ભણકાર – નાથાલાલ દવે
નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી,
……………….. આકાશે રેલાયે અંધાર જી;
કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે,
……………….. આવા તે જગાડે ઝંકાર જી ?
નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી,
……………….. જાણું ના શાના આ ભણકાર જી;
નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે,
……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી.
ગુંજે આ શી અજાણી, કોની વિપુલ વાણી ?
……………….. કોના આ વ્યાકુલ વાગે સૂર જી ?
કોના એ છાના સાદે, કોના રે મીઠા નાદે
……………….. ભીતર મારું થાયે ભરપૂર જી ?
અંતરમાં ઊંડી આશા, એ તો પામે ના ભાષા,
……………….. ઊરમાં તો આંસુ કેરા ભાર જી;
દુર્લભ જ્યાં દર્શન તારાં, શી વિધ પહેરાવું મારા
……………….. કંઠ કેરો આ કુસુમહાર જી ?
Print This Article
·
Save this article As PDF
લખવા શબ્દો ઓછા પડે તેવી સુન્દર રચના. હ્રદયની પીડા વર્નવવા અને પ્રેમ નુ પાગલપણ સમજાવવા આનાથી વિશેશ શુ જોઇએ?
અદભુત્ રચના…..
your works is of the highest level. i am very well impressed by your site maintenance and free download facality plus.the works which are being published on the net are of the type of pure kathiawad and gujarat and sorath level public which elaborates the lokgatha and sanskruti of olden times. pratibhav apva mate gujrati lakhvani gothvan pan salam mangi le tevi che. tame tamaru kam dil thi nibhavo evi amari param ichcha. jai jai gurjar vasio.
સુન્દર રચના. કેવો ઉત્કુસ પ્રેમ કરે…….અને તેનિ પિડા કેવિ……….. અભિનદન્…
પ્રભુ પ્રાપ્તિનો પન્થ કેટલો ગહન અને અગમ્ય છે પણ સાથે સાથે તેને પામવાનો કવિનો તલસાટ પણ એટલો જ
ઊત્કટછે અને તેનુ સ્વાગત કરવાની કવિની ઝન્ખનાનોપણ આપણને અનુભવ કરાવેછે. આમ આ કાવ્યમા કવિનો
પ્રભુ પ્રેમ દર્શાવવામા આવ્યો છે.
અંતરમાં ઊંડી આશા, એ તો પામે ના ભાષા,
……………….. ઊરમાં તો આંસુ કેરા ભાર જી;
ખૂબ જ સુંદર વિરહરસથી ભરપૂર રચના.
નયન