નવા વર્ષના શુભારંભે… – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

આજથી શરૂ થતું વિક્રમ સંવત 2067 આપ સૌ માટે સુખાકારી અને પ્રસન્નકર બની રહે તેવી શુભકામનાઓ. સમગ્ર વિશ્વના વાચકમિત્રોને મારા ‘સાલમુબારક’.

દીપનું કામ જે રીતે પ્રકાશ પાથરવાનું છે, સાહિત્યનું પણ એ જ છે. સાહિત્ય આપણને પ્રકાશના માર્ગની યાત્રા કરાવે છે. ક્યારેક કોઈ પંક્તિ કે વાક્ય જાણે આપણો હાથ પકડીને દોરી જતું હોય એમ લાગે છે. કોઈ વિચાર હૃદયને સ્પર્શે ત્યારથી આપનું નવું વર્ષ શરૂ થતું હોય છે. હકીકતે નવા વર્ષની ઉજવણી પાછળનો હેતુ એ જ છે કે આપણે નવા વિચારો પ્રતિ ગતિ કરતા શીખીએ. ઘણું ન ગમે તેવું ગત વર્ષમાં બન્યું હશે પરંતુ એને ભૂલીને નવા વિચાર સાથે કશુંક મનગમતું કરવાની શુભ શરૂઆત કરીએ તો ખરા અર્થમાં નવા વર્ષનું સ્વાગત કર્યું કહેવાશે.

નવા વર્ષ પાસે આપણને બીજી એક અપેક્ષા છે મોકળાશની, એટલે કે અવકાશની. કારણ કે વિચાર મનન માટેનો સમય માંગે છે. જે કંઈ વંચાયું છે તેને સીઝવા માટેનો સમય જોઈશે. તે આત્મસાત થવું જોઈશે. ઘણા વાચકો મને પૂછે કે ‘રીડગુજરાતી પર બે લેખો જ કેમ ?’ તો મને એમ કહેવાનું મન થાય કે આપણા ઘરમાં નળમાંથી પાણી આવે એ બરાબર છે, આખી નદી આવે તો આપણે જીવતા રહી ન શકીએ ! એથી જ રીડગુજરાતીનો માર્ગ ચીલાચાલુ પદ્ધતિ પ્રમાણે ‘દીપોત્સવી અંક’ બનાવવાનો નથી રહ્યો. આ કોઈ સામાયિક નથી, આ તો હૃદયની કેળવણીનું સાધન છે. અહીં પાના ફેરવવાના નથી ! અહીં કંઈક વાંચી સમજીને આત્મસાત કરવાનું છે. કશુંક પામવાનું છે. વિનોબાજીએ કરેલી સાહિત્યની એક વ્યાખ્યા મને ખૂબ ગમે છે : ‘જે સત્યનો યશ ગાય, જીવનનો અર્થ સમજાવે, વ્યવહારમાં માર્ગદર્શન કરે અને ચિત્તની શુદ્ધિ કરે તે સાહિત્ય.’ આ અર્થમાં જ્યારે સાહિત્યને લઈએ ત્યારે મને લાગે છે કે રોજે રોજ દીપાવલી મનાવવી એ આપણા હાથની વાત છે !

મિત્રો, એક હૃદયથી અનુભવાયેલી વાત આપને કહેવા ઈચ્છું છું. શક્ય બને તો આપ તેની પર વિચારજો. રીડગુજરાતી સાથેની સાહિત્યયાત્રામાં મને એમ અનુભવાયું છે કે આપણે આપણા પરિચિતો, મીડિયા કે અન્ય માધ્યમોથી આ દુનિયાને જોઈએ-સમજીએ છીએ…એ તો બરાબર છે, પરંતુ એનાથી એક જુદી દષ્ટિ પણ આ જગતને અનુભવવાની હોઈ શકે છે. એ દષ્ટિ સાહિત્ય આપે છે. ઉત્તમ પુરુષોના જીવનચરિત્રો, પ્રેરક પ્રસંગો, એમના વચનો, એમનો જીવન પ્રત્યેનો અભિગમ અને આ બધું જ આપણને અંદરથી ઘડતું હોય છે. સાહિત્ય કોઈ સમય પસાર કરવાનું સાધન નથી. એ હૃદયની કેળવણી છે. બહારની તમામ પ્રગતિ જેટલી જરૂરી છે તેનાથી અત્યંત જરૂરી આ અંદરની કેળવણી છે. શિક્ષણ આપણને એક રૂપિયો કેવી રીતે કમાવવો એ જરૂર શીખવી શકે પરંતુ એક રૂપિયો કેવી રીતે વાપરવો એ સમજવા માટે તો કેળવણીની જ જરૂર પડશે. આ બાબતમાં સાહિત્ય આપણી પડખે ઊભું છે. હું જેમ જેમ અનુભવું છું તેમ મને લાગે છે કે સાહિત્ય વિનાના જીવનની કલ્પના જ શી રીતે થઈ શકે ? સાહિત્ય મનુષ્યત્વ નિર્માણ કરે છે.

આ નૂતન વર્ષમાં આ રીતે આપણે સૌ વધુ ને વધુ સાહિત્યાભિમુખ બનીએ એવી પ્રભુપ્રાર્થના. આપ સૌના પરિવારજનો સાથે બેસીને વાંચે-વિચારે અને ઉત્તમ લેખો પર મનન કરે તેવા વાતાવરણની અભિલાષા સેવું છું. આ વર્ષ આપના આંતરિક વિકાસ સાથે આપની પ્રસન્નતામાં વધારો કરે એવી શુભેચ્છાઓ. ફરી એક વાર, રીડગુજરાતીના તમામ વાચકમિત્રો, લેખકો, યોગદાન આપનારા દાતાઓ, પ્રકાશકો તેમજ સર્વેને ‘સાલમુબારક’ પાઠવું છું. નવ વર્ષ નિમિત્તે તા. 8 અને 9ના રોજ રીડગુજરાતી પર રજા રહેશે, આથી નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહિ, જેની નોંધ લેશો. તા. 10મી નવેમ્બર (બુધવાર, લાભપાંચમ)થી રોજ સવારે બે લેખો સાથે ફરી મળીશું. ત્યાં સુધી, આવજો…..

લિ.
તંત્રી, મૃગેશ શાહ
+91 9898064256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સીમમાં – મણિલાલ હ. પટેલ
માનવતાના માર્મિક પ્રસંગો – સંકલિત Next »   

39 પ્રતિભાવો : નવા વર્ષના શુભારંભે… – તંત્રી

 1. જય પટેલ says:

  રીડ ગુજરાતીના સર્વે નિયમીત વાચક મિત્રોને નૂતન વર્ષાભિનંદન.

  આપ સર્વેને નવું વર્ષ મંગલમય…કલ્યાણકારી અને તંદુરસ્તીભર્યુ નિવડે તેવી શુભકામનાઓ.

 2. શ્રી મ્રુગેશભાઇ તથા રીડ ગુજરાતીના તમામ વાચકોને નટખટ સોહમ રાવલના સાલ-મુબારક…
  આપ સૌનું નવું વર્ષ મંગલમય,શુભકારી અને નિરોગી રહે એવી જ પ્રભુને પ્રાર્થના…

 3. Mirage says:

  સર્વેને વાચકોને નૂતન વર્ષના અભિનંદન. આપનુ નવ વર્ષ મંગલમય અને જીવન સુખમય બને તેવી શુભકામનાઓ.

 4. Manisha Dodia says:

  Dear All,

  Wish you happy new year.

  Mrugeshbhai keep it up for this journey.

  Regards
  Manisha

 5. Harshad Trivedi says:

  It has been a wonderful past year enjoying gujarati articles on readgujarati.com … I am very much thankful to whole team for excellent work you are doing.

  I being Enginnering student and then Software engineer by profession had very little touch with literature in genral and gujarati literature in particular. You had given me opprtunity to taste current gujarati literature.

  I entriely agree with you that without exposure to literature and without “Manan” finer qualities of life do not sprout in one’s heart.

  Keep up your commendable work. Thanks again

  Harshad Trivedi

 6. Jyotindra says:

  નૂતન વર્ષાભિનંદન! ગુજરાતી સાહિત્યની તમે બેનમૂન સેવા બજાવી રહ્યા છો.

 7. jamiyal says:

  thanx sir,
  same to you and all reders happy new year .
  “Sall mubarak”

 8. જીતેન્દ્ર તન્ના says:

  શ્રી મ્રુગેશભાઇ તથા રીડ ગુજરાતીના તમામ વાચકોને સાલ-મુબારક…
  આજથી શરૂ થતુ નવુ વર્ષ આપ સૌ માટે મંગલમય,શુભકારી અને નિરોગી રહે એવી જ પ્રભુને પ્રાર્થના…
  અને મૃગેશભાઈ, આપને પરમકૃપાળુ પરમાત્મા વધુને વધુ શક્તિ આપે જેથી આપ વ્યક્તિગત રીતે તો જીંદગીમાં ખુબ જ આગળ રહો અને સાથે સાથે સાહિત્યક્ષેત્રે પણ નવા નવા સોપાન સર કરો એવી શુભેચ્છા.
  સૌ વાંચકો વતી આપને મુન્નાભાઈ એમ્ બી. બી. એસ.ની જાદુની જપ્પી તેમજ એકદમ BIG THANK YOU.

 9. Chandrakant Nirmal, Limbdi says:

  Swaruchi xetre Pragti sathe Tan, Man, Dhanthi khub j Tandurast Dirghayu prapt karo ej aajna Mangaldine Shubhkamna, Prabhu Prarthana.

 10. bhaumik Trivedi says:

  Happy new year to every1 @ ReadGujarati

  ભૌમિક્

 11. જગત દવે says:

  શ્રીમૃગેશભાઈ અને રીડ-ગુજરાતીનાં તમામ વાંચકો ને વિક્રમ સંવત ૨૦૬૭ માટે બધી જ મંગલમય શુભકામનાઓ.

  સફળતા, સ્મૃધ્ધિ અને આરોગ્યની સુખાકારી સાથે સાથે ઈશ્વર આપણને સહુને કપરા સમયમાં પણ શ્રધ્ધાવાન રહેવાની શક્તિ પ્રદાન કરે તેવી પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના.

 12. Upen Valia says:

  મૃગેશભાઈ અને રીડ-ગુજરાતી પરિવારના તમામ વાંચકો ને નવા વરસ ના રામ રામ…:-)

 13. prabuddh says:

  નવા વર્ષનું નવું પ્રભાત તન,મન, ધન અને આરોગ્યથી જીવનને ભરી દે એવી શુભેચ્છા સહ નૂતન વર્ષાભિનંદન……..
  મૃગેશભાઈ, અમારા જેવા પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે read gujarati એ રણમાં વીરડી જેવું કામ કરે છે,
  ભગવાન તમને તમારા કાર્યમાં શક્તિ અને સાનુકુળતા આપે તેવી હાર્દીક શુભેચ્છા.

 14. Vijay says:

  “ઉત્તમ પુરુષોના જીવનચરિત્રો, પ્રેરક પ્રસંગો, એમના વચનો, એમનો જીવન પ્રત્યેનો અભિગમ અને આ બધું જ આપણને અંદરથી ઘડતું હોય છે. સાહિત્ય કોઈ સમય પસાર કરવાનું સાધન નથી. એ હૃદયની કેળવણી છે. બહારની તમામ પ્રગતિ જેટલી જરૂરી છે તેનાથી અત્યંત જરૂરી આ અંદરની કેળવણી છે. શિક્ષણ આપણને એક રૂપિયો કેવી રીતે કમાવવો એ જરૂર શીખવી શકે પરંતુ એક રૂપિયો કેવી રીતે વાપરવો એ સમજવા માટે તો કેળવણીની જ જરૂર પડશે. આ બાબતમાં સાહિત્ય આપણી પડખે ઊભું છે. હું જેમ જેમ અનુભવું છું તેમ મને લાગે છે કે સાહિત્ય વિનાના જીવનની કલ્પના જ શી રીતે થઈ શકે ? સાહિત્ય મનુષ્યત્વ નિર્માણ કરે છે. ”

  -This is not taught in the school life (Teacher/Parents just read pages in front of kids/students, but they don’t show the real implementation in practice). readgujarati.com is a real school.

 15. Niraj says:

  Hi Mrugeshbhai,

  Big thanks for thinking big.

  Keep up the good work.

 16. shailee says:

  સાલ મુબારક

 17. Pradipsinh says:

  Sachi vat 6.
  Diwa to khub karya, have thodo ujash felavie.
  Navu varsh, Navi Vrvti.
  Navu jivan, Navi Pravrti.
  Happy new year.

 18. piyush shah says:

  નવા વર્ષનું નવું પ્રભાત તન,મન, ધન અને આરોગ્યથી જીવનને ભરી દે એવી શુભેચ્છા સહ નૂતન વર્ષાભિનંદન……..

 19. શ્રીમૃગેશભાઇ અને સહુ રીડગુજરાતીના પ્રેમીઓને નૂતનવર્ષાભિનંદન.
  વ્રજ દવે

 20. નવા વર્શ નો સુન્દર લેખ અભિ ન્દન

 21. Rakesh Thakkar says:

  શ્રીમૃગેશભાઇ અને સહુ રીડગુજરાતીના વાંચકોને નૂતનવર્ષાભિનંદન.
  તંત્રી લેખમાં સરસ વાત કહી છે. વિચારીને અમલ કરવા જેવી છે.

 22. Chintan says:

  ખુબજ સરસ વાત કહી મૃગેશભાઈ…આપને તેમજ રીડગુજરાતીના સર્વ વાંચકમિત્રોને નવા વર્ષના હાર્દિક અભિનંદન.

 23. shwetal says:

  મૃગેશભાઇ તેમજ રીડગુજરાતીના સર્વ વાંચકમિત્રોને નવા વર્ષના હાર્દિક અભિનંદન.

 24. Anila Amin says:

  સ્નેહિશ્રી મ્રુગેશ ભાઈ તથા રીડ ગુજરાતીના પ્રિય વાચક મિત્રો,

  નવુ વર્ષ આપ સર્વ નેમાટે મ્’ગલમમય, શુભદાયી , લાભદાયક અને યશસ્વી બની રહે એવી શુભેચ્છા.

  મ્રુગેશભાઈ સદા સ્વસ્થ રહે જેથી આપણને કાયમ મનગમતુ વાચન મળતુ રહે. સ્વાર્થી ગણોતો સ્વર્થી પણ

  આટલી અપેષા રાખવી ઘટૅ.

 25. ઈન્દ્રેશ વદન says:

  સૌને નૂતન વર્ષના ખૂબ અભિનંદન.

  મૃગેશભાઈને રીડગુજરાતીની વધુ પ્રગતિ માટે શુભેછ્છાઓ.

 26. Jagruti Vaghela USA says:

  શ્રી મૃગેશભાઈ તથા રીડગુજરાતીના સર્વે વાચકોને નૂતનવર્ષાભિનંદન.

 27. raj says:

  Mrugeshbhai
  & All reader of read gujarati.com

  Happy new year
  raj

 28. trupti says:

  દિવાળી નુ પર્વ સર્વે વાચકો ને સુખ, સમ્રુધ્ધી,સફળતા, સ્વાસ્થય અને સારુ આયુષ્ય અર્પે તેવી શુભકામના અને સહુ વાચકો ને સાલ મુબારક.

 29. bharat koriya says:

  Happy New year to all of readers,

  and congratulation to Mrugesh Bhai for his benevolent efforts.

 30. aniket telang says:

  શ્રીમૃગેશભાઈ અને રીડ-ગુજરાતીનાં તમામ વાંચકો ને વિક્રમ સંવત ૨૦૬૭ માટે બધી જ મંગલમય શુભકામનાઓ.
  આપ સૌનું નવું વર્ષ મંગલમય, શુભકારી અને નિરોગી રહે એવી જ પ્રભુને પ્રાર્થના…- અનિકેત તેલંગ

 31. અશોક જાની 'આનંદ' says:

  શ્રી મ્રુગેશભાઇ, તમામ વાચકો અને સર્જકોને નૂતન વર્ષની શુભકામનાઓ…

  નુતન વર્ષે સાહિત્ય વિષેના ઉમદા વિચારો પ્રેરક લાગ્યા…

 32. unmesh mistry says:

  very very happy new year to all readers…..Unmesh

 33. SAMIR PANDYA says:

  સૌ વાચક મિત્રો ને મારા નુતન વર્ષના અભિન’દન ; જલસા કરો

 34. Vipul Chauhan says:

  મૃગેશભાઇ,

  નૂતન વર્ષ આપને અને રીડગુજરાતીના બધા વાચકોને મંગલકારી નીવડે એવી શુભેચ્છા.

  સાહિત્ય પ્રત્યેના આપના વિચારો અદભુત લાગ્યા.

  વિપુલ

 35. payal says:

  happy new year to all…………gujarati sahitya ne manvani khub maja ave che, te mate Mrugesh Bhai ne thanks…

 36. nayan panchal says:

  સૌ પ્રથમ તો સૌને મંગલદાયી ૨૦૬૭ની શુભેચ્છાઓ.

  કહેવાય છે કે માણસ પોતે પોતાનો શ્રેષ્ઠ મિત્ર છે. મને ઉમેરવું છે કે સારુ સાહિત્ય માણસને પોતાનો શ્રેષ્ઠ મિત્ર બનાવે છે અને કદાચ ખરાબ ‘સાહિત્ય’ સૌથી મોટો દુશ્મન.

  આભાર,
  નયન

 37. kumar says:

  બધા જ વાચકો અને મ્રુગેશ ભાઈ ને સાલ્-મુબારક

 38. Ashish Dave, Sunnyvale, California says:

  Happy new year to all… have yet another fantastic year…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.