બસ ચૂકી ગયા…. – ડૉ. પ્રદીપ પંડ્યા

[‘જલારામદીપ’ દીપોત્સવી નવેમ્બર-2010માંથી સાભાર.]

હેમાંગ દરરોજ સવારે સાડ આઠે અચૂક બસ સ્ટેન્ડ પર આવતો. તેની બસ બરાબર આઠ અને ચાલીસે આવતી. તે સાડા આઠે આવતો ત્યારે બસ સ્ટેન્ડ પર બીજા પાંચ પેસેન્જર પણ મોટેભાગે હાજર થઈ જતા. બધા વચ્ચે બે-ત્રણ મિનિટનો ફેર પડતો. હેમાંગ ઘેરથી સવાઆઠે નીકળતો અને બસસ્ટેન્ડની સામેની દુકાનમાંથી માણેકચંદની બે પડીકી ખરીદતો. તે તે સમયે તો નહીં પરંતુ એક પડીકી બપોરના લંચ પછી અને એક બસમાં પાછા આવતા ખાતો. આ તેનો વર્ષોનો નિયમ હતો. છેલ્લા પાંચ વર્ષથી તે એક બેંકમાં જુનિયર મેનેજર તરીકે કામ કરતો હતો. સવારે સાડા આઠે તે જ્યારે બસસ્ટેન્ડ પર આવતો ત્યારે બીજા પાંચ પેસેન્જરને જોવાની પણ તેને મજા આવતી.

એક કાકા હંમેશા માથા પર કાળી ટોપી અને ધોતિયું અને સફેદ પહેરણ પહેરીને આવતા અને બસ આવે એટલે સૌપ્રથમ દોડી જતા. બીજાઓ એમને તેમ કરવા પણ દેતા. બીજી એક યુવતી હતી, એ હમેશાં નવા ડ્રેસ અને મેકઅપ કરીને આવતી, તેની પાસે હમેશાં એક ડિઝાઈનર બેગ રહેતી અને બધા માનતા કે તેમાં લંચબૉક્સ હશે. ત્રીજી વ્યક્તિ હંમેશાં સુટમાં અને ટાઈ પહેરીને આવતી, ટાઈનો રંગ બે કે ત્રણ પ્રકારના જ રહેતા એટલે હેમાંગે માન્યું હતું કે કોઈ મોટી કંપનીમાં હોદ્દેદાર નહીં હોય પણ સુટ અને ટાઈના શોખીન હશે. ચોથી વ્યક્તિ એક સ્ત્રી હતી અને તે હમેશાં સાદા વસ્ત્રોમાં આવતી અને કદાચ કોઈ સ્કૂલની શિક્ષિકા હોય તેમ હમેશાં તેનો ચહેરો ભારેખમ રહેતો. પાંચમી વ્યક્તિ એક વૃદ્ધ હતા અને તે કોઈ કલાર્કની નોકરી કરતા હોય તેમ લાગતું હતું. આ બધા ભાગ્યે જ એકબીજા સાથે વાત કરતા. એકાદ વખત હેમાંગે એક પછી એક બધાની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ પેલી યુવતી સિવાય બીજા કોઈએ ખાસ રસ દર્શાવ્યો ન હતો અને પેલી સેન્ડલવાળી વાત પણ તે યુવતીએ જ કરી હતી.

કોઈક દિવસ આ છ વ્યક્તિઓમાંથી કોઈ ગેરહાજર રહેતું તો બધાની નજર એક મળતી અને એક પણ શબ્દ બોલ્યા વગર તેઓ એકબીજાને પૂછી લેતા અને બીજે દિવસે તે વ્યક્તિ આવતી તો બધા નજરોથી તેનું સ્વાગત કરી લેતા. તેઓને એકબીજાના નામ ખબર ન હતી કે તેઓ ક્યાં નોકરી કરતા હતા કે તેઓના કુટુંબમાં કોણ હતું તેની ખબર ન હતી. તેમ છતાં તેઓ એકબીજાને ઓળખતા હતા. નામ અજાણ્યા હતા, ચહેરા જાણીતા હતા અને કદાચ તેઓને એટલી જ જરૂર હતી.

એક દિવસ પેલી યુવતી ન આવી ત્યારે બધાએ નજરોથી પૃચ્છા કરી લીધી પણ બીજા ચાર દિવસ ન આવી ત્યારે હેમાંગથી રહેવાયું નહીં અને તેણે કાળીટોપીવાળા કાકાને પૂછ્યું, પણ તેઓને કંઈ ખબર નહોતી અને બીજા કોઈને પણ ખબર ન હતી. ત્યારે બધાને થયું કે આપણે આટલાં વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને નથી ઓળખતા તે બરાબર કહેવાય નહીં. તેઓએ નક્કી કર્યું કે રવિવારે રજા હોવા છતાં તેઓ આ જ સમયે આવશે અને સામેની હૉટલમાં ચા પીવા જશે. તે પ્રમાણે તેઓ રવિવારે મળ્યા અને એકબીજા સાથે તેમના કુટુંબની અને બીજી માહિતીની આપ-લે કરી. તેમ છતાં બધાને પેલી યુવતી કેમ નથી આવતી તેની ચિંતા હતી. કોઈને તેના ઘરનું સરનામું કે તે ક્યાં સર્વિસ કરતી હતી, તેની ખબર ન હતી.
‘હેમાંગભાઈ, તમે તો એક દિવસ એની સાથે વાત કરી હતી તો તમને તો કંઈ ખબર હશે ને ?’ કાળી ટોપીવાળા કાકા રમણભાઈએ પૂછ્યું.
‘રમણકાકા, મને પણ કંઈ ખબર નથી, એ તો તે દિવસે બસમાં ઊતરતાં તેના હાથમાંથી બૅગ પડી ગઈ હતી અને તેમાંથી ઊંચી એડીવાળાં સેન્ડલ પડી ગયાં હતાં ત્યારે મેં પૂછ્યું હતું કે સેન્ડલ કેમ આવી રીતે લઈ જાઓ છો ?’
‘સાચી વાત છે. બધા બપોરનું લંચ લઈ જાય ત્યારે આ સેન્ડલ ?’ શાળાની શિક્ષિકાબહેન શારદાબહેને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું.
‘શારદાબહેન, એ તો એવું હોય કે ઊંચી એડીના સેન્ડલ પહેરીને લાંબુ ચલાય નહીં એટલે અને આવા સાદા સેન્ડલ અને ઑફિસમાં ઊંચી એડીના સેન્ડલ, આવું મોટી ઑફિસમાં કામ કરતી કેટલીય યુવતીઓ કરે છે, જેથી તેઓનો વટ પડે.’
‘આ તો સાલું ખબર જ નહીં.’ રમણકાકાએ રકાબીમાંથી ચાનો છેલ્લો ઘૂંટ લેતાં કહ્યું.
‘એ બધી વાત જવા દઈએ પણ તે યુવતી શું માંદી હશે કે….’
‘નોકરી છોડી દીધી હશે ?’
‘કે બીજે ઠેકાણે સારી નોકરી મળી ગઈ હશે.’ હેમાંગે કહ્યું અને તે દિવસની મિટીંગ પૂરી થઈ.

બીજા દિવસથી બધા એકબીજાને નાનકડું સ્મિત આપતા હતાં અને બસમાં જો સાથે બેઠક મળે તો થોડી વાત પણ કરતા હતા. હવે તેઓનું નાનું કુટુંબ જેવું થઈ ગયું હતું. સાતેક દિવસ પછી તે યુવતી પાછી બસસ્ટેન્ડ પર આવી અને એ જેવી આવી કે બધા તરત તેની પાસે પહોંચી ગયા.
‘બહેન, તમને શું થયું હતું ?’
‘તમને કોઈ તકલીફ હતી ?’
અને એક પછી એક પ્રશ્ન આવવા લાગ્યા. પેલી યુવતીને પણ આશ્ચર્ય થયું. તે બાઘાની જેમ બધાને જોવા લાગી. આવી રીતે અત્યાર સુધી કોઈએ તેની સાથે વાતો કરી ન હતી.
‘મને કંઈ થયું નથી. મારી માતા બીમાર હતી અને હવે સારી છે. પણ….’
‘હાશ, અમને તો ચિંતા થતી હતી.’ અને રમણકાકાએ બધી વાત કરી અને બધા હવે કેવી રીતે મળે છે વગેરે…
‘મને પણ તમારી યાદ દરરોજ સતાવતી હતી અને હું પણ દરરોજ સવારે સાડાઆઠે તમારા ચહેરાઓ સામે લાવીને તમને યાદ કરતી હતી.’

‘ચાલો, આપણે એકબીજાને ઓળખતા ન હતા તેમ છતાં ઓળખતાં તો હતાં !’ શારદાબહેને હર્ષથી કહ્યું.
‘આજે ફરી આપણે આ સાડાઆઠની બસમાં નહીં જઈએ અને પેલી હૉટલમાં ચા અને ફાફડા ખાઈને જઈશું.’ હેમાંગે કહ્યું અને સાડા આઠની તે બસ બધા જાણી જોઈને ચૂકી ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનેરું પ્રાયશ્ચિત – લીલાધર માણેક ગડા
વાંચન વૈવિધ્ય – સંકલિત Next »   

22 પ્રતિભાવો : બસ ચૂકી ગયા…. – ડૉ. પ્રદીપ પંડ્યા

 1. Very nice aartical.jo koi no sath male to hu to to su koipan ketli y bus chuki javaya.

 2. Namrata says:

  very nice story.

 3. બસ ચુકિ જવાનિ મજા

 4. trupti says:

  મુંબઈ મા આવા અનુભવો લોકલ મા થાય, બસ રોજના અને એકજ સમયે પકડવા વાળા ઓછા. વાર્તા વાંચવાની મઝા આવી.

 5. સુંદરા વાર્તા..

  ઘણી વાર આમ બને કે ટ્રેનમાં કે બસમાં દરરોજ મુસાફરી કરતા હોઇએ કે એક જ દુકાન માં થી વસ્તુ ખરીદતા હોઇએ ..સામે ઘણા ચહેરા માળે પણ સંબંધ માત્ર સ્મિત સુધી જ પહોંચે.

 6. Ankit says:

  સરસ વાર્તા.
  ઘણી વાર નામ ના સંબધો કરતા નેત્રો ના સંબધો માં વધુ આત્મીયતા બંધાઈ જતી હોય છે.

  હું સવારે ૬.૨૩ ની ફાસ્ટ લોકલ દ્વરા કોલેજ જાઊ ત્યારે આવા કેટલાક નેત્રો ના સંબધો ની હુફ મળે છે.
  એ વ્યક્તિઓ ના નામ કે બીજી કોઈ વિગતો હું જાણતો નથી.
  પણ જ્યારે તેઓ ના આવે ત્યારે કઈક ફિલ થાય છે. કઈક મીસ થાય છે.

  સાચ્ચી લાગણી ઓ ને સરનામા ની જરુર નથી હોતી………………
  આભાર
  -અંકિત

 7. સંતોષ' એકાંડે says:

  હૃદય સ્પર્શી

 8. nayan panchal says:

  કદાચ એટલે જ માણસને સામાજિક પ્રાણી કહેવાતુ હશે.

  સુંદર વાર્તા. આભાર.
  નયન

 9. Kinjal says:

  I also had such experiences… when i was unmarried and used to go to office by bus.. and you wont believ that the driver, conducter of the bus also used to know us and they’d be waiting for us if we are late.. i still miss Salimbhai the driver.

 10. સરસ વાર્તા છે.

 11. Anila Amin says:

  પ્રદીપ ભાઈ, આપને ત્યા ચાલતા ( સ્ટેટસ રેસ્ટોરન્ટમા ) સાહિત્ય સમાર્મ્ભમા ઘણી વાર આવીછુ . હવે અમેરિકામા હોવાથી એ

  લાભ નથી મળી શકતો તેનો ઘણો અફસોસ છે. પણ ઇન્ટરનેટ દ્વારા વાચનનો લાભ નિયમિત અચૂક લઊછુ. આપની આ વાર્તા

  વાચીને એક ગઝલની પન્ક્તિઓ યાદ આવી, પ્રેમમા ઠોકર ખાઈ જવામાય મઝાછે.બે ક્બૂતરોની જેમ ગુટુરાગૂ કરીને છૂટા

  પડી જવામાયે મઝાછે તેમ સારા સમ્બધો વિકસાવવા માટે બસ ટ્રેન કે પ્લેન ચૂકી જવામાયે મઝ્ઝા છે . વાર્તા વાચવામાયે

  મઝા આવી ગઈ.

 12. Harshit says:

  મને વિશ્વાસ છે કે બીજે દિવસે બસના કંડકટરે પણ જરૂરથી પુછ્યુ હશે ( કે હમણાથી બધા સાથે દેખાતા કેમ નથી ?) !!

 13. Ashok Vaishnav says:

  ડો. પ્રદિપ પંડ્યા મારા હંમેશ પ્રિય લેખક રહ્યા છે. જો કે મેં તેમની નવલકથાઓ જ વાંચી છે. તેમની ટુંકી વાર્તા વાંચવાનો આજે લ્હાવો મળ્યો.

 14. very good short story —after long stay in us now i enjoy gujarat and india more –but still takes out some time to visit gujarati .com –which is only sahara in america –all second and third generation speaks in hot potaach gujarati !!!!!!!thanks that this available there !!!!!

 15. payal says:

  very good story………..sache manvi samajik prani che…. ae hamesha koi na sath mate tarstu j hoy che….. ane saro sath madya pachi bus chuti jae athva bus ne chodvi pade ae ek svabhavik vat che….thanks

 16. Garvi Gujrati says:

  Humanity and Feelings at it’s Best……………….Very healthy story……..

 17. Vaishali Maheshwari says:

  Very nice short story by Dr. Pradeep Pandya. Thanks for sharing 🙂

 18. unmesh mistry says:

  Everyone wants to be cared & to care someone……It is only that who starts first…..Very good story….I have read all Medical Thriller….Very nice…

 19. hiral says:

  સરસ વાર્તા. ઘણીવાર, કોઇ નિયમિત વાચકમિત્રની કમેન્ટ પણ જો અહિં થોડા દિવસ ના દેખાય તો જરુરથી અહિં વર્ણવી છે એવી જ લાગણી થાય કે આજકાલ ફલાણા ભાઇ કે બહેન કેમ દેખાતા નહિં હોય? કદાચ આપણે બધા પણ ક્યારેક જરુરથી આપણું રુટીન ચુકીને મળી શકીશું….

  • Anurag says:

   Hiralben,
   You are right.I am very happy after knowing that some people in world, they are reading gujarati literature with interest. I dont know if there is any community for gujarati readers or not.But if there is, I would like to join.

 20. Chirag Patelq says:

  મને ખુબજ સરસ વારત લગઇ ચ્હે .
  દાચ આપણે બધા પણ ક્યારેક જરુરથી આપણું રુટીન ચુકીને મળી શકીશું….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.