તરી તો જુઓ – જીવણ ઠાકોર

[‘નયામાર્ગ’ સામાયિકમાંથી સાભાર.]

ખુરશીદાસો બજારે ફરી તો જુઓ,
ખુદના હાથે ખરીદી કરી તો જુઓ.

સાગર આ મોંઘવારી તણો ગાજતો,
સીધા-ટૂંકા તરાપે તરી તો જુઓ.

ના આપો લાલચો રોજગારી તણી,
બેકારીને તમે કરગરી તો જુઓ.

જીવે છે કેમના આ ગરીબો હજી ?
વગડે જઈને તણખલા ચરી તો જુઓ.

સમસ્યા જળની અમે તો ગળે પાળતા,
‘જીવ’ ! ખોબો પણ તરસને ધરી તો જુઓ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટાઢ – ધીરુબહેન પટેલ
લે, પપૂડા, કેરી ! – રમણલાલ સોની Next »   

5 પ્રતિભાવો : તરી તો જુઓ – જીવણ ઠાકોર

 1. Ankit says:

  સાંપ્રત સમય ની સમસ્યાઓ ને કાવ્યનું સુન્દર પ્રયાસ

  પંચ લાઈન-
  જીવે છે કેમના આ ગરીબો હજી ?
  વગડે જઈને તણખલા ચરી તો જુઓ

 2. nayan panchal says:

  માઝા મૂકતી મોંઘવારી અને આકાશને આંબતા ખર્ચાઓ વચ્ચે પીસાતા મધ્યમવર્ગ અને ગરીબ વર્ગની તકલીફોને વાચા આપતી સુંદર રચના.

  આભાર,
  નયન

 3. mahendra says:

  “.I want to subscribe “NAYA MARG”.
  But I don’t have address.Pls. help me.
  Ministers don’t know/they don’t care how
  POOR people live.

 4. jayesh shah says:

  i also want to subscribe “NAYA MARG” from where to get?

 5. darshana says:

  wow…khrekhr sundar rachna……aabhar….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.