Archive for November, 2010

ગુરુ – મીનાક્ષી ચંદારાણા

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર. આપ શ્રીમતી મીનાક્ષીબેનનો (વડોદરા) આ નંબર પર +91 9998003128 અથવા આ સરનામે chandaranas@gmail.com સંપર્ક કરી શકો છો.] ના-ના કરતો છેવટે કુંવરિયો રમેશભાઈની વાત માની ગયો. આમ તો પંદર વરસની ઉંમરમાં એ કેટલીયે વખત મકાઈ વેચવા જંબુસરના આંટા ખાઈ આવ્યો હતો. પણ આ તો છેક વડોદરા જવાનું, અને એય કાયમ માટે સ્થાયી થવાની […]

ગોળ કેરી ભીંતલડી – મીનળ દીક્ષિત

[‘કપોળ સમાજ દર્પણ’ સામાયિક (દીપોત્સવી અંક)માંથી સાભાર.] ‘કઈ વાર્તા કહું ?’ ‘સરસ..સરસ… ગોરી ગોરી પરીની !’ ‘ગોરી ગોરી છોકરીની ? ચાલ, તને ‘સ્નો વ્હાઈટ’ની વાર્તા કહું !’ ‘ખૂબ મજા પડશે ને ?’ ઉત્સાહમાં ઈશાની તાળી વગાડવા લાગી. એને રોજ વારતા સાંભળવી હોય છે પરંતુ પપ્પાને ફક્ત રવિવાર જ મળે છે ! બાકીના છ દિવસ એ […]

ધૂપસળી – સંકલિત

[1] સર્જકનું આંતરજગત – પ્રણવ ત્રિવેદી [રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રણવભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pranav.trivedi@sbi.co.in અથવા આ નંબર પર +91 7600035206 સંપર્ક કરી શકો છો.] ઘણા સર્જકોને કેટલાક પ્રશ્નનો સામનો વારંવાર કરવો પડ્યો છે. સર્જન પ્રક્રિયા વિશે કે સર્જનની પળો વિશે કે સર્જનની પ્રેરણા અંગે સવાલો પૂછાતાં રહ્યાં […]

અમૃતધારા – લલિતકુમાર શાસ્ત્રી

[ અમદાવાદ આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત થતા ‘અમૃતધારા’ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા સુંદર વિચારો પુસ્તકરૂપે 1992માં પ્રકાશિત થયા હતા. એ પુસ્તકમાંના કેટલાક લેખોનું આચમન કરીએ. હાલ પુસ્તક અપ્રાપ્ય છે.] [1] મૈત્રી મૈત્રી મોટામાં મોટી સંપત્તિ છે. મૈત્રી સૂર્ય સમાન શુદ્ધ હોવી જોઈએ. તેમાં ચંદ્રનું કલંક ન ચાલે. મૈત્રીનું મૂલ્ય તત્કાળ થતું નથી. આપત્તિ એની કસોટી […]

ભણકાર – નાથાલાલ દવે

નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી, ……………….. આકાશે રેલાયે અંધાર જી; કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે, ……………….. આવા તે જગાડે ઝંકાર જી ? નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી, ……………….. જાણું ના શાના આ ભણકાર જી; નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે, ……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી. ગુંજે […]

ભજનનો વેપાર – દાસી જીવણ

કર મન ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર, બેડલી ઉતારો ભવ પાર જી. સરોવર જ્યારે ભર્યાં હતાં, ત્યાં પહેલી ન બાંધી પાળ જી, આગળ નીર સૂકાઈ ગયાં, ત્યારે હાથ ઘસે શું થાય….. કર મન.. શેરી લગણ સુંદરી, ઝાંપા લગણ મા-બાપ જી, તીર્થ સુધી બે બાંધવા, કોઈ ના’વે તારી સાથ….. કર મન. હાડ જલે જેમ ગાંસડી […]

વિચારસાગરનાં મોતી – સં. શાંતિલાલ શાહ

[‘બૃહદ સુવાક્યસંચય’ પુસ્તકમાંથી સાભાર.] [1] આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ. – અજ્ઞાત [2] મારું ઘર એક સ્વર્ગ છે, અને મારી પત્ની એ સ્વર્ગમાંના કલ્પવૃક્ષ જેવી છે. એ વૃક્ષ પર બે […]

તો ખરા – ગોવિંદ દરજી ‘દેવાંશું’

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] માણસોને ઓળખી લો તો ખરા, નાડ તેની પારખી લો તો ખરા. નેહ કેવો છે ભલા ઓ આદમી, હાટ માંડીને લખી લો તો ખરા. પ્રસંગો ભીના તે પાછા વળાવી, આજ તેને જ હરખી લો તો ખરા. જો પથ્થરોનું નગર તો પ્રેમ ક્યાં ? ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા. ‘રામ બોલો’, ‘રામ […]

કિસીકા દર્દ હો સકે તો લે ઉધાર….! – રોહિત શાહ

[‘જનકલ્યાણ’ સામાયિક નવેમ્બર-ડિસેમ્બર-2010માંથી સાભાર.] પંચાવન વર્ષના એક ગૃહસ્થનું હાર્ટફેઈલ થતાં આકસ્મિક મૃત્યુ થયું. તેમને પરણાવવા લાયક એક દીકરી હતી અને કૉલેજના લાસ્ટ યરમાં ભણતો એક દીકરો હતો. પત્ની સંસ્કારી અને ખાનદાન હતી, પણ ઝાઝું ભણેલી નહોતી. પરિવાર ઉપર આવી પડેલી આફતની ક્ષણે પાડોશીઓ અને સ્વજનો આશ્વાસન આપતાં હતાં. સદગત ગૃહસ્થના વિશિષ્ટ ગુણોને યાદ કરીને સૌ […]

ગીતાનો કર્મ-જ્ઞાન-ભક્તિબોધ – ડૉ. જગદીશ જોશી

[હિંમતનગરની આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ફરજ બજાવતાં ડૉ. જગદીશભાઈને સાડાત્રણ દાયકા જેટલો સ્નાતક-અનુસ્નાતક અધ્યાપનનો અનુભવ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સાહિત્યશાસ્ત્રનો વિષય લઈને Ph.d. થનાર અલ્પ વિદ્યાપુરુષોમાંના તેઓ એક છે. તેઓએ વર્ષોસુધી વેદ, ઉપનિષદ, ગીતા જેવા વિષયોનું રસપ્રદ અધ્યાપન કર્યું છે. આમ, સાહિત્ય અને વેદાંત એમના રસના વિષયો છે. અત્યાર સુધીમાં તેઓનાં પંદર જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં […]

અમારું મૈનપુરીનું ઘર – ગાયત્રી કમલેશ્વર

[વિષય-પ્રવેશ : આજના હિંદી સાહિત્યકારોમાં કમલેશ્વર એક મોટું નામ છે. તેઓ વાર્તાકાર છે, નવલકથાકાર છે અને નાટ્યકાર પણ છે. સાથોસાથ ફિલ્મો, ટેલિવિઝન અને મિડિયા સાથે પણ જોડાયેલા છે. ‘નઈ કહાનિયાં’, ‘સારિકા’ અને ‘કથાયાત્રા’ જેવાં પ્રતિષ્ઠિત સામયિકોનું વર્ષો સુધી સંપાદન કર્યું છે. તેઓ અત્યંત પ્રતિભાવાન, ઊર્જાવાન અને બહુમુખી વ્યક્તિત્વના માલિક છે. મૈનપુરી જેવા નાનકડા કસબામાં જન્મેલા […]

ઉષાનાં અજવાળાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[પ્રકૃતિના તત્વો માનવીને સુંદર બોધ આપતા હોય છે. આ બોધને ઝીલીને તેને શબ્દસ્થ કરવાનું કામ ‘ઉષાનાં અજવાળાં’ પુસ્તકમાં થયું છે. તેના સર્જક શ્રી બાબુભાઈ સોલંકી ‘સાહિત્યરત્ન’, ‘ભાષારત્ન’ અને ‘સંસ્કૃત-ભૂષણ’ની પદવી પ્રાપ્ત કરેલ વિદ્વાન છે. તેમનાં ઘણાં લેખો આપણે અગાઉ માણ્યાં છે. આજે તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલ આ પુસ્તકમાંથી કેટલાક લેખોનું આચમન કરીએ. રીડગુજરાતીને આ સુંદર […]

બદલાવ – રમેશ ઠક્કર

[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈએ સાહિત્યક્ષેત્રે લઘુકથા, ટૂંકીવાર્તા, નિબંધ, અભ્યાસલેખો, કવિતા અને ગઝલ જેવાં સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે. અત્યાર સુધીમાં એમના પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાં તાજેતરમાં પ્રકાશિત થયેલો ‘ઈચ્છાની પેલે પાર’ ટૂંકીવાર્તાઓનો આ પ્રથમ સંગ્રહ છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ […]

ગંગાસ્નાનની પાવનકારી અનુભૂતિ – કાન્તિ શાહ

[રોજનીશી એ એક સાહિત્યપ્રકાર તો છે જ પરંતુ તે સાથે એ હૃદય-મનની કેળવણીનું સાધન છે. દિવસ દરમ્યાન બનતા બનાવોમાંથી જાગૃતિપૂર્વક સત્વને તારવીને કશુંક નોંધી લેવાથી એ ગુણવિકાસના કામમાં ઉપયોગી થાય છે. એનાથી વ્યક્તિત્વનો પરિચય થાય છે. આજે આપણી પાસે હજારો ઈ-મેઈલ અને એસ.એમ.એસ કામ વગરના પડ્યાં હોય છે ! એની સામે આ વિચારોનો સંગ્રહ સ્વવિકાસમાં […]

ઈપ્સિતાયન – ભારતી રાણે

[ઑસ્ટ્રિયા, ઈજિપ્ત, મોરેશિયસ, જર્મની, હંગેરી, ચેક રિપબ્લિક અને ગ્રીસના પ્રવાસવર્ણન પર આધારિત પુસ્તક ‘ઈપ્સિતાયન’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. ભારતીબેન રાણે (બારડોલી)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે brr@dzinerholidays.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આલ્પ્સનો અનેરો પુષ્પલોક ઑસ્ટ્રિયા આમ તો નિતાંત ખૂબસૂરત દેશ […]

સ્વામી આનંદ – મીરા ભટ્ટ

[જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ (વડોદરા)ની કલમે લખાયેલા 84 જેટલા મહાન વ્યક્તિત્વોનો સંચય એટલે ‘ગાંધી યુગની આકાશગંગા’. આ પુસ્તકમાંથી આજે સ્વામી આનંદના જીવન વિશે આછી ઝલક મેળવીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ મીરાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] […]

શાંતિમય ક્રાન્તિનું પાઠ્યપુસ્તક : ગીતા – મનસુખ સલ્લા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ગીતાએ માનવજીવનનું રહસ્ય એવી અદ્દભુત રીતે પ્રગટ કર્યું છે કે સદીઓ અને સહસ્ત્રાબ્દીઓ પછી પણ તેની પ્રેરણા અખંડ છે. ગીતાને વિવિધ રીતે મૂલવવામાં આવી છે – કર્મયોગરૂપે, જ્ઞાનયોગરૂપે, અનાસક્તિ યોગના ગ્રંથ તરીકે. જેમ હિમાલયને જે દિશાએથી જુઓ, જે શિખર પરથી જુઓ તે ભવ્ય અને સુંદર લાગે અને અભિભૂત કરે તેવું ગીતાનુંયે છે. […]

અદ્દભુત વાતો – સંકલિત

[ ‘ઓજસ અંતરના’ પુસ્તકમાંથી સાભાર પુનઃપ્રકાશિત. ] ચારિત્ર્ય કોઈપણ માણસનું ‘ચારિત્ર્ય’ એટલે તેની વૃત્તિઓનો સમૂહ, તેના માનસિક વલણોનો સરવાળો. સુખ અને દુ:ખ બંને એના આત્મા પાસેથી પસાર થાય ત્યારે તેના પર વિવિધ ચિત્રોની છાયા મૂકતાં જાય છે, અને આ સર્વ સંમિશ્રિત અસરોનું પરિણામ એ જ ‘ચારિત્ર્ય’ – સ્વામી વિવેકાનંદ ********* બુદ્ધિની શુદ્ધિ: ભાવીનું અનિષ્ટ રોકવું […]

રાખે છે મને – હરકિસન જોષી

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે […]

ગઝલ – એસ. એસ. રાહી

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે મારે ય પછી સ્હેજ મલકવાનું હોય છે. ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે. શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું. ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે. પડછાયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત એને તો થોડું થોડું સરકવાનું હોય છે. તેને ફિકર […]

બદલી જો દિશા…. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] આ જગત સાચું તને સમજાય, બદલી જો દિશા, બ્હાર-ભીતર દુઃખ નહીં પડઘાય, બદલી જો દિશા. એ જ બીબાંઢાળ જીવતર ક્યાં લગી જીવ્યા કરીશ ? કૈં નવું ત્હારા વડે સર્જાય, બદલી જો દિશા. નીકળાશે બ્હાર, અમથો ડર નહીં, ઘાંઘો ન થા, બ્હાર જાવા દ્વાર નહિ બદલાય, બદલી જો દિશા. ના જડ્યું સઘળી રઝળપાટો […]

બેસ, હાથ આગળ કર – સંસ્કૃતિરાણી દેસાઈ

બેસ, હાથ આગળ કર, બ્લડ પ્રેશર ખૂબ ‘હાઈ’ થઈ ગયું છે. ક્યાં પહોંચી ગયો તું ભૂતકાળમાં ? પ્રસંગોને વાગોળવાનું છોડ, હવે…. ખૂબ જ ‘લૉ’ થઈ ગયું આ પ્રેશર…. આ તો હવે ઊંધી જ દિશામાં પહોંચ્યો, ભવિષ્યમાં. શું કામ ચિંતા કર્યા કરે છે તેની ? હવે ઊંડો શ્વાસ લે અને જીભ બહાર કાઢ. ફરી ફરી એની […]

અથ શ્રી ચાંદલા કથા – રતિલાલ બોરીસાગર

[‘તિલક કરતાં ત્રેસઠ થયાં.’ પુસ્તકમાંથી સાભાર.] થોડા દિવસ પહેલાં એક સ્નેહીની પુત્રીનાં લગ્નમાં જવાનું થયું. હવેનાં લગ્નોમાં ચાંદલાની રકમ સુશોભિત કવરમાં મૂકીને આપવાની પ્રથા છે. અલબત્ત, ખુલ્લેઆમ ચાંદલો આપવા-લેવાની પ્રથા પણ ચાલુ છે. પરંતુ એકંદરે કવરમાં મૂકીને ચાંદલો આપવાનું વલણ વધતું જાય છે. આમ કરવામાં એક પ્રકારનું સોફિસ્ટિકેશન છે, સંસ્કારીપણું છે એમ માનવામાં આવે છે. […]

હસે એનું ઘર વસે – બહાદુરશાહ પંડિત

[પુનઃપ્રકાશિત] ઈ.સ. 1918ના ઑગસ્ટ માસમાં ગાંધીજીની તબિયત ખૂબ બગડી ગઈ હતી. એક વખત તો એમ લાગ્યું કે ગાંધીજી ભાગ્યે જ બચશે. પણ પછી એમની તબિયતમાં સુધારો થવા લાગ્યો. એ સમયે એમણે એક સંબંધીને લખેલા પત્રમાં લખેલું : ‘મારી તબિયત ચંદ્રમાની કળા જેવી છે. વધે છે અને ઘટે છે. માત્ર અમાવાસ્યામાંથી છટકી જાય છે.’ પોતાના ભોગે […]

નિયમોના જંગલમાં – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.] ડૉક્ટર ઉમા સિંઘલે બેંકના સેવિંગ્સ વિભાગમાં જઈને કહ્યું : ‘મારું નામ ડૉ. મિસિસ ઉમા સિંઘલ. આગ્રા કેન્ટોનમેન્ટની તમારી શાખામાં મારું ખાતું છે. હવે મારી અને મારા પતિની અહીં ટ્રાન્સફર થઈ છે. 18મી મેએ અમે બંનેએ ત્યાંની શાખામાં અરજી આપી છે કે, તમારી આ શાખામાં અમારા તમામ એકાઉન્ટો ટ્રાન્સફર કરે. આજે ચોથી જૂન […]

Copy Protected by Chetan's WP-Copyprotect.