જય ભૂમિ ગુજરાત – પ્રજ્ઞા પટેલ
સૂરજ ઊગે, હૈયે સોનેલ અજવાળાં પથરાય
ધન-ધાન્યે લચેલાં ખેતર અહીં લહેરાય
જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.
નરસિંહ, નર્મદ, ન્હાનાલાલે તપ કીધાં
ભક્તિ-સેવાના સૂર સદાયે અહીં પડઘાય
જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.
ડાકોર, દ્વારિકા, અંબે, હૈયે ગુંજતાં નામ
ગિરનાર ગરવો, ગગને સાદ સદા સંભળાય
જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.
કલા, શૌર્ય ને સાહસ જન જનનો સ્વભાવ
ગાંધીના ગુજરાતની, અસ્મિતા જગે વખણાય
જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.
મહી, તાપી, સાબર, નર્મદા જળને પૂજે લોક
દશે દિશામાં સુખ-શાંતિ-સમૃદ્ધિ છલકાય
જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.
ધીંગી ધરા, ખમીર-ખુમારી શાં તારાં
પુનિતપાવના મા, ખોળે જીવ સો મલકાય
જય ભૂમિ ગુજરાત, જીવન મુજ રળિયાત.
Print This Article
·
Save this article As PDF
સુંદર…..
જય ભૂમિ ગુજરાત,જય જય ગરવી ગુજરાત….
TAMARA KAVY VACHAN KHUB J SARAS 6E
“જય જય ગરવી ગુજરાતનો ” પડઘો આપના કાવ્ય મા ગુજતો હોય એમ સમ્ભળાય છે.
સરસ શબ્દ રચના.
સરસ ભાવના સભર ગીત.
રમેશ પટેલ(આકાશદીપ)
ગુજરાતની ગરિમાને રજૂ કરતુ સુંદર પ્રશસ્તિ કાવ્ય.
આભાર,
નયન્
જય જય ગરવી ગુજરાત
આપની રચના માં ગુજરાત પ્રેમ છલકાઈ રહ્યો છે. તે દેખાઈ છે.