બચાવ – દિલીપ મોદી

આ ઉઝરડાતી જતી ક્ષણને બચાવ
રાતભર બળબળતી પાંપણને બચાવ

તોડી નાખે આ સમય દુશ્મન બની
તે પહેલાં આવ; વળગણને બચાવ

માર્ગમાંથી કોઈ ભૂંસી દે કદાચ
એક પગલાં પરની રજકણને બચાવ

કેટલાં વર્ષોથી રાખ્યો સાચવી-
એક ચ્હેરો; એક દર્પણને બચાવ

જીવવું મુશ્કેલ છે એના વગર
શબ્દ, સ્પંદન, પ્રેમ – એ ત્રણને બચાવ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
નવોદિત સર્જકોની રચનાઓ – સંકલિત Next »   

9 પ્રતિભાવો : બચાવ – દિલીપ મોદી

 1. સુંદર.

  “શબ્દ, સ્પંદન, પ્રેમ – એ ત્રણને બચાવ”….બસ જો આ બચી જાય તો બધુ જ સચવાઇ જાય.

 2. payal says:

  khub sundar kavya………… Hiral ben ni vat sachi che …………..

 3. અશોક જાની 'આનંદ' says:

  સુંદર અર્થપૂર્ણ ગઝલ….

  કેટલાં વર્ષોથી રાખ્યો સાચવી-
  એક ચ્હેરો; એક દર્પણને બચાવ
  વાહ્…

 4. hitesh says:

  જીવવું મુશ્કેલ છે એના વગર
  શબ્દ, સ્પંદન, પ્રેમ – એ ત્રણને બચાવ

  જો આ ૩ નો બચાવ થાય તો જિવન ધન્ય થૈ જાય

 5. Anila Amin says:

  મનઃ એવ મનુષ્યાનામ કારણમ બન્ધન મોક્ષયોઃ એવુ ઉપનિષદમા કહે વામા આવ્યુ છે તે સર્વથા સાર્થકજ છે.

  એને આપે સરસ રિતે કાવ્યમા વણી લીધુ છે.

 6. Sandhya Bhatt says:

  સરસ વાત કરી, દિલીપભાઈ

 7. Dhruti says:

  જીવવું મુશ્કેલ છે એના વગર
  શબ્દ, સ્પંદન, પ્રેમ – એ ત્રણને બચાવ,,,excellent!!!

 8. nayan panchal says:

  અંતિમ પંક્તિ ખૂબ જ સુંદર.

  આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.