હવાના હોઠ પર – ફિલિપ કલાર્ક

બંધ બારી બારણે બેઠા હતા,
કે અનોખા તારણે બેઠા હતા.
ના કદી જેનું નિવારણ થૈ શક્યું,
એક એવા કારણે બેઠા હતા.

જોત જોતામાં થયું મોં સૂઝણું,
સ્વપ્નના સંભારણે બેઠા હતાં,
પથ્થરો ક્યારેક તો ગાતા થશે,
એમ સમજી બારણે બેઠા હતા.

કોક કોમળ કંઠથી ગઝલો સરે,
રંગ ભીના ફાગણે બેઠા હતા.
હૂંફ જેવું વિશ્વમાં વ્યાપી ગયું,
પાસ પાસે આપણે બેઠા હતા,

છે હવાના હોઠ પર ખામોશીઓ,
શબ્દના ઉચ્ચારણે બેઠા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જય ભૂમિ ગુજરાત – પ્રજ્ઞા પટેલ
હવાથી પણ છૂટીએ – સુધીર પટેલ Next »   

4 પ્રતિભાવો : હવાના હોઠ પર – ફિલિપ કલાર્ક

 1. Ankit says:

  કોઈક ની યાદ માં સમય વિતાવવાનો પણ એક અનેરો આનંદ હોય છે.
  અને આ આનંદ ને તો એક પ્રેમીજ અનુભવી શકે.

  સુંદર કાવ્ય.!!!!!!!!!!!

  આભાર
  – અંકિત

 2. Amit Trivedi says:

  સુદર કાવ્ય , જેમ અંકિતભાઈએ કહય આ આનંદ ને તો એક પ્રેમીજ અનુભવી શકે

 3. ખુબ મઝા આવેી. સુન્દર ,છે હવાના હોઠ પર ખામોશીઓ,
  શબ્દના ઉચ્ચારણે બેઠા હતા.ખુબ ગમ્યુ.
  સાહિત્યનેી સરગમ માણવા મળેી.

 4. nayan panchal says:

  સુંદર હ્રદયસ્પર્શી કાવ્ય.
  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.