ઉરધબકાર – ઈન્દ્રવદન નરોત્તમદાસ દેસાઈ

[સ્વ. કવિ શ્રી ઈન્દ્રવદન નરોત્તમદાસ દેસાઈ (ડૉ. દિવ્યેન્દ્ર)ના ગુજરાતી સામાયિકોમાં પ્રકાશિત થયેલા કેટલાંક કાવ્યોનું સંપાદન કરીને તેમના સુપુત્રે ‘ઉરધબકાર’ નામે આ કાવ્યસંગ્રહ તાજેતરમાં પ્રકાશિત કર્યો છે. આ સંગ્રહ વેચાણ માટે ઉપલબ્ધ નથી, પરંતુ તેના પ્રાપ્તિસ્થાનની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ કાવ્યસંગ્રહ મોકલવા માટે મુંજાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

[1] માનવી ! કર તું કિલ્લોલ !

દુઃખ દર્દ છે ચારે કોર,
ભલે થાય અંધારું ઘોર,
ભલે ન બોલે વનનો મોર,
તો પણ માનવી ! કર તું કિલ્લોલ !

ભલે સુકાઈ જાયે બાગ,
ભલે ઘરમાં લાગે આગ,
થાય ભલે વાદળ ઘનઘોર,
તો પણ માનવી ! કર તું કિલ્લોલ !

આશ ભલે થાય નિરાશ,
થાય ભલે નિષ્ફળતાનો ભાસ,
વ્યાકુલ થાય ભલે મનનો મોર,
તો પણ માનવી ! કર તું કિલ્લોલ !

ફુલ ઝાડ ભલે સુકાય,
ભલે વા વંટોળ વિંઝાય,
ભલે ન આવે વસંતે મોર,
તો પણ માનવી ! કર તું કિલ્લોલ !

ભલે જીવનમાં આવે ઝંઝાવાત,
ભલે દિવસ બને અંધારી રાત,
ભલે તૂટી જાયે જીવન દોર,
તો પણ માનવી ! કર તું કિલ્લોલ !

[2] ઝળહળ જ્યોત ઝગે

ઝળહળ જ્યોત ઝગે મુજ અંતરમાં,
આંખોથી અમી વરસાવે રે,
પ્રેમનો તંતુ ઝણઝણે હૃદયમાં,
ઉર સ્પંદન ઉભરાવે રે,

ઝળહળ જ્યોત ઝગે મુજ અંતરમાં,
મુખથી સ્મિત પ્રસરાવે રે,
સ્નેહની વાણી ઉભરાતી હૃદયમાં,
ઉર સ્પંદન ઉભરાવે રે,

ઝળહળ જ્યોત ઝગે મુજ અંતરમાં,
બહુ હેત ઉપજાવે રે,
ઉત્સાહનો અમીરસ વહે હૃદયમાં,
ઉર સ્પંદન ઉભરાવે રે,

ઝળહળ જ્યોત ઝગે મુજ અંતરમાં,
પદ પંકજ પ્રગટાવે રે,
આનંદનો સાગર ઉછળે હૃદયમાં
ઉર સ્પંદન ઉભરાવે રે.

[3] કોણ એનો કરનાર ?

આભનો તે ગોખલો કોણે બનાવ્યો ?
કોણે તે મૂક્યા અંદર કોડિયાં જી રે ?
કોણ પૂરે ? કોણ સળગાવે વાટ એની ?
કેવો ઝગમગાટ આભમાં દીસતો જી રે ?
આભમાં તે વાદળાં રમતા સંતાકૂકડી,
કેવો ગડગડાટ તે કરતાં જી રે ?
વરસાવે પાણીડાં ક્યાંથી લાવી લાવી ?
એ કોયડો કહો કોણ ઉકેલે જી રે ?
મારાં તે મનમાં ઉઠતા સવાલ એવા,
સૂર્ય ઉગે ને કેમ આથમે જી રે ?
ચાંદો નાનો મોટો થાય છે કેવી રીતે ?
ઉષા સંધ્યાના રંગ કોણ પૂરતું જી રે ?

[કુલ પાન : 64. કિંમત : — પ્રાપ્તિસ્થાન : મુંજાલ દેસાઈ. 16, શિવ કોમ્પલેક્ષ, હીરાભાઈ ટાવર સામે, ઉત્તમનગર, મણીનગર, અમદાવાદ-8. મો. 9825245356. ઈ-મેઈલ : munjalfourhands@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કઠપૂતળી – વિવેક કાણે ‘સહજ’
એક નોંધ – તંત્રી Next »   

7 પ્રતિભાવો : ઉરધબકાર – ઈન્દ્રવદન નરોત્તમદાસ દેસાઈ

 1. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  માનવી, તુ બસ કરતો રહે કિલ્લોલ.

  આભાર,
  નયન

 2. Rachana says:

  Yes happiness is d only truth…………for everyone….

 3. Really inspiring thoughts for opening innerself.

 4. હર્ષદ ત્રિવેદી says:

  ગમે તેવી વિકટ અને પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ “બસ તું કરતો રહે કિલ્લોલ ” એવો એકદમ પોઝીટીવ અભિગમ હોય એટલે પછી ઉરમાં ઝળહળ જ્યોતિ જલતી રહે જ.

  આજની સાંપ્રત પરિસ્થિતિમાં જીવનને પ્રફ્ફૂકિત રહીને જીવવા માટેનો સાચો અભિગમ દર્શાવતું સુંદર કાવ્ય.

 5. Chandrakant Nirmal, Limbdi says:

  Positive Thinking Jeevan jivvanu bal puru pade chhe. Pitashreene temna j KavyoNo sangrah prakashit kari SHABDO RUPE AMAR KARI DIDHA. Khub Khub DHANYVAD

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.