રંગબેરંગી – મીનાક્ષી ચંદારાણા

[ બાળકાવ્યોના પુસ્તક ‘રંગબેરંગી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીનાક્ષીબેન ચંદારાણાનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chandaranas@gmail.com અથવા આ નંબર પર +91 998003128 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે. ]

[1] ફુગ્ગો

ગેસ ભરેલો મોટ્ટો મોટ્ટો
મોટ્ટો મોટ્ટો, ખૂબ જ મોટ્ટો ફુગ્ગો લાવી આપો !
દાદા ફુગ્ગો લાવી આપો…

ફુગ્ગા સાથે દોરી જોડું, દોરી સાથે ડોલ,
ડોલમાં બેસી જાઉં અને જઉં આકાશે રે લોલ !
દાદા ફુગ્ગો લાવી આપો… ગેસ ભરેલો !

આકાશે હું ઉડું તો પોપટ વાતો કરવા આવે
વાતો કરવા આવે સાથે જામફળ લેતો આવે
દાદા ફુગ્ગો લાવી આપો…. ગેસ ભરેલો !

પોપટને ખોળામાં રાખી જામફળ મરચું આપું
પોપટ સાથે ગાઉં કવિતા અને વારતા માંડું
દાદા ફુગ્ગો લાવી આપો….. ગેસ ભરેલો !

[2] મારી ઢીંગલી રિસાણી

કોઈ બોલશો નહીં, કશું બોલશો નહીં
મારી ઢીંગલી રિસાણી, કશું બોલશો નહીં

ઢીંગલીને માટે સુખડી બનાવો
પૂરી બનાવો બાસુંદી બનાવો
કેક લઈ આવો, ચોકલેટ લઈ આવો
ચોકલેટનો કાગળ કોઈ ખોલશો નહીં
મારી ઢીંગલી રિસાણી….

ઢીંગલીને માટે વાજા લઈ આવો
ગીતો લઈ આવો, તાળી દઈ ગાઓ
ઢોલ લઈ આવો, તબલાં લઈ આવો
તબલાં વગાડો પણ તોડશો નહીં
મારી ઢીંગલી રિસાણી….

કોઈ બોલશો નહીં, કશું બોલશો નહીં
મારી ઢીંગલી રિસાણી, કશું બોલશો નહીં

[3] હવે ન બોલું

જા નહી બોલું, જા નહીં બોલું !
તારી સાથે જા નહીં બોલું !

કાલ એકલી ગઈ બજારે !
મને કેમ ના લઈ ગઈ મા, તું ?

હવે ન બોલું, હવે ન બોલું !
ભલેને આકળવિકળ થા તું !

તેં લાવેલા ટેડી જોડે
કરીશ હું તો વાતું.

જા નહીં બોલું, જા નહીં બોલું !
તારી સાથે જા નહીં બોલું !

[કુલ પાન : 44 (સચિત્ર). કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : મીનાક્ષી ચંદારાણા. એ-228, સૌરભ પાર્ક, સુભાનપુરા, વડોદરા-390023. ફોન : +91 9998003128. ઈ-મેઈલ : chandaranas@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૂક-બધિરોનું ગીત – મનોહર ત્રિવેદી
ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ Next »   

3 પ્રતિભાવો : રંગબેરંગી – મીનાક્ષી ચંદારાણા

 1. pradipsinh says:

  ખૂબ સુંદર બાળગીતો છે.

 2. mufid goriya says:

  મને આ બાળગીતો બહુ જ ગમ્યા.

 3. nayan panchal says:

  સરસ મજાના બાળગીતો. ઢીંગલી વાળુ ગીત બહુ જ ગમ્યુ.

  આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.