પ્રસન્ન દામ્પત્યની મહેક – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

‘દીકરી, ભણવામાં બરાબર ધ્યાન આપ. તારી પાસે પદવી નહીં હોય તો તને નોકરી કોણ આપશે.’
‘એમાંય આજકાલ તો માણસની યોગ્યતા માર્કસથી મપાય છે… લગ્ન માટે તારું તેજસ્વી હોવું જરૂરી છે ! તારા મોટા ભાઈ વેદજ્ઞની પત્ની શીતાદ્રિ ઈજનેર છે અને નાના ભાઈ લોકજ્ઞની પત્ની મંદાક્ષી શિક્ષિકા છે. એમનો પાસ-પડોશમાં ને સમાજમાં એક મોભો છે. તારે પણ કશુંક થવું તો પડશે જ ને.’

મમ્મી-પપ્પાના આવા સંવાદો સાંભળી મંત્રણાના કાન પાકી ગયા હતા ! મંત્રણા માનતી હતી કે નારીનું લક્ષ્ય નોકરી માત્ર નથી. જેને એ પોતીકું ગણે, પોતાની દષ્ટિ અનુસાર સજાવેલું, પોતાની રુચિ અનુસાર ગોઠવેલું, એવું ઘર જ્યાં આતિથ્યનો મહિમા હોય, જ્યાં વડીલોની ઈજ્જત હોય અને નાનેરાંને યોગ્ય આઝાદી હોય ! જ્યાં નોકર કે કામવાળીને હલકાં ગણી તુચ્છ વ્યવહારથી મુક્ત રાખવામાં આવતાં હોય અને તેમના કામની કદર થતી હોય, જ્યાં પતિ-પત્નીનો સહવાસ નહીં, સહયાત્રા હોય ! આવા ઘરના નિર્માણ માટેની દષ્ટિ પદવી દ્વારા સંભવ છે ? એટલે જ મંત્રણા પરીક્ષા કરતાં ઈતર પુસ્તકોનાં વાચનને વધુ મહત્વ આપતી. એને મન વ્યક્તિત્વવિકાસ એટલે શણગારેલું વ્યક્તિત્વ નહીં, પણ મહેકતું વ્યક્તિત્વ ! બહારની મહેક માટે ફૂલો ખરીદી શકાય, પણ અંદરની મહેક માટે તો અંતઃકરણને જ નંદનવન બનાવવું પડે.

‘આવા તરંગી વિચારો કરીશ તો સાસરિયાં તગેડી મૂકશે. આજના જમાનામાં સંસ્કાર કરતાં ચબરાકીપણાને વરેલી સ્ત્રીઓની બોલબાલા છે ! સલૂણાપણું પણ આજની દુનિયામાં નખરાં વગર અલૂણું ગણાય છે, આટલી વાત તને વીસ વર્ષે પણ કેમ સમજાતી નથી ?’ – મમ્મી મંત્રણાને ટોણો મારવાનું ક્યારેય ચૂકતી નહોતી. પપ્પા પણ એમાં હાજીઓ પુરાવતા ! મંત્રણાને માથે જવાબદારી આવશે એટલે એના મનઘડંત આદર્શો આપોઆપ અદશ્ય થઈ જશે એવા ખ્યાલથી એના પપ્પાએ લગ્ન માટેના મૂરતિયા-શોધ અભિયાન શરૂ કરી દીધું. મંત્રણાના બન્ને ભાઈઓ પણ પોતાની ખોટની બહેનના જીવનને સુખ-સાહ્યબીભર્યું બનાવવા ઈચ્છતા હતા. મંત્રણાની કંચનવર્ણી કાયા, અમીઝરતી આંખો, મૃદુ મુસ્કાન અને સાદગી મઢ્યું સૌંદર્ય જોનારની આંખમાં વસી જાય તેવું મનોહર હતું. તેના બન્ને ભાઈઓના સાસરિયાં પોતપોતાના નિકટનાં સગાંવહાલાંના પુત્રો મંત્રણાને દેખાડીને ચોકઠું ગોઠવી દેવા તૈયાર હતા !

એક દિવસ સમીસાંજે મંત્રણાની કેટલીક સખીઓ એને મળવા આવી ! મંત્રણાનાં મમ્મી મહેમાનભૂખ્યાં સન્નારી ! નોકરને બદલે જાતે જ નાસ્તાની ડીશો લઈને આવ્યાં, ત્યારે આગંતૂક સહેલીઓ ચર્ચામાં મશગૂલ હતી. એક સહેલીએ કહ્યું : ‘મંત્રણા, હું કોઈ સામાન્ય ઘરની પુત્રી નથી. મારા પપ્પાજી આઈ.એ.એસ. ઑફિસર છે અને મમ્મી એક પ્રતિષ્ઠિત કંપનીમાં ડિરેકટર છે.’
‘અને મારા પપ્પાનું ધીકતું નર્સિંગ હોમ છે અને મમ્મી બુટિક શૉપની માલિક છે… સમાજમાં અમારા કુટુંબનો વટ છે.’ – બીજી સાહેલીએ વટભેર જણાવ્યું.
‘એ બધું તો ઠીક, પણ તારાં મમ્મીપપ્પા શું કરે છે, એ તો તેં જણાવ્યું જ નહીં, મંત્રણા.’ – ત્રીજી સખીએ ઉત્સુકતા દર્શાવતાં પૂછ્યું.
‘મારા પપ્પાજી સ્કૂલમાં શિક્ષક છે અને તમારી સામે નાસ્તાની ડીશો લઈને ઊભી તે મારી મમ્મી. ઘર એ જ એને મન સ્વર્ગ.’ મંત્રણાએ સ્મિત સાથે કહ્યું.
‘એ બધું તો ઠીક પણ તારી મમ્મી કોઈ નોકરી-બોકરી, કામધંધો કરે છે કે નહીં ?’ બીજી સખીએ સહેજ વ્યંગમાં પૂછ્યું.
‘મારી મમ્મી સમર્પિત ગૃહસેવી મહિલા છે. મારો, પપ્પાનો, મહેમાનોનો અને પડોશીઓનો તન-મનથી ખ્યાલ રાખવો એ જ એની નોકરી અને એ જ એનો બિઝનેસ.’ મંત્રણાએ ચોખવટ કરી !
‘અરે ! રસોઈ-બસોઈ તો રસોઈયાનું કામ. ઘરકામ માટે કેરીયરને હોડમાં ન મુકાય ! મંત્રણા, તારા વિચારો કેમ પરંપરાગત છે એનો ખ્યાલ મને હવે આવ્યો !’ – પ્રથમ સખીનો પ્રતિભાવ !
‘તારી વાત સાચી છે કે રસોઈ તો રસોઈયો પણ બનાવી આપે. પણ ગૃહિણી અને રસોઈયામાં મોટો ફેર છે. રસોઈયો સ્વાદને મહત્વ આપે, ગૃહિણી ઘરના સભ્યોના સ્વાસ્થ્યને. અને જિંદગીની દરેકની પરિભાષા અલગ અલગ હોય છે ! ઘરરખ્ખુ મમ્મી દ્વારા થતાં ઘરનાં તમામ કામોનું મૂલ્ય ગણવામાં આવે તો એની વાર્ષિક આવક એક મોટી કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર કરતાં ઓછી ન ગણાય. કેટલીક સેવાઓ અમૂલ્ય હોય છે. એનું મૂલ્ય આંકવું એ પણ એક મૂર્ખતા ગણાય !’ મંત્રણાએ ચોખ્ખુંચટ પરખાવી દીધું એટલે ચર્ચા ત્યાં જ સમાપ્ત થઈ ગઈ !

અંતે મંત્રણાએ જીવનસાથીની પસંદગી કરી. એક નાનકડા બિઝનેસ સંભાળતા વેપારી યુવક પર પસંદગીનો કળશ ઢોળ્યો. મંત્રણાની મમ્મી ખુશ હતી પણ બન્ને ભાઈઓ નાખુશ ! નાનકડા વેપારીનું ‘સ્ટેટસ’ શું ?…. બન્ને ભાઈઓ એ દલીલને વળગી રહ્યા. પણ મંત્રણા પોતાના નિર્ણયમાં અફર હતી. શીલન એના મિતભાષી અને મૃદુ સ્વભાવને કારણે મંત્રણાને ગમી ગયો હતો. શીલન જીવનમાં સાદગી અને શાંતિને મહત્વ આપતો હતો. સવારે એ પોતાની પેઢી પર જાય અને બપોરે 1 વાગ્યે જમવા આવે. સાડાત્રણ પછી ફરીથી ઑફિસે જાય અને સાડા છના ટકોરે ઘરે પાછો ફરે ! મંત્રણાને શીલનનું સમયપત્રક બહુ જ ગમી ગયું. લગ્ન પછી મંત્રણા ઈચ્છે તો ઑફિસે કામ કરી શકે એવો વિકલ્પ શીલને મંત્રણા સમક્ષ રજૂ કર્યો પણ મંત્રણાએ ગૃહજીવનને જ મહત્વ આપી કામ કરવાની અનિચ્છા દર્શાવી. એણે રસોઈયાને રૂખસદ આપી દીધી. ધોબીને ઈસ્ત્રી માટે કપડાં આપવાનું અટકાવી દીધું. શાકવાળો ઘેર શાક પહોંચતું કરતો હતો, તે પ્રથા બંધ કરી દીધી. રસોઈ, ઈસ્ત્રી, શાક-મરી-મસાલાની ખરીદી વગેરે કાર્યો મંત્રણા જાતે જ કરતી. શીલનના નિવૃત્ત અને બીમાર પપ્પાની નેચરોપથીનો અભ્યાસ કરી સારવાર કરતી. શીલન બપોરે જમવા આવે ત્યારે એને પ્રેમથી જમાડતી અને બાકીના સમયમાં નાની-મોટી ગૃહબનાવટની ચીજ-વસ્તુઓ તૈયાર કરતી ! અને તેમ છતાં આખો દિવસ ખુશખુશાલ રહેતી.

દોઢ વર્ષ પછી મંત્રણા માતા બની ! પુત્ર શીર્ષકના આગમનને કારણે શીલન અને મંત્રણાનું જીવન આનંદથી છલકાતું હતું. મંત્રણાનું મન બાળઉછેર માટે સજ્જ હતું. એવામાં શીર્ષકને રમાડવા માટે એની કૉલેજકાળની ત્રણ સાહેલીઓ આવી પહોંચી. મંત્રણાની જેમ એ ત્રણેનાં લગ્ન પણ થઈ ગયાં હતાં. મંત્રણાએ જાતે જ રસોઈ બનાવી અને તેના પતિ શીલનને પોતાના હાથે જ રસોઈ પીરસી. મંત્રણા તથા તેની સાહેલીઓને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. મંત્રણાએ કહ્યું : ‘શીલન તેની અનુકૂળતા મુજબ મને ઘરનાં નાનાં-મોટાં કામોમાં મદદ કરે છે ! સાચું કહું, હું ગૃહિણી તરીકે જીવવાને વરદાન માનું છું. અરે ! પણ હું તો માત્ર મારા જીવનની જ વાતો કરું છું. તમારા જીવન વિશે તો સાવ અજાણ છું !’
પહેલી સહેલીએ કહ્યું : ‘પપ્પાજીએ મારાં લગ્ન ધામધૂમથી એક મોટી હોટલના માલિકના પુત્ર સાથે કરાવ્યાં… પણ એ નશાખોર અને વિલાસી. મારઝૂડને કારણે મેં છૂટાછેડા માટે અરજી કરી છે. સાહ્યબીનાં સપનાં મને મોંઘાં પડ્યાં !’
બીજી સહેલીનો પતિ ડૉક્ટર હતો. આખો દિવસ નર્સિંગ હોમની જવાબદારીમાં વ્યસ્ત રહેતો. મંત્રણાની સહેલી અધિકારીપ્રિય હોવાને કારણે પતિ સાથે ઝઘડતી રહેતી. એણે વટ ખાતર નોકરી સ્વીકારી હતી પણ બન્ને વચ્ચે અબોલા હતા ! ત્રીજી સહેલીના પતિની ઈચ્છા તેની પત્ની ઘર સંભાળે તેવી હતી પરંતુ પોતાને નાનમ લાગવાને કારણે બ્યૂટી પાર્લર શરૂ કર્યું હતું ! તેનો પતિ રિસાઈને વિદેશ ચાલ્યો ગયો હતો !

ફરી પાછો ત્રણે સહેલીઓનો એ જ પ્રશ્ન : ‘મંત્રણા, તું પણ તારી મમ્મી જેવી જ નીકળી !… 21મી સદીમાં ઘરને સ્વર્ગ માનનારી આદર્શ સન્નારી ! તને નથી લાગતું કે તારું શિક્ષણ એળે ગયું છે ?’
મંત્રણાએ કહ્યું : ‘ના, શિક્ષણે જ મને જીવન જીવવાની જડીબુટ્ટી આપી છે. મારા જીવનનું લક્ષ્ય પદવી પ્રાપ્તિનાં પુસ્તકો વાંચવાનું નહીં પણ જીવનઘડતરનાં પુસ્તકો વાંચવાનું હતું. જેને નોકરી કે વ્યવસાય કરવો હોય એ સ્ત્રી ભલે એ માર્ગે જાય, પણ સ્વાવલંબી નારી નોકરિયાત નારી કરતાં નાની નથી એ ભ્રમ દૂર થવો જોઈએ. આજે પણ કેટકેટલીક નારીઓ ઘરની જવાબદારી સંભાળી, અગ્નિપરીક્ષામાં પણ અવિચળ રહે છે. વૈભવનાં સ્વપ્નો આંખમાં આંજ્યા વગર ઘરની જવાબદારીઓ ટાંચાં સાધન વચ્ચે પણ હસતા મુખે અદા કરે છે. કોઈ પણ સદીમાં પ્રેમ, લાગણી અને સ્વયંસ્વીકૃત જવાબદારી અદા કરવાની ઉત્સુકતાનું મહત્વ રહેવાનું ! કોઈ પણ સ્ત્રી એના વ્યવસાયના ખાનામાં ‘ઘરકામ’ લખે છે ત્યારે હું મનોમન એને વંદન કરું છું, કારણ કે એ સ્વાવલંબી છે ! જે સ્ત્રીના હૈયામાં ઘરની ઈજ્જત ન હોય એના નારિત્વને હું અપૂર્ણ ગણીશ. ઉમેરાતી સદી માણસાઈને બે વેંત ઊંચી ન કરે તો અંતે એ બદી જ ઠરે !’

મંત્રણાની ત્રણે સહેલીઓ નિરુત્તર બની અને શીલન તથા મંત્રણાના પ્રસન્ન દામ્પત્યની મહેક બેઠકખંડને ખુશબોદાર બનાવી રહી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધીજી વિશે થોડીક નિખાલસ વાતો – ગુણવંત શાહ
વ્યક્તિત્વનો ખ્યાલ – ફાધર વાલેસ Next »   

39 પ્રતિભાવો : પ્રસન્ન દામ્પત્યની મહેક – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

 1. Verynice artical.gruhine khub mhatva apayalu che khub saras

 2. ખુબ જ સુંદર…!

  પણ આ બધુ ત્યારે જ બને જ્યારે ઘમાં રહી ઘરને સંપૂર્ણ બનાવતી સ્ર્તી ની કદર થાય. એની સ્રતત કોઇની સાથે સરખામણી થાય, એના સ્વમાનની કોઇ કાળે રક્ષા ન થતી હોય તો એ ઘર સ્ત્રી માટે જેલ બની જાય છે.

 3. trupti says:

  વાર્તા સરસ. પણ જાણે કોઈ ૭૦’સ ની હિંદી મુવી જોતા હોય તેવુ લાગ્યુ. આદર્શ સારી વાત છે. ઘર અને વર સંભાળવાની જવાબદારી સ્ત્રી ને છે તે પણ ભારતિય હોવા ને લીધે માન્ય પણ આજના જમાના મા મંત્રણા જેવી વ્યક્તિ મળવી મુશ્કેલ. વાર્તા થોડી અતિશયોક્તિ ભરેલી લાગી. ફક્ત નાયિકા જોડે બધુ સારુ થયુ અને તેની સખીઓ જોડે ખરાબ.વાત કાંઈ હજમ ન થઈ. નાયિકાની માતા પોતે ધરરખ્ખુ ગ્રુહિણી છે પણ પોતાની દિકરી ને પોતાના જેવી નથી બનાવવા માંગતી. ભાઈઓ મા ને જુએ છે અને પોતાના ઘર નુ સ્ટેટસ પણ કાંઈ શીલીન કરતા વધારે નથી લાગતુ (આ મારૂ અનુમાન છે) પણ પોતાની બહેનને માટે તેને પંસદ કરેલા મુરતિયા મા ખામી જુએ છે.
  ખેર, આ મારો અંગત અભિપ્રાય છે. અને ધારૂ છે કે વાચક વર્ગ આની પર ચર્ચા મા ન ઊતરી પડે.

 4. Pravin V. Patel [USA] says:

  ગૃહજીવનને સમજણના મજબુત પાયા પર શણગારી નંદનવન બનાવતી મંત્રણા ખરેખર વંદનીય સન્નારી છે.
  આભાસી ભપકો વિનાશ નોતરે છે અને સુઘડ સાદાઈ મહેંકી ઉઠે છે.
  અતિ સુંદર પ્રસ્તુતિ.
  અભિનંદન અને આભાર.

 5. nalini says:

  સર્જનહારે સર્જન ભોજન અને પાલન નુ કાર્ય ખુબ સમજ્દારી થી સ્ત્રી ને સોંપ્યુ છે. એના પ્રત્યે માન અને આદર કેળવવાની અત્યન્ત આવશ્યક્તા છે. એ સમજદારી જ સમાજ ના ભાવિ ને અન્ધકારમય બનતું અટકાવી શકે એમ છે.

 6. Ami says:

  I am not fully agree with idea that who are working is not respecting their home but now adays ladies are making good balance with their work as well as home and kids.

  • trupti says:

   I agree with you Amiben. I am also working and I am sure many of our readers are working and I am also sure that they are balancing their professional as well as personal life very well. However, the working woman’s husbands can not expect to be served with ગરમ રોટલી અને ગરમ-ગરમ જમવાનુ. પણ હવે તો માઈક્રોવેવે એ પણ આસાન કરી દીધુ છે. માઈક્રો મા ખાવાનુ મુકોને ૧ મિનીટ મા ખાવાનુ ગરમ. જમાનો બદલાય તે પ્રમાણે પુરુષો એ પણ બદલાવવુ પડે. વાર્તા ની નાયિકા ને નોકરી ન કરતી હોવા છતા તેનો પતિ ઘરકામમા મદદ કરેજ છે ને.

   • shwetal says:

    i agree with both of you… વાર્તા જરા અતિશયોક્તિ ભરેલી લાગી..

    • rutvi says:

     હુ તમારા બધા સાથે સહમત છુ,
     આજે પણ જ્યારે હુ કલ્પના કરુ છુ મારા ભાવિ લગ્નજીવન વિશે ત્યારે નોકરી કે બીજો કોઈ વ્યવસાય પણ મારી કેરિયરની સાથે સાથે ઘર પણ સંભાળતી જોઉ છુ.

 7. Bhavna Gajjar says:

  Its true Amiben!!!!!!!!
  Today Lady balancing both the work very carefully and with pleasent mind also.

  • Ami Patel says:

   Not Sure about pleasant mind all the time!! It is stressful half the time specially when your kids are sick, you have guests at home, you have deadlines in office to meet – so many scenarios, when you are multitasking with lots of resonsibilities in different areas. I am sure its going to take a toll on you at some point in future..
   If you feel you are happily balancing work and family – I am sure at one or other place you are making big compromises.

 8. hiral says:

  ઘણા વખતે રીડગુજરાતીની મુલાકાત લીધી. વાર્તાનું શીર્ષક વાંચીને લાગેલું કે જરુર કંઇક જાણવા લાયક વાત હશે. પણ અફસોસ.

  નાયિકા ના સંવાદ ઃ “મારા જીવનનું લક્ષ્ય પદવી પ્રાપ્તિનાં પુસ્તકો વાંચવાનું નહીં પણ જીવનઘડતરનાં પુસ્તકો વાંચવાનું હતું.”.

  જીવનઘડતરનાં પુસ્તકોમાં
  ૧. આત્મશ્રધ્દ્ધા, સ્વાવલંબન, ખંત, ઉમદા લક્ષ્ય, સમર્પણ, ત્યાગ, ધીરજ, નિર્ણયશક્તિ, આંતરિક શક્તિઓનો વિકાસ વગેરે બાબતો મુખ્ય છે. એમાં ક્યાંય એવું નથી કે માત્ર ગૃહિણી બનવાથી જ પ્રસન્ન દામત્ય જીવી શકાય.

  ૨. ઘણીવાર પ્રશ્ન થાય, કારકિર્દી એટલે શું? દિકરી કે દિકરો જો મહેનતુ હોય, ઇત્તરપ્રવૃતિઓમા રસ લેતા હોય, વિશાળ વાંચન હોય અને થોડી સવલતો મળે તો ક્રમે કરીને દરેક જણ પોતાની આંતરસૂઝથી પોતાને મનગમતા ક્ષેત્રમાં યોગ્ય યોગદાન આપે છે. હવે જો આવા ગુણો દિકરીમાં હોય તો એને ‘career oriented woman’ નું બિરુદ કેમ મળતું હશે?
  જો આવા જ ગુણ દિકરામાં હોય તો એને કોઇ એમ કેમ નહિં પૂછતું હોય કે એ ‘career oriented’ છે?

  ૩. અહિં નાયિકાની જેવી જ એક છોકરીને હું ઓળખું છું. એણે પણ એક વેપારીના વેપારી પુત્ર સાથે લગ્ન કર્યા. થોડો સમય બધું બરાબર ચાલ્યું. હવે ધંધો ચાલતો નથી. નાયિકાને ફરજિયાત નોકરી કરવી પડે છે. ઘર અને બહાર બંને બાજુ પીસાય છે . સંતાન પણ છે જેથી જવાબદારી વધારે બેવડાઇ છે ઉપરથી સારી નોકરી કે આગળ ભણવાની છૂટ નથી. પુરુષનો અહમ ઘરમાં મુખ્ય વાત છે. અફસોસ કરે છે કે પહેલા, મમ્મી-પપ્પા, ભાઇ-ભાભી બધા કહેતા હતા તો સાંભળ્યું નહિં અને હવે મોંઘવારીના જમાનામાં આદર્શ ગૃહિણી બનવાના સ્વપ્નાંઓને કોઇ અવકાશ એનાં જીવનમાં થોડા વરસો સુધી તો દેખાતા નથી,

  • trupti says:

   હિરલ,
   સાચ્ચી વાત કીધી તમે. એટલે માટે જ આજના જમાના મા આપણે છોકરીઓ ને ભણાવીએ છીએ અને પગભર થવા સમજાવીએ છીએ કે બહેન, આજે વખત નો ભરોસો નથી, ભણશોતો ચાર મા પુછશો અને જરુરત ના વખત મા કોઈ કામ નહીં આવે સિવાય કે તમારુ ભણતર. ભૌતિક સુખ ચાલ્યુ જશે જે છીનવાઈ જશે પણ પાસે ભણતર હશે તે કોઈ ચોર-લુંટારો નહીં છીનવી શકે. જમાનો વધુ પડતા ઈમોસનલ કે સિધ્ધાંતવાદી થવાનો નથી આજના જમાના ના પ્રેકટીલ થવુ પડે. જરુરી નથી કે નોકરી કરતી વ્યક્તિ પરિવાર નુ ધ્યાન ન રાખી શકે, આજે મોટી-મોટી પોસ્ટો પર મહિલાઓ બિરાજમાન છે અને છતા પરિવારનુ કદાચ ન નોકરી કરતી મહિલા ઓ કરતા વધારે સરસ રીતે ધ્યાન રાખે છે. જ્યારે ન નોકરી કરતી મહિલા ઓ પોતાના બાળકો ને આયાઓ ના હવાલે કરી કીટી પાર્ટી ઓ મા મહાલતી હોય છે. તમને જો પ્રોફેસનલ તથા પ્રસનલ લાઈફ જો બેલેસ કરતા આવડતુ હોય તો તમે જીદગી ની નાવ આરામ થી પાર કરી શકો.

   • Urvi pathak says:

    શિક્ષણનો કોઈ પર્યાય નથી. શિક્ષણનુ મહત્વ પ્રાચીન થી આધૂનિક યુગમાં સરખુ જ છે.

    જે સ્ત્રી નોકરી કરે છે એ ઘર બરાબર નથી ચલાવતી એ બે વાત ને કોઈ જોડાણ નથી એ તો વ્યક્તિગત સ્વભાવ આધારિત છે. શિક્ષિત માતા નોકરી ને બદલે ટીવી સિરયલમાં ટાઈમ વગોવે છે…..”બિદાઈ અને અગલે જનમ મોહે બીટીયા કીજો” જોવામાં બાળકના હોમવર્કમાં દ્યાન ન આપતી અનેક નોકરી-વિરોધી આળસુઓ પણ હોય છે.

    મારા બાળકો સ્કુલે હોય ત્યારે હુ પ્રોફેશનલ મૅનેજર છુ. અને બાળકો ઘરે આવે પછી હું જે તેમની માતા કમ બેસ્ટ ટ્યુશન ટીચર છુ. હુ જ ગરમ રોટલી જમાડતી રસોઈયો છું. સાંજ આખી તેમની સાથે રમતી ભગવાને ગોઠવેલી આયા છું. રાતે ખૉળામાં લઈ હાલરડુ ગાતુ ટેપ-રેકોર્ડર છું.. બીજે દિવસે માથામાં હાથ ફેરવી ઊઠાડે એ ઍલાર્મ છુ અને ગરમ નાસ્તો ખવડાવતી બાઈ છું. ફરી પાછી બાળકોને સ્કુલ મોકલી મેનેજર છું – આ ઘણી “આધૂનિક” ગૃહિણીની વાત છે ન કે માત્ર મારી!

    આવી વારતા વાંચી મને સારા હકારાત્મક વિચારો મળે છે અને સંતોષ થાય છે કે હું સાચા માર્ગે છું…. માતા છુ, ગૃહિણી છું સાથે આધૂનિક છું… ખાલી લોકોની જે આધૂનિક સ્ત્રીની છબી છે એ હુ નથી.

    આધૂનિકતા વિચારોની હોય જે આગળ લઈ જાય. આધૂનિકતા પ્રગતિ પ્રેરક છે પણ પરંપરાનો નાશક નથી. જો એવું થાય તો તે બે અલગ ક્રિયા છે. સ્ત્રી-નોકરી અને સ્ત્રી-શિક્ષણને નકારકતાથી મૂલવવુ યોગ્ય નથી. સ્ત્રીને પાંખો આપો અને સહકાર પછી ઊડાન ભરી પાછી માળો ગૂથતી એ સ્ત્રી છે. એને મૂલવો ઓછુ અને પ્રેમથી સથવારો આપો.

    • Jagruti Vaghela USA says:

     ઊર્વિબેન, બહુ જ સરસ કોમેન્ટ્
     આવી વારતા વાંચી મને સારા હકારાત્મક વિચારો મળે છે અને સંતોષ થાય છે કે હું સાચા માર્ગે છું…. માતા છુ, ગૃહિણી છું સાથે આધૂનિક છું… ખાલી લોકોની જે આધૂનિક સ્ત્રીની છબી છે એ હુ નથી.

     સ્ત્રી-નોકરી અને સ્ત્રી-શિક્ષણને નકારકતાથી મૂલવવુ યોગ્ય નથી.

  • hiral says:

   વાર્તાનો હેતુ ગૃહિણીનું બહુમાન કરવાનો છે. કહેવાનો તાત્પર્ય કદાચ એવો છે કે જ્યાં આદર્શ ગૃહિણી છે ત્યાં પ્રસન્ન દાંપત્યજીવન સહજ છે. જે ઘણુંખરું સાચું છે (પરંતુ પહેલેથી જ પોતાની આગવી ઓળખ બનાવવા પ્રત્યે નાયિકા ઉદાસીન છે એવું વાર્તામાં વધારે ઉપસે છે). મુખ્ય મુદ્દાને વાચા આપવાં જતાં લેખકે વાર્તામાં અન્ય સ્ત્રીઓને અજાણતાં અન્યાય કર્યો છે. જીવન ઘડતરમાં એક વાત મુખ્ય છે કે, “પોતાની લીટીને મોટી બતાવવા અન્યની લીટીને કાપી નાંખવાની ના હોય”. (લેખકે અહિં અજાણતાં આવી ભૂલ કરી છે)

   અહિં મમ્મીના સંવાદોઃ “આજના જમાનામાં સંસ્કાર કરતાં ચબરાકીપણાને વરેલી સ્ત્રીઓની બોલબાલા છે ! સલૂણાપણું પણ આજની દુનિયામાં નખરાં વગર અલૂણું ગણાય છે, આટલી વાત તને વીસ વર્ષે પણ કેમ સમજાતી નથી ?”.

   આવા સંવાદોથી શું છોકરીને ભણવા માટે પ્રોત્સાહિત કરવાની હોય? (ગૃહિણી મમ્મી કદાચ દિકરીના જીવન ઘડતરમાં કાચી પડે છે). વળી માતા-પિતા દિકરીની સતત સરખામણી કર્યા કરે છે ભાભીઓના શિક્ષણની સાથે કે આડોશ-પાડોશની સ્ત્રીઓ સાથે. (જે એક શિક્ષક પિતાની ઇમેજને બિલકુલ બંધબેસતું નથી)

   નોકરી કર્યા વગર પણ ઘણાં ક્ષેત્રો છે જેમાં શિક્ષિત સ્ત્રીઓ પોતાનું યોગદાન આપી શકે કે સમાજને ઉપયોગી થઇ શકે અને ઘરને, કુટુંબને યોગ્ય ન્યાય આપી શકે છે. (સુધા મૂર્તિ – આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે). ઘણી સંસ્થાઓમાં આવી ઘણી સ્ત્રીઓ યોગદાન આપે છે. (જો નોકરી કરવાની અનુકુળતા ના હોય કે પછી ખરેખર જીવનમાં કંઇક કરી છૂટવું હોય તો).

   સ્વામી વિવેકાનંદે સ્ત્રીઓ વિશેના વિચારોમાં કીધું છે કે.

   “The soul has neither sex, nor caste nor imperfection.“

   “If you do not allow one to become a lion, he will become a fox. Women are a power, only now it is more evil because man oppresses woman; she is the fox, but when she is no longer oppressed, she will be the lion (CW vol.7,p.22)

  • uma chavada says:

   લેખકનાં મતે ગ્રુહિણી =સ્વાવલંબી નારી ….તો નોકરિયાત નારી = ?
   લેખકનાં વાક્યો છેલ્લા ફકરામાંથી copy -paste કરુ છુ.
   જેને નોકરી કે વ્યવસાય કરવો હોય એ સ્ત્રી ભલે
   એ માર્ગે જાય, પણ સ્વાવલંબી નારી નોકરિયાત નારી કરતાં નાની નથી એ ભ્રમ દૂર થવો જોઈએ

 9. jyoti says:

  Adarsh but vadhare padtu atishyokti ukat ne thodu ghanu filmy pan.. … The only a plus point of story is the character name… Very Beautiful
  mantrna,Shilan, vedagyna, mandakshi

 10. sujata says:

  Its a typical Story frm the writer…we have been reading his stories in newspapers..all of them sound quite filmy…touch of reality or balance between the message and fact is missing…always..Story has characters with black and white colours..which exactly contradicts the real world full of grey shades..i think..the story is for beginners..matured readers may not appreciate this kind of stories..

 11. Pravin Shah says:

  જીવન મા સુખ્ શાન્તિ અને સન્તોષ મલે તથા જિવન આનદ મા પસાર થાય એ મહત્વ નુ છે. બહાર નુ status સારુ દેખાડવુ અને ઘર મા અસન્તોષ હોય એવિ જીન્દગી નો કોઇ અર્થ નથી.

 12. shilpa says:

  A very good story !!
  I had fun reading the story and reading all the comments. What author is trying to say is your home and life is more important than having a career and i think it is more or less true …After working a lot..i have chosen a path to stay home for a better and balanced life and i don’t regret this for a minute…..it is also true that very few people do appreciate this.
  But overall it was fun to read !!

 13. Urvi pathak says:

  શિક્ષણનો કોઈ પર્યાય નથી. શિક્ષણનુ મહત્વ પ્રાચીન થી આધૂનિક યુગમાં સરખુ જ છે.

  જે સ્ત્રી નોકરી કરે છે એ ઘર બરાબર નથી ચલાવતી એ બે વાત ને કોઈ જોડાણ નથી એ તો વ્યક્તિગત સ્વભાવ આધારિત છે. શિક્ષિત માતા નોકરી ને બદલે ટીવી સિરયલમાં ટાઈમ વગોવે છે…..”બિદાઈ અને અગલે જનમ મોહે બીટીયા કીજો” જોવામાં બાળકના હોમવર્કમાં દ્યાન ન આપતી અનેક નોકરી-વિરોધી આળસુઓ પણ હોય છે.

  મારા બાળકો સ્કુલે હોય ત્યારે હુ પ્રોફેશનલ મૅનેજર છુ. અને બાળકો ઘરે આવે પછી હું જે તેમની માતા કમ બેસ્ટ ટ્યુશન ટીચર છુ. હુ જ ગરમ રોટલી જમાડતી રસોઈયો છું. સાંજ આખી તેમની સાથે રમતી ભગવાને ગોઠવેલી આયા છું. રાતે ખૉળામાં લઈ હાલરડુ ગાતુ ટેપ-રેકોર્ડર છું.. બીજે દિવસે માથામાં હાથ ફેરવી ઊઠાડે એ ઍલાર્મ છુ અને ગરમ નાસ્તો ખવડાવતી બાઈ છું. ફરી પાછી બાળકોને સ્કુલ મોકલી મેનેજર છું – આ ઘણી “આધૂનિક” ગૃહિણીની વાત છે ન કે માત્ર મારી!

  આવી વારતા વાંચી મને સારા હકારાત્મક વિચારો મળે છે અને સંતોષ થાય છે કે હું સાચા માર્ગે છું…. માતા છુ, ગૃહિણી છું સાથે આધૂનિક છું… ખાલી લોકોની જે આધૂનિક સ્ત્રીની છબી છે એ હુ નથી.

  આધૂનિકતા વિચારોની હોય જે આગળ લઈ જાય. આધૂનિકતા પ્રગતિ પ્રેરક છે પણ પરંપરાનો નાશક નથી. જો એવું થાય તો તે બે અલગ ક્રિયા છે. સ્ત્રી-નોકરી અને સ્ત્રી-શિક્ષણને નકારકતાથી મૂલવવુ યોગ્ય નથી. સ્ત્રીને પાંખો આપો અને સહકાર પછી ઊડાન ભરી પાછી માળો ગૂથતી એ સ્ત્રી છે. એને મૂલવો ઓછુ અને પ્રેમથી સથવારો આપો.

  હું આધૂનિક સ્ત્રી છુ અને મને તેનુ અત્યંત ગૌરવ અને પરમ સંતોષ છે.

  • Mital Parmara says:

   તમારી વાત સાવ સાચી છે. ઉર્વીબેન

  • trupti k. says:

   ઉર્વી બહેન તમારી સાથે ૧૦૦% ટકા સંમત ને હુ પણ મારા ઘરની આયા, નોકરાણી, રસોયણ અને બાથરુમ-જાજરુ સાફ કરતી મેતરાણી અને સાથે-સાથે માતા, સખી, પત્ની ને મારા બાળકની શિક્ષીકા પણ છુ અને નોકરી કરતી સ્ત્રી પણ છુ. સાથે-સાથે મારી સોસાયટી ન ટ્રેસરર પણ છુ. કોઈ પણ કામ કરવાની તૈયારી અને આવડત હોવી બહૂ જરુરી છે, ફક્ત નોકરી જ ન કરાય અને ફક્ત ગ્રુહિણી થઈ ને જ નબેસી રહેવાય, આજ ના જમાના મા પગભર હોવુ બહુ જરુરી છે, નહી તો દુનિયા મા રહેવુ મુશ્કેલ થઈ જાય. આજે જ મારી જોડે એક કામ કરતા ભાઈ નુ અવસાન થયુ, ઉંમર વરસ ૩૯. જાહેર છે કે જો તેમની વય ૩૯ ની હોય તો તેમની પત્ની ૩૭ થી વધુ તો નહીં જ હોય અને તેમના બાળક નુ હજી ભણતર પુરુ નહીં થયુ હોય, ખબર નથી કે તેમની પત્ની નોકરિયાત છે કે નહીં પણ જો નહીં હોય તો આગળ નુ શું? કાં તો સાસરિયા કાં તો પિયરીયા પર અવલંબન કરવાનુ અને બાકી નિ જીદગી ઓસાળપણા મા ગુજારવાની. આજ કાલ જીવનનો કોઈ ભરોશો નથી, માટે દરેક વ્યકતિ એ આત્મ નિર્ભર થવુ બહુ જરુરી છે. આદર્શ અને ફકત પતિ પરાયણ પત્ની બની રહેવાથી પેટ નથી ભરાતુ. જે વ્યક્તિઓ તમારા આદર્શ ગ્રુહિણી તરિકે ના વખાણ કરતા નહીં થાકતા હોય તે તમારા કપરા કાળ મા આવી ને નહીં ઊભ રહે. One has to be practical.

 14. yogesh says:

  આ વાર્તા મા જો એક વસ્તુ ગમી હોય તો, દરેક પાત્ર ના નામો. મન્ત્રણા, શીલન, શીર્ષક્.

  ખુબ જ સુન્દર નામ્ દરેક વાર્તા મ સારો અને નરસો સન્દેશ હોય છે, અને સારો સન્દેશ લેવા થી આપણા જીવન મા પણ ક્યાક લાગુ પડી શકે છે.

  આભાર્

  યોગેશ્.

 15. સારી વાર્તા છે.

 16. Hetal says:

  varta karta commenets vadhare sari che..lol..
  baki story to ek pan angle ma practical life ma jodi shakay tem nathi

 17. ami says:

  sorry,but I m not agree with this story,,,
  b’coz may b her husband got nice money,thats why.
  now a days it’s really hard to survive with one persons income..
  in this situation if women is helping the men to fulfil the desire of family and kids,we need to apreciate them,,,
  I kmow so many married women who handling the job and family very well.
  thanks.

 18. Mital Parmara says:

  સરસ વાર્તા …

 19. trupti k. says:

  જરુરી નથી કે નોકરી કરતી નારી ઘર અને વર નુ ધ્યાન ના રાખે. મારા મતે ઓફિસજતી કે વ્યાવસાવિક નારી ઘરનુ અને બાળકો નુ ધ્યાન વધુ સારી રીતે રાખતી હોય છે. તેઓ કદાચ quantitative time નહી આપી શકતા હોય પણ qualitative time જરુર થી આપતા હોયછે.
  મારા ઓળખણ મા એક ભાઈ છે જે લગ્ન પહેલા મુંબઈ ના પ્રશ્રિમ ના પરા મા રહેતા હતા, તે લગ્ન બાદ પત્ની ના દબાવ ને લીધે તેના પિયરના પરા મા જે સેંન્ટ્રલ ના પરા મા આવ્યુ છે ત્યા સ્યાયી થયા. બહેન નોકરી નથી કરતા છતા પણ ભાઈ ને બપોરે બહાર જમવુ પડે છે કારણ પ્ત્નીમહાશય સવારે વહેલા ઊઠી ને ભાઈ ને ટિફીન નથી બનાવી આપતા. તો આવી પત્નીઓ ને શું કહેવુ. બહેન આખો દિવસ ઘર મા રહે છે જો વહેલા ઊઠી ને થાકી જાય તો બપોરે આરામ કરી શકે છે ને? પણ ના, તેમને વહેલા ઊઠવાનુ ગમતુ નથી અને ભાઈ બીચારા બહારનુ ખાઈ-ખાઈ ને પીપ જેવા થઈ ગયા છે. તેમનૂ પેટ જોઈ ને લાગે કે કોઈ મહિલા જો ૯ મહિના ના પેટ થી હોય તો તેનૂ પેટ એટલુ જ દેખાય.

  દરેક નોકરી કરતી સ્ત્રી આળસુ અને બેદરકાર નથી હોતી તેમ દરેક ન નોકરી કરતી સ્ત્રી મંત્રણા જેવી નથી હોતી. There is always two sides of coin and one can mesure every one with the same scale.

  • angel says:

   Truptiben,
   I agree with your comment, my Jethani is from small village & very lazy, she get up at 10 at m’ng & like to go ourtside at late night, don’t like to take care of her in laws.,her child are also dull(not take care for child education but dream for pilot)…& many arounds me like her. Mostly find a view from society that she is doing job so all household work done by her mother in law, she is not taking care of her in laws, her MLW tired lot-te to chali jai naukri par pachi sasu e j karvu pade ne? pan koi evu nathi vicharta ke household lady gharma rahi badhu kam kare & vyavhar sachve che ke nai, pan em j vichare ghare hoi to kam ma help thai ne & e help kevi e to apne khabar j che. & in this age it is really difficult to stay depended on husband b’ coz we don’t know future but anything happen in life & that time we don;t have capital what will be our situation?(we hope that nothing be wrong with us) I have seen many couple that after 15-20 yrs. of marriage they separate & a lady have to go at her mother home & become victim of bhai-bhabhi & other also. So now it becomes must to be self independent. husband-family ne to naukri ni sathe pan khush rakhi sakay che………..I request all lady make your own identity, you feel quite better, find your value.

 20. સરસ વાર્તા છે. ભલે કથાબીજ થોડું અવાસ્તવિક લાગતું હોય તેમ છતાં વાંચવાની મજા આવે એવી છે. નોકરી કરતી અને ન કરતી બંને પ્રકારની સ્ત્રીઓ ઘર અને પરિવારની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે.

 21. VAISHALI says:

  A KHUBAJ SARAS VARTA CHE KHAREKHAR AAJNA SAMAY NI CHOKARIONE AA VAT KHUBAJ LAGU PADE CHE AA ANK NE NEWSPAPER MA PUBLISH KARVO JOIE. VERY NICE HEARTLY TOUCH THIS STORY.

 22. TINIMINI says:

  વાર્તા કરતા કોમેન્ત્સ વાન્ચવાનિ મજા આવિ ઃ)

 23. Jagruti Vaghela USA says:

  વાર્તાનો હેતુ સારો છે. ટૂંકમાં નોકરી કરીએ કે ના કરીએ પણ ઘરતો સારિ રીતે સંભાળવુ જ જોઈએ.

 24. Ashish Dave, Sunnyvale, California says:

  Financial security is absolutely needed for a good married life. I have personally experienced both lives as my wife did work till our daughter was born and stayed home since then. Our later life is much more cheerful and happy.

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.