અંધારું અને પ્રેમ – રમેશ આચાર્ય

હું અંધારાના પ્રેમમાં છું,
આ વાતની જ્યારે મને
જાણ થઈ ત્યારે
ઘણું મોડું થઈ ગયું હતું.
કહેવો હોય તો એને
પ્રથમ દષ્ટિનો પ્રેમ કહી શકાય.
મારી બાએ
રૂની વાટથી પાડેલી મેશનું
મને પ્રથમ આંજણ કર્યું ત્યારે
એની શરૂઆત થઈ.
કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે
મારો અંધારા સાથેનો પ્રેમ
આગળ વધ્યો.

બચપણમાં પાછળથી આવી
મારા મિત્રે મારી આંખ દાબી દીધી
અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ
તેનું પુનરાવર્તન કર્યું ત્યારે
બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
એ હું આજે પણ નક્કી કરી શકતો નથી.
અને એ ય નક્કી કરી શકતો નથી
કે એ હાથ અંધારાના હતા
કે
પ્રેમના….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસ્કૃતસત્ર : ઉપનિષદ સુધા (ભાગ-1) – મૃગેશ શાહ
જય ભૂમિ ગુજરાત – પ્રજ્ઞા પટેલ Next »   

7 પ્રતિભાવો : અંધારું અને પ્રેમ – રમેશ આચાર્ય

 1. સુંદર કાવ્ય.

  અંધારાને સમજ્યા ને મનમાં અજવાળુ થયું………..!!!! પ્રેમ – શબ્દ માત્ર અંધારાથી અજવાળા તરફ લઇ જાય છે…. એ પછી માનો પ્રેમ હોય, મિત્રનો કે પ્રેયસીનો…!!! અજવાળાને સમજવા માટે પણ અંધારાની જરુર હોય છે.

 2. dhiraj says:

  અંધકાર નુ પણ એક આગવુ સૌંદર્ય હોય છે
  મારી પોતાની સ્વ રચીત ગઝલ ની કેટલીક પંક્તિઓ

  નીકળી પડ્યા અવકાશયાત્રી ;
  સૂર્ય ખોવાયો અંધારામાં,

  મૃત્યુ એટલે એજ “વાહક”
  લીન થવાનું અંધારામાં .

 3. ખુબ જ સરસ કહેવાય છે કે પેમ આધણો હોય છે .

 4. Anila Amin says:

  એ હાથ પ્રેમના જ હોય સરસ કાવ્ય.

 5. Veena Dave.. USA says:

  સરસ .

 6. PAYAL says:

  saras kavya… Hiralben e kidhu e sachu che…..અજવાળાને સમજવા માટે પણ અંધારાની જરુર હોય છે.

 7. nayan panchal says:

  સરસ કાવ્ય. અંધારામાં પણ સૌંદર્ય તો આપ જેવા જ કોઈ શોધી શકે.

  આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.