જ સાસુ વિશે નકારાત્મક વિચારતા હશો તો…

  જયવતીજીનો ખૂબ આભાર. તમારા પુત્રવધુનો શું પ્રતિભાવ આવ્યો તે જાણવાની ઈંતેજારી વધુ છે, અને કદાચ આજની યુવાપેઢી માટે તેમનો પ્રતિભાવ (તમારા પત્ર કરતા) વધુ ઉપયોગી બની શકે એમ છે.

  આભાર,
  નયન

  • trupti says:

   જયવતી બહેન ને બે દિકરીઓ જ છે અને બન્ને અમેરિકા સ્થાયી થયેલી છે.

   • nayan panchal says:

    માનનીય તૃપ્તિબેન,

    મારી કોમેન્ટ સાથે તમારી કોમેન્ટ કઈ રીતે સંકળાયેલી છે તેની સમજ ન પડી.

    નયન

    • જય પટેલ says:

     શ્રી નયનભાઈ

     આમ તો તમારી સમજદારી પ્રત્યે મને જરા પણ શંકા નથી પણ તૃપ્તિએ જયવતિબેનને બે દિકરીઓ જ છે
     કહ્યુ તેનો મતલબ કે તેમને પુત્રવધુ ના હોઈ શકે અને આપ તેમની પુત્રવધુના પ્રતિભાવનો ઈંતજાર કરી
     રહ્યા છો તેથી તૃપ્તિએ ચોખવટ કરી આપના ઈંતજારનો અંત લાવવાની કોશિષ કરી…!!

     ઘણીવાર રીડ બીટવીન ધ લાઈન પણ કામ લાગે છે….થોડી સમજદારી જોઈએ.

     • nayan panchal says:

      શ્રી જયભાઈ,

      તમારી ચોખવટ બદલ આભાર. આમ તો જયવતીજીના લેખો તેમના જીવનની ઘટનાઓને પણ વર્ણવતા હોય છે.
      મને એમ કે તેમણે ખરેખર તેમની પુત્રવધુને આવો પત્ર લખ્યો હશે.

      તૃપ્તિબેન અને તમારો આભાર,
      નયન

     • trupti says:

      જય,

      મારા વતી નયન ભાઈ ની શંકા નુ સમાધાન કરવા બદલ આભાર.

  • Veer says:

   I agree with you Nayan. Some readers have taken this letter in wrong manner. Please be positive my dear ladies.

 18. nayan panchal says:

  આ લેખ એક થનાર સાસુએ પોતાની આવનારી પુત્રવધુને લખ્યો છે તો સાદી વાત છે કે તે એ દ્રષ્ટિકોણથી જ લખશે.
  જો એક માતા પોતાની પુત્રીને લખશે તો પત્રના શબ્દો બદલાઈ જશે.
  જો એક સ્ત્રી પોતાના ભાવિ પતિને લખશે તો શબ્દો બદલાઈ જશે.
  અને હા, બનનાર પુત્રવધુ પણ પોતાના સાસરિયાઓને આવો પત્ર લખી શકે.

  રહી વાત સંયુક્ત કુટુંબમાં મજબૂરીથી રહેવાની, તો તે વાત સાથે સંપૂર્ણ પણે સંમંત ન થઈ શકાય. કોઈ પણ વાત સાથે શત પ્રતિશત સહમત ન થઈ શકાય.

  નયન

 19. yogesh says:

  કાઈ બહુ સારો લેખ ના કહેવાય્. સાસુ અને વહુ જો પરસ્પર એક બીજા ને આદર અને પ્રેમ આપે તો પુત્ર અને પતિ, બને નુ જીવન સુધરી જાય્ સુ ઊ કી યો છો. 😉

  આભાર્
  યોગેશ્

 20. Jagruti Vaghela USA says:

  સાસુ-વહુ ના સંબંધને મજબૂત કરવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
  આ સબંધમા સુમેળ રાખવા માટે બંને પક્ષે સરખી સમજ હોવી જરુરી છે.

 21. Veena Dave. USA says:

  કોઇ પુત્રવધુના, સાસુમા પર લખાયેલા પત્રને વાંચવાની પ્રતિક્ષામાં છુ.

  • જય પટેલ says:

   સુશ્રી વિણાબેન,

   આપની ફરમાઈશ પર એક કાલ્પનિક પુત્રવધુનો કાલ્પનિક પત્ર…કાલ્પનિક સાસુને.
   નવરાત્રી ચાલતી હોવાથી સમયના અભાવે ટૂંકમાં લખ્યો છે.

   મારા ભાવી માતૃતુલ્ય સાસુમા,

   લગ્નનાં ઢોલ ઢબૂકી રહ્યા હોય અને કન્યા આનંદ ઉલ્લાસથી થનગનતી હોય ત્યારે
   ભાવિ સાસુ તરફથી અચાનક પત્ર મળે ત્યારે પત્ર ઉઘાડતાં હૈયું એકવાર તો ધબકાર ચૂકી જ જાય.
   આજે આપનો પત્ર મળ્યો. પત્ર જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ અશ્રૃધારા અસ્ખલિત વહેતી ગઈ.
   પત્રના અંતે હળવાશ અનુભવી સાથે સાથે માતૃરૂપૈણ…સાચા અર્થમાં સાર્થક થતું લાગ્યું.

   સૌમિલ સાથેનો સંપર્ક આગળ વધી રહ્યો હતો ત્યારે થનાર પાત્રના સંસ્કાર વિષે હું અસાધારણ રીતે સાવધ હતી
   તેના પરિપ્રેક્ષ્યમાં મારા માતાપિતા તરફથી થયેલું સિંચન પણ જવાબદાર છે.
   મમ્મી – પપ્પાની અધ્યાપક તરીકેની શૈક્ષણિક કારકિર્દીના ફળ રૂપે શિક્ષણના વડલા નીચે મારૂ ઘડતર થયું.
   અમારા શૈક્ષણિક ઘરના માહોલમાં વિચારોની મુકતતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કાયમ થતું અને તેથી જ ઘરમાં જ્યારે મારી પસંદગી અંગે વાત કરી ત્યારે ખૂબ સહજતાથી સૌમિલનો સ્વીકાર કરવામાં આવ્યો. અમારા છ ગામ પાટીદાર સમાજમાં દિકરી જ્યારે કદીય છ ગામ બહાર ના પરણે ત્યારે નોન-પાટીદાર સાથે પરણવાની તો કલ્પનાય ના થાય પરંતુ શિક્ષણના પ્રભાવથી આવા સંકુચિત વાડાઓ અમે તોડી શક્યા અને આજે આપના પત્રથી હું મારા વિચારોને વિંન્ડીકેટ કરતી જોઈ શકું છું. સંસ્કાર એ કોઈ એક વર્ગનો ઈજારો નથી. બાળકના સંસ્કાર સિંચનમાં માનો ફાળો અતુલ્ય હોય છે.
   આજના આધુનિક યુગમાં ઘણીવાર અનેક ડેટ્સ પછી પણ કંઈક ખૂટ્તી કડી રહી જાય છે ત્યારે
   આપના પત્રે મને સૌમિલ પ્રત્યે વધારે નિશ્ચીત કરી છે.

   આજે ઠેર ઠેર નારીવાદના નારા લગાવાય છે પણ આપણી સંસ્કારિતા નારી તું નારાયણીનું સિંચન કરે છે. જે ઘરમાં નારાયણીનું સન્માન હોય ત્યાં કજિયાનું મોં કાળું હોય. આપના પત્રે મને આપનામાં નારાયણીના દર્શન કરાવ્યાં છે.
   સ્ત્રી જેવું ભાગ્યશાળી ભાગ્યે જ જગતમાં કોઈ હશે કે જેને એક ભવમાં બે મા…નારાયણી મળે.

   આપનો ફેમીલી પ્રોજેક્ટ વાંચી હૈંયું પુલકિત થઈ ઉઠયું. આધુનિક યુગમાં ઘર અને પરિવાર તૂટી રહ્યાં છે ત્યારે આપના
   ફેમીલી પ્રોજેક્ટ જેવું ચિંતન આજની તાતી જરૂર છે. વિચારોની ભિન્નતાનો એકરાર અને સહજ સ્વીકાર કરીએ તો ઘણાં
   પ્રશ્નો હળવા થઈ જાય. ફ્રિડમ અને પ્રાઈવસી બાબતે આપના વિચારોનું સન્માન કરૂ છું. ફ્રિડમ અને સ્વછંદતા…પ્રાઈવસી અને ખલેલ વચ્ચેનો પાતળો પડદો ક્યારે ભેદાય છે તેની આપણને ખબર પણ પડતી નથી. મને જાણીને સવિષેશ આનંદ થયો કે આપ આ અંગે સભાન છો.

   લગ્નની ગાંઠે બંધાઈ જ્યારે હું આપના આંગણાંમાં આવી ઘરનો ઉંબરો ઓંળગી ગૃહપ્રવેશ કરીશ ત્યારે આપનામાં હું
   મારી માતાના દર્શન કરીશ. મારા હ્ર્દયમાં જ્યારે આપ માતૃતુલ્ય બની વિરાજશો ત્યારે સઘળા અધિકારો મારી માના આપને મળશે તેની ખાત્રી રાખજો.

   લિ.
   આપની ભાવિ દિકરીતુલ્ય પુત્રવધુ.

   વાચકમિત્રો
   ગુજરાતી ભાષા સાથેનો સંપર્ક ખૂબ જૂજ હોવાથી ભૂલોની સંભાવના છે..તો માફ કરશોને ?

   • Hiral says:

    જય ભાઇ,
    આપનો પત્ર ખૂબ સરસ છે, પણ આજની નવવધુના મનમાં સમાનતાનું ભૂત હોય છે, શરુઆતના વરસોમાં પોતાના માતા-પિતા સાથે પતિના માતાપિતાની સરખામણી (જે બહુ સહજ વાત છે), એમની રહેણીકરણી સાથેની સરખામણી અનાયાસે જ થતી હોય છે. જો વહુ કામ કરતી હોય તો એના પહેરવેશ, એના કારકિર્દીના સ્વ્પનાઓ , એનાં પોતાના સ્વતંત્ર વિચારો, એનાં ગમા-આણગમા ઘણું બધું નવવધુની જોડે આવતું હોય છે. એ બધા વિચારો સાથે મૈત્રીભાવે સાથ આપી શકે એવી સાસુની જરુરિયાત લગભગ દરેક નવવધુને હોય છે. આપના પત્રમાં ખૂટતી એ બધી કડીઓ જ આજના સમયની વહુઓની કંપલેઇન્સ હોય છે. મારી ડાયરીના પાનાઓમાં આવી ઘણી બધી વાતો મેં લખેલી છે. જરુરથી મૃગેશભાઇની સહમતીથી એ પત્ર સ્વરુપે હું અહિં રજૂ કરી શકીશ.

    • angle says:

     Hiralben,
     I agree with you. she has to face many situtation when she left her meternal home, but I proud that she can do.
     We know that we miss our home, family & many other thing but without any objection we try to ignore it, forget it &
     & follow in law’s family tradition & etc. But I can say that only lady can handle both situation gud & bad, one side t
     there is a dream of passing new life with life partener & one side sorrow to left the meternal home but she
     never give a chance any one for complaint & accept everthing as nothing done & setlle in new home very easily
     .For other happieness she forget her pain……..while she give a born to a baby she forget her pain & be so
     happy for a baby…For her happiness of her family is her life & she is always ready to do something for her family
     whether is a daughter or daughter in law. & I think there is no need to write a letter

   • nayan panchal says:

    જયભાઈ,

    તમે પુત્રવધુના માનસપટને અંકિત કરતો ખૂબ જ સરસ પત્ર લખ્યો છે. હાર્દિક અભિનંદન.

    નયન

    • Hiral says:

     નયનભાઇ, વીણાબેન, જયભાઇ,
     આપની જાણ માટે,
     લેખીકા નિલમદોશીનું આગામી પુસ્તક ‘સાસુ-વહુ ડોટ કોમ’ પણ આવા જ લાગણીશીલ પત્રોનો સંગ્રહ છે. જેમાં સાંપ્રત સમયની જીવનશૈલીને અનુરુપ ઘણા પ્રશ્નો એક સાસુ અને એક વહુના દ્રષ્ટિકોણથી મૂલવવાનો એમણે પ્રયાસ કર્યો છે.

   • Jagruti Vaghela USA says:

    શ્રી જયભાઈ,

    બહુ સરસ પત્ર લખ્યો છે. અભિનંદન.

    પત્રમાં લખેલી આ વાત મને બહુ ગમી.

    “સંસ્કાર એ કોઈ એક વર્ગનો ઈજારો નથી. બાળકના સંસ્કાર સિંચનમાં માનો ફાળો અતુલ્ય હોય છે.
    આજના આધુનિક યુગમાં ઘણીવાર અનેક ડેટ્સ પછી પણ કંઈક ખૂટ્તી કડી રહી જાય છે ત્યારે
    આપના પત્રે મને સૌમિલ પ્રત્યે વધારે નિશ્ચીત કરી છે.

    આજે ઠેર ઠેર નારીવાદના નારા લગાવાય છે પણ આપણી સંસ્કારિતા નારી તું નારાયણીનું સિંચન કરે છે. જે ઘરમાં નારાયણીનું સન્માન હોય ત્યાં કજિયાનું મોં કાળું હોય. આપના પત્રે મને આપનામાં નારાયણીના દર્શન કરાવ્યાં છે.”.

   • Veena Dave. USA says:

    શ્રી જયભાઈ,

    સરસ પત્ર. આભાર.

    આપણા ઇ-ચોતરાના વાચકોમાંથી કોઇ નવયુવતીએ આવો પત્ર લખ્યો હોત તો …….

   • Nayna Patel says:

    પ્રિય જય્ભાઈ
    આજ્ના જમાનાનિ સન્સ્કરિ આધુનિક ભાવિ પુત્રવધુના વિચારો ખુબ સુન્દર રિતે રજુ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર્ હકિકતમા હુ બે દિકરિઓનિ મા હોવાથિ મને ખુબ આનન્દ થયો.
    નયના

  • Hiral says:

   સામાન્યરીતે ૨૪-૨૫ ની આસપાસની દિકરીઓના મનમાં સાસરીમાં દૂધમાં સાકર ભળે એમ ભળી જવાની માનસિક તૈયારી હોય જ છે. કુમળી વયના બાળકોની જેમ અમે દિકરીઓ પણ કુણું મન અને લાગણીશીલ જ હોઇએ છીએ.
   પણ જાણતાઆજાણતા સાસુઓએ છેલ્લા થોડા વરસોમાં નકારાત્મક અનુભવોનું જે ભાથું તૈયાર કર્યું હોય છે, એ માનસિકતાના લીધે અને ઘણુંખરું ” આજકાલની છોકરીઓ તો આવી ને આજકાલની છોકરીઓ તો તેવી” વાળી માનસિકતાના કારણે નવી આવેલી વહુ સાથે ગેરવર્તનથી સમસ્યાઓની શરુઆત થતી હોય છે.

   વળી, દરેક દિકરાની માને સામાન્યરીતે ખ્યાલો એવા હોય છે કે “મેં મારા દિકરા માટે આમ દુઃખ વેઠ્યું કે તેમ દુઃખ વેઠ્યું” બસ……આખો વખત એકની એક ભૂતકાળની વાતોમાં સાસુઓ એ ભૂલી જાય છે કે આજકાલ દિકરા કે દિકરી બંને માટે માતા-પિતા સરખો જ ભોગ આપે છે. જો વહુના માતા-પિતાની મહેનતને વધાવી લેવામાં આવે, દિકરીના સંસ્કારમાં, ભણતરમાં, કારકિર્દીમાં
   માતા-પિતાની મહેનતનો વિચાર કરવામાં આવે, તો જવલ્લે જ એવી કોઇ વહુ હશે, જે સહજતાથી સાસરીમાં ભળી ના શકે.

   મિત્રતાવાળો વ્યવહાર તો દુનિયામાં કોઇને પણ દિલથી અપનાવવા મજબૂર કરે છે તો આ તો એક કોડભરી કન્યા છે એને દિલથી અપનાવવામાં કેમ ઘણી ખરી સાસુઓને આટલી બધી તકલીફ પડતી હશે, એ જ સમજાતું નથી.

   • Veena Dave. USA says:

    હિરલ,
    તમારી વાત પણ સાચી.
    મે પણ મારી પરણવાયોગ્ય દિકરી માટે યુવક શોધવાની શરુઆત કરી તો યુવકની મા આ જ વાત કરે કે અમે ખુબ દુઃખ વેઠીને છોકરાને મોટો કર્યો પણ એ નથી જોતા કે સામેની દિકરી ભણેલી, ગણેલી, નોકરી કરતી, ઘર સંભાળી શકે એવી તૈયાર કરેલી છે તો એના માબાપને તકલીફ નહિ પડી હોય્……સાસરીયા પૈસા ભેગા કરે અને વહુના માબાપ પાસે ઘર કરવા પૈસા માંગે………..વહુને ક્યાંય વ્યવહારમાં , પોતાના સમાજમાં ભેળવવાની નહિ……એક સાસુ પોતે એક જમાનામાં વહુ હતી અને તેણે જે ભોગવ્યુ તે વ્યાજ સહિત વસુલ કરવાનુ એવુ વિચારે અને માણસાઈ ભુલી જાય્… સબકો સન્મતિ દે ભગવાન….

 22. Rajni Gohil says:

  Love is the only law of life. સામે વાળી વ્યક્તિ ગમે તેવી હોય, પણ સાચા હૃદયના પ્રેમથી એને જીતી શકાય છે. પોતાની જાત પરના અને ભગવાન પરના અતુટ વિશ્વાસથી શું અશક્ય છે?

  આ સરસ મઝાના લેખ પરથી બોધપાઠ લઇને ઘણા લોકો સાસુ-વહુના સંબંધને પ્રેમપૂર્વક જતન કરીને બીજાને પણ આદર્શ પૂરો પાડશે એમાં શંકાને સ્થાન નથી.

  ખૂબજ ઉપયોગી લેખ બદલ જયવતીજીને અભિનંદન.

 23. JyoTi says:

  This is really nice one…

 24. Dr Jaykumar Shah says:

  Very touching article. I would like my daughter to read this.

  • Jagruti Vaghela USA says:

   શ્રી ડૉ. જયકુમાર,

   તમને ખૂબ સરસ વિચાર આવ્યો કે આ લેખ તમારી દીકરી પણ વાંચે એવુ તમે ઈચ્છો છો. આને કહેવાય કે લેખમાથી ખરેખર કાંઇક ગ્રહણ કર્યુ. બાકી, આજના જમાનામા આવુ બહુ ઓછા માબાપ વિચારે છે.

 25. Hiral says:

  ભાવિ સાસુને પત્ર…

  પૂજ્ય મમ્મી,

  તમને કદાચ મારો ઇ-મેઇલ જોઇને આજે થોડી નવાઇ લાગશે કે આપણી અવાર નવાર ફોન પર વાત થાય જ છે તો પછી આજે હિરલે સાસુને સંબોધીને લગ્નના અઠવાડિયા પહેલાં પત્ર શું કામ લખવો પડ્યો?

  પણ મમ્મી, આ પત્ર હું તમને ખરા દિલથી એક દિકરી તરીકે કે પછી લગ્નના ઉંબરે ઉભેલી એક કોડભરી કન્યા તરીકે કે પછી આપણા ઘરના નવા સદસ્ય તરીકે લખી રહી છું. મમ્મી, આજે આપણને મળ્યાને પૂરા છ મહિના થયા. કહેવાય છે કે સગાઇ અને લગ્ન વચ્ચેનો સમયગાળો સુવર્ણ સમય છે. કદાચ મારી વાતમાં તો પ્લેટિનમ સમયગાળો છે. તમને થશે, મારી વહુ ઘેલી થઇ છે. તમે કહેશો ‘આમાં નવું શું છે? દરેકને એવું જ લાગે. નવું નવું તો ફર્નિચર પણ વહાલું લાગે, તો પછી આ તો જીવનસાથી સાથેના સોનેરી સપના જોવાનો સમયગાળો છે.’ પણ મા, મને કહેવા દો કે મને આ સમયગાળો સુવર્ણ કરતાંય વધારે મુલ્યવાન કેમ લાગે છે?

  કારણકે મારા મનમાં જે પણ થોડી ઘણી સાસુ પ્રત્યેના ડરની લાગણી હતી, એ છેલ્લા છ મહિનામાં તમારા મારી સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારથી લગભગ નામશેષ થઇ ગઇ છે. તમે સમજદારીથી, સ્નેહથી મને ખરા દિલથી અપનાવીને મારી સાસુ માટેની ઘણી ગેરસમજો દૂર કરી દીધી છે. કારકિર્દી બનાવવાની દોડમાં હું છેલ્લા બે વરસથી ઘરથી દૂર રહું છું. સમાધાન વ્રત્તિ તો આ બે વરસમાં સહેજે પહેલાં કરતાં વધારે કેળવાઇ ગઇ છે, પારકાંને પોતાના બનાવીને આનંદથી ઘરથી દુર મેં મારી દુનિયા બનાવી છે પણ ઘરની જવાબદારી માટે મમ્મી મને હજુ પણ બીક રહ્યા કરે છે. એનું કારણ છે કે મમ્મી-પપ્પાએ ખૂબ લાડકોડથી ઉછેરી છે. નાનેથી જ હું ભણવામાં, દરેક ઇત્તરપ્રવૃતિમાં રસ લેતી એટલે માતા-પિતાએ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું. માતા પિતાનો સંઘર્ષ જોઇને હંમેશા એક જ સ્વપ્નું સેવ્યું છે કે હું તો બસ મારા મા-બાપની ‘શ્રવણ દિકરી’ છું. તમને કદાચ હસવું આવશે મમ્મી, પણ નાની હતી તો હું એવું જ વિચારતી કે હું ક્યારેય મારા મમ્મી-પપ્પાને છોડીને સાસરે નહિં જાઉં. હું એમની સેવા કરીશ, દુનિયામાં એમનું નામ કરીશ. કદાચ દરેક દિકરીને એનાં જનેતા માટે આવો સ્નેહ હોય જ છે. મમ્મી-પપ્પાએ મારા ભણતર માટે ઘણો ભોગ આપ્યો છે, સમાજની પણ પરવા નથી કરી જ્યારે મેં બૅંગલોર મલ્ટીનેશલ કંપનીમાં કારકિર્દીની જીદ પકડી હતી. મારી દરેક ઇચ્છાઓને હોંશે હોંશે સ્વીકાર્રી છે મારી જનેતાએ. પપ્પાની તો હું પહેલેથી જ લાડલી દિકરી છું. આટલું ઓછું હોય એમ મારા લગ્ન માટે મમ્મી પપ્પાની હોંશ, એમની દોડધામઅહિં દૂર બેઠા બેઠા પણ મને રડાવી જાય છે. કહેવાય છે કે માત-પિતાનું ઋણ તો પોતાની ચામડી ઉતારીને આપીએ તો પણ ક્યારેય ના ઉતારી શકીએ. કેટલાં ઉપકાર હોય છે એમનાં સંતાનો ઉપર!

  મારી ફેવરેટ કવિતાઓમાંની સૌથી પહેલી કવિતા આ જ છે.

  ” ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિં,

  અગણિત છે ઉપકાર એમનાં એ કદી વિસરશો નહિં”

  જ્યારે મારા પપ્પાએ કમ્પ્યુટર લાવી આપ્યું ત્યારે મેં સ્ક્રીન સેવર તર્રીકે આ જ કવિતા રાખી હતી. અને આજે પણ આ જ કવિતા મારા કમ્પ્યુટરના સ્ક્રીનસેવર તરીકે છે. આજના જમાનામાં જરુરી એવું કમ્પ્યુટર પપ્પાએ મને એમની પાઇ પાઇની બચતમાંથી લાવી આપેલું. આવા તો કેટલાં બધાં ઉપકાર દરેક માતા-પિતાના એમનાં સંતાનો માટે હોય છે. ભલેને એ દિકરો હોય કે દિકરી. જેનું કોઇ મૂલ્ય નથી. એક માતા તરીકે હું તમારો પણ એટલો જ આદર સત્કાર કરું છું જેટલો મારી પોતાની જનેતાનો, અને એટલે જ આજે તમારી સાથે પત્ર સ્વરુપે વાતો કરવાનું મન થઇ આવ્યું.

  મારે કહેવું ના જોઇએ પણ સગાઇ પછી તમને પહેલી વાર “મમ્મી” સંબોધન કર્યું ત્યારે થોડું અડવું લાગેલું. મારી પોતાની જનેતા સિવાય કોઇ બીજાને મમ્મી કહેવાનું તો ક્યારેય વિચારેલું પણ નહિં. મમ્મીને નાનપણથી ઝીણી ઝીણી વાતો કહેવા ટેવાયેલી મેં આ વાત પણ મારી મમ્મીને કહી, ત્યારે પણ મમ્મીએ શું કીધું ખબર છે? હિરલ, હવે તારા સાચા માતા-પિતા એ જ લોકો છે. થોડા દિવસમાં તારું કન્યાદાન કરીને વિધિવત લગ્ન પછી પતિના માતા-પિતા જ તારા માતા-પિતા છે. તારી પહેલી ફરજ હંમેશા એ લોકો માટે રહેશે. અને હસીને કીધું, ‘બેટા, નવા જીવનમાં નવા માતા-પિતા! આમેય આ મમ્મી તને ક્યાં ગમે છે?’ મમ્મીએ જેમ તેમ આંસુ છૂપાવીને મને સમજાવવાની હળવાશથી કોશિષ કરી પણ થોડીક ક્ષણો તો જાણે છાતીમાં શૂળ ભોંકાયા હોય એવી વેદના થઇ. ક્યારેક એવો વિચાર પણ આવે જ છે કે શું કામ છોકરીઓએ જ સાસરે જવાનું? આપણે તો છોડ છીએ કે એક ક્યારામાંથી ઉખડીને બીજા ક્યારામાં રોપાવાનું? આપણું તે વળી દાન કરાતું હશે? કોણે આવા નિયમો બનાવ્યા? જો હું લગ્નપ્રથાના નિયમો બનાવું તો એ કેવા હોવા જોઇએ?

  તમને વાંચીને હસવું આવશે મમ્મી, પણ મારી રુમમેટ સ્મીતા તો રોજ સાંજે ઓફીસથી ઘરે આવીને જાતજાતની વિલન સાસુ બને છે. કહે છે કે ‘અભી સે સાસુમાતા કે તાને સુનને કી પ્રેક્ટિસ કર લડકી, શાદી કા મતલબ હૈ કિ બોનસમેં એક ભયાનક પ્રાણી – જિસકા નામ સાસુમાતા હૈ, ઉસકે સાથ હરદિન તુજે કુરુક્ષેત્ર કે લિયે તૈયાર હોના હૈ’. અમારી બહેનપણીઓ વચ્ચે આજકાલ તો રોજ રાત્રે દુનિયાભરની ગપસપ ચાલ્યા કરે છે, દરેક જણ પોતાની આસપાસમાં જોયેલા સાસુ-વહુના અનુભવોની વાતો કરે છે. ક્યાંક સાસુએ વહુને દીધેલા દુઃખોની વાતો હોય તો ક્યાંક વહુની ભૂલોનો સ્વીકાર કરતી વાતો પણ હોય જ છે. પણ મને એમ થાય કે મા તો મા જ હોયને! કંઇ પુત્રવધુ સાથે કોઇ સાસુ વેર લેવાની યોજનાઓ પહેલેથી થોડી જ વિચારી રાખતી હશે? વહુનો પણ તો વાંક હોતો જ હશે ને? ‘સંપ ત્યાં જંપ અને ઝાઝા હાથ રળિયામણાં’ એવું બધું તો દરેક સ્ત્રીને પાયામાંથી જ શીખવાડવામાં આવે છે. તોયે આટલા બધા પ્રશ્નો કેમ ઉભા થતા હશે? અને એ પણ એક જ ઘરમાં રહીને? જ્યાં બંને સ્ત્રીઓનો મુખ્ય ઉદ્દેશ ઘરને આગળ લાવવાનો હોય છે. ઘર માટે થાય એટલું કરી છુટવાની તૈયારી તો મૂળભૂત રીતે જ ઘરનાં દરેક સભ્યમાં હોય છે. તો પછી સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન કેમ બનતી હશે?

  જો કે સાચું પૂછો તો મમ્મી, અત્યારના સ્પર્ધાત્મક યુગમાં મોટાભાગે દરેક દિકરી કારકિર્દીના પ્રશ્ને ખૂબ ગંભીર છે. મોંઘવારી પણ આનું એક મુખ્ય કારણ છે. મેં પણ સગાઇ નક્કી થઇ ત્યાં સુધી ક્યારેય ‘સાસુ’ વિશે કશું જ ખાસ વિચારેલું નંઇ. હા, સગાઇના દિવસે એક પછી એક સગાવ્હાલા અને આડોશ-પાડોશમાંથી ઘણાં બધાએ મને મળવા આવતી વખતે જ્યારે એવું કીધું કે ‘સાસુ-સસરાની ખૂબ સેવા કરજે ‘. ત્યારે જ મને મારી નવી જવાબદારીઓ વિશે ખ્યાલ આવ્યો કે હવે મારી મૂળભૂત ફરજોમાં એક મુખ્ય ફરજ મારા સાસુ-સસરાની સેવા પણ છે. હું તો વિચારોમાં ખોવાઇ ગઇ હતી કે એક સાથે ઘણું બધું મારી જિંદગીમાં બદલાઇ રહ્યું છે. હવે હું એક ધર્મપત્ની, એક પુત્રવધુના નવા રોલમાં નવી ફરજોના તાણાવાણામાં ગુંથાઇ રહી છું. થોડી નર્વસ પણ હતી, પણ એ સાંજે થોડીક નવરાશની પળોમાં જ્યારે આપણે એકલાં મળ્યાં ત્યારે તમે મારો હાથ તમારા હાથમાં લઇને કીધું કે ‘બેટા, આ તારું જ ઘર છે અને હું તારી ફ્રેંન્ડ જ છું એવું જ સમજજે. સાસુ માટે કોઇ જ જાતનો ડર ના રાખીશ, હું તને દરેક વાતમાં સહકાર આપીશ, તું મારી દિકરી જેવી જ છે. એટલે હંમેશા મમ્મી સાથે બી ફ્રેન્ક. હંને?’. મમ્મી તમારા પ્રેમભર્યા શબ્દોથી મને ઘણું સારું લાગેલું, પણ તોયે મનમાં શંકા-કુશંકા તો હતી જ પણ વાતનો દોર આગળ ચલાવતા તમે મને કીધું કે ‘આ સગાઇના સાંકળા તને રોજ પહેરવા ના ગમે તો ભલે, તું બૅંગલોર જઇને કાઢી નાખજે. હું કોઇ જડ સાસુ નથી. અને આપણાં ઘરમાં કોઇ જ જાતના અંધવિશ્વાસ કે ખોટી માન્યતાઓને સ્થાન નથી’. નવી નવી હું તમને ત્યારે તો કશું શબ્દોમાં કહી ના શકી, પણ મમ્મી, ધીમે ધીમે તમે દરેક નાની-મોટી વાતોમાં મારી સાથે મિત્રભાવે જ વર્ત્યા છો.

  મિલન તો દરેક નાની-મોટી વાતોમાં મમ્મી-પપ્પાના વખાણ કહેતા થાકતા નથી. જો કે અત્યારે તો હું પણ તમને વાત-વાતમાં મમ્મી-પપ્પાના વખાણ કર્યા જ કરું છું ને? પણ ધીમે ધીમે આ છ મહિનાના સમયગાળામાં તો હું જાણે આ ઘરનું સદસ્ય બની ગઇ હોઉં એવું જ અનુભવું છું. સાસરીમાંથી રિવાજ પ્રમાણે કરવામાં આવતી પુત્રવધુ માટેની ખરીદી પણ તમે આગ્રહ કરીને મને મારી રીતે , મારી પસંદ મુજબ જ લેવા જણાવ્યું. દરેક વખતે રજાઓ લેવાનું અનુકૂળ ના હોય એ વાત તમે વગર કીધે બરાબર મારી જનેતાની જેમ જ સમજી શકો છો. લગ્ન પછી તરત જોબ બદલીને મને પૂના રહેવા આવવાનું અનુકૂળ ના હોવાથી, તમે એમાં પણ મારો સાથ આપ્યો. મારા માતા-પિતા સાથે મિલનનો અને તમારા બધાનો વ્યવહાર ખરેખર દિલને સ્પર્શી જાય એવો છે. લગ્નની વાત માટે પ્રથમ પરિચય વખતે જ તમે મારા માતા-પિતાને ધન્યવાદ આપેલા કે એક દિકરીના ઉછેરમાં એમણે ખરેખર ઘણી મહેનત લીધી છે. સામાન્યરીતે દરેક મા, એનાં દિકરાના વખાણ કરતાં થાકે નહિં. પણ અહિં તો તમે એક દિકરીના માતા-પિતાને કેવા ઉમળકાથી વધાવેલા! મારા મમ્મી-પપ્પા તો આ વાતથી રીતસર ગળગળા થઇ ગયેલા. તમારો આ ઉપકાર તો હું જિંદગીભર નહિં ભૂલું.

  મને કે મારા પરિવારમાં કોઇને પણ અત્યાર સુધીમાં તમે ક્યારેય એવું નથી લાગવા દીધું કે તમે અમારા માટે પારકા છો. જેટલા દિલથી તમે મને અપનાવી છે ને મમ્મી, એના પરથી હું તમને એક વાત ખાતરીપૂર્વક કહી શકું કે હવે હું તમારા માટે પણ એક ‘શ્રવણ દિકરી’ જ છું. આજથી છ મહિના પહેલાં મારે માથે એક જ માતા-પિતાની છત્રછાયા હતી. પણ હવે તો મને બે માતા-પિતાનો સ્નેહ મળે છે. હું બહુ ખુશ છું કે મને નવી જિંદગીમાં એક સ્ત્રી મિત્રની હુંફ મળશે. મમ્મી, આપણી વચ્ચે ક્યારેક મતભેદ થાય તો પણ આપણે મનભેદ તો નહિં જ થવા દઇએ. પ્રોમીસ? ક્યારેક મારાથી ભૂલો થાય તો પણ મને પ્રેમથી સમજાવશો. હું કશા પણ ખચવાટ વગર તમારી દરેક વાતને સમજવાનો પૂરતો પ્રયાસ કરીશ. તમે મિત્રતાનો હાથ લંબાવ્યો જ છે તમારી વહુ સામે તો હું પણ તમને વચન આપું છું કે હું પૂરતા પ્રયત્નો કરીશ કે આપણા ઘરમા દૂધમાં સાકરની જેમ ભળી જઉં. તમને મારાથી કે મને તમારાથી ક્યારેય કોઇ ફરિયાદ હોય તો પણ આપણે સમાધાનવૃત્તિથી આપણાં પ્રશ્નોના ઉકેલ મેળવીશું. આપણે સાથે મળીને આ ઘરને સ્વર્ગ બનાવશું ને મમ્મી?

  ભવિષ્યમાં ક્યારેય મનદુખ થાય તો એક ‘હેપ્પી ફેમિલી પ્રોજેક્ટ’ ના ભાગ રુપે, ‘મા’ આપણે સાથે બેસીને આ પત્ર વાંચશું.

  સાસુઘેલી પુત્રવધુ,

  હિરલ.

  નોંધઃ જયવતીબેનનો આ લેખ વાંચીને મને ત્રણ વરસ પહેલાના મારા દિવસો યાદ આવી ગયા, જ્યારે મને પણ સાસુ શબ્દ માટે થોડી ઘણી બીક હતી. હવે તો અમને સાસુ-વહુએ આવા પત્રોની કોઇ જરુરિયાત નથી. પણ અહિં પત્ર દ્વારા મેં પુત્રવધુના મનની ભાવનાઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે.

  • Veena Dave. USA says:

   હિરલ,
   સરસ પત્ર .
   અભિનંદન. મને જવાબ પણ મળી ગયો. આભાર.
   તારુ લગ્નજીવન ખુબ પ્રસન્ન હશે અને પ્રસન્ન રહે તેવી શુભેચ્છા.

  • nayan panchal says:

   હિરલબેન,

   તમારો પત્ર ખૂબ ખૂબ હ્રદયસ્પર્શી છે. બસ, જો તમારો પત્ર અને જયવતીજીનો પત્ર અમલમાં મૂકાઈ જાય તો ઘણાય પુત્રોનુ જીવન સરળ થઈ જાય. આ લેખની, તમારા પત્રની અને જયભાઈના પત્રની પ્રિન્ટ આઉટ લઈને સાચવી રાખવા જેવી છે. ખૂબ ખૂબ આભાર.

   મૃગેશભાઈ,
   હિરલબેનની કોમેન્ટને સ્વતંત્ર લેખ તરીકે મૂકવા વિનંતી.

   નયન

  • Mital Parmara says:

   હિરલબેન
   તમે ખરેખર ખુબ જ સરસ પત્ર લખ્યો છે.

   ‘‘બેટા, નવા જીવનમાં નવા માતા-પિતા! આમેય આ મમ્મી તને ક્યાં ગમે છે?’ મમ્મીએ જેમ તેમ આંસુ છૂપાવીને મને સમજાવવાની હળવાશથી કોશિષ કરી પણ થોડીક ક્ષણો તો જાણે છાતીમાં શૂળ ભોંકાયા હોય એવી વેદના થઇ. ક્યારેક એવો વિચાર પણ આવે જ છે કે શું કામ છોકરીઓએ જ સાસરે જવાનું? આપણે તો છોડ છીએ કે એક ક્યારામાંથી ઉખડીને બીજા ક્યારામાં રોપાવાનું?’

   જયારે આ વાચ્યું ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા…

  • trupti says:

   હિરલ બહેન,

   સુંદર પત્ર. મને કદી સાસુ નો સ્નેહ નથી મળ્યો માટે આ પ્રમાણે ના સાસુ જોડે ના સંવાદો મારા માટે ખુબજ અચરજ પમાડે તેવા છે. હું જ્યારે મારી મમ્મી ને મારી ભાભી જોડે સ્નેહ થી વાત કરતા જોઊં છું ત્યારે મને ઘણી વાર મારી ભાભી ની ઈર્ષ્યા થઈ આવે છે. મારી ભાભી એ મારી મમ્મી ને અને મારી મમ્મી એ જે રીતે એક બિજા ને અપનાવી લીધા છે કે ઘણિ વાર તો એમજ લાગે કે હુ તેની દિકરી છુ કે મારી ભાભી?. જ્યાં શુધી ભાઈ પરણ્યો ન હ્તો ત્યાં સુધી મમ્મી ની દરેક જરુરીયાત, માંદગી વખતે હૂં ખડે પગે ઉભી રહી છુ, પછી તે હોસ્પિટલ મા રાત રોકાવવાનુ હોય કે ડોકટર ને ત્યાં લઈ જવાની હોય પણ જ્યારથી ભાભી નુ આગમન થયુ ત્યારથી મને ઘણી વાર લાગે છે કે મારા ભાવ ઓછા થઈ ગયા. પણ અંદર થી ખુશ છું કારણ મારી મમ્મી બેસહારા નથી અને તે શાંતિ થી પ્રભુ ને શરણે જઈ શકશે.

   • જય પટેલ says:

    તૃપ્તિ

    કાલ્પનિક વાર્તા હકીકત નથી…સમાજમાં જવલ્લે જ આવું બનતું હોય છે. સાસુ-વહુની સમસ્યા સમાજના
    કહેવાતા સવર્ણ વર્ગમાં વધારે છે. કોઈ જગ્યા વાંચ્યું હતું કે ઘરડાંઘરના મોટાભાગના રહેવાસીઓ સમાજના
    ઉપલા સ્તરમાંથી આવે છે..!!

    સવર્ણ કન્યા જ્યારે રીવોલ્ટ કરીને બહાર પરણે ત્યારે જિંદગી એક ચેલેંજ બની જાય છે.

   • Hiral says:

    તૃપ્તિબેન,

    તમારી વાત કોઇ નવી વાત નથી પુરુષપ્રધાન /સાસુપ્રધાન સમાજ વ્યવસ્થામાં. તમારા મમ્મી અને ભાભીનો અનુભવ જાણીને આનંદ થયો.

    જો સાસુ થોડું મોટું મન રાખે, વહુના માતા-પિતાની કદર કરે કે કાળજાનો કટકો એવી દિકરી વળાવવી કોઇ જેવી તેવી વાત નથી., વહુને પણ એક સાથે બધા નવા અનુભવોમાંથી પસાર થવાનું છે તો પોતે સાથ નહિ આપે તો શું ગામવાળા આવવાના હતા?, તો ભાગ્યે જ આ સંબંધમાં કોઇ કડવાશ પ્રવેશી શકે.

    પણ છોકરાને પચ્ચીસ-છવીસનો કરે ત્યાં સુધીના તમામ વરસોમાં સતત હું તો છોકરાની મા જેવા ખોટા મિથ્યાભિમાન કર્યા હોય કે પછી જે સ્ત્રીઓએ નકારાત્મક ખ્યાલો વધુ કર્યા હોય જેવા કે આજના જમાનાની છોકરીઓ તો આવી કે તેવી, એ સાસુઓ પાસેથી સ્નેહની આશા કેવી રીતે રાખી શકાય? (શું આવનારી વહુઓએ આવા બધા નકારાત્મક ખ્યાલો ક્યારેય કર્યા હોય? બાળપણમાં કે યુવાનીના ઉંબરે આવું નકારાત્મક આપણને દિકરીને વિચારવાનો ટાઇમ મળે ખરો? )

    વહુ બધા સાથેનો સ્નેહનો નાતો પાછળ મુકીને આવે (શરુઆતમાં કેટલું યાદ આવે બધું), પણ સાસુ ૧૦% સ્નેહ પણ દિકરા માટે ઓછો ના કરી શકે, તો વહુનો વાંક કઢાય?

    મારા મતે, તો આ સંબંધમાં સાસુઓની જ પ્રથમ ફરજ છે કે એ મિત્રભાવે વહુને ઘરના નવા સદસ્ય તરીકે આવકારે. પછી, દરેક દિકરી મારા જેવા પત્રો ખરા ર્હદયથી લખતી થઇ જશે.


    બીજીવાત તૃપ્તિબેન, મને માત્ર ‘હિરલ’ જ કહેશો તો વધુ ગમશે.


    વીણાબેન, તમે કીધું નહિં કે તમે કયો જવાબ શોધ્યો?

    જયભાઇ, નયનભાઇ, મિત્તલબેન આપનો આભાર. (આ દુનિયામાં બધું જ શક્ય છે, સાસુ-વહુના અત્મીય સંબંધો પણ, ખરું ને?)

    • trupti says:

     હિરલ,

     તમે કહ્યો તેવો બદલાવ ક્યારે આવશે?

    • Veena Dave. USA says:

     શ્રવણ દિકરી ,બેન હિરલ,

     કોઈ પુત્રવધૂનો સાસુ પર લખાયેલ પત્રની આશા હતી તેનો જવાબ મળી ગયો.

     વધુ એક કોમેન્ટ માટે શ્રી મૃગેશભાઈ માફ કરજો.

  • angel says:

   Hiraben,

   Relly its heart touching letter. But you know before marriage all MLW behave just as her mother, but after marriage her behaviour change & same happen with me. & she give me freedom, liberty only for things which my sister in law get in her home, if she is restircted I am also restricted. But exception is in that is that she talk twiceor thirce in a day with my sister in law in phone for a 1 hour or more then it but if I go my mother home or sister home once in a weak she don’t like & say that you go there only to complaint of me, eventhough I don’t say a single word at my mother home. Before marriage she also told me that don’t worry, i m just like your mother & etc. .etc. but now she is change…..& thats calld ‘SASU’

   • trupti says:

    એન્જલ,

    તમારી વાતો અને અનુભવ વાંચિ ને તો જાણૅ એમ લાગ્યુ કે કોઈ એ મારી જ વાત લખી છે. મારુ કંમ્પેરીઝન તો ત્યાં સુધી થયુ કે મારી નણંદ નુ સિમંત નહોતુ કર્યુ એટલે મારુ પણ નહીં કર્યુ, તેમના દિકરા ની ઝોળી પોળી નહોતી કરી એટલે મારી દિકરી ની પણ નહીં કરી. દિવાળી જાણી ને દિકરી ઘરે સવારથી સાંજ સુધી રહે બન્ને વખત નુ જમી ને જાય અને હુ જમી પરવારી ને બપ્પોરે મારા મા-બાપ ને પગે લાગવા જાઊ અને સાંજ ના જમવાના પહેલા આવી જાઊ તો પણ સાંભળવુ પડે કે નણંદ આવી છે ને તેને માટે ખાવાનૂ બનાવવાને બદલે મા ના ઘરે જતી રહી. નંણદ જોઈ એ ત્યારે રોકાવા આવી શકે અને તે પણ સવાર ના પહોર મા પધરામણી કરે પણ મારે ફક્ત મળવા જવાનૂ હોય તો પણ બપોરે જમી કરી ને સાંજ પહેલા આવી જવાનૂ. એક વખત નૂ પણ મા ના હાથ નુ જમવા નુ નશિબ મા નહીં. એક વખત તો મારી માસી ને ત્યાં ભજન રાખેલા, માસી એ તેમને પણ આમંત્રણ આપ્યુ તો ફોન ચાલુ હતો ને જ કહે, જ્યાં જવુ હોય ત્યાં રસોડા નુ કામ પતાવી ને જવાનુ. મેં એટલે બપોરના જ મસાલા વાળી પૂરી બનાવી ને મુકી દિધી(જોકે તેમને મે ઘણી વખત તેમ કરતા જોયા હતા) તો કહે, ઠંડી પૂરી કોણ ખાય્? તો શું મારે ભજન પતે પછી રાતે ૯ વાગે જવૂ? . મઝા ની વાત તો એ કે દિકરી નોકરી પણ નકરે પણ તો પણ તે થાકી જાય પણ હું તો નોકરી કરુ તો પણા થાકવા નો અધિકાર નહીં!. મારી સરખામણી દિકરી જોડે કરે પણ દિકરી ની સાસુ ની સરખામણી પોતાની જોડે કદી ન કરે. દિકરી નિ સાસુ શું સસરા સુધ્ધા ઘર કામ મા મદદ કરે અને નણંદ ને સિવવા નો શોખ તો જ્યારે રિટાયર્ડ થયા ત્યારે પી.એફ ના પૈસા આવ્યા તેમા થી સિવવાનો સંચો અપાવી દિધો જ્યારે મારા વરે લગ્ન પછી ની પહેલી દિવાળી એ વગર માંગ્યે વિંટી બનાવી દિધી તો સગા વહાલા નિ સામે કેટલૂ તો સંભળાવ્યુ. એટલે પોતે કદી કાંઈ ન અપાવે પણ વરે પણ નહીં અપાવવાનુ!!!!!!!!!

    આવા તો ધણા અન્યાયો સહન કર્યા, લખવા બેસુ તો આખો લેખ લખાઈ જાય.

    ભગવાન બધિ સાસુ અને વહૂઓ ને સદબુદ્ધી આપે અને શરુઆત મારા ઘર થી કરે.

  • એકદમ સરસ પત્ર હિરલ બહેન…ખુબ સરસ…સાસુએ લખ્યો એવો જ પત્ર પ્રેમભાવથી વહુ પણ લખી શકે છે એ જાણી આનંદ થયો…
   સમાજ માટે એક ઉત્તમ દાખલો…

 26. Mital Parmara says:

  ખુબ જ સરસ લેખ…

 27. angel says:

  Truptiben,

  My sister in law also not doing job, but she can say I am tired then my in law don’t mind but if I say today I am tired then for 2/3 days my MIL don’t say anything to me but she do all house hold work herself not allow me to do & don’t talk with me for a weak or more then it. In my starting life of marriage I mind all that but now I don’t. But my hubby always support me for injustive with me by my MIL so I feel that I am little lucky coz he understand me otherwise it difficult to leave. There are many lady who have to left her job after marriage whether she wants or not but I am not from them so I feel little good & for that my hubby also support me & I feel that its gud for us coz we be little relax in office even there is hactic work in office, isn’t it true?

  Mam you observe that we find many comment on the story writtne on women like ‘su kare che tu’ & also this one.
  I think this is never ending topic…….Untill lady don’t fight for her injustice she has to face all probs, if Gandhiji never fight for our freedom we never get Independent . In the same way untill we don’t fight our unfair & injustice every lady suffer from all this.

  • trupti says:

   Angel,

   You are right; you can have some relaxation in the office if you are working. In fact, I was asked to give up the job after my baby was born, and certainly I would have given up, if the atmoshopere in the house was pleasant and relationship was cordial. But I did not give up, so that I can be away from home for some time of the day, though my daughter had to pay heavy price for the same, as my MIL refused to take care of her in spite of employing a full time nanny for her. Finally I had to keep my baby with my parents who used to stays 12 km. away form my house, as I can not keep the child in the crush either or keep at the mercy of the nanny. But now I am in piece, no more staying with her, my health is also improved, which was deterioted while staying with her.

   • Hiral says:

    તૃપ્તિબેન, મને લાગે છે કે આવા સંજોગોમાં પતિએ વધારે સાથ આપવાનો હોય. સાસુ કો- ઓપરેટ ના કરે તો દિકરો તો મા ને સમજાવી જ શકે. ઘર, ઓફીસ, બાળકો બધું અઘરું છે અને એમાં ઘરના બધાનો સાથ જોઇએ જ જોઇએ. આ વાત પતિદેવોએ પણ સમજવી જરુરી છે.

    • trupti says:

     હિરલ,

     એવુ સમજવા વાળા કેટલા? ગુજરાતી ઘરો મા ખાસ કરી ને વાણિયાઓ મા જ્યાં નોકરી કરતી સ્ત્રી ઓ ની આ કદાચ પહેલી પેઢી હશે, જે ઘર મા પુરુષો ને પ્રધાન્ય આપવા મા આવે છે અને ઘરના કામ અને છોકરા ઉછેરવા ના કામ તો બૈરા કરે તેવા સંસ્કારો જોડે મોટા કરવા મા આવે ત્યાં શુ આશા રાખી શકાય. જોકે મારા વરે સાથ તો આપ્યો, જ્યારે પરિસ્થીતિ વણસી ગઈ ત્યારે ઘર થી જુદા થઈ ને, અને મારા મતે ઝગડી ને જુદા થવુ તે વાત નુ નિરાકરણ નથી. જો સાસુ ઓ થોડુ જતુ કરશે તો હું ચેલેન્જ કરુ છુ કે ઝગડા તદ્દન બંધ તો નહીં થઈ જાય પણ ઓછા તો જરુર થી થશે, આખરે માણસ પ્રેમ નો અને સહાનુભુતી નો ભુખ્યો છે, જરા પ્રેમ દેખાશે કે સહાનુભુતી મળશે ત્યાં નમશે જ. આશા રાખી યે કે આવનાર પેઢી ને માટે સોના નો સુરજ ઊગે.

     • Hiral says:

      તૃપ્તિબેન,

      તમારા જેટલો સંઘર્ષ આજના જમાનામાં વહુઓ માટે નથી . એટલીસ્ટ નોકરીની બાબતે. (ઘણાંને તકલીફો છે એ વાત સાચી) જો કે મારી ઘણી ફ્રેન્ડસ જોબ કરે છે જેમને સાસુનો, પતિનો સહકાર મળે છે. બે ફ્રેન્ડસને મમ્મી નથી પણ માની ગરજ સારે એવી સાસુઓ છે જેમણે લગ્ન પછી કારકિર્દી બનાવી છે.

   • angel says:

    Hiralben every exception is everywhere, all sasu & vahu are not same. But still in our society there is wide range of regid family in which only DLW has to follow her MIL, even I show many lady that she don’t have a right to decide wht she want to cook for lunch/dineer without asking her MIL, even for a single day ,she cann’t go outside without asking her & can go only on vehicle which she say like bus/train etc. And many earning lady, higher position in govt. or pvt. organisation cann’t say against her MIL, if she says u do this & she has to do, don’t have right to think whether she is doing right ya wrong. Moreover she has to give her all salary to her MIL hand & then her MIL give her money to spend & give only as much she required(petrol & etc.) & DIL do all this without argument & if she argue face another probs. so she don’t say nything.Till how long a lady face all this?

    • Hiral says:

     એન્જેલ,

     હું પણ આ સમાજનો જ હિસ્સો છું અને તમારી વાત સાથે સહમત છું. જ્યાં, સાસુ વહુને ઘરના નવા સદસ્ય તરીકે આવકાર ના આપે કે સતત ગેરવર્તન (અનૈતિકતાથી વર્તે) તો જરુરથી વહુએ લડત આપવી જ પડતી હોય છે. પણ એવા કેસમાં જગતભાઇ અને તૃપ્તિબેને કીધું તેમ પ્રેમથી જુદા રહેવામાં જ શાણપણ છે.

    • Editor says:

     પ્રિય વાચકમિત્રો,

     હવે પછી આ લેખ બાબતે વધુ અહીં ચર્ચા ન કરતાં એકમેકના અંગત ઈ-મેઈલ પર વાર્તાલાપ કરશો તો વધુ અનુકૂળ રહેશે. સૌ વાચકમિત્રોને એક લેખ પર એકથી વધુ વાર પ્રતિભાવો ન લખવા માટે નમ્ર વિનંતી.

     નમસ્તે

     લિ.
     મૃગેશ શાહ
     તંત્રી, રીડગુજરાતી.

 28. Hiral says:

  મેં નજરે જોયેલો એક દાખલો કહીશ.

  હું નાની હતી ત્યારે અમારા પાડોશમાં એક સ્ત્રી નામે શકરીમાસી એમનાં ત્રણ સંતાનો સાથે રહેતાં હતાં. (એમના વર અમેરિકા જતા રહેલા અને ત્યાં ગ્રીનકાર્ડ માટે એમણે બીજા પ્રેમ-લગ્ન કરી લીધેલાં) .સામેના ઘરમાં એમનાં જેઠાણી, સહકુટુંબ ૨ દિકરા-વહુ (૧૦-૧૨ જણ) રહેતાં હતાં. .બન્યું એવું કે એક દિવસ એમનાં સાસુને ગામડે પેરાલીસીસનો એટેક આવ્યો. અને એમનું આખું શરીર માત્ર જીવતી લાશ બની ગયું.

  ખાલી બધાને ઓળખી શકે, માથું ફેરવી શકે. પણ પથારીવશ. ઝાડો-પેશાબ બધું જ પથારીમાં. એ પહેલેથી સહકુટુંબમાં રહેલા એટલે એમને પથારીમાં પડ્યા પડ્યા પણ આસપાસમાં માણસ જોઇએ. સતત ૧૧ વરસ માજી પથારીવશ રહ્યા. પણ ટોટલ ચાર વહુઓ (૨ સગી વહુ અને બીજી ૨ પૌત્રોની વહુઓ) માંથી ક્યારેય કોઇએ મોઢું નથી બગાડ્યું ઝાડો-પેશાબ સાફ કરવામાં . શકરીમાસીના ઘેર આગળના રુમમાં જ એમનો ખાટલો રાખેલો એટલે આવતા-જતા માણસોને જોઇ શકે. (સતત ૧૧ વરસ સુધી)

  પણ, આ ચાર વહુઓએ અને ખાસ કરીને શકરીમાસીએ જે સેવા કરી છે (વરના દગા પછી પણ) એનાંથી તો એમનાં વરનું ર્હદય પણ પીગળી ગયું. અને પછી એમણે બધાને અમેરિકા પણ બોલાવી લીધા.

  બાળપણમાં જોયેલો સાસુની સેવા-ચાકરીનો આ જીવતો જાગતો દાખલો મને બહુ મનથી અસર કરી ગયો છે. એટલે જ હું એને અહિં પબ્લીક પ્લેટફોર્મ પર શૅર કરી રહી છું.

  • Chulbul Pandey says:

   આશા રાખું છું કે, તમે પણ વખત આવ્યે તમારા સાસુમાની પડખે ઉભા રહેશો અને ઝાડો-પેશાબ સાફ કરવામાં મદદ કરશો.

   • Hiral says:

    તમારી આશાને હું જરાય ઠેસ નહિં પહોંચાડું. (જો કે તમે મારામાં એવો ‘વિશ્વાસ’ વ્યક્ત કર્યો હોત તો વધુ સારુ લાગત). કદાચ, તમે ઉપર મારા પત્રમાં વાંચ્યું નથી લાગતું કે “મેં મારી સાસુમાતાને ‘હું એમની શ્રવણ દિકરી છું’ એવું વચન આપ્યું છે”. પણ હું એવું ઇચ્છું કે ‘કોઇ દુશ્મનને પણ આવો રોગ ક્યારેય ના આવે’.

    સમજણા થયા પછી મેં ક્યારેય કોઇ બાધા – આખડી, જ્યોતિષ, કે મંત્ર-તંત્ર કર્યા નથી. હા, મેં એક નિયમ લીધો છે કે ‘હું એવું જીવન જીવીશ કે જેમાં મારે ક્યારેય મારા માતા-પિતાને કોઇ પણ જાતનો દોષ ના દેવો પડે.’ (હવે આ નિયમમાં સાસુ, સસરા અને વડસાસુ પણ સામેલ છે). જીવનમાં ઘણા ચઢાવ – ઉતાર અને ઘણી અઘરી પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થયા પછી જ હું આવો પત્ર મારી ભાવિ સાસુને લખી શકી છું. (અને એમાં ૧% પણ કશું કાલ્પનિક નથી અને મને ખબર છે કે હજુ બહુ લાંબી મજલ કાપવાની છે). જો કે આટલો જ વિશ્વાસ મને મારા પતિ માટે પણ છે. (એમણે પણ ક્યારેય મારા માતા-પિતા કે નાના ભાઇ-બેન માટે જુદાગરું કશું નથી રાખ્યું).

    મેં આવા ઘણાં સારા અનુભવો જોયા છે. (એ અલગ વાત છે કે લોકજીભે સારું જલ્દી નથી ચઢતું, પરંતુ અવગુણવાળી વાતો વાયુવેગે પ્રસરે છે).

    • Chulbul Pandey says:

     બેન મને નાનો ગણીને માફ કરશો. ઉપરની કોમેન્ટ મેં મજાકમાં લખેલી અને મને એમ હતું કે તમને ખુબ ગુસ્સો આવશે. I am really sorry.

 29. જય પટેલ says:

  સમાજમાં દિવાદાંડી જેવો અન્યને પ્રેરણા આપે તેવો કિસ્સો રજૂ કરવા માટે આભાર.

  ત્રણ-ચાર દિવસથી જૂની સામાજિક સમસ્યા પરનું મંથન અદભુત રહ્યું.
  રીડ ગુજરાતીના નિયમીત વાચક મિત્રો સર્વશ્રી નયનભાઈ..વીણાબેન..તૃપ્તિ..હિરલ..જાગૃતિબેન તથા
  સાથી મિત્રોના પ્રોત્સાહન માટે આભાર.

  હિરલ..આપનો પત્ર પણ સમાજના જનમાનસનું પ્રતિબીંબ છે.
  સૌ મિત્રોનો આભાર.

 30. અશોક જાની 'આનંદ' says:

  જયવંતીબેનના કાલ્પનિક પત્રે વાચકો માટે સરસ અને સ્વસ્થ ચર્ચા ઉઘાડી આપી, વાચકોની માનસિકતા પ્રમાણૅ જુદા જુદા સરસ પ્રતિભાવો વાંચવા મળ્યા. હિરલબેનનું આ વાક્ય ખૂબ ગમ્યું (આ દુનિયામાં બધું જ શક્ય છે, સાસુ-વહુના અત્મીય સંબંધો પણ, ખરું ને?) વિચારોની આવી હકારાત્મકતા જીવનના દરેક સંબંધોમાં સંવાદિતા લાવી શકે. પત્રમાં હિરલબેનનું ભાષા પરનું પ્રભુત્વ પણ કાબિલ-એ-તારીફ્ છે. સહુને અભિનંદન…!!!!

 31. Purvi says:

  ખુબ જ સરસ વાત કહિ આપે કાશ દરેક સાસુ આવુજ વિચારે તો આ સમ્બન્ધ બહુ સારો પુર્વાર્ થાય્

 32. ranjan joshi says:

  દુનિયા ની દરેક સાસુ અને વહુ ના જગડા નો અન્ત લઈ આપ્યો

 33. Hiral Shah Mehta says:

  ખરેખર ખુબ જ સરસ લેખ છે. અને હિરલ બેન નો લેખ વાન્ચિ ને તો એમ જ થયુ કે જાને મર મન નિ વાત જ ચોરિ લિધિ. મે મારા મમિજિ ને પન આ લેખ વન્ચવ્યો. તેને પન એવુ જ કહ્યુ કે દરેક સાસુ ના મન મા જે વાત હોય તે જ પ્રદસર્શિત કરિ ચ્હે અહિયા.

 34. Ashish Dave, Sunnyvale, California says:

  ખુબજ સુંન્દર પત્ર અને એનાથી પણ સુંન્દર કોમેન્ટ્સ…

  Ashish Dave

 35. “મૌનઁ શરણઁ ગચ્ચ્છામિ…..”.સુઁદર શિખામણ મળી.
  આભાર !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.