હળવા થઈએ – ડૉ. મોહનભાઈ પટેલ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

ભારે ભારે શાને ફરીએ ?
………….. આજે ચાલો હળવા થઈએ.

ઝરણાનું જળ હળવે વહે છે
કહે : ભલાઓ, વહેતા રહીએ
માથા પરનો ચાંદો બોલે
………….. થઈને શીતળ રેલી રહીએ… આજે ચાલો…

વ્યોમ મહીં જે ઊડતાં પંખી
કહે કાનમાં ઊડતાં રહીએ,
પાંદડીઓ ઉપરનું ઝાકળ
………….. કરે ઈશારા, ઝુમતાં રહીએ…. આજે ચાલો….

આફત છો વળ ખાતી આવે,
જ્યાફત એની ઝટઝટ કરીએ
હૈયેહૈયાં ભીંસી દઈને
………….. આજે હવે સૌ ભેળાં રહીએ…. આજે ચાલો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મળે – ધ્રુવ ભટ્ટ
નયનકક્ષમાં – સ્નેહલ જોષી Next »   

7 પ્રતિભાવો : હળવા થઈએ – ડૉ. મોહનભાઈ પટેલ

 1. આજેહવે સૌ ભેલા રહિયે આજે ચલો હલવા રહિયે આજ ના યુગ નો સન્દેશ માનસિક રોગ નુ નિવારન

 2. Khub saras kavita sachi vat che aa roj ni dodbhagma malash kya pan shanti thi jivi sakto nathi khub sarash

 3. હર્ષદ ત્રિવેદી says:

  તણાવ ભરેલી આજની પરિસ્થિતિમાં હળવા થવાનો સંદેશ ખરેખર પ્રસ્તુત ઉપાય છે.

  આફતની જ્યાફત કરવાની વાત કેટલી બધી સુંદર છે.

  સતત વહેતા રહીએ અને ભેળા થઇ ને રહીએ.

  ખૂબ સુન્દેર વિચાર અને ખુ સુંદર રજૂઆત.

  અભિનંદન

 4. nayan panchal says:

  આજુબાજુની સૃષ્ટિ આવુ બધુ કહે છે તે ખબર તો આજે જ પડી.

  સુંદર રચના.
  નયન

 5. Jigisha says:

  આવી સુન્દર કવિતાઓ વાંચવા મળે તો જરુર્ થી હળવા થૈ જવાય .

  Thanks to Readgujarati….

  Jigisha Jariwala

 6. Pravin V. Patel [USA] says:

  વાંચતાંજ સાચેજ હળવાસ અનુભવાય છે.
  સુંદર સંદેશાસભર કાવ્ય સંદેશ.
  હાર્દિક આભાર.
  અભિનંદન

 7. Gajanan Raval says:

  Mohanbhai is a man whom I know personally. His writing is simple,lucid,thought-provoking so it appeals to heart…. Let me add…
  Chhalo mitrane maliye
  maline halava thayiea!…
  –Gajanan Raval
  Greenville-SC, USA

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.