ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો – ગુણવંત શાહ

[‘જનકલ્યાણ’માંથી ટૂંકાવીને સાભાર.]

[ગાંધીજીની કેટલીક વાતો કાળબાહ્ય થશે.]

વિશ્વની પરિસ્થિતિ એટલી તો ઝડપથી બદલાઈ રહી છે કે ગાંધીજીએ પ્રબોધેલાં સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ અને જાત-મહેનત જેવાં શાશ્વત મૂલ્યો સિવાયની ઘણીબધી વિગતો નવ-વિચારણા માગી લેશે. યંત્રોને કારણે રોજગાર પર તરાપ પડે છે, એવી સપાટ માન્યતા પણ ફેરવિચારણા માગે છે. એક મજાક અર્થશાસ્ત્રીઓમાં જાણીતી છે. ગામમાં બુલડોઝર દ્વારા માટીનો મોટો જથ્થો ખોદીને ખસેડવામાં આવી રહ્યો હતો. બે શ્રમજીવીઓ ત્યાં ઊભા ઊભા બધું જોઈ રહ્યા હતા. એક શ્રમજીવીએ બીજાને કહ્યું : ‘જો આ જ કામ કોદાળી વડે કરાવવામાં આવત તો આપણા જેવા હજારો મજૂરોને રોજી મળત.’ બીજા શ્રમજીવીએ જવાબમાં કહ્યું : ‘જો કોદાળીની જગાએ ચમચી વડે માટી ખોતરવાનું રાખે, તો જરૂર દસ લાખ મજૂરોને રોજી મળે !’

ઘણા લોકોને ‘નયા દૌર’ ફિલ્મ યાદ હશે. એ ફિલ્મ જોયેલી ત્યારે ગમી ગયેલી. રેલવે સ્ટેશનેથી ગામડે જવા માટે બસ આવી ગઈ તેથી ઘોડાગાડી ચલાવનારાઓ બેકાર બન્યા ત્યારે ઘોડાગાડી ચલાવનારાઓએ ભેગા મળીને ટૂંકો રસ્તો તૈયાર કર્યો. આજે એ ફિલ્મ જોઈને રાજી થનારા સૌ લોકો નિરાંતે બસ, રિક્ષા કે મોટરગાડી જ વાપરે છે. કોલકતામાં માણસ દ્વારા ચાલતી રિક્ષા પર પણ હાલની સામ્યવાદી સરકારે પ્રતિબંધ મૂક્યો છે. કાળચક્રને રીવર્સ ગિયર હોતો નથી. ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત થયેલી કોઈ પણ સગવડ માનવજાત જતી કરવા તૈયાર નથી. યાંત્રિક સગવડો માનવીની યાતનાઓ ઘટાડે છે. રોજી પ્રાપ્ત કરવા માટે મનુષ્ય બળદની જેમ ગાડીએ જોતરાય એ કેવું ?

વારંવાર પ્રશ્ન પૂછવો પડશે : ‘શું ગાંધીજીએ જેનો આગ્રહ એમના સમયમાં રાખ્યો હોય એવી કોઈ પણ બાબત કદી પણ કાળબાહ્ય (આઉટ ઓફ ડેટ) નહીં થાય ?’ સમયના વહેણમાં ઘણી વિગતો આપોઆપ ખરી પડશે. પરિવર્તન એ જ વાસ્તવિકતા છે. શાશ્વત મૂલ્યો સિવાય બધુંય બદલાતું રહે છે. ધનુષ્યબાણ રામની શોભા ગણાય, પરંતુ આજે કોઈ ધનુષબાણ ધારણ કરે તો હાસ્યાસ્પદ બને. ધનુષબાણ અપ્રસ્તુત બને, પરંતુ રામનું વચનપાલન અપ્રસ્તુત ન બને. કૃષ્ણનું સુદર્શન ચક્ર આજે ક્યાંય જોવા ન મળે, પરંતુ એમણે ગીતામાં જે વાતો કરી તે આજે પણ પ્રસ્તુત છે. યુગે યુગે નવા નવા સ્વરૂપે કૃષ્ણને પમાવા પડશે. એ જ રીતે મહાત્મા ગાંધીને પણ સદીઓને સથવારે નૂતન આવિષ્કારો દ્વારા સમજવા પડશે. વિનોબાજીના શબ્દોમાં આ વાત સુંદર રીતે પ્રગટ થઈ છે. તેઓ કહે છે :
‘ગાંધીજીની બાબતમાંયે આવું જ થવાનું છે.
તમને શું એમ લાગે છે કે
ગાંધીજીનાં હજારો પત્રો, લખાણો વગેરે
આપણે છાપીએ છીએ તે
સો વરસ પછી લોકો વાંચવાના છે ?
તેમાંનું ઘણુંબધું ‘કાળબાહ્ય’ થઈ જવાનું.’ (ભૂમિપુત્ર, 1-9-2005)

[યુવાનો ગાંધીનો જાદુ સમજશે ?]

ગાંધીજીને યુવાનોથી દૂર રાખવામાં એક ગેરસમજનો ફાળો નાનોસૂનો નથી. યુવાનો પર ખોટી તો ખોટી, પરંતુ એવી સજ્જડ છાપ પડી છે કે : ‘ગાંધીજી તો મહાત્મા હતા, તેથી આપણને એમનું અનુસરણ ન પાલવે. તેઓ મહામાનવ અને આપણે લઘુમાનવ તેથી એમની વાતો સાથે આપણો મેળ શી રીતે પડે ? તેઓ વંદનીય ખરા. પણ અનુસરણીય નહીં. આપણે એમને માર્ગે ચાલીએ તો બાવા બની જઈએ.’

આ છાપ ભૂંસવાની બધી જ જવાબદારી આદરણીય ગાંધીજનોની ન હોઈ શકે. આજકાલ રાજકારણ, સમાજકારણ અને ધર્મકારણમાં ભ્રષ્ટાચારની એવી તો બોલબાલા છે કે ભ્રષ્ટાચારથી બચવું એ પણ આદર્શમાં ખપી જાય છે. પરિણામે નિર્વ્યસની, વિચારવંત અને સીધી લીટીનો યુવાન ‘લલ્લુ’ ગણાય તેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. આવી પરિસ્થિતિમાં ગાંધીજી લગભગ ‘અપ્રસ્તુત’ બની જાય તેવી પ્રદૂષિત આબોહવા સમાજમાં જામી છે. ત્યારે કરીશું શું ? યુવાનોને કહેવું પડશે કે આજની ભ્રષ્ટ આબોહવામાં તો ગાંધીજી ખૂબ જ પ્રસ્તુત છે. તેઓ એમના સમયમાં જામી પડેલી ગુલામીની, ગરીબીની, શોષણની અને અભણતાની આબોહવામાં શું ઓછા પ્રસ્તુત હતા ? શું આગ લાગે ત્યારે અગ્નિશામક અપ્રસ્તુત હોઈ શકે ? શું કોમી હુલ્લડ થાય ત્યારે કોમી એકતાની વાત અપ્રસ્તુત હોઈ શકે ? શું જંગલો કપાતાં રહે ત્યારે વૃક્ષારોપણની વાત અપ્રસ્તુત હોઈ શકે ? શું પર્યાવરણ પ્રદૂષણ વધી પડે ત્યારે પર્યાવરણરક્ષાની ઝુંબેશ અપ્રસ્તુત હોઈ શકે ? શું જીવનની કટોકટી વખતે ધીરજની વાત અપ્રસ્તુત હોઈ શકે ? શું અણુબોમ્બના વૈશ્વિક જોખમ વખતે વિશ્વશાંતિની વાત અપ્રસ્તુત હોઈ શકે ?

ગાંધીજીને અનુસરવા માટે સર્વસ્વના ત્યાગની કે બલિદાનની ઝાઝી જરૂર નથી. સાચું બોલવાનો ઢીલોપોચો આરંભ પણ માંહ્યલાને રાજી કરનારો ગણાય. જે યુવાન ન્યાયને પક્ષે ઊભો રહે અને પ્રામાણિકતા જાળવીને જીવવાનો નિશ્ચય કરે તે કંઈ બાવો બની જતો નથી. પ્રામાણિકતા જાળવીને જીવનારો ડૉક્ટર, વકીલ, વેપારી, શિક્ષક કે ખેડૂત બાવો બની જતો નથી. એક વાર સચ્ચાઈનો સ્વાદ ચાખવા મળે પછી જીવનના બીજા બધા સ્વાદ ફિક્કા પડી જાય એમ બને. એક વાર કોઈને માટે કશુંક ગુમાવવાના સ્વાદનો અનુભવ થાય પછી રીઢો સ્વાર્થ આપોઆપ ઢીલો પડી જાય છે. એક વાર પ્રામાણિકતા જાળવીને રળેલા રોટલાના સ્વાદનો પરચો મળે પછી હરામનાં ગુલાબજાંબુ કડવાં લાગે છે. માણસને કશુંક પ્રાપ્ત કરવાના સ્વાદનો પરિચય વારંવાર થતો હોય છે, પરંતુ કોઈને માટે ઘસાઈ છૂટવામાં મળતો સ્વાદ અપરિચિત રહી જાય છે. આવો સ્વાદ મળે તેમાં જ આપણો ખરો ‘સ્વાર્થ’ રહેલો છે. એને આપણે ‘પ્રબુદ્ધ સ્વાર્થ’ (enlightened self interest) કહી શકીએ. આવો ‘પ્રબુદ્ધ સ્વાર્થ’ માણસાઈની શોભા વધારનારો, સુખદાયક, શાંતિદાયક અને વળી આયુષ્યદાયક હોય છે. અપ્રામાણિક માણસ રોગમાં સપડાય તેવી સંભાવ્યતા (probability) પ્રામાણિક માણસ રોગમાં સપડાય તેના કરતાં થોડીક વધારે રહે છે. આપણું વ્યક્તિત્વ મનોશારીરિક (સાઈકોફિઝિકલ) હોય છે. તાણ, ઈર્ષ્યા, હરીફાઈ, દ્વેષ, હુંસાતુંસી, ચશમપોશી અને ક્રોધ રોગને આમંત્રણ પાઠવવાનું કામ કરે છે. અમે નાના હતા ત્યારે ભણાવવામાં આવેલું કે અપચો બધા રોગોનું મૂળ છે. આજે ડૉક્ટરો કહે છે કે તાણ બધા રોગોનું મૂળ છે. અરે ! અપચો થાય તે માટે પણ કેટલેક અંશે તાણ જવાબદાર હોય છે.

ગાંધીજીને યથાશક્તિ અને યથામતિ અનુસરવામાં આપણે અશાંતિ અને તાણ સિવાય બીજું કશું ગુમાવવાનું નથી. સૂર્યમાળામાં જે સ્થાન સૂર્યનું છે, તેવું જ સ્થાન માણસના જીવનમાં સત્યનું છે. આપણે સત્યવાદી હરિશ્ચંદ્ર ભલે ન થઈએ, પરંતુ એની દિશામાં ડગલાં માંડીએ તો લાભ જ લાભ છે. લાભ સાથે કેવળ દ્રવ્ય જોડાઈ જાય એ તો અધૂરા જીવનની નિશાની છે. જીવનમાં પદાર્થતાને સમાંતરે અપદાર્થતાનું પણ મહત્વ છે. યુવાનોને એક ખાસ વાત કહેવી છે. બધા ધર્મોનું મૂળ સત્યમાં સમાયેલું છે. સત્યની ઉપાસના જ્ઞાની, ભક્ત અને યોગી ઉપરાંત નાસ્તિક મનુષ્ય પણ કરી શકે છે. જૂઠું બોલવાનું, ખોટું કરવાનું અને જૂઠના ટેકામાં ઊભા રહેવાનું થોડેક અંશે ટળે તે ક્ષણથી ગાંધીજી આપણા જીવનમાં પ્રવેશે છે. ગાંધીજીની એક ખૂબી જાણી રાખવા જેવી છે. એક વાર જીવનમાં પ્રવેશ્યા પછી તેઓ આપણને સહેલાઈથી છોડી મૂકે એ શક્ય નથી. તેમનો જાદુ એવો કે આપણને એમનાથી છૂટવાનું મન પણ નહીં થાય.

[ચારિત્ર્યનું સાતત્ય અને લોહિયા]

સાવ જૂઠા માણસને પણ કોઈ પોતાને જૂઠું કહીને છેતરી જાય તે નથી ગમતું. હિંસામાં માનનારા હત્યારાને પણ કોઈ પોતાની હત્યા કરે તે નથી ગમતું. લુચ્ચા અને બદમાશ માણસને પણ કોઈ આદમી પોતાને બનાવી જાય તે નથી ગમતું. દગાબાજ માણસને પણ પોતાની સાથે કોઈ દગો કરે ત્યારે દુઃખ થાય છે. સંસ્કૃત સુભાષિતમાં સાચું કહેવાયું છે : ‘आत्मनः प्रतिकूलानि परेषाम न समाचरेत ।’ આપણને ન ગમે તેવો વ્યવહાર (આપણા થકી) અન્ય સાથે ન થવો જોઈએ. તંદુરસ્ત સમાજના દર્શનનું કેન્દ્રબિંદુ આ સુભાષિતમાં પ્રગટ થયું છે. ગાંધીજીના વિચારોને સમજવાની ચાવી માનવ-કલ્યાણના આવા વ્યાપક દર્શનમાં પડેલી છે.

છેલ્લે યુવાનોને થોડાક રોકડા પ્રશ્નો પૂછવા છે : ‘જો પ્રિયજન તમારી સાથેના સંબંધમાં સત્યને બદલે અસત્યનો આશરો લે, તો તમને એ ગમે ખરું ? શું જૂઠના પાયા પર રચાયેલી પ્રેમની ઈમારત લાંબો સમય ટકશે ખરી ? શું જૂઠની રેતી પર રચાયેલો પ્રેમ તમારા હૃદયને તૃપ્ત કરશે ખરો ? શું પ્રિયજન તરફથી થયેલી દગાબાજી તમારા મનને શાંતિ આપી શકશે ખરી ? જો આ બધા જ પ્રશ્નોના જવાબમાં ‘ના’ હોય તો તમારે સત્યના માર્ગે ડગલાં માંડવામાં ગાંધીજીના ટેકાની પણ જરૂર ખરી ? કદાચ એમ બને કે તમે એમના ભાવાત્મક ટેકા વગર સત્ય ભણી ડગ માંડો, ત્યારે તમને ખબર પણ ન પડે તેમ એમના આશીર્વાદ મળવા માંડે. ધન્ય જીવનની એવી શરૂઆત આજે અને અત્યારે જ શરૂ થઈ જાય એ શક્ય છે. સદગત રામમનોહર લોહિયાએ એક લેખ ‘Anecodotes of Mahatama Gandhi’ મથાળે લખેલો. એમાં એમણે ગાંધીજી સાથેના અંગત પ્રસંગો નોંધ્યા છે. એક વાર વાતવાતમાં ગાંધીજીએ લોહિયાને ‘ચારિત્ર્યશીલ’ કહ્યા અને પછી ઉમેર્યું કે ‘ચારિત્ર્યનું સાતત્ય’ એ કાયમી માનવીય મૂલ્ય છે. ગાંધીજી નિત્ય વિકાસશીલ મહામાનવ હતા. એમના વિચારો, અભિપ્રાયો અને અભિગમો બદલાતા રહેતા, પરંતુ એક વાત સતત જળવાઈ રહેતી : ‘चारित्र्यनुं सातत्य’ લોહિયાજીને એમણે જે વાતે વખાણ્યા હતા, તે વાત એમને પોતાને પણ લાગુ પડે છે. ગાંધીજી અંગે નિખાલસ વાતો કરવાની આપણને છૂટ છે, પરંતુ શરત એટલી જ કે આપણા ‘ચારિત્ર્યનું સાતત્ય’ જળવાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખુલ્લી રહેતી આંખ – પ્રફુલ્લ રાવલ
પ્રસન્ન દામ્પત્યની મહેક – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

26 પ્રતિભાવો : ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો – ગુણવંત શાહ

 1. Verynice artical.jivan ma kaik sikhvi jay che.khub saras

 2. નમસકાર ગાધિજિનિ બધિ વાતો સ્વિકારિ શકાય નહિ

  • અશોક જાની 'આનંદ' says:

   લાગે છે કે ડૉક્ટર્ મિત્ર શ્રી સુધાકરભાઇએ શ્રી ગુણાવંતભાઈની વાત બરાબર વાંચી નથી, તે કહે છે “ગાંધીજીની એક ખૂબી જાણી રાખવા જેવી છે. એક વાર જીવનમાં પ્રવેશ્યા પછી તેઓ આપણને સહેલાઈથી છોડી મૂકે એ શક્ય નથી. તેમનો જાદુ એવો કે આપણને એમનાથી છૂટવાનું મન પણ નહીં થાય.” ગાંધીજીની એકાદ ખૂબીને જીવનમાં ઉતારી જોઇ તો જુઓ..!!! ડૉક્ટરનું તો કામ જ રોગ સામે લડવાનું અને અંત સુધી હાથિયાર હેઠા નહીં મુકવાનું છે, અસત્ય, અપ્રમાણિકતા, માનસિક ગુલામી, શોષણ, નિરક્ષરતા, જેવા સામાજીક રોગો સામે લડવા જેવું છે. પ્રયત્ન કરી જો જો નિરાશ નહીં થાવ…..

 3. giravan rathod says:

  ગુણવંત શાહ લખે છે કે -છેલ્લે યુવાનોને થોડાક રોકડા પ્રશ્નો પૂછવા છે : ‘જો પ્રિયજન તમારી સાથેના સંબંધમાં સત્યને બદલે અસત્યનોઆશરો લે, તો તમને એ ગમે ખરું ?
  પણ સાહેબ .
  તમારા આ રોકડા પ્રશ્નોની સામે અમારે તો એક જ પ્રશ્ન ..અને એય ઉધાર પુછવો છે કે-
  .
  કે

  જે ગાંધીને ભગતસિહની હિસા પસંદ ન હતી એ ગાધી વિશ્વયુધ્ધમા બ્રિટીશરો માટે સૈનિકોની ભરતી કરવા નિકળે…ઍ સૈનિકો શુ ત્યા રામધુન લેવાના હતા ? હિંસા નહોતા કરવાના ?
  તો પછી ભગતસિંહને હિંસાના નામે અન્યાય કેમ ?

  કાશ્મ્મીરમાં ભારતનો સૈનિક ..મારો ભાઈ ..મરે છે ત્યારે તેના ખુની ત્રાસવાદીનાં અટહાસ્યમાં મને નહેરુનું સ્મિત દેખાય છે….સાથે સાથે એક બોખુ હાસ્ય દેખાય છે..
  એ બોખુ હસનારના દાંત સરમુખત્યારના હતા
  એવા સરમુખત્યારનાં કે જેણે કોંગ્રેસની તેર તેર સમીતીએ સુચવેલા વલ્લભભાઈને બદલે માત્ર પોતની અંગત મરજી-માન્યતા મુજબ નહેરુને વડાપ્રધાન બનાવી દીધા ? નહેરુ નારાજ ન થાય એટલા માટે જ ને ? … કશ્મીરમા મરતો મારો એક એક સૈનિકભાઈ – ‘નહેરુ નારાજ ન થાય’ તેની કિંમત ચુકવી રહ્યો છે.’ … સાંભળ્યુ ? ..નહેરુ નારાજ ન થાય તેની કિંમત ચુકવી રહ્યો છે.
  જો માત્ર ગાંધીએ જ ભારતને આઝાદી અપાવી …તો નહેરુને વડાપ્રધાન બનાવીને બહુ મોટી કિમંત વસુલ કરી રહ્યો છે આ માણસ ..હવે કિંમત તરીકે વધુ કેટલા જવાનો આપવાના બાકી રહે છે એ હિસાબે ?

  બધાને મહાનતાનો બોખો ગોખલો દેખાય છે ..સરમુખ્તયારનાં દાંત નથી દેખાતા !

  આ બોખા ગોખલામાં વખાણ વખાણ રમી લો’ ત્યારે’ …અને વખાણ વખાણ રમવામાંથી સમય મળે ‘તો’…આનો જવાબ આપજો ….કાશ્મીરમાં જેનો ૨૦ દિવસ પહેલા પરણાવેલો ભાઈ મર્યો છે તેની બહેનને મારે આ જવાબ પહોચાડવાનો છે
  એ જવાનની પત્નીનુ ગઈ કાલે સિમંત હતુ
  હવે જે જવાબ માંગનારો આવવાનો છે ..એ આવે, ..સમજણો થાય , ….અને જવાબ માંગે ત્યાં સુધી ..હજુ બાપુ..બાપુ ..વખાણ વખાણ રમી લો તો વાધોં નથી. .
  જવાબ ન હોય અને ઉધાર રાખો તો ય વાંધો નથી.

  • જગત દવે says:

   ગિરવાનસિંહ રાઠોડ ની વાતમાં પણ સત્યનો રણકો છે…….ગાંધીજીને પણ તેમનાં આ નિર્ણય બાબત જરુર પસ્તાવો થાત જેમ આજે ભારતનાં દરેક નાગરિકને થાય છે તેમજ.

   સરદાર ફરી નહી આવે પણ આજનાં યુવાનોમાં સરદારિયત જરુર આવવી જોઈએ. ગાંધીજીની સત્ય અને અહિંસા જેટલી પ્રસ્તુત છે તેનાં કરતાંય આજનાં ભારત માટે સરદારનું “Governance” વધારે પ્રસ્તુત છે.

   સરદારને ભુલાવી ને માત્ર ગાંધીજી ને મહાન બનાવવાનું ભારતને બહું ભારે પડી રહ્યું છે.

  • trupti says:

   ગિરવાનસિંહ ભાઈ,
   સચોટ લખ્યુ છે ભાઈ તમે. ગાંધીજી ની એક ભુલ જવાહરલાલ ને વડાપ્રધાન બનાનવવાની તેની સજા આજે દરેક ભારતિય અને ખાસ કરી ને કાશ્મીરી ભોગવી રહ્યો છે.
   જગતભાઈ એ લખ્યુ છે તે પ્રમાણે સરદાર પાછા નથી આવવાના પણ આપણે સરદારિયત લાવવાની છે.
   પરિવર્તન એ સંસાર નો નિયમ છે, જે બોધ ને શિક્ષા આપણ ને ગાંધીજી એ આપી તેને આપણે આટલા વરસ પછી પણ વળગી ને ના રહી શકીયે. આપણા ધર્મ મા પણ જે વરસો પહેલા કહેવાયકુ તેનો અમલ આજ ના જમાના મા કરવો મુશ્કીલ છે તેમજ ગાંધીજી ના બધાજ આદર્શો ને વળગી ને ના રહી શકાય. તેમના અહિંસા ના પાઠ બરાબર છે પણ કોઈ એક ગાલ આપે તો બીજો ગાલ ધરવો તે ફંડા મારી સમજની બહાર છે. આજે તમે ઊપવાસ પર ઊતરી જઈ તમારુ ધાર્યુ કરાવી ના શકો. માણસે બઈમાન ના થવુ જોઈએ પણ પ્રેકટીકલ તો થવુ જ પડે.

 4. Maurvi Pandya says:

  ‘ગાંધીજી તો મહાત્મા હતા, તેથી આપણને એમનું અનુસરણ ન પાલવે. તેઓ મહામાનવ અને આપણે લઘુમાનવ તેથી એમની વાતો સાથે આપણો મેળ શી રીતે પડે ?……………………ગીરાવનભાઇના વિચારોએ આ કથનનો છેદ જ ઉડાડી દીધો….Even I like the AAKROSH in the comment…

  well, Its a big debate…. Gandhiji was ‘MAHATMA’ for that time period coz he had great amount of followers…but today, we are facing the results of decisions taken by him and that’s why we are challenging him…..but, bro time machines are only there in movies and fiction stories…we cannt chagne the History…..we can learn lessons from them and should take the correct steps .why to discuss’Out of date’ thoughts?

  The situation at Kashmir is really heartbreaking……..But i will not start discussion on that topic otherwise the subjectline may change…..But everyone must give a thought to this matter…

  • giravansinh rathod says:

   અંગ્રેજી ભાષાની કમાલ જોઈ ? એ ગિરવાનભાઈને ગીરાવનભાઈ બનાવી દે છે.
   i respect your thoughts.
   ગિરવાનસિંહ રાઠોડ (પાલિતાણા)
   જો ગાંધીજી આજે હોત તો ?
   તો આજે પણ એ ઉપવાસ પર જ બેઠા હોત
   કસાબની ફાંસી રોકાવવા ! અને ત્યારે હું અને તમે એ ઉપવાસને ટેકો આપી શકેત ખરા ?

 5. Abdul Ghaffar Salehmuhammed kodvavi says:

  જો ગન્ધિ જિનિ મહાનતા દિલ મા હોત તો તેનિ પુજા થાત્.પર્ન્તુ આજ્કાલ અમિતાભ બચ્ચન નિ મુરતિ બનાવિ મદિર મા રખિ ભગ્વાન બનવ્વામા આવેલ અને તેના ઉપર પરસાદ પન ચરાવ્વામા આવેચ્હ્.

 6. hiral says:

  સરસ લેખ. આ એક વાક્ય ઘણું કહી જાય છે. “ગાંધીજી અંગે નિખાલસ વાતો કરવાની આપણને છૂટ છે, પરંતુ શરત એટલી જ કે આપણા ‘ચારિત્ર્યનું સાતત્ય’ જળવાય.”

 7. yash dalal says:

  ગાંધીજી મહાત્મા હોય કે ના હોય એનાથી કોઈને ફેર પડવાનો નથી…ગાંધીજીએ કેટલાક નિર્ણયો ખોટા લીધા છે એવું આપણે આજે કહીએ છીએ…તો નથુરામ ગોડસે એ કર્યું એને શું કહીશું??? અમેરિકાએ પરમાણું બોંબ જાપાન પર ફેંક્યા એને શું કહીશું???

  ગાંધીજી દરેક સારા વિચારને આચરણમાં મુકતા…એટલેજ તેઓ કહી શક્યા કે, ” મારું જીવન એજ મારો સંદેશ “….આજે કોણ એવું કહી શકશે????

  ૧૯૪૭-૧૯૪૮ નું કાશ્મીર અને ૨૦૧૦નુ કાશ્મીર બંને વચ્ચે ૬ દાયકાનો તફાવત છે…એની અહીંયા ચર્ચા નહી કરું…
  સત્ય અને અહિંસાના પૂજારી એટલે ગાંધીજી…આવું વાક્ય શાળામાં ભણતો હતો ત્યારે ગાંધીજી વિશેના નિબંધમાં લખતો….પણ આજે સમજાય છે કે, સત્ય અને અહિંસાને આજના સમયમાં આચરણમાં મુકવી કેટલી અઘરી છે…

  ગાંધીજી પરાવર્તિત અને વક્રીભુત થઈને આપણી સામે આવ્યાં છે…એમના શત્રુઓ અને અનુયાયીઓએ પોતાનો સ્વાર્થ સાધવા ગાંધીજીનો ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો છે….જેનું પરિણામ છે કે આજની યુવા પેઢીને ગાંધીજી અડીયલ ડોસા જેવો લાગે છે…
  મારા બ્લોગ પર મે ગાંધીજી વિષે ૨ પોસ્ટ મૂકી છે…ગાંધીજી વિષે જાણ્યું-અજાણ્યું અને ગાંધીજી: મહાનુભાવોની નજરે…

 8. Naresh Rathod says:

  ખુબ સુન્દર લેખ્ . But do not say any thing wrong about Gandhiji or any other great soul. This is a request to the people who are giving the comments. No one from us has seen the old freedom struggle and what kind of big challenges all the freedom fighters has taken over. So please just good thoughts, no any wrong comments about any one. Because no one from us has that kind of GREAT CHARITRA to say about Gandhiji or other old leaders.

 9. nayan panchal says:

  ગાંધીજીના લેખ પર કોમેન્ટ લખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. બહુ ઓછા જાહેર માધ્યમો ગાંધીજી વિશેની કડવી સાચી વાતો લખવાની હિંમત કરે છે. ગાંધીજીએ ખરું ઘણુ કર્યુ છે અને થોડું ખોટું પણ કર્યુ છે.

  ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે જાપાનનુ અસ્તિત્વ માત્ર કહેવા પૂરતુ બચ્યુ. પરંતુ પ્રગતિની દોડમાં ટચૂકડા જાપાને ભારતને ક્યાંય પાછળ છોડી દીધુ. કારણ, એ સમયની પેઢી પરનો ગાંધીવાદનો પ્રભાવ.

  સત્યની તાકાત વિશે કોઈ શક નથી. કહેવાય છે ને કે Lies have speed, Truth has stamina. જો કે આજે જમાનો ઝડપનો છે, સત્યને આ ઝડપ સાથે તાલ મિલાવવામાં મુશ્કેલીઓ પડવાની જ. પસંદગી આપણે ખુદને કરવાની છે.

  ગાંધીજીની સૌથી મોટી વાત એ હતી કે તેઓ ખુદને ૧૦૦% વફાદાર હતા. આવી વફાદારી નિભાવવી સ્હેલી તો નથી જ.

  આભાર,
  નયન

  • rahul says:

   સોરી નયન ભાઈ ઇતિહાસ બરાબર વાચો………એ ગાંધીવાદ નો પ્રભાવ નહતો કે જેથી કરીને ભારત પાછળ રહી ગયું અને જાપાન આગળ નીકળી ગયું………એ તો માથે પડેલા નેહરુ ચાચા ના સમાજવાદ ને કારણે…… થયું……જે છેક ૧૯૯૨ માં પ્રગતી નું બારણું ખુલ્યું……..

 10. Bhavesh Merja says:

  ગાંધીજી મહામાનવ હતા, પરંતુ મહામાનવની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. તેમના ચિંતનને પણ સીમા હોય છે. આપણે તેમની પાસે પૂર્ણતાની અપેક્ષા શા માટે રાખવી જોઈએ? એમનાથી જે કંઈ થઈ શક્યું એ તેમણે કર્યું. તેઓની ત્રુટિઓ, મર્યાદાઓ. સ્ખલનો અને ભૂલોનું અનુકરણ કરવાનું ના હોય. ઉપનિષદના ઋષિઓ પણ પોતાના સ્નાતકોને કહેતા કે અમારાં જીવનમાં જો કાંઈ સારું જણાય તો તેને અનુસરજો, પણ અમારા દોષ-દુર્ગુણોને ના અનુસરતા. આવું જ ગાંધીજી માટે પણ સમજવું જોઈએ. જોકે આપણે મહાપુરુષોને યથાર્થ દૃષ્ટિએ જોવા ટેવાયેલા નથી.
  = ભાવેશ મેરજા

 11. niranjan buch says:

  ગાંધીજી વિષે મારે અત્યારે તો એટલું જ કેહવું પડશે કે અત્યારે ગાંધીજી ની વધારે જરૂર છે. આજ ના સમય માં આટલા આટલા પક્ષો છે પણ કોઈ નેતા માં એટલી હિંમત કે તાકાત છે કે ભ્રષ્ટાચાર ની સામે પડી શકે. બધા નેતાઓ વાતો તો મોટી મોટી કરે છે પણ કોઈ ઠોસ કદમ ઉઠાવી ને સ્વીસ બેંક માંથી નાણું પાછું લાવી શકે છે ? કે ભ્રષ્ટાચાર સામે ભૂખ હડતાલ કરી ને ન્યાય મેળવી શકે છે ?. બધા ભાષણો જ ફાડે છે.

 12. dhiraj says:

  ગાંધી બાપુ ને ગાલ દેવી એ આજની યુવા પેઢી નો શોખ છે

  ગાંધી બાપુ એ જે “ભૂલો” કરી, શું તે ખરેખર ભૂલ હતી કે તે પરિસ્થિતિ પ્રમાણે લેવાયેલો યોગ્ય નિર્ણય હતો ?
  માની લો કે એ નિર્ણયો ભૂલોજ હતી પણ તેમને જે પોતાની જાત ઘસી નાખી તેનું શું ?

  જવાબ આપો :- ગાંધીજી ના હૃદય માં જેટલો દેશપ્રેમ કે દેશવાસી પ્રેત્યે પ્રેમ હતો તેનો ૧૦૦ માં ભાગ નો પણ દેશપ્રેમ કે દેશવાસી પ્રેત્યે નો પ્રેમ આપના દિલ માં છે ?

  ગાંધીજી એ જે દેશ માટે કર્યું તેનું ૧૦૦૦ માં ભાગ નું પણ આપણે કર્યું છે ?

  • જગત દવે says:

   ધિરજભાઈ,

   કોઈપણ મહામાનવની ભુલોને મહાનતાનાં પડછાયામાં ભુલી જવાની આપણને ટેવ છે. હમણાં જ એક મહાન હિન્દી કવિ શ્રી દિનકરની કાવ્ય પંક્તિઓ વાંચી હતી જે અહિં વધારે પ્રસ્તુત છે.

   “समर शेष है, नहीं पाप का भागी केवल व्याघ्र,
   जो तटस्थ हैं, समय लिखेगा उनका भी अपराध”

   ભુલનો ભાગાકાર ભુલોથી કરાય તો શેષ શૂન્ય નહી વધે પણ તે ગુણાકાર થઈને બેવડાશે. જે આપણે ત્યાં થતું આવ્યું છે. એટલે જ તો આપણે ભ્રષ્ટ રાજ-નેતાઓ ને અફસરોનાં કાળા કર્મો અને કાળાનાણાં તેમણે જે દેશ-સેવા કરી છે તેનાં બદલાં માં માફ કરતાં આવ્યા છીએ. આપણે તેમને આડકતરી રીતે તેમની દેશ-સેવાનો બદલો આ રીતે ચૂકવીયે છીએ. અને એ લોકો પણ એ જ દલીલ કરે છે કે…..અમે એ જે દેશ માટે કરીએ છીએ તેનું ૧૦૦૦ માં ભાગ નું પણ પ્રજા ક્યાં કરે છે?
   (ઊ. ત. વડાપ્રધાન જો ભુલો કરે તો તેને તે જે દેશ માટે કરે છે તેનાં બદલામાં માફ કરી શકાય?) વિવેક-હિન શ્રધ્ધા આમ જ અંધશ્રધ્ધા બની જાય છે ને પ્રજા ભટકી જાય છે.

   શું ગાંધીજી નાં દેશ-પ્રેમ ની સામે ગુલામ દેશની પ્રજાની હજારો વર્ષની પીડા મુકીએ તો????? કોનાં બલિદાનનું પલડું નમશે?????

   ગાંધીજી મહાન હતાં અને રહેશે પણ તેઓનાં દરેક વિચાર, નિર્ણય અને સિધ્ધાંત ને ભુલો રહિત માની લેવાની આપણી ભુલ એ કદાચ ગાંધીજીનાં આત્માને પણ પજવશે.

  • જય પટેલ says:

   શ્રી ધીરજભાઈ

   ગાંધીજી પ્રત્યેનો આપનો આદરભાવ પ્રશંસનીય છે પણ વાસ્તવિકતાની ધરા પર નથી.
   કોઈપણ રાજકીય નેતાના નિર્ણયની અસરકારકતા પેઢીઓ સુધી રહે છે અને તેથી જ રાજકીય નેતાઓ
   ઈતિહાસમાં રાજપુરૂષ તરીકે ઓળખાય છે. દૂરંદેશિતાથી લેવાયેલો એક નિર્ણય પ્રજાને તારી શકે છે અને
   તેનાથી વિપરીત ફક્ત આદર્શવાદ અને ભાવુકતાથી લેવાયેલા નિર્ણયની કિમંત પ્રજા પેઢીઓ સુધી ચુકવે છે
   જે આપણે કાશ્મીરમાં જોઈ રહ્યા છીએ.

   ગાંધીજી ગોડસેની ગોળીથી અમર થઈ ગયા.
   ગાંધીજી જો વધારે જીવ્યા હોત તો કદાચ પ્રજા તેમને આટલો આદર ના આપત..!!
   ભારત વર્ષમાં ગોડસેથી વધારે મોટો મૂર્ખ પેદા થયો નથી અને થશે પણ નહિ.

 13. Dhruv says:

  Why to question and blame young generation only?
  Gunvant Shah says,”I have to ask few questions to youngsters.” In comment Dhiraj Says,”To blame/curse Bapu is the young generation’s fashion.

  To Gunvant Shah: Please advice elders, they practically run the country. And if they are so good followers of Gandhi then why the system is so corrupt.

  To Dhiraj: At least youngster says they don’t like the Gandhi, elders says they are followers of Gandhi and …….. You know the rest.

 14. Ashish Dave, Sunnyvale, California says:

  Thought provoking article… ગાંધીજી ક્યા પોતે ગાંધીવાદી હતા…

  જેમને આપણે આપણા ઘરના આંગણામા ન ઊભા રાખીયે એ બધા આપણી સંસદ શોભાવી રહ્યા છે. What can we expect from them?

  Following is a nice article by Sanjay Chel:

  http://www.divyabhaskar.co.in/article/MAG-kargil-martyr-widow-latter-co-adarsh-society-mumbai-1574758.html

  Ashish Dave

  • જગત દવે says:

   આપની ભાષામાં કહું તો…..”Well said Ashishbhai” લીંક માટે આપનો અને લીંક રહેવા દેવા માટે મૃગેશભાઈનો આભારી છું.

   આપણી પ્રજા તરીકે ની મજબુરીતો જુઓ…… “તમારા હક્કના ફ્લેટ ખાનાર સમાજનો હુંય એક માણસ છું અને એ માણસ હોવાની લાચારી આ લવારા કરાવે છે.”

  • Veena Dave. USA says:

   એ આર્ટીકલ વાચીને હ્રદય અને મન વ્યથિત થઈ ગયા.

 15. darshan kajavadara says:

  લેખ કરતા કોમેન્ટ વાંચવાની વધારે મજા આવી

 16. vijay(uk) says:

  I respect Gunvant Bhai and love to read his religious articals.He should write more religious articals.I think he is the best.He should stay away from political and critical type of writing.I think he is a saint.

 17. usha says:

  ગાંધીજી વિશેનો લેખ જ એટલો ઉમદા હોય છે કે એમની તરફેણમાં કે વિરૂધમાં કંઈ પણ બોલવાનો કે લખવાનો સૌકોઈને માનવજાતને વિરાસતમાં આપીને ગયા.. એમના વિશે કદાચ નાનું પ્રાથમિક શાળાએ જતું બાળક પણ લકી શકે. અલબત્ત્ સારી જ વાતો, કદાચ જીવતા હોત તો પણ એમના આદર્શો સાથે કદીય બાંધ છોડ ના કરત..તેઓ એમના પથથી વિચલિત ન થતાં મોત ને પસંદ કર્યુ. રહી વાત ત્રુટિઓની… એ જોવાથી ક્યારેય કોઈને ફાયદો થયો છે? કે થશે ઉલ્ટાનું મગજ ગંદુ થયા વગર ના રહે.. સરદાર એ સરદાર હતા..નીડર, સ્પષ્ટ વક્તા એક બાહોશ નેતાના તમામ ગુણો ધરાવતા હતા. આ બધી તુલના કરીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? દરેકને પોતાને મળેલો રોલ અને સંવાદો પોતાનેજ જ ભજવવાનો કે બોલવાના હોય છે. અહીં કાળચક્રને કોઈ રિવર્સ ગીયર નથી.તેજ હિતકારી છે. બાકી ભાવો પ્રતિભાવોનો સિલસીલો તો ચાલુ જ રહેવાનો આપણે તંદુરસ્ત લોકશાહીમાં જીવનારા માણસો છીએ..જે આપણને ઠીક અને યોગ્ય લાગે તે જ લખવાના કે બોલવાના છીએ. આ તક આપીને મૃગેશ્ભાઈએ આપણને સૌને ઉપકૃત કર્યા. આભાર ઉષા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.