માણસનું મન – જ્યોતિષ જાની

કેટલું નાજુક હોય છે
માણસનું મન-
સ્પર્શો ના સ્પર્શો ત્યાં વેરાઈ જાય !
ઓળખો ના ઓળખો ત્યાં બદલાઈ જાય.
ના જ ઓળખો તો તડાક તરડાઈ જાય !
રીઝવો ના રીઝવો ત્યાં રીસાઈ જાય
ના જ રીઝવો તો વેરી વણસી જાય !
મનાવો ના મનાવો ત્યાં વંકાઈ જાય
ના જ મનાવો તો એવું ગંઠાઈ જાય !
ઊઘડે તો એવું ઊઘડે કે કળી શરમાઈ જાય
કરમાય તો એવું કરમાય કે આંસુ ના ખરે !
કેવું નાજુક હોય છે
માણસનું મન-
કોઈની આશે ઝૂરી મરે, કોઈના શ્વાસે મોતી બને !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૃત્તિનું વિસર્જન – જયેન્દ્ર શાહ
સીમમાં – મણિલાલ હ. પટેલ Next »   

8 પ્રતિભાવો : માણસનું મન – જ્યોતિષ જાની

 1. સમજો ના સમજો ત્યાં ચકરાઈ જાય !
  પકડો ના પકડો ત્યાં વછૂટાઈ જાય.
  ના જ પકડો તો ભડાક ભંગાઈ જાય !

 2. Gajanan Raval says:

  A very good verse to understand and appreciate MIND as such!
  Gajanan Raval
  Greenville-SC,USA

 3. unmesh mistry says:

  nice one…

 4. mustak khoja says:

  MIND
  which is only thing created by GOD & i think GOD also cant understand
  and he is also confuse
  ??????????????????

 5. payal says:

  manas na man nu khub sari rite ane sachi rite varnan karvama avyu che.. saras lagyu kavya

 6. nayan panchal says:

  …કોઈની આશે ઝૂરી મરે, કોઈના શ્વાસે મોતી બને !વધુ કંઈ લખવુ નથી.

  મમળાવવા, વિચારવા ગમે એવી રચના.

  માણસનુ મન શરૂઆતમાં તેના આચાર પ્રમાણે ઘડાય છે, અને પછી તેનો આચાર મન નક્કી કરે છે. – આચાર્ય વિજય રત્નસુંદર સૂરિ

 7. Bharat Pandit says:

  fantastic, loved to read and wish reader understand the substance of the literature

 8. sunil u s a says:

  મન મુકી ને કાવ્ય ની રચના કરેલ અભિનન્દન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.