હવાથી પણ છૂટીએ – સુધીર પટેલ

કશું ના જોઈએ ચાલો, કશાથી પણ છૂટીએ;
અમસ્તું એટલું છે, એટલાથી પણ છૂટીએ !

નદી માફક વહીએ, બોજ ના કોઈ લહીએ;
રહીએ ત્યાં વસીએ નહિ, જગાથી પણ છૂટીએ !

ફરીએ પંખી જેવું ડાળ ડાળે, પાંદ પાંદે;
અખિલમાં એવું ભળીએ કે બધાથી પણ છૂટીએ !

રહે ના કોઈ વળગણ ને હટે સૌ એમ અડચણ,
ભરીએ શ્વાસ એવા કે હવાથી પણ છૂટીએ !

કહેવું હો સહજ ને હો સહજ રહેવુંય ‘સુધીર’,
કરમ છે છૂટવું તો એ જફાથી પણ છૂટીએ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હવાના હોઠ પર – ફિલિપ કલાર્ક
બાળપણની કેળવણી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ Next »   

9 પ્રતિભાવો : હવાથી પણ છૂટીએ – સુધીર પટેલ

 1. Vijay Shah says:

  મઝા આવી ગઇ

  રહે ના કોઈ વળગણ ને હટે સૌ એમ અડચણ,
  ભરીએ શ્વાસ એવા કે હવાથી પણ છૂટીએ !

  વાહ્!

 2. Ankit says:

  ખુબ ખુબ ખુબજ સુંદર રચના…………

  પંચ લાઈન-
  રહે ના કોઈ વળગણ ને હટે સૌ એમ અડચણ,
  ભરીએ શ્વાસ એવા કે હવાથી પણ છૂટીએ !

  અભિનંદન સુધીરભાઈ!!!!!!!!!!!!

  આભાર
  -અંકિત

 3. Gajanan Raval says:

  It’s really a poem as if sung by Avadhoot! How nicely depicted avadhoot-masti in action through verse…
  Hearty Congrats…….
  gajanan raval
  greenville-SC,USA

 4. bhupesh patel says:

  ખુબજ સરસ, મરાથિ સાચિ રિતે લખિ નથિ સકાતુ એતલે જે કહેવ માગુ તે ગુજરાતિમા થોદુ ઓચ્હુ કહિ સકાય ચ્હે. ખુબજ સુન્દર ચ્હે.સાચુ ગુજરાતિ સાચિ જોદનિ લખવિ ચ્હે, કોઇ હેલ્પ કરશો?

 5. Amit Trivedi says:

  મઝા આવી ગઇ સુધીરભાઈ

  આભાર

 6. MEGHA says:

  જો આને સમજિ ને જિવન મા રિઅલિ ઉતરિ સકાય તો સફલ જિવન અને મ્રુ ર્ત્યુ મલે……………………કદાચ મોક્ષ એનુ જ નામ હશે.

 7. nayan panchal says:

  ખૂબ જ સુંદર. પકડી પકડીને છોડવામાં જ આયખુ વીતી જાય છે.

  આભાર,
  નયન

 8. Ashish Dave, Sunnyvale, California says:

  Too good…

  Ashish Dave

 9. sudhir patel says:

  ગઝલ પોસ્ટ કરવા બદલ આભાર, મૃગેશભાઈ!
  સૌ ગઝલ-પ્રેમી દોસ્તોનો પણ એમના ઉમદા પ્રતિભાવ બદલ આભારી છું.
  સુધીર પટેલ, Charlotte, NC, USA.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.