રાખે છે મને – હરકિસન જોષી

પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને

રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને

શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !

પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !

રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને

એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – એસ. એસ. રાહી
અદ્દભુત વાતો – સંકલિત Next »   

2 પ્રતિભાવો : રાખે છે મને – હરકિસન જોષી

  1. Maithily says:

    Rome rom thi gazal futya kare
    Shabd ma gholi rakhe che mane ..

    Saras rachana che !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.