સૉરી ! એ વેચાઉ નથી – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ ભાગ-17માંથી સાભાર.]

‘અમિત, ભણસાળીનો ફોન આવ્યો હતો. જન્માક્ષર મળે છે. છોકરીને જોવા ક્યારે આવો છો ?’
‘છટ્ ! એટલે શું આપણે જઈશું બધાં છોકરીને જોવા ? એ બધું હવે જુનવાણી થઈ ગયું. હું તો મારી રીતે છોકરીને એકલો કોઈક હોટલમાં મળીશ. મને છોકરી પસંદ પડશે તો પછી તમે લોકો મળજો. છોકરીનો મોબાઈલ નંબર મેળવી લેજો. હું વાત કરી લઈશ.’

માબાપને આ પસંદ નહોતું. આ રીતે અમિતે પાંચ-સાત છોકરીને મળી લીધું. અને દરેક વખતે આવીને કહી દીધું કે ‘સૉરી’ કહી દેજો. એ એકલો જ છોકરીને જુએ, એ જ નિર્ણય કરે. બે-ત્રણ તો બહુ સારાં ઘર હતાં. પણ આપણને ન કાંઈ પૂછે, ન વાતચીત કરે. માબાપને આ ગમતું નહોતું, પણ ગમે તેમ કરીને મન મનાવતાં. કેવડી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે ! મહિને નવ્વાણુ હજારનો પગાર. એના સ્ટેટ્સને લાયક જ છોકરી પસંદ કરશે ને !
****

મીનાક્ષીનો મોબાઈલ રણક્યો. ઑફિસમાં સાથે કામ કરતી રશ્મિએ જોયું કે મીનાક્ષીનો ચહેરો ગંભીર થતો જતો હતો. એ બહુ બોલતી નહોતી, સાંભળતી જ હતી. માત્ર ‘હા’…. ‘ભલે’ એટલું જ બોલતી. છેવટે ‘ભલે હું આવી રહીશ’, કહીને તેણે ફોન મૂક્યો.
‘શું થયું ? કોનો ફોન હતો ? તું આટલી ગભરાઈ કેમ ગઈ છે ?’
‘ના…..ના… કંઈ નથી. લંચ વખતે આપણે વાત કરીશું.’
લંચ વખતે મીનાક્ષીએ બધી વાત કરી : ‘મેં તને વાત કરેલી ને પેલા એક છોકરા વિશે, નવ્વાણુ હજારના પગારવાળા. એનો ફોન હતો. કહેતો હતો કે બધાં મળીને છોકરીના ઘરે બટાટાપૌંઆ ખાતાં હોય, છોકરા-છોકરી ચોરટી નજરે એકમેકને જોઈ લેતાં હોય, એવું મને બિલકુલ પસંદ નથી. જેમને લગ્ન કરવાં છે, એ જ બે એકલાં મળે. પેલી જુનવાણી રીત નહીં.’
‘મીના, તે બરાબર જ છે. આમાં તું આટલી અપસેટ કેમ થઈ ગઈ ?’
‘એનો વાત કરવાનો ટૉન મને ન ગમ્યો. કહે, આશિયાના હોટેલમાં મળીએ. મેં કહ્યું, મને બહુ દૂર પડશે. તો એકદમ કહેવા લાગ્યો, મને કોઈ રેંજીપેંજી હોટેલ નહીં ફાવે. અને જો, મારો નિર્ણય અંતિમ હોય છે. હું જે નક્કી કરું એ જ હોટેલ, એ જ દિવસ, એ જ સમય. સાંભળે છે ને ! શનિવારે રાતે આઠ વાગે, હોટેલ આશિયાના, ટેબલ નં. 6…. અને બસ, ફોન બંધ કરી દીધો. અત્યારથી આવો અધિકાર દાખવે છે, તો કેમ ફાવશે ? મને તો બહુ ગભરામણ થાય છે.’
‘હં…. તું ચિંતા ન કર. એનેય પાઠ ભણાવીશું.’
****

આશિયાના હોટેલ. ટેબલ નં.6.
‘તમે અમિત દેસાઈ ?’
‘હા. મીનાક્ષી ?’
એ બેઠી. એનો ઠસ્સો, એનું રૂપ, એની ટાપટીપથી અમિત પ્રભાવિત થઈ ગયો. એને જોતો જ રહ્યો. ‘તમે ખૂબ જ સુંદર દેખાવ છો અને સ્માર્ટ સુદ્ધાં.’ – તેના મોઢેથી એકદમ નીકળી ગયું. આમ તો મેનેજમેન્ટ વર્ગમાં શીખેલો કે પહેલી પાંચ મિનિટમાં એકદમ કોઈનાં વખાણ ન કરવાં. છતાં તેનાથી બોલાઈ ગયું.
‘પણ આ માટે મારો કેટલો બધો સમય ગયો ! મમ્મી કહે કે આવડા મોટા પગારવાળાને મળવા જાય છે તો મણિબેન જેવી થઈને ન જતી. એટલે બ્યૂટીપાર્લરમાં જઈને આવું છું. કલાક ગયો અને સાતસો રૂપિયા આપ્યા !’
‘સાતસો ! એ તો ચટણી બરાબર !’
‘પણ મારા માટે તો બહુ મોટી રકમ.’

અમિતનું અભિમાન ફરી જાગૃત થઈ ગયું હતું. તેણે પોતાનો રોફ જમાવવાનું શરૂ કરી દીધું…. : ‘મારે પત્ની જોઈએ મને ખુશ રાખે એવી, હું કહું તેમ કરે એવી, મારાં માબાપને સંભાળી લે એવી, મારા સ્ટેટ્સને શોભે એવી… હમણાં મેં નવું ઘર લીધું છે. હજી ઈન્ટિરિયર સજાવ્યું નથી. મારી પત્ની આવીને સજાવશે. ગમે તેટલા પૈસા થાય, મને પરવા નથી. લોકો જેમ મારા પગારની ઈર્ષા કરે છે, તેમ ઘરની પણ ઈર્ષા કરે !… અને મારી પત્નીનીયે. ……સુંદર, સ્માર્ટ, જોતાં જ આંજી નાખે એવી… તમારા જેવી…..’ કહીને એ પિપાસુ દષ્ટિએ એને જોતો રહ્યો. ગમે તેટલા અભિમાન છતાં એ હવે એના રૂપની ભૂરકીમાં આવી ગયો હતો.
એ લજ્જાથી નીચે જોઈ ગઈ. છૂટા પડતી વખતે એણે પૂછ્યું, ‘મારાં પત્ની થવું તમને ગમશે ને ?’ એ કાંઈ બોલી નહીં. થોડીક વાર એકીટશે એની સામે જોઈ રહી, જાણે એક નજરમાં એને માપી ન રહી હોય !

અમિત ઘરે પહોંચ્યો ત્યારે એના પિતાએ કહ્યું : ‘તને કેટલી વાર મોબાઈલ કર્યો. પણ બંધ હતો.’
‘મેં બંધ જ કરી દીધેલો. આવે વખતે વચ્ચે ડિસ્ટરબન્સ થાય તે મને ન જોઈએ.’ અમિત ખુશમિજાજમાં હતો.
‘અરે, પણ કેટલો મહત્વનો સંદેશો આપવાનો હતો ! ભણસાળીનો ફોન હતો કે મીનાક્ષીને ઠીક નથી એટલે આજે આવી શકશે નહીં.’
‘શું ? તો મને મળી તે કોણ ?’…. અમિત એકદમ ચકરાવામાં પડી ગયો. ત્યાં મોબાઈલ રણક્યો.
‘અમિત ! અવાજ ઓળખ્યો ?’
‘હા, પણ કોણ છો તમે ?’
‘હું રશ્મિ. મીનાક્ષી સાથે એની ઑફિસમાં જ કામ કરું છું.’
‘શું ? તો તમે શું કામ આવેલાં ? મીનાક્ષી કેમ ન આવી ?’
‘કહું છું… કહું છું. જરા ધીરજથી સાંભળો. ફોન ઉપર તમારો રોફ સાંભળીને મીનાક્ષી બિચારી બહુ ગભરાઈ ગયેલી. એટલે મને થયું, એક વાર હું જ તમને મળી લઉં. પછી ઠીક લાગશે તો મીનાક્ષીને મળવા કહીશ.’
‘આ તો ચીટીંગ છે.’
‘મહેરબાન ! ચીટીંગ નહીં, જોકિંગ. છોકરી જોવી એ પણ તમારે મન જોકિંગથી વિશેષ બીજું શું છે ? અથવા એક શૉપિંગ ! પણ પૈસાથી બજારમાં ચીજવસ્તુ ખરીદાય, જીવનસાથી નહીં. અને ચીજવસ્તુની પરખ પણ તમારે ક્યાં કરવી છે ? તમે તો ઉપરના પેકિંગથી મોહાઈને તે ખરીદી લો છો. આપણે મળ્યા ત્યારે તમારો રૉફ જમાવવા અને મારું બાહ્ય રૂપ પીધે રાખવા સિવાય તમે બીજું કર્યું શું ? મિસ્ટર ! અમારી મીનાક્ષી તો કૉલેજકવીન થયેલી, સતત બે વરસ. મારા કરતાં તો બે ગણી સુંદર છે – બ્યૂટીપાર્લરમાં ગયા વિનાયે. અને ત્રણ ગણી સ્માર્ટ છે. પણ સૉરી એ નવ્વાણુ હજારમાં વેચાઉ નથી. બા…ય…..!’

(ડૉ. દ. વ્યં. જહાગિરદારની મરાઠી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સદભાવના – સંકલિત
એક પુસ્તક-તીન તાલ – પ્રદ્યુમ્ન આચાર્ય Next »   

32 પ્રતિભાવો : સૉરી ! એ વેચાઉ નથી – હરિશ્ચંદ્ર

 1. Khushi says:

  Really such a nice story…Impressive as well..Something to learn and something to teach really touchy as well…That’s true if you need a life partner you can’t impress them with a money but you need eyes to understand the feelings of them..Really very very nice….

 2. shobhnapatel says:

  સરસ અતિ સુદર લાગિ

 3. સાવ ખોટી વાત વાસવીક નથી

  • Jay says:

   Totally agree with you – The person who is at top level… can not survive in the industry if he does not have a depth of social behavior and emotional intelligence…. It shows that writer never had any friend who is a girl… Now a days social circles are beyond gender difference and a relations are without any sexual intentions…

 4. raj says:

  one word
  Very GOOD
  some people are stupid and rashmiben did good job.
  raj

 5. સુંદર…ઘણા લોકોને મનમાં એમ હોય છે કે પૈસાથી બધુ જ ખરીદી શકાય છે…પણ એવું નથી હોતું કારણકે ઘણી બધી છોકરીઓ મોટર, ઘર, પૈસો જુએ છે પણ કેટલીક છોકરીઓ આમાનું કશું જ જોતી નથી…માત્ર વ્યકતિને જુએ છે…વ્યક્તિ ને પારખવાની કોશિશ કરે છે…..

  “દિખતા હૈ સો બિકતા હૈ”…..”પર હર ચીજ બીકાઉ નહિ હોતી.”

 6. kumar says:

  ખરેખર સરસ પાઠ ભણાવ્યો

 7. gopal says:

  અભિમાની છોકરાને જડબાતોડ જવાબ મળ્યો

 8. જગત દવે says:

  લખાણમાં નાટકીયતા અને વાર્તા તત્વ વધારે લાગ્યું.

  વાસ્તવિકતામાં છોકરા અને છોકરી બંનેને કોઈવાર વૈભવ તો કોઈવાર રૂપ આગળ ઝુકતા જોયા છે. (બી….પ્રેક્ટીકલ…..યુ નો????)

  અધુરામાં પુરું હવે તો કુંડળીઓ પણ કુંડાળુ વાળીને બેઠેલી જોવા મળે છે. 🙂

  સંસ્કાર…….. હેં ??? એ વળી શું છે???

 9. payal says:

  kharekhar saro path bhanavyo, sachi vat che paisa thi badhu kharidi nathi sakatu, jeevan sathi ni pasandgi ma feelings j main part hoy che…..

 10. NEHA says:

  agree with jagat daveji.

 11. Ankit says:

  સાચ્ચી વાત કહી આપે જગત દવે જી……

  પૈસો મારો પરમેશ્વર માનતા અભિમાની શેર ને ખરો ઈશ્વર ક્યારેક ને ક્યારેક સવાશેર નો ભેટો કરાવીજ દે છે.

  સુંદર રજુવાત..

  આભાર
  – અંકિત

 12. maitri vayeda says:

  અમિત ને બરાબર મજા ચખાડી…

 13. sejal umrigar says:

  This is true fact in our socity.we must remove this.
  Today boys are intrested in beauty and money.
  Really very very nice….
  sejal

 14. Pinky says:

  Not agree. Not every prospective groom is looking for beauty or outer package. My husband decided to get marry by watching one expression during our 5 min. meeting. We did get married in 4 days after meeting first time and 20 years down still together and happy with each other.

 15. Dr Jaykumar Shah says:

  ખુબ સરસ.છોકરીઓએ આટલી હિમ્મત તો બતાવવી જોઇએ.
  Very good.

 16. Pravin Shah says:

  છોકરાઓએ ખોતુ અભીમાન ના કરવુ જોઇએ.

 17. oh it very nice story khbj sarsh abhar

 18. nayan panchal says:

  સરસ વાર્તા છે. ભલે થોડી નાટકીય લાગે પણ વાસ્તવિકતાની નજીક તો ખરી જ. ઘણા અમિત જેવી જ વિચારધારા અંદરખાને ધરાવતા હોય છે. આ વાર્તામાં બધુ ખુલ્લંખુલ્લુ છે.

  આભાર,
  નયન

 19. જય પટેલ says:

  પ્રસ્તુત વાર્તામાં વાસ્તવિકતા ઓછી અને વાર્તા રે વાર્તા વધારે લાગી..!!

  કોઈપણ મલ્ટિનેશનલના ૯૯ હજાર પગારદારને પ્રેઝનટેશનના જ્ઞાન-વિજ્ઞાન વિષે ખબર હોય છે.
  મલ્ટિનેશનલના હાઈ પ્રોફાઈલ લોકોને ઓરિએન્ટેશનનો પહેલો પાઠ ઓછું બોલો અને સામે વાળાના
  મનનો તાગ કેવી રીતે મેળવવો તે અપાય છે. લેખકે વાર્તાના નાયકને નાણાં અને હોદ્દાના પ્રભાવે રોફ
  જમાવતો બતાવ્યો છે જે વાસ્તવિકતાથી વિપરીત છે.

  આજના અતિ-શિક્ષેત યુવાઓ વૈભવથી અંજાવાની શક્યતા ઓછી પણ રૂપથી મોહાવાની સંભાવના પ્રબળ છે.

  • hiral says:

   ના અંકલ, આ વાર્તા વાસ્તવિકતાની નજીક છે, ભલે થોડી નાટકીય હોય. મેં IIT M.tech થયેલા, ૩ ઇડીયટના ચતુર જેવા જોયેલા છે. કેમ્પસમાંથી હાઇ મેરીટના લીધે મોટા પગાર શરુઆતથી આવા રેંકર લોકોને મળે છે. પણ એ લોકોને લગ્ન માટેનું પાત્ર કેવું અને કેવી રીતે શોધાય. શું બોલાય, શું ના બોલાય, શું પૂછાય, કેવી રીતે પૂછાય વગેરેમાં ખરેખર ગોથા ખાતા હોય છે.

   • જય પટેલ says:

    સુશ્રી હીરલબેન

    આપના અનુભવ પરથી માની લઉં કે રેંકર્સ પાત્ર શોધવા માટે ગોથાં ખાતા હશે.
    …પણ ગોખણિયા ચતુર જેવા લોકોનું ભવિષ્ય શું ?
    ઈતિહાસ તો રેન્ચો જ સર્જી શકે…ચતુર નહિ. ચતુર જેવા લોકોને મલ્ટિનેશનલ કારભાર સોંપે તો
    મલ્ટિ-નેશનલનું નેશનલ થઈ જાય અને આવું હજી સુધી જોયું-જાણ્યું નથી.

    • hiral says:

     એવા લોકોનું જલ્દી લે-ઓફ થઇ જતું હોય છે. કોઇ ઠોકર ખાઇને શીખે છે, તો કોઇ આપઘાત સુધીના ડિપ્રેશનમાં આવી જતા હોય છે.

 20. Disha says:

  અતિ સુન્દર ઃ)

 21. Ashish Dave, Sunnyvale, California says:

  અમારા દુરના સંબંધી અમેરીકાથી પચીસેક વરસ પહેલા લગ્ન માટે અમદાવાદ આવ્યા હતા ત્યારે બનેલો એક પ્રસંગ યાદ આવી ગયો. લગભગ વીસેક છોકરીઓ જોયા પછી એક છોકરી ગમી ગઈ. તેને ઈમ્પ્રેસ કરવા તેમણે જણાવ્યુકે તારા પહેલા વીસને જોઈ હતી અને બધી ને ના પાડી છે… છોકરીએ કીધુ આ એકવીસમી તમને ના પાડે છે….

  Ashish Dave

 22. મુકેશ મિસ્ત્રી says:

  ખુબ સરસ

  શેર કા સામના સવા શેર સે હુઆ હૈ?

 23. Vaishali Maheshwari says:

  Nice story. There are many things that money cannot buy. I could make out in the mid of the story that most probably Minakshi’s friend will be going to meet that guy.

  It was interesting to read overall. Thanks for sharing.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.