જાણું છું – રવીન્દ્રનાથ ટાગોર

(અનુ. દક્ષા વ્યાસ)

રખેને હું તને સાવ સહેજમાં પામી જઉં,
એટલા માટે તું છળ કરે છે મારી સાથે.
તારા આંસુ છુપાવવા
ખડખડાટ હાસ્યના ઝબકારાથી
તું આંજી દે છે મારી આંખોને.
જાણું છું, જાણું છું તારી કલાને.
તારે બોલવો જોઈએ તે શબ્દ
તું ક્યારેય ઉચ્ચારતો નથી.

રખેને હું તને મોંઘા મૂલનો ન ગણું,
એટલા માટે તું હજાર બહાને
છટકી જાય છે મારી આગળથી.
રખેને હું તને ટોળામાંનો એક ગણી લઉં,
એટલા માટે તું ઊભો રહે છે અળગો થઈને.
જાણું છું, જાણું છું, તારી કલાને.
ચાલવું જોઈએ તે માર્ગે
તું કદી ચાલતો નથી.

અન્યો કરતાં તારો અધિકાર વધુ હોય છે
તેથી તો તું છો મૂંગોમંતર.
મનમોજી બેફિકરાઈથી
અવગણે છે તું મારા ઉપહારને.
જાણું છું, જાણું છું, તારી કલાને.
તારે સ્વીકારવું જોઈએ તે
તું કદી સ્વીકારતો નથી.

(The Gardener – કૃતિ 35)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સરોવર છલી પડ્યાં ! – અમૃતલાલ વેગડ
મૂક-બધિરોનું ગીત – મનોહર ત્રિવેદી Next »   

10 પ્રતિભાવો : જાણું છું – રવીન્દ્રનાથ ટાગોર

 1. આજે સવારે ઇ-મેઇલ માં મળેલી ટાગોરના કાવ્યની છેલ્લી પંક્તિ.

  ” Go not to the temple to ask for forgiveness for your sins,
  First forgive from your heart those who have sinned against you. “

 2. Prerak05 says:

  ખુબ જ સુંદર ક્રુતિ છે. રવિન્દ્રનાથ ટાગોરની વાક્ય ગોઠવણ અદભુત છે.

 3. jayesh shah says:

  incredible… kaha gaye vo log…

 4. અશોક જાની 'આનંદ' says:

  મનભાવન રચના…

 5. maitri vayeda says:

  અરે વાહ , ખુબ જ સરસ.

 6. sunil says:

  આત્મીયતાસભર કાવ્ય

 7. Rachana says:

  one of my fev writer….i simply love his thoughts.

 8. nayan panchal says:

  સુંદર રચના. હજુ સુધી ટાગોરજીને વાંચ્યા નથી. તેમની રચનાઓ આપતા રહેવા વિનંતી.

  આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.