નિયમોના જંગલમાં – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

ડૉક્ટર ઉમા સિંઘલે બેંકના સેવિંગ્સ વિભાગમાં જઈને કહ્યું : ‘મારું નામ ડૉ. મિસિસ ઉમા સિંઘલ. આગ્રા કેન્ટોનમેન્ટની તમારી શાખામાં મારું ખાતું છે. હવે મારી અને મારા પતિની અહીં ટ્રાન્સફર થઈ છે. 18મી મેએ અમે બંનેએ ત્યાંની શાખામાં અરજી આપી છે કે, તમારી આ શાખામાં અમારા તમામ એકાઉન્ટો ટ્રાન્સફર કરે. આજે ચોથી જૂન થઈ છે. મારે મારા ખાતામાંથી પૈસા ઉપાડવા છે.’

સેવિંગ્સ વિભાગ સંભાળતા મિ. રેડ્ડીએ કલાર્કને કહ્યું : ‘દેખો તે, આગ્રાસે કોઈ એકાઉન્ટ ટ્રાન્સફર હો કે યહાં આયા હૈ ?’ અડધા કલાક પછી કલાર્કે આવીને કહ્યું કે એવો કોઈ એકાઉન્ટ અહીં ટ્રાન્સફર થઈને આવ્યો નથી. ડૉ. ઉમા સિંઘલે કહ્યું :
‘રીકરીંગ એકાઉન્ટની કાર્યવાહી સંભાળો છો ?’
‘ના. પણ આજે ફિક્સ્ડ ડિપોઝીટ વિભાગના અધિકારી રજા પર હોવાથી એનો ચાર્જ મારી પાસે છે….’
‘જુઓ, કદાચ ત્યાં મારા એકાઉન્ટના કાગળ આવ્યા હોય તો’ કહી ડૉક્ટરે રીકરીંગ ડિપોઝીટની પાસ-બુક તથા પૈસા ભર્યાની તમામ પહોંચવાળી સ્લીપ-બુક બતાવી કહ્યું, ‘4થી જૂનના રોજ આ એકાઉન્ટ પણ મેચ્યોર થાય છે.’ ફરી એ ડિપાર્ટમેન્ટમાં તપાસ થઈ. ત્યાં કોઈ કાગળો આવ્યા ન્હોતા.

‘સૉરી.’ મિ. રેડ્ડીએ કહ્યું.
‘તો શું કરીશું ?’
‘એકાઉન્ટ ટ્રાન્સફર થઈને ન આવે ત્યાં સુધી કશું ન થઈ શકે.’ ઉદાસીન વર્તણૂક દાખવી એ પોતાના કામમાં પરોવાયા.
‘એકાઉન્ટ ટ્રાન્સફર થઈ ક્યારે આવે ?’
‘એ હું કેમ કહી શકું ? એ શાખાના મેનેજર જ્યારે મોકલાવે અને જ્યારે અહીં આવે તે પછી જ તમારું ખાતું અહીં ખોલાય.’
‘પણ મારે તાત્કાલિક પૈસાની જરૂર છે. અમે આ શહેરમાં નવા છીએ. મારો તથા મારા પતિનો પગાર અમારી અહીંની ઓફિસે ચૂકવવો એવો હજુ સુધી કાગળ પણ અમારી આગ્રાની ઓફિસેથી આવ્યો નથી, એટલે પૈસાની અમને ખૂબ જરૂર છે.’
‘આઈ કાન્ટ હેલ્પ યુ.’
‘જુઓ, આ રીકરીંગ એકાઉન્ટની પાસ-બુક તથા કાઉન્ટર ફોઈલ્સ તા.4થી જૂનના રોજ એ ડિપોઝીટ મેચ્યોર થાય છે. આજે 4થી જૂન છે. તમે આ કાઉન્ટર ફોઈલ્સ જુઓ. દર મહિનાની પહેલી-બીજી તારીખ સુધીમાં પૈસા જમા કરાવ્યા છે.’
‘કરાવ્યા હશે. પણ તમે એ બધું મને શું કામ કહો છો ?’
‘જુઓ મિ. રેડ્ડી, મને પૈસાની ખૂબ જ જરૂર છે. મારો સેવિંગ્સ એકાઉન્ટ અહીં ટ્રાન્સફર થાય ત્યાં સુધીમાં આ રીકરીંગ એકાઉન્ટમાંથી મને પૈસા આપો. મને ખૂબ જ જરૂર છે.’
‘સૉરી, એ રીતે પૈસા ન આપી શકાય.’
‘બીજો કોઈ રસ્તો નથી ?’
‘ના.’
‘હું તમારા મેનેજરને મળી શકું ?’
‘ખુશીથી મળો. પણ એથી કંઈ વળશે નહીં.’

ડૉ. ઉમા સિંઘલ મેનેજરને મળ્યાં. એની વાત સાંભળી એણે મિ. રેડ્ડીને બોલાવ્યા. મિ. રેડ્ડીએ બધા નિયમો ટાંકીને કહ્યું : ‘આ રીતે આપણાથી પૈસા આપી ન શકાય.’ મેનેજરે રેડ્ડીનું વાક્ય દોહરાવ્યું, ‘આ રીતે અમારાથી પેમેન્ટ ન થઈ શકે.’
‘તમે આગ્રા ફોન કરી પૂછાવી જુઓ – એટ માય કોસ્ટ. મારા ખર્ચે.’
‘એવી રીતે ફોન કરીને ટેલિફોન પર અમે સૂચના ન લઈ શકીએ.’ મેનેજર બોલે તે પહેલાં જ મિ. રેડ્ડી બોલી ઊઠ્યા. એણે બેંકના નિયમોનો એમની સામે ઢગલો કરી દીધો.
‘તો પછી મારે કરવું શું ?’
‘તમે બધી વિગતો સહિત એક અરજી આપો. તે અરજી પર આધારિત અમે આગ્રા બ્રાંચને કાગળ લખીએ, તમે દસ-પંદર દિવસ પછી અમારો કોન્ટેકટ કરો.’
‘મને જલદી પૈસા મળી શકે એવો કોઈ બીજો ઉપાય નથી ?’
‘નહિ.’ રેડ્ડીએ મેનેજર વતી જવાબ આપી દીધો. એ હવે આવા ચીટકુ ઘરાકથી નારાજ થઈ ગયા હતા. પોતે બેંકના બધા નિયમોના જાણકાર હોવા છતાં આ બાઈ મને બેંકીંગ શીખવાડે છે, એવું રેડ્ડીના મનમાં ઠસી ગયું. મેનેજર પણ મિ. રેડ્ડીના પક્ષમાં જઈ બેઠાં.

ડૉ. મિસિસ ઉમા સિંઘલને તે દિવસે પૈસા ન મળ્યા તે ન જ મળ્યા. બે દિવસ પછી આગ્રાથી એનો એકાઉન્ટ ટ્રાન્સફર થઈને આવી ગયો છતાં રેડ્ડીએ ફોન કરી ડૉક્ટરને જણાવ્યું નહિ. એણે પત્ર દ્વારા જ કલાયન્ટને જણાવવાનું મુનાસીબ માન્યું. છઠ્ઠે દિવસે ડૉક્ટરને એ પત્ર મળ્યો ત્યાં સુધીમાં એમના પગારનો પત્ર આવી જતાં એમની ઑફિસે એમને પગાર ચૂકવી દીધો હોવાથી એમને પૈસાની જરૂર રહી નહિ.

ડૉ. મિસિસ ઉમા સિંઘલ મિલિટરી કેમ્પના ડૉક્ટર હતાં. એમના પતિ મિલિટરી કેમ્પના ઉચ્ચ વહીવટી અધિકારી હતા. એમની આ શહેરમાં બદલી થવાથી ડૉ. ઉમા પણ અહીં બદલી પામીને આવ્યાં હતાં. એમને મિ. રેડ્ડીના વર્તાવથી ખૂબ જ દુઃખ થયું હતું. મિલિટરી કેમ્પમાં ડૉક્ટરનો હોદ્દો ઉચ્ચ સરકારી અધિકારી જેવો ગણાય છે. આ હોદ્દાની કે એની પ્રતિષ્ઠાની પણ મિ. રેડ્ડીએ પરવા ન કરી અને જે વર્તાવ કર્યો એનાથી એમને ખૂબ જ દુઃખ થયું. એમણે પોતાનો એકાઉન્ટ બીજી બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધો.

આ વાતને દોઢેક વર્ષ થઈ ગયું. ડૉ. ઉમા સિંઘલ આ વાતને ભૂલી ગયા હતા. ત્યાં રાત્રે પોણા બે વાગે જ્યારે એમના કવાર્ટરની બેલ વાગી ત્યારે એમના પતિ મેજર સિંઘલે બારણું ખોલ્યું. બારણું ખોલતાં જ આગંતૂકે કહ્યું : ‘સર, મારા મધરને હાર્ટ-એટેક આવ્યો હોય એમ લાગે છે. કૃપા કરી તમારા ડૉકટર પત્નીને ઉઠાડશો ? હું સ્કૂટર લઈને તેડવા આવ્યો છું. પાછો મૂકી જઈશ.’ મેજરને દયા આવી. એણે પત્નીને ઉઠાડી બધી વાત કરી. ડૉ. ઉમા સિંઘલ તુરત જ કપડાં બદલી, બેગ લઈ બહાર આવ્યાં. મેજર સિંઘલે પોતાની કાર ગેરેજમાંથી બહાર કાઢી અને દોઢેક કિલોમીટર દૂર આવેલા આગંતૂકને ઘેર ગયા. એમણે જ્યારે પંચાવન વર્ષના મિસિસ રેડ્ડીનો ઈલાજ કર્યો ત્યારે એમણે મિ. રેડ્ડીને કહ્યું :
‘થેંક ગોડ, તમે તાત્કાલિક આવ્યા. પંદર-વીસ મિનિટ મોડું થયું હોત તો કેસ ખલાસ થઈ ગયો હોત. તમે હવે એક કામ કરો. મારે ઘેર આવી તમે થોડી ટીકડીઓ લઈ જાઓ. દર બે કલાકે વારાફરતી ટીકડીઓ આપજો. અત્યારે મધરાતે કોઈ મેડિકલ સ્ટોર ખુલ્લો નહિ હોય, એટલે મારે ઘેરથી દવા આપું છું.’ મિ. રેડ્ડીએ ડૉ. ઉમા સિંઘલને ઘેર જઈ દવાની ટીકડીઓ અને સૂચનાઓ મેળવી. પછી ગજવામાંથી પાકિટ કાઢી એમણે ડૉક્ટર સામે પૈસા ધર્યા. ડૉ. ઉમા સિંઘલે હસીને પૈસા લેવાની ના પાડી અને કહ્યું :
‘મિ. રેડ્ડી, આ દવાના પૈસા હું લઈ શકું નહિ અને મિલિટરી હોસ્પિટલના કાયદા પ્રમાણે મિલિટરી કેમ્પની વ્યક્તિ સિવાય કોઈને આ દવાઓ મારાથી આપી જ ન શકાય. આ દવાઓ કેમ્પની બહાર જાય એ ગુનો બને છે. બીજું, આ રીતે હું તમારે ત્યાં આવી અને એક પ્રાઈવેટ પેશન્ટને તપાસ્યા એટલે નિયમ પ્રમાણે મેં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરી ગણાય અને માત્ર આ જ કેસના આધારે મને સર્વિસમાંથી ડિસમિસ પણ કરી શકાય.’

‘પણ મેડમ, રાત્રે કોઈ બીજા ડૉક્ટર આવવા તૈયાર ન હતા. મારા મધરની કન્ડિશન એવી નહોતી કે હું એમને કોઈ વાહનમાં હોસ્પિટલમાં લઈ જઈ શકું. રાત્રે ડૉક્ટર મેળવવાના ખૂબ ફાંફાં માર્યા પછી અહીં તમારી પાસે આવ્યો છું.’
‘સારું થયું કે તમે અહીં આવ્યા. જો મોડું થયું હોત તો મિ. રેડ્ડી, તમે તમારા મધર ગુમાવી બેઠાં હોત. આ મેસીવ હાર્ટ-એટેક હતો. કાલે તમારા ફેમિલી ડૉક્ટરને કહીને કે પછી હોસ્પિટલનો કેન્ટેકટ કરી તમારા મધરને ત્યાં અઠવાડિયું ચેકઅપ માટે રાખજો. તમારે રાત્રે હવે ચિંતા કરવાની જરૂર નથી, પણ કાલે કાર્ડિયોગ્રામ લેવરાવી, કોલેસ્ટરલ અને બી.પી. ચેક કરાવી લેજો. ઓ.કે. ?’
‘થેંક્યુ ડૉક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર.’
‘ઈટ્સ ઓલ રાઈટ.’
‘સૉરી ડૉક્ટર, એકાદ વર્ષ પહેલાં તમે મારી બેંકમાં પૈસા લેવા આવ્યાં ત્યારે હું તમને મદદ ન કરી શક્યો.’

હવે ડૉક્ટરે ચોપડાવ્યું :
‘જુઓ મિ. રેડ્ડી, તમે ધારતા તો એ વખતે તમે મને બધી મદદ કરી શક્યા હોત. આગ્રાની તમારી બેંકની શાખાનો મેનેજર મારા સગામાં છે. એમની પાસેથી વારંવાર હું બેંકના નિયમો જાણી આવું છું. તમે તે દિવસે ફોન કરી ટેલિગ્રાફથી પૈસા ટ્રાન્સફર કરાવી મને આપી શક્યા હોત અથવા તમારા મેનેજરને એમની સત્તાની રૂએ મારા કાઉન્ટર ફોઈલ્સ પરથી મને ચૂકવણી કરાવી શક્યા હોત પણ હું મિલિટરી કેમ્પની ડૉક્ટર છું. શિસ્તમાં જ અમે ઊછર્યાં છીએ એટલે તમારી સાથે વધુ ચર્ચા કર્યા વિના હું બેંકમાંથી બહાર નીકળી ગઈ હતી. તમે એ દિવસે તમારા બેંકીંગ નિયમો જ મારી સામે આગળ ધરતા જતા હતા. ધારો કે, મેં પણ આવા જ મિલિટરીના નિયમો તમારી સામે ધર્યા હોત તો તમારી માતા અત્યારે જીવતી રહી શકી હોત ? નિયમો શિસ્ત માટે છે. આપણે કશું મનમાન્યું કે અણછાજતું ન કરી શકીએ એટલા માટે નિયમો બનાવ્યા છે. નિયમો માર્ગદર્શન અને મદદ માટે છે પણ એને ચુસ્ત રીતે વળગી રહેવાથી કે જડપણે અમલ કરવાથી કેવી કેવી મુશ્કેલીઓ સર્જાય એ તમે જોયું ને ? એની હાઉ, અત્યારે એની ચર્ચા કરવાનો અર્થ નથી. અત્યારે ઘેર જઈ તમારી માતાને આ કેપ્સ્યુલ આપી દેજો….’

મિ. રેડ્ડી ઘેર આવ્યા. માતાને કેપ્સ્યુલ આપી આખી રાત જાગતા બેઠાં રહ્યાં. બીજા બે કલાક પછી બીજી ટીકડી આપી અને કૉફી બનાવી જાગરણની તૈયારીઓ આરંભી. આ ચાર કલાકનો ઉજાગરો મિ. રેડ્ડી માટે આશીર્વાદ રૂપ બન્યો. ડૉ. ઉમા સિંઘલે નિયમોની જે વાત કરી એ મનમાં ઘોળતા રહ્યા.

‘…. આજે આ ઉચ્ચ હોદ્દાનું પ્રમોશન મને મળ્યું છે ને તમે મને જે બહુમાન આપો છો ત્યારે આ પ્રસંગ કહ્યા વિના હું રહી શકતો નથી.’ ડેપ્યુટી જનરલ મેનેજર મિ. રેડ્ડી સ્ટાફને સંબોધી રહ્યા હતા, ‘ડૉક્ટર ઉમા સિંઘલની જેમ મારે પણ તમને કહેવાનું છે કે નિયમો આપણને માર્ગદર્શન આપે છે, શિસ્તમાં રાખે છે. ક્યારેય એને જડની જેમ વળગી રહેશો નહિ. કદાચ હું ન્હોતો વળગી રહ્યો એટલે આ ખુરશી પર આવ્યો છું, એમ મારું માનવું છે…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિંતનકણિકાઓ – માવજી કે. સાવલા
હસે એનું ઘર વસે – બહાદુરશાહ પંડિત Next »   

50 પ્રતિભાવો : નિયમોના જંગલમાં – ગિરીશ ગણાત્રા

 1. ઘણી જ સરસ અને પ્રેક્ટીકલ વાર્તા. આપણા દેશમાં સરકારી ખાતાઓ અને જાહેર સેવાની સંસ્થાઓ અત્યારે નિયમ પાળતા મશીનો જેવી થઇ ગઈ છે, એને કારણે પ્રજાને જે તકલીફ પડે એ જયારે તકલીફ ભોગવે એને જ ખબર પડે.

  ઘણી વાર તો એવા કિસ્સા પણ સાંભળ્યા છે કે આવી તકલીફોથી ત્રાસીને અમુક વ્યક્તિઓ બીજા દેશોમાં ભાગી જવા માંગતી હોય છે. યુવાનો આવા ફ્રસ્ટ્રેશનને કારણે અમેરિકા તરફ જવા ઈચ્છે છે.

  બેંકમાં તમે ખાતું ખોલાવવા જાવ તો છેલ્લો આનુભવ એવો છે કે જેમાં ત્રણ કલાક સુધી બેસાડી રાખ્યા પછી ખાતું ખુલી શક્યું. અમારે ત્યાં એક બેકરી. એરીયામાં એક જ બેકરી હોવાને કારણે ત્યાં હંમેશા બે ત્રણ જણ તો હોય જ. આ બેકરીમા તમે જો ખરીદી કરવા ગયા અને ભૂલે ચુકે એવું કહ્યું કે સહેજ જલદી કરશો? તો એ બેકરીવાળો જાની જોઈને તમને છેક છેલ્લે જ તમારી ચીજ આપે. આ લોકો ને કસ્ટમર સર્વિસનો સ્પેલિંગ વાંચતા પણ આવડે નહિ.

  અમારા એક ઓળખીતા વકીલ કાકા. જ્યાં પણ જાય ત્યાં એમના પપ્પાના જન્મું પ્રમાણપત્ર થી માંડીને એમના પડોશીના લાઈટ બિલ ની કોપી જોડે રાખે. કાકા કહે કે કદાચ માંગે તો? વાત સાચી છે. બેંક, પોસ્ટ ઓફીસ બધે જ બધી વસ્તુ કહે નહિ અને છેલ્લે એકાદ વસ્તુ ના લાવ્યા હોય એવી માંગે જ. પછી ફરીથી લાઈનમાં ઉભા રહેવું.

  ભારતમાં છાપાઓ, ટીવીવાળા બધા કલબલાટ કરી મુકે છે કે ભારત મહાન સત્તા થવાનું છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની મહાનતાના ડંકા વાગે છે એવું બધું. અને ભારતીયોની મહાનતા એવી અજોડ છે કે ભારતીયો વગર નાસા ચાલત ના, અમેરિકાના દર્દીઓ ભારતીય ડોક્ટરો વગર મારી જાત અને એવું બધું.

  પણ સાથે સાથે ભારતનો નંબર ભ્રષ્ટાચારમાં ટોપ ટેનમાં આવે છે, ખતરનાક દેશોની યાદીમાં સોળમો નંબર છે એવી બધી વાતો એટલી જ અગત્યની છે.

  ભારતીયો આમેય મિથ્યાભિમાનમાં એટલા બધા રાચે કે આવી વાતો સંભાળીને ખુબ ફુલાય. પણ બીજા ભારતીય ભાઈઓ અને બહેનો તમારી મહેનત કરેલી જમીન હડપ કરવામાં શરમ ના અનુભવે. “સાહેબ આ સ્કીમમાં પૈસા રોકશો તો કાલે લખપતિ થઇ જશો” અને એ સ્કિંમવાલા ભાઈ લખપતિ થઈને ક્યાંક છુપાઈ ગયા હોય.

  ભારતીયો આદર્શ અને આદર સત્કારની મોટી મોટી વાતો કરે પણ કોમનવેલ્થ ગેઈમમાં ભારોભાર બે શરમી ભર્યો ભ્રષ્ટાચાર પણ કરે. વિદેશીઓ ભારતમાં ફરવા આવે તો એમના દેશ તરફથી એક સુચના આપવામાં આવે છે કે કઈ રીતે ત્યાં છેતરાવું નહિ (એવો આપણો સત્કાર છે!). છાપાવાળા એવા લેખો ય છાપી મારે કે આજે કોમન વેલ્થ કર્યો છે તો કાલે હવે ઓલિમ્પિક્ કરીશું. કયા મોઢે આ લોકો આવું લખતા હશે?

  વાત એમ છે કે ગર્વ હોવો અને મિથ્યાભિમાન હોવું એનો ફરક આપણે જાણતા જ નથી. એટલે વાતે વાતે મિથ્યાભિમાન છલકાવી દી છીએ. પણ ગોરખપુર કે અયોધ્યા (જ્યાં એક સમયે રામરાજ્ય હતું!) ની સડકો પર રાત્રે ૬:૦૦ પછી નીકળતા પણ ડર લાગે.

  મારો એક પ્રશ્ન એ છે કે ભારતમાં જયારે સમૃદ્ધિની છોળો ઉડતી હતી એવું જયારે સાંભળ્યું હતું ત્યારે ભારતીયોનું જીવન ધોરણ ખુબ ઊંચું હતું? લોકો અત્યંત સુખી હતા? જયારે દૂધ અને ઘીની નદીઓ બહેતી હતી એ તો હજુ યે માન્યામાં તો નથી જ આવતું!

  • ગીરીશ ભાઇ હુ તમારા લેખ જલારામ જયાત માં વાચુ છુ જે અત્યંત સુદર હોય છે કયારે ક તમારા લેખ વાંયી આંખમાં પાણી પણ આવી જાય છે તમારા લેખ માં ખુબ જ મજા આવે છે આરીતે જ લેખ આપતા રહો તેવી આપને મહેશ પેથાણી ની નમૃ વિનંતી.આભાર ગીરીશ ભાઇં

  • rutvi says:

   સોરી પ્રવીણભાઇ,
   હુ તમારી સાથે સંપૂર્ણ સહમત નથી
   અમેરિકા જેવ વિકસિત દેશમા પણ આવુબધુ ચાલે જ છે અમેરિકામા જ્યા સુધી ઇન્સ્યોરન્સ ના આવે ત્યા સુધી ડૉક્ટર સારવાર નથી કરતા…
   એવા તો ઘણા બધા ઉદાહરણ છે ખાલી એક બે ઉદાહરણ ને લઇ ને ભારતને બદનામ કરવુ યોગ્ય નથી , અમેરિકા મા પણ બદિઓ તો છે જ …

   • rutvi says:

    જડની જેમ નિયમને વળગી રહેવામા અમેરિક માહેર છે,

    • Viren says:

     I 100% agree with this view point presented in Dr. Shah’s comment.

     અહી અમેરિકામાં બધા લોકો નિયમને વળગી રહે છે કે નહિ એની વાત કરવામાં આવી જ નથી. અહી મુદ્દો એ લાગે છે કે ભારતમાં નિયમો ઉપરાંત બીજા કેટલા બધા પ્રોબ્લેમ્સ છે કે લોકો પારાવાર વિષમ પરિસ્થતિમાં જીવી રહ્યા છે. અને છતાંયે ભારતીયો અમુક સીરીયસ પ્રોબ્લેમને સ્વીકારવાને બદલે “મેરા ભારત મહાન” ઝીંકે રાખ્યે છે.

     અમેરિકામાં બધું સારું જ અને માત્ર સારું છે એવી વાત લખી હોય એવું લાગતું નથી! પણ ઇન્ડિયામાં કેવી પરિસ્થિતિ છે એની વાત બરાબર મૂકી લાગે છે.

    • trupti says:

     રુતવિ,

     હું તમારી સાથે ૧૦૦% સંમત. અમેરિકન અને અમેરિકા ના કાયદા જડ જેવા છે. આના સંદર્ભ મા-
     હાલ મા હું કાજલ ઓઝા-વૈદય ની મૌન-વૈરાગ નામક કથા વાચતિ હતિ તેનો પ્રસંગ-(જોકે આ એક ફક્ત વાર્તા છે છતા ત્યાં એવુ બને છે)

     નાયક અમેરિકા મા ભણતો મેડિકલ નો સ્ટુડંટ હોય છે. તેના માતા-પિતા નુ એક અકસ્માત મા અવસાન થાય છે માટે તે હતાશા નો શિકાર બને છે અને માટૅ થોડો વખત ભારત આવે છે અને નારગોળ મા એક પરિવાર જોડે પેઈંગ ગેસ્ટ તરિકે રહે છે જેના પરિવાર મા એક દિકરી અને પિતા જ છે. દિવસો જતા દિકરી યુવક ના પ્રેમ મા પડે છે અને યુવક પણ યુવતિને પંસદ કરવા માંડે છે. હવે વખત આવે છે કે યુવક ને તેનુ ભણતર પૂરુ કરવા અમેરિકા પાછુ જવા નુ હોય છે, તે તેની પ્રેમિકા ને કોલ આપે છે અને પાછો જાય છે. યુવક જે હોસ્પિટલમા તેની ઈનટર્નશીપ કરતો હોય છે ત્યાં રાત્રે એક ઈમરજ્ન્સી આવે છે અને ફરજ પર ના ડો. ત્યારે ત્યા હાજર નથી હોતા. અકસ્માત નો ભોગ બનેલુ એક કપલ હોય છે અને સ્ત્રી પેટ થી હોય છે અને તેનુ ઓપરેસન કરવુ પડે તેમ હોય છે. હવે, ફરજ પર ના ડો. તો હોતા નથી. નાયક પોતાના રિસ્ક પર ઓપરેસન કરે છે જ્યારે તેને તે કરવાની ડો. હજી નથવા ને કારણ પરવાનગિ નથી હોતી. ઓપરેસન કામયાબ થાય છે અને બાળક ને માતા બેવ બચિ જાય છે. પણ નાયક ના આ કાર્ય બદલ તેને શાબાશિ ને બદલે જેલ ની સજા થાય છે કારણ તેને નિયમ નુ ઉલ્લંઘન કર્યુ હોય છે. તેનો વકિલ કેસ લડે છે અને કોર્ટ ને વિનંતી કરે છે કે તેને છોડી મુકવો જોઈએ કારણ ઓપરેસન થી નુકસાન નથી થયુ હોતુ અને માનવતા ના ગ્રાંઊડ પર તેને છોડવો જોઈએ પણ તેને ૧૧ મહિના કેદ મા રહેવુ પડે છે અને ફાઈનલી તેનો છુટકારો થાય છે પણ તેનુ વરસ તો બગડે છે અને તેને ફરી થી ઈનટર્નશિપ કરવી પડે છે અને બીજી બાજુ તેની પ્રેમિકા ના લગ્ન બીજી જગ્યાએ થઈ જાય છે.

  • gopal sutariya says:

   ડૉ. પ્રવિણ શાહ એમની કોમેન્ટમાં લખે છે કે –
   ” મારો એક પ્રશ્ન એ છે કે ભારતમાં જયારે સમૃદ્ધિની છોળો ઉડતી હતી એવું જયારે સાંભળ્યું હતું ત્યારે ભારતીયોનું જીવન ધોરણ ખુબ ઊંચું હતું? લોકો અત્યંત સુખી હતા? જયારે દૂધ અને ઘીની નદીઓ બહેતી હતી એ તો હજુ યે માન્યામાં તો નથી જ આવતું ! ”
   સાહેબ થોડી વાર વેઇટ કરશો પ્લીઝ, વિદેશની કોઇ યુનિવર્સિટિ પ્રાચીન ભારતની સમ્રુદ્ધિનું સર્ટિફીકેટ આપે કે તરત જ આપને દેખાડી જાવ છુ. આપ માનશો તો ત્યારે જ ! હાલ તુરત એટલુ રાખો કે —

   ભારત સમૃદ્ધ તો હશે જ …નહીતર વાસ્કો દ ગામા શુ કામ ધકો ખાય ? કોલંબસ પણ ભારતને વિશ્વબેંકની લોન આપવા તો નહિ નીકળ્યો હોય !
   આપની કોમેન્ટ ચાર પાંચ વાર વાંચી ગયો કે ક્યાયં -‘ આપણો દેશ’ – એવું વંચાય છે ? પહેલી લીટીને બાદ કરતા બધે જ-‘ ભારત-ભારતિયો–ભારતમાં’ એવુ બધુ વંચાયુ. જાણે કોઇ વિદેશી વ્યકિત ભારતનીં વાત કરતો હોય !
   ગોરખપુર કે અયોધ્યાની સડકોની સલામતીની સાથે સાથે અમેરિકાનીં સ્કુલોમાં થતા હત્યાકાંડ યાદ આવી ગયા હોત તો વધુ સારુ રહેત.! ભાઈ મેકાલે તું સાચો પડ્યો હોં ! તારી ટ્રીક સફળ નીવડી !
   આપે લખ્યૂ છે કે – વાત એમ છે કે ગર્વ હોવો અને મિથ્યાભિમાન હોવું એનો ફરક આપણે જાણતા જ નથી- સાલુ એ શીખવા જવુ પડ્શે હો ! ના,ના અહીયા નહી વિદેશમાં જ શીખવા જવુ પડશે . અહીયા વળી શું છે ?
   દેશપ્રેમનો કોર્સ શીખવે તેવી કોઇ વિદેશી યુનિવર્સિટિનું સરનામુ આપશો પ્લીઝ !
   કાગડા બધે જ કાળા છે ત્યારે માત્ર આપણા દેશને જ વખોડ્યા કરવાની માનસિકતાનો અંત આવશે ક્યારેય ?
   ‘અમારે અમેરિકામાં તો આમ ને- અમારે અમેરિકામાં તેમ ‘એવા ગાણા ગાયે રાખનારાઓને પોતાનો દેશ એટ્લે શું તે શીખવવા માટે જ ઇશ્વર ક્યારેક ક્યારેક ઇદી અમીન નામનાં ટિચરનીં નિંમણુક કરતો હોય છે !

   • rutvi says:

    હુ તમારી સાથે સંપૂર્ણપણે સહમત છુ

    • Falguni says:

     બદીઓ તો બધેજ હોય. મુખ્ય વસ્તુ એ છે કે આપણે બીજા ની સારી વસ્તુઓ અપનાવીએ અનૅ આપણી ખરાબ વસ્તુઑ ત્યાગી
     એ. આ વાત બધા ને લાગૂ પડે છે – પછી એ અમૅરીકા હોઇ કે ભરત. જે દેશ આ વાત વહેલી તકે સમજ્શે તે જલ્દી તરક્કી કર્શે..

   • sneha shah says:

    well said sir…… i agree…….i love india…. mera bharat mahan..

  • kashyap says:

   ડોક્ટર સાહેબ

   હું આપની વાત સાથે ૧૦૦ ટકા સહમત છુ.

 2. Kunal says:

  આવા અનુભવો તો આજકાલ સરકારીખાતાઓની સાથે મલ્ટીનેશનલ IT કમ્પનીઝમાં પણ થાય છે.. અને તે પણ એમના જ પોતાના કર્મચારીઓને જ.. .

  આશા રાખીએ કે “નિયમ” શબ્દની આ વ્યાખ્યા ઘણાં લોકો સમજી શકે, યાદ રાખી શકે અને એથી વધુ આગળ જઈને અમલમાં મૂકી શકે….

 3. સુંદર વાર્તા.

  નિયમ ને અનુસરવું જોઇએ પણ જડની જેવ વળગી ન રહેવું જોઇએ. કદાચ થોડા ફેરફારથી કોઇની તકલીફ ઓછી થતી હોય કે મદદ થતી હોય તો ખોટું નથી.

 4. Moxesh Shah says:

  ગિરીશભાઈ, You are great.

  The message (“નિયમો શિસ્ત માટે છે. આપણે કશું મનમાન્યું કે અણછાજતું ન કરી શકીએ એટલા માટે નિયમો બનાવ્યા છે. નિયમો માર્ગદર્શન અને મદદ માટે છે પણ એને ચુસ્ત રીતે વળગી રહેવાથી કે જડપણે અમલ કરવાથી કેવી કેવી મુશ્કેલીઓ સર્જાય એ તમે જોયું ને ? “) is the Excellent but the most attractive thing in this story is the way of representation/saying, which is more admirable.

  Keep writing and sharing.

  • અશોક જાની 'આનંદ' says:

   મોક્ષેશભાઇ….!!

   આપની જાણ ખાતર વાર્તાના લેખક શ્રી ગિરિશભાઇ ગણાત્રાનું દેહાવસાન કેટલાંક વરસો પહેલાં થયું હતું.

 5. trupti says:

  I believe in one funda-Rules are made and should be used as a guidelines and should not be rigid.

  The story was read by earlier also, but still enjoyed the same once again. As it is I am fan of Late Shri Girishbhai’s writing and have almost all the books of him in my personal library.

 6. Jay says:

  આજે વાસ્તવિકતા માં નજર કરીએ તો અર્ધ સરકારી બેંક તે પ્રાઇવેટ બેંક કરતા સારી… ઘણી વાર અનુભવાયું છે કે પ્રાઇવેટ બેંક એક વાર જો તમાર રૂપિયા ફી ના રૂપ માં કાપ્ય તોહ … તે તેમે સાચા હોવા છંતા… પાછા કઢાવવા અતિ મુશ્કેલ થઇ જાય છે…. તેમના નિયમો અતિશય જડ છે. એક વાર મારા મિત્ર ને ૭૫૦/- રૂપિયા દંડ થયો અને તે પણ ચેક પર નજીવા “સહી” ના ફર્ક ને લીધે.

 7. અશોક જાની 'આનંદ' says:

  સાચી વાત એ છે કે નિયમો લોકો માટે હોય છે, લોકો નિયમો માટે નહીં, પણ આપણે ત્યાં મહદંશે આથી ઉલ્ટુ જોવા મળે છે, કોઇ જાગ્રુત નાગરિક આની સામે લડત આપે છે પણ મોટા ભાગના ચૂપ રહી ચલાવી લે છે જેથી જે તે સંસ્થાના કર્મચારીને આવી રીત કોઠે પડી જાય છે. કોઇ આમાંથી રુશ્વત આપી રસ્તો કાઢે છે, ભ્રષ્ટાચારનો વ્યાપ આજ રીતે વધ્યો છે અને વધશે જો આપણે આપણા અધિકારો માટે જાગ્રુત નહીં થઇએ તો.

  બેન્કો જેવી સંસ્થામાં જે તે કામ માટે કેટલો સમય જશે તે દર્શાવતાં બોર્ડ હોય જ છે તેના કરતાં વધુ વિલંબ થાય તો ઉપરી અધિકારીનો સંપર્ક કરી શકાય, આમાં થી બહાર નીકળવાના રસ્તા છે જ, જરૂર છે પહેલ કરવાની…રુશ્વત જેવા શોર્ટકટની નહીં

 8. First half reminded of “Office Office” serial, second half of some story by Dr Sharad Thakar.

 9. I fully agree with the author Sri Girishbhai Ganatra that rules are there as guidelines. Sometimes – a situation might arise when there is need to use common sense and be practical. In genuine cases -helping nature will always satisfy people. In the above instance – they – one senior couple -who got transfer to a new place – had done all the formalities to transfer their all accounts to the new place. Somehow, that inforation is not reached bank. They can see the case and decide. They should have gone out of the way and verified the details. When the same officers’ mother gets a massive heart attack and no doctor is available -the same doctor couple though not permitted – still helps and treats his mother. Also explains – now if I stick to rules -your mother might not be alive. So let us all be practical -live and let live – be somewhat flexible. Rules should be taken in the spirit in which it is framed and not otherwise.

 10. ખુબ જ સરસ વાર્તા છે. આજકાલ સરકારી ખાતાઓમાં કે ટેલિફોન જેવી સેવાઓ આપતી કંપનીઓના કર્મચારીઓ પોતાના નિયમો બતાવવા માટે હંમેશા તત્પર રહે છે. પણ યોગ્ય પરિસ્થિતિ અનુસાર તેમાં છુટછાટ આપવાનું વલણ દેખાતું નથી. જે ઘણીવાર ગ્રાહક માટે ખુબ જ તકલીફદાય રહે છે.

 11. Pinky says:

  My experience is that Rules are only for customers, when times comes to follow rules in a favour of customres, the officers are completely blind towards rules. Jai ho, thats our india and more so indian government for not taking appropriate action . Well what am I expecting when our MPs are biggests “Brsshtachari’s” what can we ecpect from them?

 12. Chintan says:

  વાહ..મસ્ત વિચારપ્રેરક વાત કહી છે.
  લેખકને ખુબ ખુબ અભિનંદન.

 13. nayan panchal says:

  સ્વ. ગિરીશભાઈની હંમેશની જેમ એકદમ સાદી, સરળ અને હ્રદય સોંસરવી ઉતરી જાય એવી વાર્તા.

  આજે એક આડવાત કરવાનુ મન થાય છે. ગિરીશભાઈ જેવા સમર્થ લેખક હવે આપણી વચ્ચે નથી તેની ઘણાને ખબર નથી. મને ખુદને આ વાતની ખબર બે-ત્રણ માસ અગાઊ જ થઈ. અરે, મેં તો ગિરીશભાઈનુ નામ પણ રીડગુજરાતી થકી જાણ્યુ હતુ. ગુજરાતની સાડા પાંચ કરોડની જનતામાંથી કેટલા લોકોએ તેમનુ નામ સાંભળ્યુ હશે! આના માટે સામાન્ય વાચક કરતા વધારે જવાબદારી આપણા પ્રચાર માધ્યમો અને સંબંધિત સરકારી ખાતાની ગણી શકાય.

  મને ઘણીવાર એવો વિચાર આવે કે ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, કાંતિ ભટ્ટ, તારક મહેતા જશે, પછી તેમનુ સ્થાન પૂરી શકે એવી લેખકોની નવી પેઢી આપણી પાસે છે ખરી.?? પ્રભુને તો એવી જ પ્રાર્થના કરું છું કે તેઓ સૌ સો વરસના થાય.

  આવા મોટા ગજાના લેખકોનુ તેમની યોગ્યતા પ્રમાણે સન્માન થવુ જોઈએ, અને તગડા આર્થિક પુરસ્કાર પણ આપવા જોઈએ. કોઇ મોટા નેતાના અવસાન વખતે જેમ શોક પળાય છે તેમ આવા કોઈ લોકપ્રિય લેખકના અવસાન વખતે પણ શોક પળાવો જોઈએ. ટૂંકમાં કહું તો સાહિત્યકારોની ઇમેજ હીરો જેવી બનવી જોઈએ. આ કામ સરકાર, સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ પ્રસાર માધ્યમોની મદદથી કરી શકશે એમ મને લાગે છે.

  આભાર,
  નયન

  • hiral says:

   સાવ સાચી વાત કહી નયનભાઇ,

   સારા વિચારોને સરસ રીતે લખવા માટે પણ એક ઉમદા વ્યક્તિત્વ ખૂબ જરુરી છે. સારા લેખકોનું સન્માન કરીને આપણે એક ઉંચા વ્યક્તિત્વનું જ બહુમાન કરવાના છીએ તો પછી કરવું જ જોઇએ. મને પણ ગીરીશભાઇનું નામ અહિં રીડગુજરાતી દ્વારા જ ખબર પડી. .
   આવી ઉંચા કક્ષાની વાર્તામાં સંવેદનશીલ ર્હદયની કલમે સમાજની વ્યથા-કથા દરેકને સ્પર્શે એવી ખુબીથી લખેલી હોય છે. એ સારા લેખકોની ખાસિયત છે તો પછી એમનાં કાર્યને તગડું આર્થિક પુરસ્કાર પણ મળવું જ જોઇએ.

  • hiral says:

   નયનભાઇ, તમે લોકપ્રિય લેખકોની વાત કરી, પણ સાહિત્યની ખંતથી સેવા કરવાવાળા આપણાં મૂગેશભાઇને કે ભૂલી ગયા? સન્માનના હકદાર તો એ પણ એટલા જ છે ને!

   • nayan panchal says:

    બિલકુલ નહીં હિરલબેન. અગાઊ તેમના અને રીડગુજરાતી વિશે અન્ય કોઈ કોમેન્ટમાં લખ્યુ હતુ એટલે અહીં તેમનુ નામ નથી લખ્યુ. સાત્વિક સાહિત્યના દરેક સેવકને સામાજિક મોભો અને આર્થિક સલામતી મળવી જ જોઈએ.

    આપણે એક કામ કરી શકીએ. ડિસેમ્બર મહિનામાં રીડગુજરાતીની નવી પુસ્તિકા બહાર પડે ત્યારે તેની અન્ય ઘણી આવૃતિ છપાવવી પડે એવુ કંઈક કરીએ.

    શું કહો છો મિત્રો??

 14. Superb ! Very good. Lack of practical attitude is a motto of most Govt. employees at all level.

  VERY MANY oci MUST HAVE EXPERINCED LIVING EXAMPLES OF INDIAN CONSULATE OFFICES IN USA.

  THEY DON’T KNOW WHAT IS MUTUAL RESPECT & COMMON COURTESEY.
  THEY KNOW VERY WELL TO BEHAVE IN A VERY RUDE MANNER AND EVEN TODAY THEY WORK LIKE in LATE 1950-60.

 15. Anila Amin says:

  સત્તાનો સર્વોત્તમ અધિકારિ છેવટે ન્યાયનો અધિકારી છે ન્યાયમાટે પરિસ્થિતિ પ્રમાણે નિયમોમા કેટલીક વખત ફેરફાર

  કરવો પડે તો એ નિયમ્ભન્ગ થયો ન ગણાય.

  ઋત્વિબેને જે અભિપ્રાય અમેરિકા માટે આપ્યો છે તે સાચો લાગતોનથી મનિ પોતાનેજ અનુભવ આ શનિવારે જ થયોછે. હુ ચાર

  વર્ષથીજ અમેરિકા આવિછુ આ શનિવારે હુ એક મોટા મોલમાથી બહાર નિકળતાપડિ ગઈ મારા ડાબા હાથે ફેક્ચર થઈ ગયુ મારી પાસે પણ ઇન્શ્યોરન્સ નથી છતા તરતજ ડોક્ટર આવી ગયા અને મારી બધી ત્રીટ્મેન્ટ મફત થઈ.આવા મને ત્રણ્થી ચાર કિસ્સા

  સાભળવા મળ્યાછે. અહિયા એક વખત તમે ૯૧૧ ફોન કરો તમને તરતજ ટીટ્મેન્ટ મળીજ જાય. માણસને મરવાનદે પછિ બિલ્

  આવેતમેન ભરી શકો તો પછિ કોઇ ચેરીટીમા એ બિલ જાય પણ તમને ટ્રીટમેન્ટ્તો મળેજ બીજી બધી બાબતોમા નિયમોમા

  સખતાઈ ખરી.

  • rutvi says:

   મને એ જાણીને આનંદ થયો કે તમને ટ્રીટમેન્ટ તરત મળી ગઇ પણ મે જે ૨-૩ કિસ્સા સાંભળ્યા છે ( ને જોયા છે) કે મારો અભિપ્રાય જ બદલાઈ ગયો છે,

   મારી પડોશમા રહેતો મારો ફ્રેન્ડ જે બીમાર હતો. સાધારણ કફ થયો હતો. ડોક્ટરે તેનો બ્લડરીપોર્ટ કઢાવવાનુ કહ્યુ અને જ્યા સુધી રીપોર્ટ ના આવે ત્યા સુધિ એ લોકો થી દવા ના અપાય. હવે તમેજ કહો એક સાધારણ બ્લડરીપોર્ટ તૈયાર થતા કેટલો ટાઇમ લાગે? બહુ બહુ તો ૩-૪ દિવસ થાય પણ એને તો ૨-૩ વિક સુધી રીપોર્ટ જ ના આવે ને રીપોર્ટ ના આવે એટલે દવા ના આપે. ને એમા ને એમા ન્યુમોનિયા થઇ ગયો ને…..(સારા મા સારી હોસ્પીટલ મા તેને એડમીટ કરેલો…)

   બીજુ ઉદાહરણ મારા પપ્પા ના ફ્રેન્ડ…તેમને હાર્ટ મા દુખાવો ઉપડ્યો એટલે ૯૧૧ કરી ને એંબ્યુલન્સ બોલાવી, એંબ્યુલન્સ આવી તો ખરી પણ હોસ્પીટલ મા લઇ જઈ ને તેમને એક બાજુ ખાટલા મા (હા ખાટલા મા, કે પલંગ મા) મૂકી રાખ્યા હવે હાર્ટ મા દુખાવો થાય છે તો પહેલા તેનુ ચેકઅપ કરવુ જોઇએ પણ તેઓ ૪-૫ કલાક સુધી ટ્રીટમેન્ટ વગર રહ્યા….

   બીજા એક અંકલ છે તેમને ઘરમા કંઇ કામ કરતા કાચ નો ગ્લાસ વાગ્યો હોસ્પીટલ મા ગયા પણ ડોક્ટરોએ ટ્રીટમેન્ટ કરવાની ના પાડી કારણ કે તેમનુ ઇન્સ્યોરન્સ એ હોસ્પીટલ મા ચાલતુ ન હતુ અરે ટ્રીટમેન્ટ તો છોડો સાધારણ પાટો પણ ના બાન્ધ્યો પેલો ડોક્ટર જુએ છે કે તેને બ્લીડીંગ થાય છે પણ ના…

   મને ગુસ્સો એ વાતનો આવ્યો કે બધા અમેરિકા મહાન મહાન કર્યા કરે છે..નો ડાઉટ તેમા કેટલીક સારી બાબતો તો છે જ પણ ઈન્ડિયા સાવ જ ખરાબ નથી

   દરેક સિક્ક ની બે બાજુ તો હોય જ છે..

   • Jagruti Vaghela U.S.A. says:

    rutviben,
    તમારી વાત અમૂક અંશે સાચી છે. દવાખાના, હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રમાં અહીં ક્યારેક ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે. મારે પણ એકવાર બ્લડરિપોર્ટ કરાવાનો હતો તો એ મેડિકલ આસિસ્ટંટ ટ્યૂબ ઉપર લેબલ મારતા જ ભૂલી ગઈ અને મારે ફરિથિ બ્લડ ડ્રો કરાવા જવુ પડ્યુ. અને x-ray લેવામાય ક્યારેય એક ક્લિકે બરાબર લેવાય નહી એટ્લે ફરી ફરી લે પણ આપણા શરીરમાં તો એટ્લુ રેડિએશન વધારે જ જાયને. ઇમર્જન્સીમા પણ ગયા હોય ને પાંચ કલાક વેઈટ કરવુ પડ્યુ હોય એવા કિસ્સા સાંભળ્યા છે. ઇન્સ્યોરન્સ હોય એટ્લે નાની અમથી સર્જરિ પણ ફુલ એનેસ્થેસિયા (સંપૂર્ણ બેભાન) કરીને કરે છે. ઇન્સ્યોરન્સ પાસેથી જેટલી મલાઈ મળતી હોય એટલી લઈ લેવાની (એ અહિં આપણો ઇન્ડિયન ડૉક્ટર હોય કે અમેરિકન ડૉક્ટર હોય કે ડૅન્ટિસ્ટ હોય)બધાના સરખા જ અનુભવ થયેલા છે.
    ઈન્સ્યોરન્સ ના હોય તો કદાચ ટ્રીટમેન્ટ મળે પણ બીલ ના ભરો એટલે ક્રેડિટ તો ખરાબ થાય જ. મોટી ઊંમરનાને તેનો બહુ વાન્ધો ન આવે પણ એની અસર એવી જગ્યાએ અસર પડે જ્યાં ક્રેડિટ સ્કોર ચેક થતો હોય.(જેમ કે એપાર્ટ્મેન્ટ રેન્ટ કરવા નુ હોય કે ક્યારેક લોન લેવાની હોય)

   • Ashish Dave, Sunnyvale, California says:

    રુત્વીબહેન,

    તમે જે પ્રસંગો જણાવ્યા છે, જો એક સારો વકીલ કરી વિરોધ કરવામા આવે તો ભલભલા ઠેકાણે આવી જશે. હુ અમેરીકામા લગભગ ૨૦ વરસથી છુ અને એક પણવાર આવા અનુભવો થયાં નથી કે ક્યારેય આવા પ્રસંગો સાંભળ્યા નથી.

    Ashish Dave

 16. Vibhavari says:

  ગિરિશ ભાઈ ની વાર્તા હમેશા સરસ બોધ આપે છે. હુ એવુ માનુ કેઆપણે દર વખતે ભારત અને અમેરીકા ની સરખામણી કરવાને બદ્લે આપણા મા બદલ લાવીએ. આપણે બદલાશુ તો ભારત બદલાશે.

 17. Jagdish Barot says:

  It’s very inspiring article. It’s most appealing for the government employees and I wish/pray some one convince the vibrant Chief Minister (CM) of Gujarat to get it incorporated in the trainings curricula of all Karmasheels. Let them know that the rules are made to run the administration and not to block it. Having worked with Gujarat government for over 25 years I have experienced that many times rules are twisted to embezzle money or harass the needy. The common man (CM) is not aware of all such implications and gets succumbed to the foul pay of the son in laws of the government. My salute to Late Girishbhai.

 18. niranjan buch says:

  મને તો આ વાત કપોળ કલ્પિત વધારે લાગે છે. જો બદલી થવા ની જ હતી તો રોકડ રકમ ની જોગવાઈ કોઈ પણ પહેલે થી જ કરે જેથી નવા ગામ માં તકલીફ ન પડે ને નહીતર પણ પોતાના સ્ટાફ ના મિત્રો પાસે થી પણ પૈસા લઇ શકે. બેંક ને પોતાના નિયમો હોય છે નવા માણસ ની ઓળખાણ વગર પૈસા આપવા માં મેનેજર ને મુશ્કેલી ભોગવવી પડે. આ સામે મને સારો અનુભવ થયા નું લખું તો વડોદરા થી બેંગલોર ગયો ને પૈસા ની જરૂર હતી ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની એરપોર્ટ બ્રાંચ ના લેડી મેનેજર શૈલપુત્રી એ પોતાની બ્રાંચ માં કોર બેન્કિંગ ની સગવડ ન હોવા થી પોતાની કાર ને ડ્રાઈવર આપી મને ઇન્દિરા નગર બ્રાંચ માં પૈસા લેવા મોકલ્યો હતો .
  અમેરિકા માં ઇન્સ્યુરન્સ ન હોય તો સારવાર નથી થતી તે વાત તો ખોટી છે. પણ હા આપણે ત્યાં નથી થતી એ વાત સાચી છે .આપણે ત્યાં ધર્મ ની મોટી મોટી વાતો થાય છે પણ તેમાં દંભ જ હોય છે.બાકી કાગડા બધે જ કાળા . સારું નરસું તો બધે જ હોય.

 19. Jagruti Vaghela U.S.A. says:

  નિયમ પાળો તોય દુખ ને ન પાળો તોય દુખ!
  ગયા જુલાઈમા સ્વદેશ ગયા ત્યારે ઘણી જગ્યાએ સુધારા જોવા મળ્યા અને બધુ કામ સારી રીતે પતી જતુ હતુ તેવો અનુભવ થયો.

 20. જીતેન્દ્ર તન્ના says:

  સરસ વાર્તા. સ્વ. ગીરીશભાઈની દરેક વાર્તા એક બોધપાઠ સાથે સંદેશ આપી જતી હોય છે.. ખુબ સરસ.

 21. જય પટેલ says:

  સરકાર માઈ-બાપના જડ નિયમો પરનો લેખ રસપ્રદ રહ્યો.

  એકાઉન્ટ ટ્રાન્સફર બાબતે ડૉ.ઉમાની દલીલ ગળે ઉતરવી મુશ્કેલ છે. શાખામાં ખાતું ટ્રાન્સફર થઈને આવવાનું હોવાથી
  તેના દસ્તાવેજી કાગળો ટપાલ દ્વારા જ આવે અને તેથી ટિલીગ્રાફથી પૈસા ટ્રાન્સફર થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
  દલીલ ખાતર માની લઈએ કે ટિલીગ્રાફથી નાણાં આવી રહ્યા છે તો કયા ખાતામાં જમા થાય અને કયા ખાતામાં ઉધારી
  તેનો ઉપાડ આપે ? ફિસ્ક ડિપોઝીટ કરવા માટેની સ્લીપના કાઉન્ટર ફોઈલ્સ પર નાણાં આપે તેની બેંકમાંથી હકાલપટ્ટીની
  સંભાવના પ્રબળ છે. અડધિયાને ડે બુકમાં ના લઈ શકાય. બેંકમાં ડે બુકનું મહત્વ છે જેમાં રોજનો જમા-ઉધારનો હિસાબ
  હોય છે. ડે બુક ના મળે ત્યાં સુધી કોઈ કારકૂનને ઘરે જવાની છૂટ નથી.

  હા…આખા પ્રસંગમાં કારકૂન શ્રી રેડ્ડીભાઈ જ્યારે બે દિવસ પછી એકાઉન્ટ ટ્રાન્સફર થઈને આવી ગયું ત્યારે
  ડૉ ઉમાજીને ફોન કરી કાયમને માટે પોતાની શાખાના ખાતેદાર બનાવાની તક લઈ
  શક્યા હોત પણ ભારત વર્ષમાં સરકારી કારકૂન દ્વારા આવા ઈનીશિએટીવની અપેક્ષા અસ્થાને છે.

  ડૉ. ઉમાજી લશ્કરી માહોલમાં રહે છે પણ સરકારી નિયમોને પોતાની આક્સ્મિક જરૂરિયાત માટે
  તોડ-મરોડ કરવાનું દબાણ કરે છે.

  જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે સૌ પ્રથમ માનવતા જોવાય છે….નિયમો નહિ.

 22. જગત દવે says:

  જાહેર શિસ્તની બાબતમાં આપણે પશ્ચિમી સભ્યતા પાસે ધણું શિખવા જેવું છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પૂર્વી દેશો પાસે ઘણું છે. પૂર્વનાં દેશો જો તેનાં ભવ્ય સાંસ્કૃતિક વારસાનાં નશામાંથી બહાર આવે તો સિંગાપુર, કોરીયા, જાપાન જેવાં ચમત્કારો સર્જી શકે છે.

  જે પ્રજા તેની સંસ્કૃતિને જ સર્વોત્તમ અને પૂર્ણ માનવા લાગે તે પ્રજા બહું જ ઝડપથી પતનનાં માર્ગે પહોંચે છે. ભારતનાં પતનનો ઈતિહાસ અને અમેરિકાનાં અર્વાચીન પતનનું કારણ પણ કદાચ એ જ છે.

  રહી વાત નિયમોનાં જંગલની તો…..જે પ્રજાનું નૈતિક શિસ્તનું ધોરણ ઊતરતી કક્ષાનું હશે તેણે આવા નિયમોનાં જંગલોનો વધુ સામનો કરવો પડશે. ભ્રષ્ટાચારની સમસ્યા એ કાયદાકીય સમસ્યા કરતાંય વધારે ઘડતરની સમસ્યા છે તેવું મારું માનવું છે. નહીતો ત્યાગ, વૈરાગ્ય ને પૂજતી અને આધ્યાત્મ માટે ગર્વ લેતી પ્રજા……સ્વીસ બેંક્સ માં સૌથી વધું કાળુ નાણું કેમ ધરાવે છે?

 23. rahul says:

  દરેક માણસ ની અંદર એક પરપીડન વૃતિ રહેલી હોય છે…… તે એક વખત સત્તા હાથમાં આવ્યા પછી એકદમ ઉછાળો મારતી હોય છે…….એ અમેરિકા હોય કે પછી ભારત……..બધે થોડા વત્તા પ્રમાણ માં આ વાત લાગુ પડે છે……….

 24. rahul says:

  જય પટેલ ભાઈ સાથે હું એકદમ સહેમત છુ…..ચોટદાર કટાક્ષ……..

 25. unmesh mistry says:

  Nice story…..Always be practical…Dont stick to the rules….Sometimes apply your heart not mind…..This is the moral of the story…Good one….

 26. Ashish Dave, Sunnyvale, California says:

  નિયમો જ એવા સરળ બનાવો કે કોઈને હેરાનગતી ન થાય. … as always nice short story by Girishbhai…

  Ashish Dave

 27. Rachana says:

  nice and real…very real…..

 28. vipul says:

  બહુજ સરસ નિયમો જરુર પદે ત્યારે તોડ્વથિ કોઇ નુ ભલુ થતુ હોય તો જરુર થિ તોદડ્વા

 29. Vaishali Maheshwari says:

  Once again, it was nice to read a wonderful story by Late Shri Girishji Ganatra. I pray to God may his soul rest in peace.

  This story teaches a very good lesson:
  “નિયમો શિસ્ત માટે છે. આપણે કશું મનમાન્યું કે અણછાજતું ન કરી શકીએ એટલા માટે નિયમો બનાવ્યા છે. નિયમો માર્ગદર્શન અને મદદ માટે છે પણ એને ચુસ્ત રીતે વળગી રહેવાથી કે જડપણે અમલ કરવાથી કેવી કેવી મુશ્કેલીઓ સર્જાય”

  I agree with your comments completely Nayanbhai. There is a need to raise the image of such excellent and thoughtful writers by giving them enough appreciation for their dedication and the wonderful thoughts that they have shared and are constantly sharing with us.

  Your idea of appraising Mrugeshbhai by sharing the new “Jeevanprasang” book published by ReadGujarati in December with our family, relatives and as many friends as we can, is excellent.

 30. h i patel says:

  નિયમો ને મા ન્ વતા થિ જો વા જોઇએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.