Archive for December, 2010

ઝિંગ અને છોડનું બીજ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘મોતીચારો’ શ્રેણીના પાંચમા પુસ્તક ‘પ્રેમનો પગરવ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. સાહેબનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ઘણાં બધાં વરસો પહેલાંની આ વાત છે. પૂર્વ એશિયાના કોઈક દેશમાં એક સમ્રાટ રાજ્ય કરતો હતો. જ્યારે એ ઘરડો થવા […]

પહેલો શત્રુ પાડોશી – હરિપ્રસાદ વ્યાસ

[ પુનઃપ્રકાશિત :  ‘હાસ્ય વસંત’ પુસ્તક (1968) માંથી સાભાર.] આ અસાર સંસારમાં કોણ કોનું સગું રહ્યું છે એવો પ્રશ્ન ઘણી વાર મારા મગજમાં ઊઠતો. લોકોની સ્વાર્થવૃત્તિ જોઈને ઘણી વાર મને વિશ્વ ખારું ખારું લાગતું. કોઈ કોઈ વાર એવો વૈરાગ્ય આવી જતો કે ભભૂતિ ચોળીને બાવા બની જવાની વૃત્તિ પ્રબળ બની જતી. પરંતુ ખારા સમુદ્રમાં ય […]

ભાતભાતના લોકો – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [1] સર્વજ્ઞ ! મારા લંગોટિયા દોસ્ત માધવે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાંને ત્રણ વરસ થયાં. એનો સંસાર કેવો ચાલતો હશે એ જાણવાની મને ભારે ઉત્કંઠા હતી. એ સુખી થયો હશે કે પછી ઘણાં પ્રેમલગ્નોમાં બને છે તેમ… આ બધું નજરોનજર જ જોઈ આવવા હું દિલ્હી એને ઘેર પહોંચ્યો. ‘આવ આવ, પ્રકાશ !’ કહેતોકને […]

ધરતીનો છેડો ઘર – પ્રા. તુલસીભાઈ પટેલ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] ‘ઘર’ વિશે શ્રી મોહન મઢીકરનું એક ભાવસભર કાવ્ય માણીએ : ઘરમાં રહું છું હું, ને મુજમાં રહે છે ઘર, લોહી બની સદા આ નસમાં વહે છે ઘર ! હોઉં છું જ્યારે ઘરમાં કિંમત નથી કશીયે, છેટો પડું તો પળપળ કાં સાંભરે છે ઘર ? સ્થળકાળથી યે ઉપર સંબંધ છે એહ સંગે, […]

‘વિનય સપ્તાહ’ નિમિત્તે – રિદ્ધિ દેસાઈ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] ઘેટાંબકરાંનાં ટોળા અને ટ્રાફિકમાં ફરક રહે એ હિસાબે આપણે ત્યાં ‘ટ્રાફિક સપ્તાહ’ યોજાય છે. માણસ અને જાનવર વચ્ચે અંતર રહે એ સારુ ‘શિસ્ત સપ્તાહ’, ‘જ્ઞાન સપ્તાહ’, ‘રામાયણ-ભાગવત’ જેવાં ધાર્મિક સપ્તાહ… ને એવું કૈંક ઉજવાય છે. આધુનિક માનવીની વૃત્તિ જોતાં આવનાર સમયમાં ‘સત્ય સપ્તાહ’, ‘સંયમ સપ્તાહ’, ‘પ્રમાણિકતા સપ્તાહ’, ‘ચારિત્ર્ય સપ્તાહ’ વગેરે યોજાય […]

ચોર – અનુ.શાંતિલાલ ગઢિયા

[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. મૂળ લેખક : રસ્કિન બોન્ડ.] અનિલને મળવાનું થયું ત્યારે ચોર તરીકે મારો હાથ બરાબર બેસી ગયો હતો. પંદર વર્ષનો કિશોર હતો, પણ એ કામમાં સફળ અને અનુભવી. અનિલ કુસ્તી હરિફાઈ જોતો હતો. પચીસેક વર્ષનો ઊંચો ને પાતળો બાંધાનો યુવાન. સીધોસાદો નરમ માણસ. મારા કામને લાયક. કેટલાય દિવસથી નસીબ ઉઘડ્યું નહોતું. ચાલો, […]

નારાયણ દેસાઈ – મીરા ભટ્ટ

[ સ્વાતંત્ર્ય ચળવળ અને ભૂદાન આંદોલન દરમિયાન સમાજસેવાની ખેવના સેવતા હજારો કાર્યકરો સેવાધર્મની ધૂણી ધખાવીને સમર્પિતભાવે જીવન જીવ્યા. એવા ચોર્યાસી સેવાધારીઓના ચરિત્રચિત્રનું શ્રી મીરાબહેન ભટ્ટનું પુસ્તક ‘ગાંધીયુગની આકાશગંગા’ ગતવર્ષે પ્રકાશિત થયું હતું, જેમાંથી આપણે એક લેખ માણ્યો હતો. એ જ અનુસંધાનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગાંધીજન તો તેને રે કહીએ’માં પાંચ પરિવારનાં 41 સમાજનિષ્ઠ લોકાભિમુખ […]

માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ

[બાળકેળવણી વિષયક લેખો આપનારાં ડૉ. ઊર્મિલાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘માબાપ સાથે ગોષ્ઠી’માંથી કેટલાક લેખો અહીં સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ટી.વી. જોયા વિના તો કેમ ચાલે ? ‘અરે શ્રીરાજ ! તું કેમ રોજ મોડો આવે છે […]

મુલ્લા નસરુદ્દીન – રમણલાલ સોની

[‘મુલ્લા નસરુદ્દીન’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામ રમણલાલ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સાચો કે જૂઠો ? એક વાર એક રાજાને તુક્કો સૂઝ્યો કે મારે સતવાદીનું જ ગામ વસાવવું એટલે એણે હુકમ કાઢ્યો કે સાચું બોલનારાને જ ગામમાં પેસવા દેવામાં આવશે; […]

પાર્થક્ય – રવીન્દ્રનાથ ટાગોર

[‘પ્રવચન શાંતિનિકેતન’ પુસ્તકમાંથી સાભાર.] ઈશ્વરે માત્ર માણસને જ પાર્થક્ય આપ્યું છે અને પ્રકૃતિની સાથે તે મળી જઈને એક થઈને રહેલો છે, એમ કહીએ તે શી રીતે ચાલે. પ્રકૃતિની સાથે પણ તેને એક પ્રકારની અલગતા છે. નહિ તો પ્રકૃતિ ઉપર તેનો કોઈ પ્રભાવ જ પડત નહિ. તફાવત એટલો કે, માણસ જાણે છે કે પોતે અલગ છે […]

શૈશવની પ્રીત – જિતુ એલ. ચુડાસમા ‘જિત’

[‘તાદર્થ્ય’ સમાયિકમાંથી સાભાર.] ભણતરમાં ક્યાંય મારું ખોવાયું બાળપણ; ………………. ને ઓચિંતું આવી ચડ્યું ગીત. ક્યાંથી શોધું હું ? મને સાંભર્યાં કરે; ………………. મારા ભૂલકણાં શૈશવની પ્રીત. આંખોમાં આજ્યું’તું મેઘધનુષ એવું; કે વહ્યાં આંસુ બનીને બધાં રંગો. સાંકડા પ્રવાહમાં પાંદડું તણાય એમ; પળમાં તણાય મારા અંગો. ક્ષણે-ક્ષણે સામે આવી ઘૂરક્યાં કરે; ………………. પેલું આથમી ગયેલું અતીત. […]

ગઝલ – ગણપત પટેલ ‘સૌમ્ય’

[‘ધબક’ સામાયિકમાંથી સાભાર.] રાખવી છે જાત તારી ખાનગી, તો મિલનની આપ ના પરવાનગી. છે ઘણી ફુરસદ, તમે છો વાત પણ, રંગ આજે લાવશે દીવાનગી. રૂપ ને આકાર હું જોતો રહ્યો, ને સુમન વ્હેંચી રહ્યું’તું તાજગી. જે ગણો તે – એની દોલત આટલી- શીલ, સચ્ચાઈ, સહજતા, સાદગી. લે ! હું તારા દ્વાર પર આવી ગયો, કોણ […]

ગઝલ – નીતિન વડગામા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] શ્વાસનો પ્હેરો ભરીને કોઈ રખવાળું કરે છે. સાવ અંદર સંચરીને કોઈ રખવાળું કરે છે. ડૂબતો એ જીવ આપોઆપ ઊગરશે જ અંતે, પાંદડાં રૂપે ખરીને કોઈ રખવાળું કરે છે. પ્હાડ પીડાના બધાયે પીગળી જાશે તમારા, પ્રેમનો પાલવ ધરીને કોઈ રખવાળું કરે છે. આંગણામાં ઝેરનું એ ઝાડ ઊગે છે છતાંયે પ્રાણવાયુ પાથરીને કોઈ રખવાળું […]

રસજ્યોત – ન્હાનાલાલ

એક જ્વાલા જલે તુજ નેનનમાં, ………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું; એક વીજ ઝલે નભમંડળમાં, ………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું. મધરાતના પહોર અઘોર હતા, ………….. અન્ધકારના દોર જ ઓર હતા; તુજ નેનમાં મોરચકોર હતા, ………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું. અહા ! વિશ્વનાં દ્વાર ખુલ્યાં-ઉછળ્યાં, ………….. અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા; અહા ! લોચન […]

સંયુક્ત કુટુંબના ‘તોડી નાખે’ એવા ફાયદા ! – ડૉ. નલિની ગણાત્રા

[વિવિધ જાણીતા સાહિત્યકારોની કલમે લખાયેલા સંયુક્ત પરિવારની ભાવનાને પ્રેરણા આપે એવા સુંદર લેખોનું તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું નામ છે ‘સુખનું સરનામું.’ આ પુસ્તકનું સંપાદન શ્રી રોહિતભાઈ શાહે કર્યું છે. પુસ્તકના તમામ લેખો મનનીય છે અને પુસ્તક શુભપ્રસંગે ભેટ આપવા લાયક બન્યું છે. પરંતુ હાલમાં આ પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી. તેમ છતાં, […]

આનું નામ તે સુહૃદ ! – જયશ્રી

[સત્ય ઘટના પર આધારિત કૃતિ ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] અન્બુ અમને બધાયને ખૂબ જ વહાલો, અત્યંત પ્રિય. અને કેમ ન હોય ! જેનું નામ જ અન્બુ (તામિલ ભાષામાં અન્બુ એટલે પ્રેમ) હોય તે પ્રેમ અને આનંદની લહાણી કર્યા વગર રહી જ ન શકે ! એ બાર વર્ષનો હતો અને આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારથી અમે […]

પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે – મૃગેશ શાહ

દૈનિક જીવનમાંથી થોડી ફૂરસદ મળે એટલે પ્રવાસનો વિચાર આપણને પહેલો આવે. ખાસ કરીને તહેવારોની રજાઓ કે વેકેશનના દિવસોમાં ઘરમાં બેસી રહેવું કોને ગમે ? થોડાક દિવસો માટે એમ થાય કે ક્યાંક ફરી આવીએ… પરંતુ આજના સમયમાં પ્રવાસ એટલો સરળ નથી કે બેગો ભરીને સ્ટેશને પહોંચી ગયા ! હવે તો પ્રવાસનું બરાબર આયોજન કરવું પડે છે. […]

પુરુષ સ્ત્રી-સમોવડો થઈ શકશે ? – મોહમ્મદ માંકડ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘આવકાર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] એક અંગ્રેજી લખાણ વાંચતાં જ મને ગમી ગયું એટલે એનું ગુજરાતી રૂપાંતર કરીને અહીં ઉતાર્યું છે : ‘હમણાં જ અમે એક પુસ્તક વાંચ્યું. વાંચતાં-વાંચતાં જ અમારું હૃદય આંસુ બનીને પીગળવા […]

વિનોદકથા – વિનોદ ભટ્ટ

[ લેખકનાં પુસ્તકો ‘ઈદમ તૃતીયમ’, ‘ઈદમ ચતુર્થમ’, ‘આંખ આડા કાન’, ‘આજની લાત’ અને અન્યત્ર પ્રગટ થયેલ વ્યંગ-વિનોદકથાઓનો તાજેતરમાં પ્રકાશિત થયેલો સંગ્રહ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સાસુ-વહુની ખીચડી કન્યાને સાસરે વળાવતી વખતે ભારે હૈયે તેની માએ કહ્યું : ‘દીકરી, મારી […]

શુભત્વનો સંસ્પર્શ – મૃગેશ શાહ

વિજ્ઞાનના વિકાસથી એક વાત તો સિદ્ધ થઈ છે કે સ્થૂળ કરતાં સૂક્ષ્મમાં ક્ષમતા વધુ છે. જે દેખાતું નથી, તે વધારે સક્ષમ છે. વાયર કરતાં ‘વાઈ-ફાઈ’ તથા અન્ય તરંગોની પદ્ધતિ પ્રત્યક્ષ પ્રમાણ છે. એ પ્રકારના ઉપકરણોનો આજે આપણે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. બરાબર એ રીતે જીવનનું છે. આનંદ મેળવવા માટેના ભૌતિક સાધનો […]

હસતારામનું હાસ્યામૃત – જયકુમાર દમણિયા ‘બિન્દાસ’

[ હળવા રમૂજી લેખો દ્વારા પ્રેરણાત્મક વાતો પીરસતા તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘હસતારામનું હાસ્યામૃત’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જયકુમારભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426777600 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ડૉક્ટર અને દર્દીની પ્રભુપ્રાર્થના એક ડૉક્ટરની હોસ્પિટલના બોર્ડ […]

મધુવન – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘મધૂવન’ પૂર્તિમાંથી સાભાર.] [1] પ્રેમની અભિવ્યક્તિ – દિલીપ કાજી જુદી જુદી વ્યક્તિ જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન રીતે પ્રેમ વ્યક્ત કરે છે. પ્રેમ દર્શાવવાની રીત સમય, સ્થળ અને સમાજ પ્રમાણે બદલાતી જાય છે. મા-બાપ અને બાળકોનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ, બહેન-ભાઈનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, યુવક-યુવતીનો પ્રેમ જુદા જુદા સમયે જુદી જુદી રીતે વ્યક્ત […]

મોટું કોણ ? – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર +91 2632 251719 સંપર્ક કરી શકો છો.] ગામને છેવાડે હતું સ્મશાન અને સ્મશાનને અડીને આવેલી હતી એવી વસ્તી જેને ગામલોકો ઉકરડો સમજીને પોતાનાથી દૂર જ રાખતા. બધી રીતે બદનામ અને બરબાદ આ વસ્તી એક વાતે આબાદ જરૂર હતી – આબાદી વધારવામાં. દરેક ઘરમાં ચાર, પાંચ કે છ […]

સાહિત્ય-મંદિરનો ભક્ત – જયંત દળવી

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.] ભારતીય ભાષાઓના એક સર્વોત્તમ ગ્રંથને ભારતીય જ્ઞાનપીઠ તરફથી દર વર્ષે એક લાખ રૂપિયાનું પારિતોષિક આપવામાં આવે છે. પૈસાની મોટી રકમ અને સન્માન, એ બંને દષ્ટિએ ભારતમાં આ સર્વોચ્ચ પારિતોષિક છે. 1975માં આ પારિતોષિક શ્રી વિ.સ.ખાંડેકરને તેમની નવલકથા ‘યયાતિ’ માટે આપવામાં આવ્યું. એ પહેલાં આ નવલકથાને સાહિત્ય અકાદમીનું અને મહારાષ્ટ્ર રાજ્યનું, […]

સુખ દુઃખનાં બંધાણી – ભાવેશ ભટ્ટ

[‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] અમે તો સુખ દુઃખનાં બંધાણી દરિયો ઉલેચવા ને અમને મળી હથેળી કાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી ઢગલા બાજી માથા ઉપર કાયમ રમતું કોક તડકા ઉતરે, છાંયા ઉતરે હાથમાં મોટી થોક સમજી લેજો જશો જીવ થી રમત ગયા જો જાણી અમે તો સુખ દુઃખનાં બંધાણી સ્મિત અજાણ્યા પારકા આંસુ વેશ બદલતા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.