તો ખરા – ગોવિંદ દરજી ‘દેવાંશું’

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

માણસોને ઓળખી લો તો ખરા,
નાડ તેની પારખી લો તો ખરા.

નેહ કેવો છે ભલા ઓ આદમી,
હાટ માંડીને લખી લો તો ખરા.

પ્રસંગો ભીના તે પાછા વળાવી,
આજ તેને જ હરખી લો તો ખરા.

જો પથ્થરોનું નગર તો પ્રેમ ક્યાં ?
ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા.

‘રામ બોલો’, ‘રામ બોલો’ આખરે
શબ જગાડી નિરખી લો તો ખરા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કિસીકા દર્દ હો સકે તો લે ઉધાર….! – રોહિત શાહ
વિચારસાગરનાં મોતી – સં. શાંતિલાલ શાહ Next »   

4 પ્રતિભાવો : તો ખરા – ગોવિંદ દરજી ‘દેવાંશું’

 1. સુંદર.

  “માણસોને ઓળખી લો તો ખરા,”…… માણસને ઓળખી શકાય તો કદાચ ઘણી બધી મુશ્કેલીઓ ટાળી શકાય.

 2. અશોક જાની 'આનંદ' says:

  વિચાર વિભાવના સુંદર છે, ગઝલ કર્મ ક્થળેલુ જણાય છે કેમ કે કેટલાંક શે’રમાં ક્યાંક કયાંક વજન ફેર છે.

 3. Anila Amin says:

  આકાશમા જતી અને આવતી વાદળીઓ ઘડી પછી કયો રન્ગ ધારણ કરશે — કદાચ કહી શકાય પણ માનવીનુ

  મન ઘડી પછી કયો તાગ લેશે તે ના કહી શકાય.

 4. mohammad govani says:

  સરસ ગઝલ, અશોક્ભાઈએ કહ્યું એમ ક્યાંક ક્યાંક વજનમાં ખચકાટ છે,

  -ગઝલનો એક વિદ્યાર્થી…

  એક શેર કેહવાની જસારતઃ

  દુશ્મની કરજો, દગો કરતા નહિં,
  વાત આ દિલ પર લખી લો તો ખરા..!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.