બેસ, હાથ આગળ કર – સંસ્કૃતિરાણી દેસાઈ

બેસ, હાથ આગળ કર,
બ્લડ પ્રેશર ખૂબ ‘હાઈ’ થઈ ગયું છે.
ક્યાં પહોંચી ગયો તું ભૂતકાળમાં ?
પ્રસંગોને વાગોળવાનું છોડ,
હવે…. ખૂબ જ ‘લૉ’ થઈ ગયું આ પ્રેશર….
આ તો હવે ઊંધી જ દિશામાં પહોંચ્યો, ભવિષ્યમાં.
શું કામ ચિંતા કર્યા કરે છે તેની ?
હવે ઊંડો શ્વાસ લે અને જીભ બહાર કાઢ.
ફરી ફરી એની એ જ ઉદાસીની ફિલ્મ જોવાનું છોડ.
હાંફ ચઢી જાય છે તને….
કોઈ પણ મેડિકલ ટેસ્ટ કરવાની જરૂર નથી
પ્રિસ્ક્રિપ્શન લખાવવાની પણ જરૂર નથી.
તું બિલકુલ સાજો છે
નખમાંય રોગ નથી તને
ઊભો રહે માત્ર આ પળમાં
કશું બીજું વિચાર્યા વગર….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અથ શ્રી ચાંદલા કથા – રતિલાલ બોરીસાગર
બદલી જો દિશા…. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

9 પ્રતિભાવો : બેસ, હાથ આગળ કર – સંસ્કૃતિરાણી દેસાઈ

 1. Kinjal Thakkar says:

  sachi vat che.manas jo kam vagar nu vicharvanu 6odi de to tene thata rogo no ratio down thai jay….Positive thinking rocks in this edge…

 2. gopal says:

  ઊભો રહે માત્ર આ પળમાઁ…. બહુ જ ગમ્યુઁ.

 3. અશોક જાની 'આનંદ' says:

  જીવનને સુખમય બનાવવાનો એક માત્ર રસ્તો છે વર્તમાનમાં જીવવાનો. ભૂતકાળ હાથથી સરી ગયો છે તે બદલી નહીં શકાય્, ભવિષ્ય આપણા હાથમાં આવશે ત્યારની પરિસ્થિતિની કોને ખબર છે…!!

 4. Bakul says:

  બહુ સરસ્

 5. Ankit says:

  સંગતુ કરવી હો તો એવાની કરજો પાનબાઈ,
  જેના બદલે નહિ વર્તમાન {મુળ- વરત માન} રે…..

  આભાર

  -અંકિત

 6. Maithily says:

  Very nice .. N truly said for today’s world ..

 7. ધૄતિ says:

  સરસ…

 8. nayan panchal says:

  સુંદર કાવ્ય. ઉભો રહે આ પળમાં Power of Now.

  એકદમ સાચી વાત. આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.