સીમમાં – મણિલાલ હ. પટેલ

અમે વાદળ વાવ્યાં ને ઊગી વારતા
તડકાઓ સીમાડે છાંયડા ચરાવતા

ડુંગરાઓ આઘેથી સુંવાળા લાગતા
ટેકરીઓ ભાળીને બાહુ લંબાવતા

કાળા ડિબાંગ મેઘ સાંજે અંધારતા
આઘા મલક પછી પડખામાં આવતા

વરણાગી બાવળ પણ સૂરજ પ્રગટાવતા
ફૂલોની પાલખીથી જળને શણગારતા

કાબર ને કાગડાએ માંડી છે વારતા
ચકલીને ‘ચાડિયાઓ બિચ્ચારા’ લાગતા

શેઢાઓ ચૂપચાપ ધારણાઓ ધારતા
વાયરાઓ વગડામાં વેળા ફરકાવતા

આભેથી દેવલોક અંધારાં વાવતા
આગિયાથી ઝાડવાં ‘સંજીવની’ લાગતાં

ખોરડાંઓ ખોબામાં દીવા સળગાવતાં
ઊછીનાં તેજ લેવા તારાઓ આવતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માણસનું મન – જ્યોતિષ જાની
નવા વર્ષના શુભારંભે… – તંત્રી Next »   

10 પ્રતિભાવો : સીમમાં – મણિલાલ હ. પટેલ

 1. તમરાંઓ ભેળાં થઈ તીણું તમતમતાં
  હરણાંઓ અંધારે ટોળામાં નાસતા.

 2. Ramesh Patel says:

  મનને કુદરતના હીંચોળે ઝૂલાવતી ગઝલ. ખૂબ જ સરસ.
  શ્રી મૃગેશભાઈ
  નૂતન વર્ષાભિનંદન…સંવત ૨૦૬૭
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 3. Dipti Trivedi says:

  ખૂબ જ કલ્પનાશીલ રચના.

 4. સુંદર ગઝલ-કાવ્ય… ચીલાચાલુ ચોટદાર ગઝલોથી તદ્દન ભિન્ન.

 5. P.P.MANKAD says:

  very very good gazal.

 6. nayan panchal says:

  કુદરતના વિવિધ રૂપ દર્શાવતી સુંદર રચના.
  આભાર,
  નયન

 7. Prashant Alagiya says:

  મને ઘના વરસ બાદ ગઝલ વતેી મારા બાળપણ નેી ભિનેી યાદો તાજેી કરાવવા માટે તમારો ખુબ ખુબ આભાર..!!!

 8. SURESH PATEL says:

  ખુબજ સરસ
  ખોરડાંઓ ખોબામાં દીવા સળગાવતાં
  ઊછીનાં તેજ લેવા તારાઓ આવતા.
  ગુજરાતી કવિ ખુબ ખુબ આભાર
  વારે વારે વાચવા નુ મન થયા કરે…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.