ખુલ્લી રહેતી આંખ – પ્રફુલ્લ રાવલ

મારા ઘરપ્રવેશ સાથે
બારણું ખુલ્લું થતું મારાથી

ક્યારેક આંગણામાં ઊભેલા વૃક્ષની ડાળીઓ
નમીને ડોકિયું કરી લેતી ઘરમાં
પછી એમની વાતનો વિષય બની જતું મારું ખાલી ઘર

પશ્ચિમમાંથી આવતી હવા
વહી જતી પૂર્વ તરફ કશુંય કહ્યા વગર

ક્યારેક સાંજે ઢળતા સૂર્યના પ્રકાશમાં લંબાતો
મારો પડછાયો કશુંક બબડ્યા કરતો

ક્યારેક રાતે દક્ષિણની દીવાલ
ઘૂરકતી રહેતી મારી હસમુખ છવિ સામે
દીવાલ પરથી ઘડિયાળ સતત ટક્ ટક્ કરતી રહેતી

સવારે ખુલ્લા બારણામાંથી મારી નજર
દૂર સુધી લંબાઈને નોધારી પાછી ફરતી
તોય ખુલ્લું રહેતું મારું બારણું
ને ખુલ્લી રહેતી આંખ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નયનકક્ષમાં – સ્નેહલ જોષી
ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો – ગુણવંત શાહ Next »   

5 પ્રતિભાવો : ખુલ્લી રહેતી આંખ – પ્રફુલ્લ રાવલ

 1. Uday says:

  માત્રુભુમિ થી દુર થયેલા અમે અને રણ સમાન તપતા અમારા હ્રદ્ ય્ મા અચાનક જ જાણે નિર્મળ જળનુ ઝરનુ ફુટ્યુ હોય તેવો એહસાસ થયો.

 2. preetam Lakhlani says:

  ગમતાનો ગુલાલ્…..ભાઈ પ્રફુલ્લ રાવલ, તમારુ કાવ્ય ખુબ જ ગમ્યુ, “બાકી શબ્દના સામ્થય મા શુ છે?’

 3. nayan panchal says:

  ખાલીખમ ઘરને પણ કદાચ એકલતા કોરી ખાતી હશે.
  સુંદર કાવ્ય.

  આભાર,
  નયન

 4. hiral says:

  એક નજર એવું લાગ્યું કે બહુ પીડાદાયક એકલતામાંથી આવા શબ્દો સરી પડ્યા હશે.
  જ્યાં ખુલ્લી આંખે કવિ બારણામાંથી કોઇ આવે એની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. આવી એકલતા બહુ ભયાનક છે.
  જેની રાહ જોઇ રહ્યા હોઇએ એને સમજાવી નથી શકાતું અને બસ, ખુલ્લી આંખ, ખુલ્લા બારણા ભણી માંડીને કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે.

  કવિએ આગળ વધીને બીજુ કાવ્ય રચવું જોઇએ, કે આવી એકલતાને ટાળવા બીજું શું થઇ શકે?

 5. Anurag says:

  Very good poem.Please go for next step. How we can come out from this lonelyness.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.