બને, એમ પણ બને – પ્રફુલ્લ રાવલ

ખૂબ ખાંખાંખોળાં કર્યાં મેં મારામાં
……………. પણ ના મળ્યું તે ના જ મળ્યું
હશે તો ક્યાં હશે !
……………. મળશે કે નહીં ?
કે પછી શોધ્યા જ કરવું પડશે આથમતી ક્ષણ સુધી ?

ટોળામાં ખોવાયેલાં ઘેટાંને
……………. ટોળામાં જ શોધવાનું હોય ને ?!
ક્યારેક ઘેટું મળે તો ટોળું ન મળે
ને ટોળું મળે તો ઘેટું ન મળે
-એ રીતે જ સાચવી રાખેલું,
……………. ખપ ટાણે ન જડે
………………………….. ન હાથ ચડે
બને, એવું પણ બને…..

ક્યારેક સાચવતાં સાચવતાં ખોવાઈ જાય ઘણું….
ને ઉમેરાતાં ઉમેરાતાં બાદ પણ થઈ જાય ઘણું….
………………………………… બને, એમ પણ બને

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લે, પપૂડા, કેરી ! – રમણલાલ સોની
અનહદ અપાર સાથે – દિલીપ જોશી Next »   

6 પ્રતિભાવો : બને, એમ પણ બને – પ્રફુલ્લ રાવલ

 1. ક્યારેક સાચવતા સાચવતા ખોવાએ જાય ઘનુ ખુબ સુન્દર પન્કતિ

 2. Ankit says:

  ક્યારેક ક્યારેક જીવન માં કેટલી અસ્થિરતા સંભવી શકે છે, નહી?

  ક્યારેક સાચવતાં સાચવતાં ખોવાઈ જાય ઘણું….
  ને ઉમેરાતાં ઉમેરાતાં બાદ પણ થઈ જાય ઘણું….
  ………………………………… બને, એમ પણ બને

  જીવન ની સચોટતા ને સચોટ રીતે પ્રસ્તુત કરતું સુંદર કાવ્ય.
  …………………………………………………વેલ ડન પ્રફુલભાઈ..

  આભાર
  -અંકિત

 3. nayan panchal says:

  ખરેખર, જીવન તો આવા સરવાળા-બાદબાકીનુ જ નામ છે.

  ક્યારેક સાચવતા સાચવતા ઘણુ ખોવાઈ જાય છે અને ક્યારેક અનાયાસે જ ઘણુ મળી જાય છે.

  ખૂબ આભાર,
  નયન

 4. Anila Amin says:

  ટોળુ તો મળશે પઆન્ઘેટુ મળવાની શક્યતા બહુ બહુ ઓછી છે

  સાચવતા સાચવતા ખોવાવાની શક્યતાઘણીઘણી વધારે છે.

  બાદબાકી ન થાય તો ઉમેરણ માટે જગ્યા ઓછી પડે,

 5. Prerak says:

  Very well said….

 6. ખુબ સરસ જીદગીમાં કયારે ક કોઇ ક્ષણ એવી આવે કે કોઈ વખત બાદબાકી પણ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.