ગઝલ – એસ. એસ. રાહી

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે ય પછી સ્હેજ મલકવાનું હોય છે.

ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે.

શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું.
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.

પડછાયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.

દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.

કેદી છું ‘રાહી’, મનને હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બદલી જો દિશા…. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
રાખે છે મને – હરકિસન જોષી Next »   

6 પ્રતિભાવો : ગઝલ – એસ. એસ. રાહી

 1. kirit madlani says:

  lovely words,

  dushkad ma e badko hasi sake jara
  etle vasanoe kahakhadvanu hoy chhe

  tene fikar nathi ke sukhad mehel thashe raakh
  diwasadi e to matr sadgvanu hoy chhe

  so meaning ful infact the whole gazal is terrific maja aavi gayee rahi bhai

  kirit
  muscat

 2. maitri vayeda says:

  સુંદર…

 3. Ankit says:

  એ લેરર………
  પડી ગઈ બાપુઊઊઊઊઊઊઊઊઊઊઊ
  ખુબ ખુબ સુંદર રચના….
  આભાર
  – અંકિત

 4. Maithily says:

  Simply excellent !! 🙂

 5. vikki says:

  Ana jevi gajal to me aaj sudhi sambhli nathi.. wowww…

 6. hem_chauhan says:

  તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
  દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.

  aa ek j sere hachmachavi didho . puri gazal ni to vat j su karvi.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.