કિસીકા દર્દ હો સકે તો લે ઉધાર….! – રોહિત શાહ

[‘જનકલ્યાણ’ સામાયિક નવેમ્બર-ડિસેમ્બર-2010માંથી સાભાર.]

પંચાવન વર્ષના એક ગૃહસ્થનું હાર્ટફેઈલ થતાં આકસ્મિક મૃત્યુ થયું. તેમને પરણાવવા લાયક એક દીકરી હતી અને કૉલેજના લાસ્ટ યરમાં ભણતો એક દીકરો હતો. પત્ની સંસ્કારી અને ખાનદાન હતી, પણ ઝાઝું ભણેલી નહોતી. પરિવાર ઉપર આવી પડેલી આફતની ક્ષણે પાડોશીઓ અને સ્વજનો આશ્વાસન આપતાં હતાં. સદગત ગૃહસ્થના વિશિષ્ટ ગુણોને યાદ કરીને સૌ તેમને શ્રદ્ધાંજલિ આપતાં હતાં. કોઈ કહેતું કર્મની ગતિ ન્યારી છે તો કોઈ કહેતું ઈશ્વર બહુ કઠોર છે. આ પરિવાર હવે વેરવિખેર થઈ જશે. પરિવારના માથેથી છત્ર નંદવાઈ ગયું. સૌ સહાનુભૂતિ જતાવતાં હતાં. સદગત ગૃહસ્થના એક અલ્પ પરિચિત સજ્જને જ્યારે આ જાણ્યું ત્યારે તેઓ એના ઘેર ગયા. આશ્વાસનના ઠાલા શબ્દો ઠાલવવાને બદલે, સદગતના દીકરાના હાથમાં તેમણે એક એપોઈન્ટમેન્ટ લેટર મૂકી દીધો. દીકરાને મહિને પંદર હજારના સેલેરીની જોબ પોતાની ઓફિસમાં તેમણે આપી હતી.

[પાણી આપવાનું પુણ્યકાર્ય]
કોઈના માથે આફત કે સંકટની ક્ષણો આવી પડી હોય ત્યારે એને દિલાસો કે આશ્વાસન આપવું એ સારી વાત છે. કિન્તુ માત્ર શબ્દોથી જ સહાનુભૂતિ બતાવીને વેગળા રહેવામાં વિશેષ માણસાઈ નથી. બીજાનું દુઃખ સાંભળીને તેને સહૃદયતાથી સહાયરૂપ થવા જેવું પુણ્યકાર્ય બીજું એકેય નથી. આશ્વાસન જરૂરી છે, પણ એથી વિશેષ તો મદદ જરૂરી હોય છે. સામેની વ્યક્તિની મદદ મેળવવાની પાત્રતા હોય અને આપણી પાસે મદદ કરવાની ક્ષમતા હોય ત્યારે માત્ર આશ્વાસન આપવાની ચેષ્ટા મિથ્યાચાર જ ગણાય. કોઈકને તીવ્ર તરસ લાગી હોય એ ક્ષણે એને પાણી ક્યારે પીવું, કેટલું પીવું, કઈ રીતે પીવું વગેરે વિશેનો ઉપદેશ આપવા કરતાં એક ગ્લાસ પાણી આપવું મહત્વનું પુણ્યકાર્ય છે.

[સ્વજનો કે શત્રુઓ ?]
એક સ્નેહીએ શેરબજારમાં બહુ મોટું નુકશાન કર્યું. આર્થિક ભીંસને કારણે એમને આબરૂ સાચવવાનો પ્રશ્ન પજવવા લાગ્યો. એ વખતે એમના કેટલાક મિત્રો-સ્વજનો આવીને વારંવાર તેમને કહેતા હતા : ‘હું તો તમને પહેલેથી જ કહેતો હતો કે આ શેરબજાર જુગાર કરતાંય ભુંડું છે. એનો કશો ભરોસો ન કરાય. છતાં તમે માન્યા નહિ ! મારી વાત ગણકારી હોત તો આવી સ્થિતિ ન આવી હોત !’ બીજાએ કહ્યું, ‘દોસ્ત, લાલચ બૂરી ચીજ છે. વધુ નફો મેળવવાની લાલચે જ તને બરબાદ કર્યો.’ ત્રીજાએ તો કહ્યું : ‘અમારા એક પડોશીનેય શેરબજારમાં લાખો રૂપિયાનું નુકશાન ગયું હતું. એણે તો બિચારાએ આત્મહત્યા કરી નાખી…. તમે ગભરાઈને એવું કોઈ પગલું ના ભરતા હોં !’ – આવી બધી વાતો સાંભળીને મને લાગ્યું કે આ સૌ એમના મિત્રો-સ્વજનો નથી, એમના શત્રુઓ છે ! આ ક્ષણે એને મહેણાં-ટોણાં સંભળાવવાનાં હોય કે મદદ કરવાની હોય ? આત્મહત્યાની વાતો કરીને એને ડરાવીને જાણે એ દિશામાં ધકેલવાનો જ પ્રયત્ન થતો હોય એવું મને લાગ્યું.

[પારકું દુઃખ, પોતાનું દુઃખ]
માણસને હંમેશાં પોતાનું દુઃખ અને બીજાનું સુખ મોટું લાગે છે. પારકાનું દુઃખ જોઈને ક્યારેક એ એમ વિચાર કરે છે કે આટલી નાની-અમથી વાતમાં એ કેવાં રોદણાં રડવા બેસી ગયો છે ! સંસારમાં નાનાં-મોટાં દુઃખ તો આવે જ ! એની સામે હિંમત હારીને બેસી ન જવાય. લોકોની સહાનુભૂતિ ઉઘરાવવા વલખાં મારવાનાં ના હોય. પણ એ જ મહાશયને ચાલતાં-ચાલતાં બટમાં એકાદ નાની ખીલી ડંખતી હોય છે ત્યારે ભારે દુઃખી થઈ ઊઠે છે. બેંકમાં પૈસા ઉપાડવા ગયા હોય અને કોઈ કારણે બે-પાંચ મિનિટનો વધુ વિલંબ થાય ત્યારે અકળાઈ ઊઠે છે. જમતી વખતે એકાદ કાંકરી મોંમાં આવી જાય તો રોષે ભરાઈ ઊઠે છે. દીકરો ભણવામાં નાપાસ થયો હોય તો એને ધમકાવી નાખે છે – તારી પાછળ મેં ટ્યૂશન વગેરેના કેટલા બધા પૈસા ખર્ચ્યા હતા, બધા વ્યર્થ ગયા ! એ વખતે પોતે એટલું નથી સમજતા કે દીકરો ભણવામાં નાપાસ થયો છે, જીવનમાં નાપાસ થયો નથી ! પોતાની નાનકડી વિપત્તિ એમને બેચેન અને બેકાબૂ બનાવી મૂકે છે. જ્યારે બીજાઓની સામે એના કરતાંય મોટી આફત આવેલી હોય ત્યારે એણે સમતા, ધીરજ ધરવાં જોઈએ એવું ફોગટનું ડહાપણ ડહોળે છે !

[સલાહ નહીં, સહાય !]
માનવતા એ છે કે, બીજાના દુઃખને કદી નાનું ન સમજીએ. માનવધર્મ એ છે કે બીજાની આફતની ક્ષણે માત્ર શબ્દોથી આશ્વાસન આપવાને બદલે એને નક્કરરૂપે મદદરૂપ થઈએ. ઉપદેશ દેનારા લોકોનો તો તોટો જ ક્યાં છે ? સલાહ કરતાં સહાય મહત્વની છે. ઉપદેશ કરતાં ઉદાહરણ ચઢિયાતું છે. બીજાના દુઃખને પોતાનું સમજવું અને પોતાના સુખમાં સૌને સહભાગી કરવાં, આટલું જો આવડી જાય તો પછી મંદિર-દેરાસરનાં ચક્કર કાપવાની જરૂર નથી. અને જો એ ન આવડે તો પછી મંદિર-દેરાસરના ફોગટ ફેરા ફરવાનો કશો અર્થ નથી.

[યે બાત ઠીક નહીં]
રસોઈ કરતાં કરતાં પત્ની સહેજ દાઝી જાય છે ત્યારે પતિ ગુસ્સે થઈને કહે છે, ‘તારા એકેય કામમાં ભલીવાર હોતો જ નથી. કામ કરવાની કોઈ ડિસિપ્લિન તારામાં છે જ નહિ !’ વાહન ચલાવતાં એક્સિડન્ટ થવાથી પતિને થોડું વાગ્યું હોય છે ત્યારે એની અખંડ સૌભાગ્યવતી પત્ની કહે છે, ‘કેટલી વખત કહ્યું કે વાહન ધીમે ચલાવો, પણ મારું તો સાંભળે છે જ કોણ ?’ કઈ ક્ષણે શું બોલવું અને કેવું બિહેવ કરવું એની સૂઝ ન પડે ત્યારે આપણે સામેની વ્યક્તિને દાઝ્યા ઉપર ડામ દેવા જેવું પાપકૃત્ય આચરતા હોઈએ છીએ. બીજાની પીડા જોઈને આપણું ડહાપણ સોળે કળાએ ખીલી ઊઠે છે અને ઉપદેશ આપવા રઘવાયું થઈ જાય છે. યે બાત ઠીક નહીં.

[આપણો વ્યવહાર બદલીએ]
ટ્રેનની ભીડમાં આપણી બાજુમાં બેઠેલો માણસ કોઈ વખત આપણા ખભે ઊંઘમાં માથું ઢાળી દે ત્યારે એને ‘મેનરલેસ’ કહીને તેનું ઈન્સલ્ટ કરવા ઉતાવળા થવાને બદલે એની કેવી પરિસ્થિતિમાં એનાથી એવું થઈ ગયું હશે એનો વિચાર કરીએ તો આપણે સ્વયં અધિક મેનરફુલ લાગીએ ને ! પટાવાળાને કોઈ કામ કરવામાં સરતચૂક થાય ત્યારે એમાં એની બેદરકારી જોઈ ને એને લડવાને બદલે એમ કહીએ કે, આમ તો તારા કામમાં કશું કહેવાપણું હોતું જ નથી, તો પછી આજે કેમ આવી ભૂલ થઈ ? તને કાંઈ તકલીફ તો નથી ને, ભાઈ ?’ બસ, આપણા આવા વ્યવહારથી જ આપણે જગતને સુધારી શકીશું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગીતાનો કર્મ-જ્ઞાન-ભક્તિબોધ – ડૉ. જગદીશ જોશી
તો ખરા – ગોવિંદ દરજી ‘દેવાંશું’ Next »   

25 પ્રતિભાવો : કિસીકા દર્દ હો સકે તો લે ઉધાર….! – રોહિત શાહ

 1. ghani badhi samjva jevi vatoo… saras…. article… aabhar for sharing

 2. ખુબ સુંદર…. દરેક પ્રસંગ માં વૈષણવજન જેવી વાત છે. જે પર પીડા ને જાણે છે ને તેને દુર કરવા પ્રયત્નો કરે છે.

 3. trupti says:

  પહેલા પ્રસંગ ના સંદર્ભ મા-

  મારી જોડે ભણતો એક છોકરો જેનુ હાલ મા અવસાન થયુ. જોકે મે તેને શાળા પત્યા બાદ કોઈ વાર જોયો નહતો. તેને પ્રોસટેટ નુ કેંસર હતુ અને તેની તેને ખબર ૨-૩ વરસ પહેલા પડી. તે ડાંઈમંડ વાળા ને ત્યાં નોકરી કરતો હતો અને તેના શેઠ નો બહુ જ વિશ્વાસુ માણસ હતો. આજથી લગભગ વરસ દોઢ વરસ પહેલા તેને મુંબઈ ની લિલાવતી હોસ્પિટલ મા લગભગ દોઢ મહિનો રાખવો પડ્યો હતો ત્યારે તેના શેઠે હોસ્પિટલનુ લગભગ ૧૦ થી ૧૨ લાખ નુ બિલ ચુકવ્યુ હતુ. અને જ્યારે ત હોસ્પિટલ થી ડિસચાર્જ થઈ ઘરે આવ્યો તે બાદ તેને ઓફિસમા આવવા માટે પણ સમય મા કોઈ પાબંધી ના રાખી. અને તેનો પુરો પગાર તેને ચુકવવામાં આવતો હતો. લગભગ ૨ મહિના પહેલા તેનુ મ્રુત્યુ થયુ ત્યારે પણ તેના શેઠ આવિ ને ઊભા રહ્યા અને તેના કુટુંબને સંભાળી લીધુ. મરનારે પણ તેના શેઠ નુ માન રાખ્યુ અને તેને તેના વિલ મા લખેલુ કે તેની અંતિમ ક્રિયા તેના બન્ને શેઠ અને તેનો દિકરો કરશે. શેઠ આવ્યા અને મનિષ( છોકરા નુ નામ મનિષ હતુ) નિ ઈચ્છા નુ માન રાખ્યુ. તેના મ્રુત્યુ ના થોડા દિવસ બાદ શેઠ પાછા આવ્યા અને મનિષનો પૂરા મહિના પગાર અને તેની પત્નિ ને નોકરી નો કાગળ આપી ગયા.
  આવાત મને મારા શાળા ના બીજા સહધ્યાયી એ કરી જે મરનાર નો ખાસ મિત્ર હતો અને જ્યારે મનિષ સારો હતો અને જ્યારે જોઈએ ત્યારે તેના શેઠ ના દરેક કામ માટે હાજર રહેતો હતો તેને તેના બીજા મિત્રો શેઠ નો વફાદાર કૂતરો કહી ને ચિડવતા હતા, પણ તેને કદી તેવાત નુ ખોટુ નહોતુ લગાડયુ. જ્યારે તેના શેઠે તેનુ હોસ્પિટલ નુ બિલ ભર્યુ અને જે પ્રમાણે તેના કુટુંબની પડખે ઊભા રહ્યા ત્યારે તેજ મિત્રો એ માન્યુ કે તે તેના શેઠ નો વફાદાર કૂતરો કરા અર્થ મા શાબિત થયો.

  • Sonia@7spice says:

   મનીષભાઈ ના આત્મા ને શાંતિ મળે! એમણે ખરેખર સારા કર્મો કર્યા હશે. આવા શેઠ ના રુપ મા ભગવાન જ કહેવાય…

   તૃપ્તિબેન, તમે અહીં સરસ વાર્તા આપી… પણ તમે જે ‘મરનાર…મરનાર’ લખ્યું તે જરા ખુંચ્યુ. આશા રાખુ કે તમને માઠું નહી લાગ્યુ હોય!

   ઉપર ની બધી જ વાર્તા સારી છે. આભાર!

   • trupti says:

    સોનિયા બહેન,

    ધ્યાન દોરવા બદલ આભાર. આપણિ કોઈ ભુલ થતી હોય તેને કોઈ સુધારે તે તો સારીવાત છે, તેનાથી મારા જ જ્ઞાન મા વધારો થશે, તેમા ખોટુ લગાડવા જેવુ કાંઈ નથી. તમારો ફરી થી આભાર.

    • Sonia@7spice says:

     આભાર! મને ખ્યાલ હતો જ કે તમે positively લેશો. 🙂 મને તમારી comment વાંચવાની મજા આવે છે, કેમકે તમે ઘણી વાર ટૂંકી વાર્તા લખો છો તે હું હંમેશા વાંચુ છું. Thanks! 🙂

  • Alpesh Rathod says:

   good i think ur thinking is so processive ..enjoy your life with your dreams.. means the life of thinking.
   .Alp_Star….

 4. Kinjal Thakkar says:

  aapane je rudhigat manners ne mani bethya 6e,te vise vadhu vicharvani jarur 6e.jo nani nani vato ne dhyan ma rakhie to jivan sundar bani jay…..!!

 5. Rohit Shah has hit the nail on head explaining positively that when someone is in difficulty -simply blaming him or blaming karma etc is no use to the affected parties – if you are really sorry about it -practically try to help them in whatever way you deem fit. Merely talking will not help them. So instead of empty talk – be positive and do what will reduce their problem.

 6. Rachana says:

  ખુબ જ સાચી વાતો..ઘણા મહાન લેખકો આ અનેક વખત લખી ચુક્યા ..કશુજ નવુ નથી

 7. કલ્પેશ says:

  બોલવાનુ ઓછુ કરવાથી ફરક પડી શકે?

  • rutvi says:

   ઘણોબધો
   પણ બોલવાની ક્વોલિટી સુધારવાથી (ક્યાં કેટલુ બોલવુ,) બહુ ફાયદો થાય છે

 8. Deval Nakshiwala says:

  સુંદર લેખ છે. ખુબ જ સરસ જીવન ઉપયોગી સંદેશ આપતો લેખ છે.

  ઘણી વખત આપણે એવું વર્તન કરી બેસીએ છીએ જેનાથી સામેવાળાને ઘણું દુ:ખ થાય છે, જ્યાં સુધી આપણને વીતતું નથી ત્યાં સુધી આ વાતનો ખ્યાલ આવતો નથી.

 9. hiral says:

  સરસ ‘જીવન મુલ્યો’.
  જો કે દુનિયામાં બધા ધર્મો આવું જ શીખવાડે છે. પણ ખબર નંઇ, શીખવામાં કે શીખવાડવામાં ઘણી બધી ઉણપ રહી જ જાય છે.

  શાળાઓમાં અઠવાડિયામાં એક કલાક આવી ‘જીવન મુલ્યો’ પ્રેક્ટીકલી શીખવી શકે એવી ઇત્તર-પ્રવૃત્તિઓ પણ હોવી જ જોઇએ. જેમ ક્લાસમાં પરીક્ષામાં પ્રથમ આવનારનું બહુમાન થાય છે તેમ સૌથી પ્રામાણિક વિધ્યાર્થી, સૌથી વધારે હેલ્પીંગ વિધ્યાર્થી વગેરે ગુણોનું બહુમાન પણ થવું જોઇએ.

  આવા માણસાઇનાં ગુણોનું બહુમાન કરવાનું અને આવા ગુણો નાનપણથી જ કેળવાય એવું પ્રાથમિક શિક્ષણ આપણી શાળાઓમાં ખુટે છે એવું નથી લાગતું?

  • rutvi says:

   હુ જ્યારે હાઇસ્ક્લમા હતી (અમેરિકામા) ત્યારે દરેક મહિનાના પહેલા અઠવાડિયા મા એવા વિધ્યાર્થીઓનુ સન્માન થતુ જેમણે આગલા મહિના દરમિયાન કોઇ સારુ કામ કર્યુ હોય..
   એમા શિક્ષકો વિધ્યાર્થીની પ્રવ્રૂતિ નોટીસ કરે જે વિધ્યાર્થી એ કંઇ સારુ કામ કર્યુ હોય (બીજા વિધ્યાર્થી સાથે ના વ્યવહાર મા, ક્લાસમા બિહેવિયર્ વગેરે) અને પછી તે વિધ્યાર્થિ નુ નામ નોમિનેટ કરે
   તેમને સર્ટીફિકેટ આપે,
   મારી ઘરે લેટર આવ્યો હતો ને મારે ત્યા જવાનુ હતુ મને પોતાને પણ ખબર ન હતી કે મારા કયા સારા વર્તન માટે એમણે નોમિનેટ થયુ અને કયા શિક્ષકે કર્યુ પણ તેમણે કહ્યુ કે બધા શિક્ષકો અને સ્ટાફ તમને નોટિસ તો કરે જ છે અને સારા વર્તન માટે પુરસ્કાર પણ આપે છે,
   જે જે વિધ્યાર્થીઓ ને પુર્સ્કાર મળ્યો હોય તેમનો ફોટો સ્કૂલ ના અખબાર મા પણ છપાય છે…તો એ જોઇને બીજા વિધ્યાર્થી ઓ પણ પોતાના વર્તન પ્રત્યે જાગ્રૂત થાય.

   • nayan panchal says:

    ઋત્વીબેન,

    જ્યારે જ્યારે આવો કોઈ પ્રસંગ વાંચવામાં આવે છે ત્યારે અંગ્રેજી ફિલ્મ Pay It Forwardની યાદ આવે છે. આ ફિલ્મમાં એવુ કહેવામાં આવ્યુ છે કે જ્યારે જ્યારે કોઈ તમારા માટે એક સારુ કામ કરે ત્યારે તમે માત્ર ત્રણ જણા માટે કોઈ પણ નાનુ સારું કામ કરો. દુનિયા વધુ સારી થશે.

    આપણી શાળાઓમાં પણ આવી કોઈ પ્રથા અપનાવવા જેવી ખરી.

    આભાર,
    નયન

   • Ashish Dave, Sunnyvale, California says:

    Rutvibahen,

    I believe this is very common in US. My daughter’s school also has similar rituals. Probably this is coming from the christian culture.

    Thanks for sharing.

    Ashish Dave

  • HARDIK SAVANI says:

   હા, શાળાઓમા એવુ કરવુ જ જોઇએ.., હુ જ્યારે ૯ મા ધોરણમા હતો, ત્યારે ૧ થિ ૭ ધોરણ નુ ટ્યુશન કરાવતો હતો.. ત્યારે વિધાર્થીઓને હુ દરરોજ આવી એક પ્રેરક વાર્તા કહેતો..

 10. Chetan says:

  દીકરો ભણવામાં નાપાસ થયો છે, જીવનમાં નાપાસ થયો નથી !
  પોતાની નાનકડી વિપત્તિ એમને બેચેન અને બેકાબૂ બનાવી મૂકે છે. જ્યારે બીજાઓની સામે એના કરતાંય મોટી આફત આવેલી હોય ત્યારે એણે સમતા, ધીરજ ધરવાં જોઈએ એવું ફોગટનું ડહાપણ ડહોળે છે !

  જીવનનો મર્મ સમજ આપ્તા કેટ્લા સચોટ વાક્યો!!!

 11. maitri vayeda says:

  સાચી અને સુંદર વાતો…

 12. Pravin Shah says:

  વાતો કરવા કરતા કામ કરી બતાવવુ વધુ અગત્યનુ છે. અહી રજુ કરેલા પ્રસન્ગો આ અન્ગે ઘણુ કહિ જાયછે.

 13. nayan panchal says:

  નાની પણ ખૂબ જ ઉપયોગી વાતો. બીજાની ટીકા કરતા પહેલા કે તેના પર ગુસ્સો કરતા પહેલા માત્ર એક વાર આપણે પોતાને એની જગ્યા પર મૂકી જોવું, પછી જે ઠીક લાગે તે કરવુ.

  ખૂબ આભાર,
  નયન

 14. Rajni Gohil says:

  Be the change you want to see in the world.”,,,,,,,,,,,,,,, Mahatma Gandhi વાણી નહીં પણ વર્તનની અસર થાય.

  નાની નાની વાતો આપણને ઘણું શીખવી જાય છે. બીજાને મદદ ન કરી શકીએ તો વાંધો નહીં પણ તેને ખાસ તો વાણી દ્વારા સહેજ પણ નુકશાન ન પહોંચાડીએ તે મહત્વનો બોધ આ લેખ પરથી જીવનમાં ઉતારીએ તો આ લેખ વાંચ્યો સાર્થક ગણાશે. લેખકને અભિનંદન

 15. Dhruti says:

  બહુ ઓછા હોય છે જે સાચા અર્થ માં કોઈનું દર્દ સમજી શકે છે,,,બાકી બધા ય્ંત્રવત બોલી ને ઔપચારીકતા જ પતાવવા માં માને છે.

 16. nilam doshi says:

  સરસ અને સાચેી વાત..જો અમલ કરેી શકાય તો…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.