ભજનનો વેપાર – દાસી જીવણ

કર મન ભજનનો વેપાર, ધણી તારા નામનો આધાર,
બેડલી ઉતારો ભવ પાર જી.

સરોવર જ્યારે ભર્યાં હતાં, ત્યાં પહેલી ન બાંધી પાળ જી,
આગળ નીર સૂકાઈ ગયાં, ત્યારે હાથ ઘસે શું થાય….. કર મન..

શેરી લગણ સુંદરી, ઝાંપા લગણ મા-બાપ જી,
તીર્થ સુધી બે બાંધવા, કોઈ ના’વે તારી સાથ….. કર મન.

હાડ જલે જેમ ગાંસડી ને, કેશ જલે જેમ ઘાસજી,
કે મન સરખી કાયા જલશે, લાગે નહીં પળ વાર…. કર મન.

આ રે કાયામાં કોણ સૂએ, કોણ જાગે ચોકીદાર ?
સૂરત જાગે, નુરત ઊંઘે, ચેતન ચોકીદાર…. કર મન.

હું ને મારું મૂકી દ્યોને, ખોટો આ સંસારજી,
દાસી જીવણ એણીપેરે બોલ્યા, પૂરો મનના કાજ…. કર મન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારસાગરનાં મોતી – સં. શાંતિલાલ શાહ
ભણકાર – નાથાલાલ દવે Next »   

8 પ્રતિભાવો : ભજનનો વેપાર – દાસી જીવણ

 1. હું ને મારું મૂકી દ્યોને, ખોટો આ સંસારજી,
  દાસી જીવણ એણીપેરે બોલ્યા, પૂરો મનના કાજ…. કર મન.

  બહુ સરસ વાત કરી – શંકરાચાર્યજી મહારાજ પણ સદાચાર સ્તોત્રમાં કહે છેઃ-

  અહં મમ ઈતિ બંધઃ મમાહં નેતિ મુક્તતા
  બંધઃ મોક્ષો ગુણૈર્ભાતિ ગુણૈઃ પ્રકૃતિ સંભવાઃ ||30||

 2. Veena Dave. USA says:

  ઘણા વખત પછી આ સરસ ભજન વાચવા મળ્યુ. સવારે રેડિયો પર આ ભજન સાંભળવા મળતુ એ યાદ છે.

 3. Anila Amin says:

  ઈશ્વરની અમરતા અને માનવની પામરતાના દર્શન અને સાથે સાથે માણસનો સાચો સન્ગાથી ઈશ્વર સિવાય

  કોઇ નથી તે આભજનમા દર્શાવવામા આવ્યુ છે. સરસ ભજન.

 4. dhiraj says:

  અદભૂત ભજન
  “શેરી લગણ સુંદરી, ઝાંપા લગણ મા-બાપ જી,
  તીર્થ સુધી બે બાંધવા, કોઈ ના’વે તારી સાથ”

  મુક્તાનંદ સ્વામી કહે છે
  “मात-पिता युवती सूत बांधव
  संग चलत नहीं कोई
  समज मन हरि भजता सुख होई ”

  “આ રે કાયામાં કોણ સૂએ, કોણ જાગે ચોકીદાર ?
  સૂરત જાગે, નુરત ઊંઘે, ચેતન ચોકીદાર”

  આ ચેતન ચોકીદાર માટે શ્રી ગુણવંત શાહ એક સુંદર શબ્દ વાપરે છે “માંહેલો”

  સાંખ્ય ભાવ નું ઉત્તમ ભજન

  આભાર

 5. nayan panchal says:

  આ ભજન પહેલીવાર વાંચ્યુ. એકદમ અર્થસભર. મને આ પંક્તિઓ સવિશેષ ગમી.

  સરોવર જ્યારે ભર્યાં હતાં, ત્યાં પહેલી ન બાંધી પાળ જી,
  આગળ નીર સૂકાઈ ગયાં, ત્યારે હાથ ઘસે શું થાય.

  પાછલી ઉંમરની રાહ જોયા વગર અત્યારથી જ મુક્તિના માર્ગે ચાલવાનુ શરૂ કરી દો ભાઈ.

  નયન

 6. VANALIYA RAJESH.D says:

  નયનભાઈ નિ વાતમા હુ સહનમત શુ. મ્રુત્યુ રુપિ કાળ ક્યારે આવે તેનિ કોયને ખબર નથિ
  કલ કરે સો આજ,આજ કરે સો અભિ, જાગ્યા ત્યારથિ સવાર. ગુરુના ચરણે જય ગુરુમુખિ બનવા અપિલ કરુશુ સૌને..

  • VANALIYA RAJESH.D says:

   મ્રુત્યુ રુપિ કાળ ક્યારે આવે તેનિ કોયને ખબર નથિ
   કલ કરે સો આજ,આજ કરે સો અભિ, જાગ્યા ત્યારથિ સવાર. ગુરુના ચરણે જય ગુરુમુખિ બનવા અપિલ કરુશુ સૌને..

 7. nareshbhai says:

  આ ક્રુતિ બુહુ જ સુન્દર … મને આ ભજ્ન બહુ જ ગમે સે. ધન્ય્વાદ્ ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.